JIVAN SANGIT SAJAVTA PUSTAKO. books and stories free download online pdf in Gujarati

જીવન સંગીત સજાવતા પુસ્તકો.

જીવન સંગીતને સજાવતા પુસ્તકો.

વિચારોની ઉચ્ચતા,કલમની તાકાત, સાચા શુદ્ધ હૃદયનો ત્રિવેણી સંગમ દ્વારા જીવનતીર્થ ઉજાગર કરતા શ્રી સંજીવભાઈ શાહના ઓએસીસ પ્રકાશનના પુસ્તકો ખરા અર્થમાં સમાજ માટે ઉતમ નજરાણું છે.ભૂકંપ પછી ઈ.સ.૨૦૦૧થી એટલે કે છેલ્લા ૧૮ વર્ષોથી આ પુસ્તકો મારા મિત્ર અને માર્ગદર્શક બની રહ્યા છે. ઓએસિસ પ્રકાશનોની નાની તમામ પુસ્તિકાઓ ખુબ વાચી,વાંચવી અને અનેક વિદ્યાર્થીઓ અને મિત્રોને ભેટ આપી છે.નાનપણથી જ પુસ્તકપ્રેમી તો હતી જ..પણ સમય અને સંજોગો સાથે ઉમરના આધારે વાચન બદલાયા કરે....પણ ભૂકંપ પછી આખું જીવન શારીરિક,માનસિક અને આર્થિક સમસ્યાઓના ત્રિભેટે આવીને ઉભું રહ્યું અને એ વખતે ત્રણેય મોરચે એકલે હાથે લડવાનું આવ્યું ત્યારે સાચા અર્થમાં આ પુસ્તકો મારા અડીખમ મિત્રો બની મારા માર્ગદર્શક બન્યા અને ‘સમસ્યા એટલે..’ પરિપક્વતા તરફ મને વાળી,ઉકેલની નજરે જોતા શીખવ્યું...’ સમર્પણની સાધના’, ચારિત્ર્યની ભેટ’,સ્વાવલંબનની ભેટ’,થી જીવન ઉન્નતિ તરફ આગળ વધી બાદ થોડી મોટી પુસ્તિકાઓ ‘પ્રેમ’ પ્રેમાળ બનવાની કળા’એ જીવનમાં પ્રેમ પ્રત્યેની વિશાળ દ્રષ્ટિ શીખવી તો ‘મહાન હૃદયોના સા રે ગ મ...’એ જીવનના ૭ પગથીયા એટલા સુંદર શીખવ્યા કે અનેક અગવડોને સગવડમાં ફેરવવાની સીડી મળી ગઈ...પછી તો...મોટા પુસ્તકો તરફનો ઝોક વધ્યો. સદીઓનું શાણપણ’, હૃદયે ક્રાંતિ’,’જીવનનું અધ્યાત્મ’ ,અધ્યાત્મની શોધમાં’, ‘અલ્પ છે જીવન કે ગાફેલ છે માણસ?’, જવાબ માંગે છે જિંદગી’ ધય્ન્મ્ય જીવનની નોંધપોથી જેવા અનેક પુસ્તકોની વાતોએ તો આંખ ઉઘાડી નાખી એ તો મારા શેષ જીવનને સુંદર બનાવવમાં ખરા અર્થમાં વૈચારિક ક્રાંતિ આણી...

ગમતાનો ગુલાલ કરવાની ટેવ મુજબ મને ગમે તે સહુને વાંચવું,પણ આજના જમાનામાં પ્રશ્ન એ કે કોઈ પાસે મોટા પુસ્તકો વાંચવાનો ટાઈમ જ નથી(!!) ત્યારે માનનીયશ્રી સંજીવભાઈની દીર્ઘદ્રષ્ટિ કામ કરી ગઈ અને મોટા પુસ્તાકોનું નાનું સંકલન રચાયું જેના થકી મારી સહુને વાંચવાની ઈચ્છાપૂરી થઇ,....સદીઓનું શાણપણ, હાકલ (વિવેકાનંદજીના ઉત્તમ વિચારો), જીવનની ભેટ જેવા હાલના પ્રકાશનો તો અદભૂત છે જ....તો આજની કપરી શિક્ષણ વ્યવસ્થા સામે વિદ્યાર્થી અને શિક્ષકો માટે ઉતમ સહાયક એવા..એક્ઝામકી ઐસી કી તૈસી, રીઝલ્ટ કી ઐસી કી તૈસી, લિખિતંગ તમારા બગડેલા વિદ્યાર્થી, એક પિતાનો માફી પત્ર જેવી પુસ્તિકાઓ તો ગાગરમાં સાગર સમાન છે.

“જીવનની ભેટ” પુસ્તક વાંચી ગયા પછી ખૂબ જાણીતું ભજન યાદ આવ્યું : ‘વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનબાઈ...અચાનક અંધારા થશે...’ વર્તમાન સમાજની પરિસ્થિતિ કૈક એવી છે કે સમસ્યાઓથી ભરપૂર વાવાઝોડારૂપી જીવનમાં આ પ્રેરણાદાયી ને ટચુકડી વાર્તાઓ એટલે વીજળીના ચમકારામાં મોતીડા પરોવવાની જેમ માનવમનમાં એક ઝબકારા દ્વારા ઉકેલ અને આશા જગવવાની વાત છે.કેમકે લેખકની દીર્ઘ દ્રષ્ટિ બતાવે છે કે અચાનક અંધારા થશેને દેશનો વ્યક્તિ એમાં ફસાય એ પહેલા જ હજુ ક્યાંક વીજળીના ચમકારામાં આશાના મોતીડા પરોવી દઈએ.

‘હૃદયે ક્રાંતિ’માં લગ્નજીવનની સપ્તપદીની જેમ ૭ વિવિધ મોતીડાની માળા (પ્રકરણો) દ્વારા લેખક્શ્રીનું માત્ર લેખન જ નહિ,પણ જીવનને તથા જીવનના તાણાવાણાને અનુભવો અને સમજની બારીકાઈથી તપાસી એક એક તાંતણા ઉકેલવાની દ્રષ્ટિ ખરેખર ઉત્તમ કહી શકાય. પ્રથમ પ્રકરણથી સાતમાં પ્રકરણ સુધીની ક્રમશઃ વાંચનયાત્રા જીવનના દરેક તબક્કે રહેલા માનવજીવનને દરેક ડગલે એક ઝબકારો પૂરો પડે છે.

મહાભારતના યુદ્ધમાં જયારે અર્જુન હતાશ થઈ શાસ્ત્રો હેઠા મુકે છે અને ત્યારે તેને સાચી દિશા આપવા કૃષ્ણ દ્વારા ભગવદ ગીતાના ૧૮ અધ્યાયો રચાય છે,તે જ રીતે કદાચ આજના યુગમાં અનેક અર્જુનો સત્યની લડાઈ લડવા નીકળ્યા તો છે પણ સામે (કહેવાતા)પોતાના જ લોકો જોઈ નાસીપાસ થાય છે,ત્યારે પરોક્ષ રીતે ‘વિમલ સંજીવ ઝરમર સ્વરૂપે’ આ પુસ્તકરૂપી કૃષ્ણ જીવન શિક્ષણ આપે છે અને એટલે જ કદાચ અર્પણ.....જીવન પ્રેમીઓને..જીવન શોધકોને...જીવન યાત્રીઓને..જીવન સાધકોને..એવું કહ્યું હશે સંજીવભાઈએ.. તેમને માનવમનને જાણનારા અંતર્યામી કહીએ તો કોઈ અતિશયોક્તિ નહી જ લાગે!

ખરા અર્થમાં શિક્ષક ધર્મ,વાલીધર્મ સાથે માનવધર્મને ઉજાગર કરતા ઓએસીસ પ્રકાશન ટીમ સાથે માનનીય શ્રી સંજીવભાઈ શાહને સાદર વંદન સહ સસ્નેહ ધન્યવાદ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED