ચણોઠીનાં વન એટલે જીવન
પ્રકરણ 2
વિજય શાહ
સંવેદન ૩ અર્થઘટન અર્થહીન
“રાજ્જા તારી સાથે તો કંઈ લઢાય?”
“ના
તે અને ક્યારેક સમય સંજોગ અને છોકરા છૈયા મા અને બાપ પણ નિમિત્ત બનીને આવે આપણ ને ઝગડાવવા.
તો હું ઠંડુ પાણી અને તારે ઠારવાની તે આગ તેમાં અને ધ્યાન રાખવાનું કે આપણી જિંદગી છે આપણાથી ના લઢાય”
“આ નિયમ કંઈ મારી એકલી માટે નથી હં,”
“ હા એટલે તો જોવા છે એ લાયકાતનાં નિયમો.
.એ આપણા બંને માટે છે અને તે આપણ ને ફાવે છે કે નહીં તે આપણે જોવાનાં છે.”
“તું વહાલથી કહીશ તો હું મને ચઢેલો ગુસ્સો પી જઈશ”
“પણ તને ચઢેલો ગુસ્સો કારણ વિનાનો હોય તો?”
“કારણ વિનાનો કેવી રીતે હોય?”
“કારણ જ ખોટું હોય અને અર્થઘટન અર્થહીન હોય ત્યારે…
સંવેદન ૪. બે જીવોને પોષવાનાંને…
સુમતિ બા એટલું જ સમજે કે દીકરીઓને અપાય.ત્યાં સુધી કે જ્યાં સુધી વહૂ એના પિયરમાંથી લાવે. હીના કહે મારા બાપા મને કંઈ લગન પછી ના આપે..એ તો હવે વહુને આપે..જેથી ઘરનું ઘર માં રહે.દીકરીને તો જમાઇ અપાવે..જેથી તેમનું પણ તેમના ઘરમાં રહેને?
ગામડાની વાતો પણ અજબની પણ સુમતિ બા છોકરાની વહુ આસક્તિ સમજી ગયા હતા તેથી ગામડાનું ડોબુ રસોડામાં ઘાલીને પીલાવાશે તેટલું પીલશું અને આપણે હવે છોકરીઓને શક્ય રાજ આપશું .હીના સમજી તો ગઈ હતી પણ જ્વલંતને આ બધું કેવી રીતે સમજાવાય? પ્રસુતિમાં બળ્યું આ રૂપ પણ જબરું ખીલ્યું હતું… બે મહીના ગયા કે ના ગયા અને પેટે દીવો પાક્યો.. ઉલટી ઉપર ઉલટી થાય. સવાર તો આખી ઉલટીમાં જ જાય લેડી ડોક્ટર કહે ફેરસ ની ગોળીઓ ખવડાવો.મલ્ટી વિટામીન આપો. આવું તો સંતાન પાંચ મહીનાનું થાય ત્યાં સુધી રહેશે… ખાવાનું ભાવે કે ના ભાવે ખુબ ખવડાવો. બે જીવોને પોષવાનાંને…તેમને ભાવતું અને પૌષ્ટીક ખાવાનું આપો.
****