ચણોઠીનાં વન એટલે જીવન - 15 Vijay Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચણોઠીનાં વન એટલે જીવન - 15

ચણોઠીનાં વન એટલે જીવન

પ્રકરણ 15

વિજય શાહ

સન્માનની સાડી

“રોશની દીપને આ સમાચાર આપી દેજે. પાછો તેને વાંધો ના પડે.”

“ભલે!” જ્વલંતની જેમ એકાક્ષરી જવાબ આપી રોશની તેનું ગુસ્સા વાળું મો છુપાવવા પાછળ ફરી ગઈ.

જ્વલંત કહે “મા તરીકે ભલે તું ભુલી જાય પણ રોશની તે અપમાનો ભુલી નથી.”

“ એટલે?” હીના વિચિત્ર રીતે જ્વલંત સામે જોતા બોલી.

“દીપ નાના મોટાનું માન નથી રાખતો એટલે રોશની ને ગમતું નથી.”

રોશનીએ દીપને ફોન લગાડીને કહ્યું “ મૉમને એમ ડી એંડર્સન હોસ્પીટલમાં લીંફનોડ નું ઓપરેશન કરાવ્યુ છે.. “

ફોનને સ્પીકર મુકતા રોશની બોલી “મોમને તને જણાવવુ હતું તેથી મેં ફોન કર્યો છે.

”મૉમને ફોન ઉપર મને બતાવને?”

“૧૬૭ ટાંકા છે અને હજી હમણા ભાનમાં આવી છે.”

રોશનીએ ફોન મમ્મી તરફ ફેરવ્યો. મમ્મીનો ચહેરો એક યોધ્ધાની જેમ દીપને દેખાયો. “મમ્મી કોંગ્રેચ્યુલેશન..!” તેની બાજુમાં જેસીકા અને મેક્ષ બેઠા હતા. બંને ના હાથ નમસ્કાર મુદ્રામાં જોડાયેલા હતા.

હીનાએ ત્રણે ને સામે નમસ્કાર કહ્યાં.

મમ્મી ત્યાં આવતી કાલે મુલાકાતના સમયે અમે આવીશું.

રોશનીએ કેમેરો છાયા અને જ્વલંત તરફ ફેરવ્યો. પહેલી વખત જ્વલંત અને તેનું આખુ કુટૂંબ કેમેરા ઉપર ભેગુ થયું. જોકે નાના શ્વેત અને શ્યામ આ મીટિંગ માં હાજર નહોંતા.

“દીપ! તારી તબિયત તો સારી છેને?” જ્વલંતે મૌન તોડ્યું.

“ હા પપ્પા! પણ તમે હવે થાકી ગયા લાગો છો. “

જ્વલંત બોલ્યો.“ ના રે ના.પણ હવે ઉમ્મર થઈને? “ જ્વલંતને બોલવું તો ઘણું હતું. પણ આ સમય યોગ્ય નહોંતો તેથી ચુપ્પી સાંધી લીધી.

રોશની કહે “દીપ! અમે સાતમા માળે છીએ સાંજના ૪ વાગ્યે આવજે અને મોંઘા ફુલો મોકલીને અટકી ના જઈશ. રુબરુ આવજો અને મમ્મીને સાચા હ્રદય ની શુભેચ્છાઓ આપજો. આપણા કુટુંબનાં સેનાપતિ નો કેંસર ઉપર વિજય એ નાની સુની સિધ્ધી નથી. જેસીકા! મમ્મીને તમારી કોફી ભાવે છે તે લાવજો પણ મોળી કારણ કે મમ્મી ડાયાબીટીક છે.”

“મમ્મીને ડાયબીટિસ ક્યારથી લાગ્યો?” દીપે ચિંતા વ્યકત કરી.

હીના તેના પ્રત્યુત્તરમાં બોલવા જતી હતી તું જ્યારથી બહાર ભણવા ગયો ત્યારથી પણ જ્વલંતનાં શબ્દોએ તેને રોકી. જ્વલંતે કહ્યું હતુ प्राप्तेसु षोढ्से वर्षे, पुत्रम मीत्रम वदाचरेत ।। સોળ વર્ષ પછી પુત્ર મિત્ર સમાન થાય છે.

હીના કહે “ભાઇ હવે ઉંમર થઈને?”

બીજે દિવસે શનીવાર હતો. બધાને રજા હતી એટલે ચારનાં ટકોરે રુમ આખો ભરાયેલ હતો. રોશની છાયા, દેવ,શ્વેત,શ્યામને લઈને આવી હતી જ્યારે દીપ જેસીકા અને મેક્ષ પણ દાદીમાની ખબર કાઢવા હાજર હતા. મેક્ષે દાદીમાને ગુલાબી રંગના ગુલાબનો ગુલ દસ્તો આપ્યો અને પગે લાગ્યો. જેસિકા અને દીપ પણ હીનાને પગે લાગ્યા.શ્વેત તેના નામ પ્રમાણે શ્વેત ડેફોડેલ્સ લાવ્યો હતો. ગુગલમાં કહ્યુ હતું કે કેંસર વિજયની ઘટનામાં સફેદ ડેફોડેલ્સ અપાય.

જેસીકા થર્મોસ ભરીને કૉફી લાવી હતી. તેમાંથી કપ ભરીને હીનાને આપી અને કેંસર વિજયનાં પ્રતિક તરીકે જામલી ફુલો વાળી ટોપી આપી.

જ્વલંત કુદરતનાં ન્યાયને જોઇ રહ્યો હતો. દીપ જે એક વખત કહીને ગયો હતો કે મમ્મી જેસીકાને તું નહીં સ્વિકારે તો હું તને પણ છોડી દઇશ વાળી વાત તેણે સાચી કરી દેખાડી હતી..પણ એજ જેસીકા કટોકટીનાં તબક્કે એક થઈને કુટુંબમાં ભળી ગઈ હતી. પુરા દસ વર્ષનાં અબોલા ભુંસાતા જતા હતા..

નર્સબહેન આવીને સૌને મળીને ગયા. કાકા ભત્રીજાને વહાલથી રમાડીને ગયા અને કહેતા ગયા કાકા અને ભત્રીજા બહુંજ ક્યુટ છે. સાથે સાથે પાંચ વાગ્યે મુલાકાતનો સમય પુરો થાય છે ની લાલ બત્તી પણ બતાવીને ગયા.

જેસીકાને સંબોધતા હીના બોલી.. બેટા હવે આવ ઘરે અને તારે માટે રાખેલ સન્માનની સાડી લઇ જા અને અમારા મોટા ડાઇનીંગ ટેબલનું ઉદઘાટન કરી જા. નણંદો અને દીયરીઓને તારી હેત પ્રીત આપવાનું શરું કર. અમારામાં મોટી ભાભી મા સમાન કહેવાય છે તો તે વહાલ વહેંચ અને ભૂતકાળમાં અમારાથી થયેલ મનદુઃખ ભુલી જઈને આવતી જતી રહેજે. જેસીકાને ગુજરાતીમાં કહેલી વાત ન સમજાઈ પણ દીપે તે વાત અંગ્રેજીમાં ફરી કહી એટલે તે ઉભી થઇને બંને વડીલોને ફરી થી પગે લાગી.

“I appreaciate your generocity mom and dad. I always wanted max to have both grand parents,,”જેસીકા બહુ ભાવથી બોલી. તેની આંખમાં થી આંસુ નીતરતા હતા. જ્વલંત પણ મંત્રમુગ્ધ હતો. આવી ક્ષણોજ કુટુંબને એક સુત્રતાથી બાંધતી હોય છે.

ચાલો મમ્મી સાથે આખાકુટુંબ ના ફોટા પાડીયે.. જેસીકા તેના સેલ્ફોનથી હીના સાથે છબીઓ લેવા માંડી. મેક્ષ શ્વેત અને શ્યામ સાથે હીનાનાં ફોટા લીધા. નર્સનેવિનંતી કરીને આખા કુટૂંબ ના ફોટા લીધા. કહે છે ને કે જ્યારે મનનાં ભાવ શુધ્ધ હોય ત્યારે આખુ જગત વિશુધ્ધ બની જાય છે.

******