ચણોઠીનાં વન એટલે જીવન - 10 Vijay Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચણોઠીનાં વન એટલે જીવન - 10

ચણોઠીનાં વન એટલે જીવન

પ્રકરણ 10

વિજય શાહ

“સંવેદન ૨૯ મારો દીકરો ભોળો છે”

મારો દીકરો ભોળૉ છે .હીના બોલતી હતી અને જ્વલંત સાંભળતો હતો રોશની અને દીપ વચ્ચે ૪ વર્ષનો ફેર છે પણ કામદેવનાં તીર બંનેને એક જ સમયે વાગ્યા છે.વાત તો ફક્ત રોશની ની જ લખવી છે પણ દીપ એ વાતોમાં ક્યાં અને કેવી રીતે વણાઇ જાય છે તે સમજાતુ નથી. અભિલાષે હીરાની વીંટી આપ્યા પછી રોશની નાં સાસુ અને સસરા આવ્યા અને ખુબ ખુશી વ્યક્ત કરી ગયા. હીરાનો હાર, મોંઘોદાટ હજાર ડોલરનો હળવા કલરનો શરારો અને મીઠાઇ લઇને આવ્યા. જાતેજ વિવાહ નું ઉજવણું કરી ગયા આનંદનો પ્રસંગ હતો પણ અમારી જરા પણ તૈયારી નહોંતી. અભિલાષ ની મમ્મી ને અભિલાષ મંડાયો તે વાતની બહુ ખુશી હતી. તેના મમ્મી અને પપ્પા આવ્યા ત્યારે ઉંમરમાં મોટા હોવા છતા લળી લળી ને વંદન કરતા હતા,

સાંજે દીપનો ફોન હતો જેસીકાને તેણે પ્રપોઝ કરી હતી. હીના કહેતી હજી ભણી રહે અને બે પાંદડે તો જરી થા.. હીના કહે તું દબાણ માં આવીને આવા ફેંસલા ના લેતો પણ મને એમ હતું કે ત્યાં ફોન મુકાઇ ગયો. હીના રડતી રહી.. મારો દીકરો ભોળો છે..તેને જ્ઞાન નથી કે તે શું કરે છે.

સંવેદન ૩૦ ખરેખર ભટકાઈ ગયો છે

જે સમયે જે થવાનું હોય છે તે થાય જ છે તેવું માનતો જ્વલંત અંતરથી તો ખુબ જ ઘવાયો.. તેને એમ હતું કે અમેરિકન મેલ્ટીંગ પોઇંટ માં તે નહી સપડાય.. પણ અમેરિકન ડૉલર લેવા હોય તો તેની કિંમતો પણ ચુકવવી પડેને? દીકરો તે કિંમત આવી રીતે ચુકવશે તેના માન્યામાં નહોંતુ આવતું. એક નબળી ક્ષણે ભારત વળી જવું એમ પણ થઈ ગયું. તે વખતે ઘરમાં લગાડેલ સુવાક્ય યાદ આવી ગયું Future belongs to those who dare! અહી આવ્યા તે ક્ષણોને યાદ કરી.બધાની ના ઉપર હિંમત કરીને નીકળ્યા ત્યારે લક્ષ્ય હતુ બાળકોનું ભવિષ્ય..તે પુરુ થયુ? ના હજી દીપ ભણે છે.તે ભણી રહે તેવા ચાળા દેખાતા નથી. ભણતા પહેલા સંસાર માંડવાની વાતે તેની થયેલી ફસામણી દેખાય છે. કે તે કહે છે તેમ જે ટેકનોલોજીમાં પૈસા બને છે તેમાં ભણી રહેવાની તેને ઉતાવળ નથી. હમણા તો કમાવ અને આજ ને માણો. ખરેખર ભટકાઈ ગયો છે.

સંવેદન ૩૧ મેં લોન લીધી હતી. મારા બાપાએ નહીં.

ડૉક્ટર અભિલાષ સાથે વિવાહ થયા પછી અને લગ્ન પહેલાનાં છ મહીનામાં રોશની સમજી ચુકી હતી કે આ લગ્ન જીવન અભિલાષ માટે ની વેઠ હતી.તેના બધ્ધા જુઠાણાઓ પકડાયા પછી પણ તે ભ્રમમાં હતો કે રોશની ભારતની છે અને જે રીતે દબાવા માંગશે તે રીતે દબાઈ જશે અને એ ભુલી ગયો કે આ સ્પ્રીંગ નથી જેટલું ખેંચશે તેટલું ખેંચાશે. લગ્ન થયા પછી જુલમ ઘટશે અને જબાન પણ ખાસી એવી મીઠી એટલે એનું વેકેશન લંબાતુ ગયું. ઘર રોશનીના પગાર ઉપર ચાલવા માંડ્યુ. રોશની ને બોનસ મળ્યુ. રોશની એ ડોક્ટર અભિલાશ ને પુછ્યા વિના સ્ટુડંટ લોન નાં પૈસા ભરી દીધા.

ડોક્ટર અભિલાષ તો છંછેડાયા” તારી લોન તારા બાપા ભરે. તારે ના ભરવાની હોય.”

રોશની કહે “મેં લોન લીધી હતી. મારા બાપાએ નહીં. અને મેં મારા બોનસમાંથી તે ભરી છે તારા પૈસા થી નહીં.”

સંવેદન ૩૨ અંતરનાં આશિષો સદા વરસતા હેશે.

દીપનાં જેસિકા સાથે લગ્ન થઈ ગયા ત્યારે હીના અને જ્વલંતની ગેરહાજરી હતી. આમંત્રણ જ નહોંતુ અપાયુ. આપણો જ રુપિયો ખોટો ત્યાં દોષ કોને દેવો? ભલું થયુ ભાંગી ઝંઝાળ…કડવો ઘૂંટ દીકરાને હાથ પીધો એને અબોલા લીધા જ્વલંતે એના ઉપેક્ષા ઝેરને શંકર ની જેમ ગટ્ગટાવ્યું ,હીના પણ વ્યથિત હતી.એની ગેર સમજણો એના સમયે દુર થશે તો થશે પણ એને સમજાવવો લગભગ અશક્ય હતો.એને કહેવું હતું કે માત પિતા એ શતરંજ્નાં મહોરા નથી. તું કંઈ રમકડૂં નથી કે તુટી જાય કે ખોવાઈ જાય. સમજણ અને સગપણ થી બંધાયેલ રેશમની ડોર મૃત્યુ પછી પણ છુટતી નથી તો જીવતે જીવત કેમ તુટશે કે છુટશે? હા જ્યારે તને સમજાય ત્યારે અને ત્યાં સુધી અમારા હૈયાનાં દ્વાર તારે માટે જેસિકા માટે અને તારા સંતાનો માટે કાયમ જ ખુલ્લા રહેશે...અને અમારા અંતરનાં આશિષો તમારા ઉપર વરસતા રહેશે.

******