ચણોઠીનાં વન એટલે જીવન - 17 Vijay Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચણોઠીનાં વન એટલે જીવન - 17

ચણોઠીનાં વન એટલે જીવન

પ્રકરણ 17

ગોળધાણા ખવાયા

ઉજ્વલની મુલાકાત છાયા સાથે પાઠશાળામાં થઈ. સુત્રાથોનમાં સુત્રો રાગમાં ગાતી છાયાનો એક માત્ર પ્રતિસ્પર્ધી ઉજ્વલ હતો. ખાસ તો બૃહદ ગુરુશાંતિ અને લઘુ શાંતિને શાસ્ત્રીય રાગોમાં ગાતો ઉજ્વલ સમગ્ર શ્રોતાઓનો માનીતો ગાયક હતો. જ્યારે છાયા તે ફીલ્મી ગીતોનાં ઢાળમાં ગાતી તેથી જ્યારે સંવત્સરી પ્રતિક્રમણમાં સ્ત્રીનાં પ્રતિક્રમણમાં તે છવાઈ જતી.જો કે સાધ્વીજી કાયમ કહેતા સુત્રો ફીલ્મીગીતનાં ઢાળમાં ના ગાવ તો સારુ..પણ શાસ્ત્રીય રાગોમાં તે રાગની જાણકારી હોવી જરુરી હોવાથી ઉજ્વલ મેદાન મારી જતો.

ભાવનામાં રોશની અને છાયા બંને બેનોની માંગ સરખી રહેતી. ખાસ તો સાધ્વીજી મહારાજ દરેક મહીનાનાં અંતે યોજાતી ભક્તિ ભાવનામાં હીનાને આગ્રહ કરીને બોલાવતા અને એ ત્રણે જ્યારે રંગાઇ જાને રંગમાં ગાય ત્યારે ભાવનામાં સૌ ભક્તિમાં રસબોળ થઈ જતા.

તે દિવસે ઉજ્વલનાં મમ્મી પપ્પાએ જ્વલંત અને હીનાને ઘરે બોલાવ્યા ત્યારે છાયાએ મનની વાત રોશની ને કહી.” ઉજ્વલ મને ગમે છે” ત્યારે ના કહેવાનું કોઇ કારણ જ નહોંતુ.

ઉજ્વલ ડોક્ટર થવાનો છે અને તેનું કૂટુંબ દરેક બાબતે આગળ પડતુ એટલે વાત આવી કે વિદેશમાં બને તો જાણીતામાં સમયસર સંતાનોને ગોઠવી દેવાય તો તેના જેવું રુપાળુ કોઇ કામ નહીં. હીરાનો ધીખતો ધંધો અને સુગરલેંડમાં મકાન તેથી પરિચિતતા તો હતી. સોનામાં સુગંધ જેવી આ વાત આવે તો સોનાનો સિક્કો અને નાળીયેર સાથે લઈને હીના અને જ્વલંત ઉજ્વલને ત્યાં પહોંચ્યા.

ઉજ્વલનાં પપ્પા મમ્મી એ બહુ માન અને આદરથી જ્વલંત અને હીનાને આવકાર્યા. અને વાતો વાતોમાં ઉપેંદ્રભાઇ અને રેખાબેને કહ્યું. “ અમારો ઉજ્વલ તમારી છાયાને મનોમન ચાહે છે.આપણા સંઘમાંથી જ અમને સારી છોકરી મળતી હોય તો અમારે બહાર નથી જવું જો તમારી હા હોય તો…”

હીના કહે “અમારી ના હોવાને કોઇ કારણ નથી. “

ઉજ્વલ આવીને હીના અને જ્વલંતને પગે લાગ્યો.

ગોળધાણા ખવાયા,

આવતી કાલે સાંજે તમે અમારે ત્યાં આવો એટલે અમારું કુટુંબ અને તમારા કુટૂંબ નાં સગા વહાલાની હાજરીમાં વેવાઈ બનીને ભેટીયે.

જ્વલંતે હીનાને કહ્યું “જમાઈ પગે લાગ્યો છે દાપુ આપશું ને?”

હીનાએ કવર આપ્યું તેમાં ૫૦૦ ડોલર ,સોનાનો સિક્કો અને નાળીયેર ઉજ્વલનાં સ્વિકારની મહોર આપી.

ઉપેંદ્રભાઇએ તેમના પત્ની રેખાને કહ્યું “છાયાને ફોન કરી બધાને જમવા તેડાવો.”

ઉજવલે છાયાને ફોન કરીને કહ્યું “ વડીલોની હા થઈ છે અને આપણે હવે એક થવાનું છે. અભિનંદન”

છાયાએ કહ્યું “ અભિનંદન તમને પણ.”

રોશનીએ ફોન હાથમાં લઇને ઉજ્વલને અભિનંદન આપ્યા અને કહ્યું “અમે બધા આવીયે છે. હું દીપને આ શુભ સમાચાર આપી દઉં છું અને સાંજે પાંચ વાગે અમે આવીયે છીયે..”

છાયાએ દીપને સેલ ફોન ઉપર જણાવ્યું “ ગોળધાણા ખાવા માટે મોટાભાઇ અને ભાભીએ આવવાનું છે.“ અને સુગરલેંડનુ સરનામુ મોકલ્યું.

હરખપદુડા ભાઇએ તરત જ છાયાને ફોન કર્યો અને જોબ ઉપરથી વહેલો નીકળી ગયો.

જેસીકા પણ ખુશ ખુશાલ હતી.હજી તો અઠવાડીયું પણ પુરુ નહોંતુ થયુ અને ફરીથી મળવાનું થયું.

મેડીકલ કોલેજમાં છેલ્લા વર્ષમાં ઉજ્વલ હતો. જ્યારે છાયા કોલેજનાં ત્રીજા વર્ષમાં હતી.

ઉજ્વલની પણ નાની બે બહેનો હતી. જોડિયા બહેનો હતી તેના નામ સિંદુરી અને ગુલાબી. બંને બહેનો પાઠ શાળામાં શ્વેત અને શ્યામની સાથે જ ભણતી હતી.

રોશની તે બંને બહેનો ને પાઠશાળામાં ભણાવતી હતી.

ઉજ્વલ છાયાને પામીને ખુબ જ રાજી હતો.તેના રૂમને તૈયાર કરાવી તે નહાવા ગયો. નીચે રૂમમાં બંને વેવાઇ અને વેવાણો વહેવારની વાતો કરતા હતા. સાવ સીધી અને સરળ વાતો જ્વલંતની હતી કે તમે તમારા રિવાજ કરજો અને અમે અમારા રિવાજ કરીશું. ઉપેંદ્ર પાલનપુરનાં હતા. તેમનું આખુ ફેમીલી અમેરિકામાં હતું. ફોન રણકવા માંડ્યા અને સમાચાર વહેવા માંડ્યા. કોલેજ પુરી થાય એટલે લગ્ન લેવાશે.

સાંજે પાંચ વાગ્યે ઉજ્વલનાં ઘરે જ્વલંતનું કુટુંબ ભેગુ થયું, તૈયાર થઈને છાયા આવી ત્યારે તેના રુપને જોઇ સર્વ આભા થઇ ગયા. હીના કરતા પણ છાયા વધુ નમણી અને ઘાટીલી દેખાતી હતી. રીંગ સેરીમની કરાઈ. ફોટા પાડ્યા. જુગતે જોડુ હતું. ચેવડો અને પેંડા નાં પેકેટ વહેંચાયા. ભેટ પેટે મોંઘો સરારો અને હીરાનો હાર અપાયો.

બીજે દિવસે રવિવાર હતો ઉજ્વલનું આખુ કુટુંબ, સગા વહાલા અને મિત્રો સહીત ૩૦ માણસો આવવાનાં હતા. ઘરમાં રસોઇ બનાવવાને બદલે ખાવાનું બહારથી ઓર્ડર કરી દીધો. જેસિકાનાં પપ્પા મમ્મી આજે આવવાનાં હતા. ઘર દુલ્હન ની જેમ શણગારાયુ હતું.

છાયા તેને ગઈકાલે મળેલો શરારો પહેરવાની હતી.

રોશની અને દેવ, શ્વેત અને શ્યામ નવા વસ્ત્રોમાં સજ્જ હતા. જેસિકા સન્માન સાડી પહેરીને આવી હતી .દીપ અને જ્વલંત ગુજરાતી લિબાસમાં હતા.બરોબર પાંચનાં ટકોરે મહેમાન આવવા માંડ્યા હતા.

હ્યુસ્ટનની પ્રખ્યાત દીપ્તી દવે અને તેમનાં સાજિંદા સમયસર આવી ગયા હતા. મધુર અને મૃદુ કંઠે જેવો ઉજ્વલ હોલમાં આવ્યો અને ગીત શરુ થયુ.. આપ આયે બહાર આયી..સંગીત અને ગાયકીનાં અવાજે ઘર પ્રસન્ન હતું. યથા માન સન્માન સાથે બે કલાકે ઉત્સવ પુરો થયો.

ઘરમાં નવા સભ્યનો ઉમેરો થયો હતો.. સૌ પ્રસન્ન હતા..

*****