પ્રિયાંશી - 18 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

પ્રિયાંશી - 18

"પ્રિયાંશી"ભાગ-18
મિલાપ ઘરે આવ્યો તેને જોઇને તેની મોમ ઇસાબેલા ખૂબ ખુશ થઇ ગયા. ઠંડી ખૂબ હતી મિલાપને પોતાના ઘરે રોકાઈ જવા સોફીઆ તેમજ તેની મોમે ખૂબ આગ્રહ કર્યો. એ દિવસે તો મિલાપ ન રોકાયો પણ બે-ત્રણ દિવસ પછી ફરી સોફીઆ મિલાપને પોતાના ઘરે લઇ ગઇ. તેની ઇચ્છા ગમે તેમ કરીને મિલાપ સાથે મેરેજ કરવાની હતી. તે દિવસે વેધર ખૂબ ખરાબ હતું. ખૂબ બરફ પડ્યો હતો. તેથી સોફીઆ ઇરાદાપૂર્વક મિલાપને પોતાના ઘરે લઇને આવી હતી અને પછી ત્યાં જ રોકી લીધો. રાત્રે મોડા સુધી બંનેએ સાથે ડ્રીંક કર્યું અને વાતો કરતા બેસી રહ્યા. સવારે ઉઠીને સાથે તૈયાર થઇ હોસ્પિટલ ગયા. હવે અવાર-નવાર મિલાપ સોફીઆના ઘરે જતો અને પછી ત્યાં જ રોકાઈ જતો.

હવે તેણે પ્રિયાંશી સાથે વાતો કરવાનું ઓછું કરી દીધું હતું. પ્રિયાંશી પૂછ્યા કરતી હતી તો સમય નથી રહેતો હોસ્પિટલમાં ખૂબ બીઝી રહું છું તેવો જવાબ આપી દેતો. પ્રિયાંશી સામેથી ફોન કરતી તો ઉપાડતો જ નહીં. પ્રિયાંશી ખૂબ દુઃખી થતી પણ મમ્મી-પપ્પાને કે કોઈને કંઈ કહેતી નહિ.

મિલાપનું રિઝલ્ટ આવી ગયું હતું. તેને ઘણાં સારા પરસન્ટેજ આવ્યા હતા. હવે તેને સોફીઆ ગમવા લાગી હતી. અને યુ.એસ. પણ ગમવા લાગ્યું હતું. અહીંથી પાછા ઇન્ડિયા જવાની ઇચ્છા ન હતી. તેણે મિહિરભાઇને અને અંજુબેનને પોતાનો નિર્ણય જણાવી દીધો હતો. અંજુબેનની ઇચ્છા ન હતી પણ મિહિરભાઇ તો ખૂબ જ ખુશ હતા. કારણકે પોતે પોતાના બિઝનેસના હિસાબે જઇ ન હતા શક્યા. તેથી દિકરો ત્યાં સેટ થાય તો તેનાથી રૂડું બીજું શું હોય ! તેમણે તો મિલાપને કહી જ દીધું કે," વિઝા એક્સટેન્ડ કરાવીને તું ત્યાં રહી જ જા .અહીં આવવાની કોઈ જરૂર નથી. "

મિલાપે વિઝા તો એક્સટેન્ડ કરાવી દીધા પણ છ મહિનાના જ એક્સટેન્ડ થયા હતા. તેથી વિચારતો હતો કે હવે શું કરવું ? આ બાજુ સોફીઆ તેની સાથે લગ્ન કરવા તૈયાર હતી.

પ્રિયાંશી વિચારી રહી હતી કે નક્કી મિલાપની લાઇફમાં કોઈ બીજી છોકરી આવી લાગે છે માટે જ તે મારી સાથે આ રીતે બીહેવ કરે છે. એક દિવસ તો તેણે નક્કી કર્યું કે આજે મિલાપને પૂછી જ લેવું છે કે આ બધું શું છે, તારે શું કરવાનું છે ? મારી સાથે મેરેજ કરવા છે કે નહિ ? અને તેણે એ દિવસે મિલાપને આખા દિવસમાં 50 ફોન કર્યા, છેવટે એકાવનમાં કોલે મિલાપે ફોન ઉપાડ્યો અને પ્રિયાંશી ઉપર ગુસ્સે થઇ ગયો, " શું આમ ગાંડાની માફક ફોનો કર્યા કરે છે, હોસ્પિટલમાં છું કામમાં છું, તને ખબર નથી પડતી ?આ રીતે ફોન નહિ કરવાના, મને સમય મળશે ત્યારે હું તને ફોન કરીશ. "

પ્રિયાંશી તેના આવા વર્તનથી ચોંકી ઊઠી, તેને પોતાની શંકા સાચી લાગી, તેણે મિલાપને આજે પૂછી જ લીધું, " તારી શું ઇચ્છા છે, મિલાપ ? તું મને છોડવા માંગે છે ? મારી સાથે મેરેજ નથી કરવા તારે, જે હોય તે મને સાચું કહી દે એટલે મને ખબર પડે, આ રીતે પાછળ પાછળ ન ફેરવ."

મિલાપે ગુસ્સામાં ને ગુસ્સામાં કહી દીધું, "હા, હું તારી સાથે મેરેજ નથી કરવા માંગતો અને હું ઇન્ડિયા પણ પાછો નથી આવવાનો બોલ, તારે બીજું કંઈ પૂછવું છે ? "

પ્રિયાંશીએ પૂછ્યું, " તને કોઇ બીજી છોકરી ત્યાં ગમી ગઈ છે કે તું ત્યાં સેટ થવા માંગે છે માટે મને " ના " પાડે છે ?"
મિલાપ: હા, મારી સાથે એક સોફીઆ કરીને છોકરી કામ કરે છે તે ખૂબજ સમજુ અને હોંશિયાર છે, તે મને ખૂબ પ્રેમ કરે છે અને તેની ઇચ્છા મારી સાથે મેરેજ કરવાની છે, હું તેની સાથે મેરેજ કરી લેવાનો છું.

પ્રિયાંશીના પગ નીચેથી જાણે ધરતી ખસી ગઈ. તેને ચક્કર આવવા લાગ્યા, તે જાણે બેભાન થઈ ગઈ. શું કરવું કંઇ ખબર જ ન પડી. તે પોતાના રૂમમાં એકલી હતી. જમીન ઉપર એક ખૂણામાં બેસી ગઇ અને મોં ઉપર હાથ મૂકીને ખૂબ રડવા લાગી, ખૂબ રડવા લાગી. આટલો બધો લવ કરનાર મિલાપ તેની સાથે આવું કરશે તેવું તો તેણે સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું. પણ હકીકત હતી તેને સ્વીકાર્યા વગર છૂટકો પણ ન હતો. આજે તેણે ફોન કરી હોસ્પિટલમાં " ના " પાડી દીધી કે હું નહિ આવી શકું અને બસ રડ્યા જ કરતી હતી.