Chanothina Van aetle Jivan - 16 books and stories free download online pdf in Gujarati

ચણોઠીનાં વન એટલે જીવન - 16

ચણોઠીનાં વન એટલે જીવન

પ્રકરણ 16

આ તસ્વીર પ્રકરણ ચાલતુ હતું ત્યારે દીપ ટેંસ હતો. જેસીકા મેક્ષ અને તેની પેટ (કુતરી) ટ્વીકીનાં જોરદાર સંગઠન માં ગાબડા પડી રહ્યા હતા. તે જાણતો હતો તેના કુટુંબને અને જેસીકાને પણ. સંવેદન શીલતા બધામાં ખુબ હતી અને બીન જરુરિયાત વાંધા વચકામાં તેને કુટાવું નહોંતુ. હોસ્પીટલમાંથી વિદાય મળી અને દવા અને ટોનીકોનાં બૉટલ્સ લઈને ઘરે આવ્યા એટલે હીના ને પલંગમાં પડી રહેવાનું ન ગમે. કેંસર તો હટ્યુ પણ સુગરની બીમારી એ વકરવાનું શરુ કર્યુ.

“ઘી, અને ખાંડ વિનાનું ખાવાનું તે ખાવાનું કહેવાય? ઈક્વલ સ્વીટ્નર તો ચા દુધમાં નાખીને પીવાય પણ ખાંડ જેવું ગળ્પણ ના આવે..ગોળ, બ્રાઉન સુગર અને જરુરી ખાંડનાં બધાજ વિકલ્પો વાપરી જોયા પણ વહેલી સવારેતો ખાંડ્ની ચા જ જોઇએ.આખો દિવસ રસોડામાં એકલી રહેતી હીના જરા જરા ખાંડ ખાતી પણ લેબોરેટરી માં સુગર પકડાતી રહેતી.

દીપ અને જેસીકાને રવીવારે જમવા તેડ્યા ત્યારે દીપને ભાવતો શ્રીખંડ બનાવ્યો.ડાઈનીંગ ટેબલ દસ ખુરશીનું બનાવ્યું ખમણ,પુરી, પાપડ, કઢી, ભાત રાયતુ, કચોરી અને અથાણાં મુક્યાં. અટલી બધી વાનગીઓ જોઇને જેસીકા અચંબીત હતી.,,,,મેક્ષ દાદીમા ને ઘરે પહેલી વખત આવ્યો હતો.

શ્વેત અને શ્યામનાં રમકડા અને જુનાં કપડા કાઢ્યા.અને દીપને કહ્યું “આ બધા રમકડા કપડા કાઢી નાખવાનો જીવ નથી ચાલતો દેવ અને મેક્ષ બંને ને ચાલે તેમ છે. તમને લોકોને ગમે તો ઉપયોગ કરજો. અને આ સાડી જેસીકાનાં સન્માન ની સાડી છે. લગ્ન સમયે ખરીદી હતી.. પણ તે સમયે આપી ન્હોંતા શક્યા તે વહેવાર આજે પુરો કરીશુ. અને આ કવર પણ તે સમયે બનાવ્યું હતુ.”

જેસીકા બધુ લેવાનાં મતમાં હતી પણ તે દીપની સામે જોઇ રહી હતી.

દીપે હકારમાં માથુ હલાવ્યું ત્યારે જેસીકા બોલી.” મોમ આટલો બધો સમય અબોલા રહ્યાં તે મને ગમતું નહોંતુ. પણ દીપ ક્યારેય મને બોલવા દેતો નહીં. તેને મનદુઃખ થાય તે પણ ન ગમે અને મારું માન ન રખાય તે પણ ન ગમે.”

હીનાએ સૌને ડાઇનીંગ ટેબલ ઉપર બેસવા કહ્યું અને ટેબલ ઉપર બેસીને સૌને પ્રાર્થના કરવા કહ્યું.ત્યારે મેક્ષ બોલ્યો મારા પપ્પા પણ કહે છે “ પ્રભુનો ઉપકાર જમતા પહેલા માનવો જોઇએ.”

સૌએ સાથે ગાવાનું શરુ કર્યુ

“ અસત્યો માંહેથી પ્રભુ પરમ તેજે તું લઈજા...

મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઇ જા”

પ્રાર્થના પત્યા પછી દરેક્ની થાળીમાં ખાવાનું બધાએ જાતે લેવાનું હતું અને રોશની કહેતી થાળી ધોઈને પીવાવાળા સૌને ડોલર પ્રભાવના મળશે પણ છાંડનાર ને સજા..એટલે ખવાય તેટલું જ લેજો. મેક્ષે તો પુરી અને શ્રીખંડ જ લીધો. જ્યારે જેસીકા અને દીપે થાળી પુરી ભરી. સાંજના આઠ વાગ્યે રંગે ચંગે ભોજન પત્યું ડીશ સાફ સફાઇ પછી સાંજની સભામાં સૌને કંઈક ને કંઇક રજુ કરવાનું હતું.

જ્વલંત આ ગૃહ સભાનો મુખ્ય સંચાલક હતો. તેથી દરેક્ને શું રજુ કરવુ છે તે માહીતિ એને આપવાની હતી.ડીનર ટેબલ છુટુ પાડીને ખુરશીઓ ગોઠવાઈ અને આગળનાં ભાગે નાનકડો મંચ તૈયાર કર્યો. જેસીકાથી શરુઆત થવાની હતી. તેને મંચ પર લાવવાનું કામ મેક્ષને સોંપાયુ હતુ.તેણે અંગ્રેજીમાં વક્તવ્ય રજુ કરવાનું હતુ પણ બધાનાં આશ્ચર્ય સાથે તેણે ગુજરાતીમાં વક્તવ્ય શરુ કર્યુ.

“વડીલોને વંદન. સૌ નાનેરાને અદકેરું વ્હાલ. દીપને ચાહવાની શરુઆત કરી ત્યારથી ગુજરાતી વાંચવા અને લખવાની કેળવણી લેવા માંડી હતી. વસુધા ફોઇનો તેમાં બહું મોટો ફાળો હતો.. તેમણે રેપીડેક્ષનુ અંગ્રેજી અને ગુજરાતી પુસ્તક મોકલાવ્યું હતું જેમા અંગ્રેજી અને ગુજરાતી બન્ને ભાષામાં સમજાવ્યું હતું. બોલવાની શરુઆત મેક્ષનાં જન્મ પછી કરી હતી. દીપનો આગ્રહ નહોંતો પણ તેને ગુજરાતીમાં હું જ્યારે કહું કે હું તને પ્રેમ કરું છું. ત્યારે તે પ્રસન્ન થતો હતો. તે સમયનું તેનું હાસ્ય મારાં જીવનની અમુલ્ય મૂડી હતી.” રોશની, છાયા, દેવ, શ્વેત, અને શ્યામ જેસીકાને તાળીઓથી વધાવતા હતા.

હવે મેક્ષ નો વારો હતો..તેને છોટા ગણેશ ચિત્રમાંથી વાર્તા કહી. અંગ્રેજી ઉચ્ચારો સ્પ્ષ્ટ હતા..તે કહેતો હતો

Ganesh and Krtikey were asked to have taking turn of earth. Kartikey was fast he started immeadiatly..Ganesh took some time and asked Shiva and Parvati to sit in the room and he bow down and took round of both.

જ્વલંતે મેક્ષ ને પુછ્યુ “ What is the moral of Story?”

મેક્ષ કહે “ moral of the story is brain is powerful than strength.”

“વાહ રે મારા નાના દીપ” કહી હીનાએ એવારણા લીધા. મેક્ષ બોલ્યો “ grand ma I am Max and I like my name as it is…જેસીકા બોલી “ yes,,, you are Max but grand ma sees her young son in you so it is blessing,”

હવે વારો હતો દેવનો…તે અભિલાષની જેમ ડોક્ટર ની મીમીક્રી કરવાનો હતો.રોશની એ સ્ટેથોસ્કોપ આપ્યુ અને તેના પેશંટ હતા…છાયા માસી,,,અને તેમને શરદી થઈ હતી.

છાયા હીનાનાં લલીતા માસીનાં રોલ કરવાની હતી…વાતનું વતેસર ડોક્ટર પાસે કરવામાં લલી માસી જાહેર હતા..

“ અરે જોને દેવ મને શરદી જ થઈ છેને?”

હાથની નાડી પકડતા દેવે કહ્યું ” લલીમાસી તમને શું તકલીફ છે તે તો પહેલા મને સમજવા દો.”

“હા. ભાઈ જો મને તાવ આવ્યો છે?” …

દેવે હાથ છોડી માથે હાથ મુક્યો કે જેથી તાવ છે કે નહીં તે જાણી શકે.

“ માસી તમને તાવ તો નથી.”

“ જરા થર્મોમીટર તો મુક કે જેથી તાવ હોયતો ખબર પડેને?”

“ માસી મેં તમારા કપાળ ઉપર હાથ મુક્યો એટલે મને ખબર પડી ગઈ કે તમને તાવ નથી,”

“અરે તું કેવો ડૉક્ટર છે..? તારી જગ્યાએ તારો બાપ હોત તો મને કેટલાય રોગ બતાવતે અને ડિસ્ટીલ્ડ વોટર નું ઈંજેક્શન પણ આપી દેત.”

“લલીમાસી મારી પાસે મારા બાપાની જેમ મોટી ડીગ્રી નથી આવીને”

બધા હસતા હતા..

જ્વલંતે શ્વેત અને શ્યામની લઢાઇ બતાવવાની હતી એટલે અગમ નિગમનો માઈક માટેનું યુધ્ધ બતાવ્યુ. રોશનીએ સરસ પ્રાર્થના કરી.

જમ્યા પછી હસી મઝાક્માં એક કલાક કયાંય પસાર થઈ ગયો તે ખબર ના પડી.

*****

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED