ચણોઠીનાં વન એટલે જીવન
પ્રકરણ 8
વિજય શાહ
સંવેદન ૧૯ ભગવાન ની મહેરબાની
બે ગાડી તો સચવાય છે હીના અને જ્વલંત ઉપરાંત હવે રોશની માટે ગાડી લેવાની થઈ એટલે ત્રીજી ગાડી માટે બેંકમાં અરજી થઈ. કોલેજ્માં જવાનાં સમય સાચવવાનાંને? હીના નો આખો પગાર હપ્તામાં જતો રહેશે પણ ડાઉન ટાઉનમાં ગાડી વીના કેમ ચાલે? બસમાં તો કેવી રીતે રોજ જવાય? દીપ તો હજી બસમાં જશે. સ્કુલમાં બદલાવ આવ્યો પણ તે જ્યાં એ જતો હતો તેની નજીકમાં જ જવાનું હતુ.તે સ્કુલની બસ પણ ઘર પાસે આવતી હતી.
જ્વલંતે સાંજની શાળામાં ભણી અને અમેરિકાની ડીગ્રી લઈ લીધી હતી તેથી નવી જોબ બમણા પગારની મળી ગઈ હતી. અમેરિકામાં અમેરિકાની ડીગ્રી હોવી જ જોઇએ ભારતમાં ગમે તે હો પણ તેની કિંમત કોઇ જ નહીં
એપાર્ટમેંટમાં ગરાજ નહોંતુ. પણ સાંજે ત્રણેય કાર લાઇન સર પાર્ક થતી.ત્યારે ગર્વ અનુભવાતો હતો. ભારતમાં આ દ્રશ્ય સંભવિત હતું? રોશની, હીના અને જ્વલંત એ ત્રણેય ગાડીનાં ઉપયોગે પોત પોતાનાં કામે જતા.
ભગવાન ની મહેરબાની કે જેટલો ખર્ચ વધે છે તેટલી આવકો પણ વધે છે બેંકમાં ચારેય જણાનું એકાઉંટ હતુ.તે એકાઉંટમાં ત્રણ પગાર અને દીપની છુટક કમાઈ જમા થતી અને જેને જરુર હોય તે ક્રેડીટ કાર્ડ ચાર્જ કરતા અને મહીને જ્વલંત તે બીલ ભરી દેતો. ક્યારેક બીલ મોટા હોય અને બેંકમાં પૈસા ના હોય ત્યારે ભારતથી બેંક એફ ડી તોડાવી પૈસા મંગાવતો .
સુમતિબા કહેતા “ભાઈ ત્યાં સેટલ ના થવાય તેવું લાગતુ હોય તો ભારત પાછો આવી જા.”
જ્વલંત કહે “ અણી ચુક્યો સો વરસ જીવે..બસ તેમ જ થોડોક સમયની ભીડ નીકળી જશે એટલે સૌ સારા વાન થઈ જશે. હમણા તો હાકલ પડી છે અને યુધ્ધ એજ કલ્યાણનાં ધોરણે મથીયે છે..”
સુમતિબા કહે “પણ ભાઈ અમને ગમતું નથી.. છોકરાં નથી તેથી અમને એકલુ લાગે છે”
હીના મનમાંને મનમાં કહેતી “હવે હું તમારી વાતોમાં ના આવું. સ્વતંત્રતા જોયા પછી ફરીથી ગુલામીમાં જવાનું કોને ગમે?”
અઠવાડીયે સમાચાર આવ્યા કે સુમતિ બા પડી ગયા છે. બાપાનો ફોન આવ્યો ત્યારે હીનાએ કહ્યું કે હમણા તો કોઇનાથી અવાય તેવું નથી દીપ દસમામાં છે અને રોશની સહિત સૌની પરિક્ષાઓ આવશે, એટલે હમણાં તો નીકળાય તેવું નથી. જ્વલંત દ્વીધામાં ના મુકાય માટે બાપાએ આગ્રહ ના કર્યો.
સુમતિબા કહે “મારી સાસરવાસી છોકરીઓને ના કહેવાય કે તમે આવો અને મારી ચાકરી કરો. જમાઈ સમજી ને આવવા દે તો સારું.”
રાધા બહેન ઉપરાંત નર્સ કંચન બેન ને દિવસ માટે રાખ્યા અને રાતનાં માટે મણીબેન રાખ્યા પગ ભાંગી ગયો હતો તેથી બીજો શું ઉપાય થાય? એક હીના ને બદલે ત્રણ કામવાળા રાખ્યા હતા
સંવેદન ૨૦ નિરાશાનાં સુર ના કાઢશો
દસમાં ધોરણમાંથી ગ્રેજ્યુએટ થઈને દીપ ભણવા હ્યુસ્ટન બહાર જવાની વાત કરતો અને સારામાં સારી યુનિવર્સિટીમાં એડ્મીશન અને ભણવાની લોન મળી. રોશની ભણી રહી હતી અને દીપ માટે તેને લાગણી બહુ. હીના કહે “તારા પપ્પા એટલું બધું કમાતા નથી કે તેને બહાર ભણવા નો ખર્ચો પોષાય. એક ગાડીમાં ભાઈ અને બહેન હ્યસ્ટનમાં ભણો.”
રોશની કહે “મારા ભઈલાને સારી કોલેજમાં એડમીશન મળ્યુ છે લોન મળી છે ત્યારે પૈસાને કારણે તેનૂં ભણતરના બગાડાય. હું કામ કરીને તેને ભણાવીશ.”
જ્વલંત કહે દીપને પણ ભણવાની સાથે કામ તો કરવું જ પડશે. મોટી ઉંમરે હું ખર્ચાળ તબક્કામાં બંને ને ભણાવી નહીં શકું.”
“પપ્પા તમે મમ્મીની જેમ નિરાશાનાં સુર ના કાઢશો.હું કમાઈશ અને તેનો ખર્ચો કાઢીશ “
હીના કહે “હજી બીજા ત્રણ ભાંડરડા સ્કુલમાં છે. બધાનું જોવુ પડેને? છાયા દશમામાં અને જોડીયા શ્વેત અને શ્યામ આઠમામાં.
સંવેદન ૨૧ “ગીવ મી યોર વૉલેટ”
નવું ગામ, નવી કોલેજ, ગમતું ભણતર અને હૈયામાં ઉમંગ સાથે દીપ નવા વાતાવરણમાં સ્થિર થતો હતો.
તેની પાસે નવું કોંપ્યુટર હતું અને કોલેજની નજીક રહેતો હતો તેથી ગાડી ને બદલે બસ અને સાયકલ વડે પહેલુ સેમેસ્ટર કાઢવાનુ હતું
એક મેક્ષીકને તેની સાયકલ આગળ ટ્રક ઉભી કરી દીધી અને તેના માથા ઉપર ગન ધરી દીધી અને કરડા અવાજે બોલ્યો “ગીવ મી યોર વૉલેટ” દીપ અંદરથી ડરી ગયો. ગન નો ઠંડો સ્પર્શ અને તેની સાથે તે ગન શું કરી શકે બાબતે વિચાર કરવાને બદલે ગજવામાં થી વૉલેટ કાઢીને આપી દીધુ.ટ્રક માંથી પેલા માણસે વૉલેટ્માં થી કેશ કાઢીને લઈ લીધી અને વૉલેટ ફેંકીને ચાલ્યો ગયો.
સોળ વર્ષની ઉંમર અને પહેલી વખત આવો કડવો અનુભવ! એનું હૈયું ક્ષણ ભરતો ધડકવાનું ચુકી ગયું. કાશ તેણે ગન થી ભડાકો કરી નાખ્યો હોત તો? પાકીટમાં પુસ્તક લેવાનાં ૧૪૦ ડોલર હતા. તે તો ગયા હવે શું? ઘર વડીલો અને તેમની હુંફ એટલે શું તેને સમજાઈ ગયું ખાલી પાકીટ ગજવામાં મુકી સાયકલ રુમ તરફ મારી મુકી.ગન નો ઠંડો સ્પર્શ હજી તેના હૈયાને ડરાવતો હતો.
દીપ ની ફડક ઓછી થઈ ત્યારે દીપે જ્વલંતને ફોન કર્યો. હીના ફોન ઉપર હતી અને કહ્યું આ મહીને લોન લઈને વ્યવસ્થા કરીશું પણ તે હાય હાય કરતી રહી..તને વાગ્યુ તો નથીને બેટા? ચાઇનીઝ રુમ પાર્ટનર ને વાતકરવાનો અર્થ નહોંતો… તેને રડવું આવતું હતું પાણી પીધુ અને ભણવામાં મન પરોવવા મથ્યો.ત્યાં રોશની નો ફોન આવ્યો.
” શું થયુ હતુ?”
“ મને તો બહું બીક લાગે છે”
“ ભઈલા એમ ડરવાથી કશું વળવાનું નથી. પપ્પા નીકળવાની તૈયારી કરે છે.”
“ તેમને ધક્કો ના ખવડાવીશ.”
“પણ તેમનું મન તારી તરફ ખેંચાય છે.”
“ ઘટના તો ઘટી ગઈ છે હું આમેય કાલનાં લેક્ચર ભરીને કાલે આવું છું તેથી ધક્કો ના ખાય.” જ્વલંત ફોન ઉપર જ હતો. તે બોલ્યો “મને તારી ચિંતા થાય છે તેથી આવવું હતું”
“ પપ્પા તમે કહ્યું હતુંને કે એકલા રહીને ભણવું એ તપશ્ચ્ર્યા છેં. એ મારે કરવાની છે મારા હીતમાં જ ને?”
“ હા પણ આ અનુભવ પહેલે કોળીયે જ માંખ છે.”
“ તારી મમ્મીને તારી બહુ ચિંતા છે તેને જોબ છે પણ તે પણ ઇચ્છે છે તને મળવા હું આવી જઉં”
“પપ્પા મમ્મીને સમજાવો હવે હું સોળ વર્ષનો થયો..દુનિયાનાં ચિત્ર વિચિત્ર અનુભવો ને સમજવાની અને વેઠવાની સમજ મારામાં આવે તે જરુરી છે.”
રોશની ત્યારે બોલી “પપ્પા તમે દીપને સાંભળ્યોને? મારો ભાઇલો મજબુત છે He is man..તમે તેને મજબુત થવા દો. આ શું તમે તેને પોચકા મુકતા ના શીખવાડો.
સંવેદન ૨૨ પપ્પા મેં એક ગલુડીયું પાળ્યુ છે. .
મેં તો તેને સ્લોટર હાઉસમાં જતા બચાવ્યું છે
ત્રણ ગાડીનાં હપ્તા ભરાતા હતા હવે ચોથી ગાડીનાં પણ હપ્તા ચાલુ થશે.તેને બદલે એવું નક્કી કર્યુ રોશની જ્વલંતને મુકીને કોલેજ જતી રહે અને રોશની ની ગાડી દીપને આપવી.
ત્રણેક અઠવાડીયા થયા નહીં હોય અને તે ગાડી પાર્કીંગ લોટમાં કોઇ ઠોકી ગયુ. ઈંસ્યોરંસ વાળાએ તે ગાડીને ટોટલ કરીને ફકત ૨૪૦૦ ડોલર આપ્યા ત્યારે દીપની હાલત ગંભીર હતી. બીજી ગાડી લેવી પડે તેમ હતી.
તેજ સમયે ક્રેડીત કાર્ડનાં બીલમાં પેટ સ્ટોરનાં બીલો દેખાયા.
જ્વલંત ચમક્યો આપણે પેટ સ્ટોરનું શું કામ?
પપ્પા મેં એક ગલુડીયું પાળ્યુ છે. તેનું ફુડ લાવ્યો હતો. બેટા આપણે ગલુડીયું ના રાખીયે. મેં તો તેને સ્લોટર હાઉસમાં જતા બચાવ્યું છે અને મને તેની કંપની ગમે છે.
******