Priyanshi - 17 books and stories free download online pdf in Gujarati

પ્રિયાંશી - 17

"પ્રિયાંશી" ભાગ-17
એક દિવસ તે પ્રિયાંશી ને ઘરે ડ્રોપ કરવા જઇ રહ્યો હતો તો ગાડીમાં બંનેનું ફેવરીટ સોન્ગ વાગી રહ્યું હતું. પ્રિયાંશીએ કહ્યું કે, " મને આ સોન્ગ ખૂબ ગમે છે." વત્સલે પણ તરત જ કહ્યું કે, " મને પણ આ સોન્ગ ખૂબ ગમે છે. આપણી બંનેની ચોઇસ સરખી જ છે. બીજો તમને શું શોખ છે?" એમ કરીને તેણે વાત ચાલુ કરી.

પછી પૂછયું કે તમારે કાસ્ટમાં જ મેરેજ કરવા પડે કે બીજી કાસ્ટમાં કરી શકો. ત્યારે પ્રિયાંશીએ જવાબ આપ્યો કે, " ના, એવું કંઇ નહિ, ઘર- પરિવાર સારો હોય, છોકરો સારો હોય તો બીજી કાસ્ટમાં પણ થઇ શકે. "

વત્સલને લાગ્યું કે, બસ,તો તો આજે પૂછી જ લઉ કે ," હું તને પસંદ કરું છું અને તારી સાથે મેરેજની ઇચ્છા છે. " પછી તેણે ગાડીના ટેપનો અવાજ સ્લોવ કર્યો, મનથી એકદમ સ્વસ્થ થયો અને બોલ્યો, " તમને વાંધો ન હોય તો હું એક વાત પૂછું ?"

પ્રિયાંશી: હા, બોલોને શું વાત છે ?
વત્સલ: હું તમને પસંદ કરું છું અને તમારી સાથે લગ્ન કરવાની ઇચ્છા છે જો તમારી " હા " હોય તો અને તમારે જવાબ આજે ને આજે જ આપવાની જરૂર નથી. શાંતિથી વિચારીને આપજો."
પ્રિયાંશી: ( તેણે હસીને જવાબ આપ્યો ) પહેલા તો તમે મને તમે ના કહેશો વત્સલ અને બીજું કે, મારા એંગેજમેન્ટ થઇ ગયા છે. મારા ફીઆન્સનું નામ મિલાપ છે. તે યુ.એસ. ફર્ધર સ્ટડી માટે ગએલા છે અને બે વર્ષ પછી પાછા આવશે પછી અમે મેરેજ કરવાના છીએ.

વત્સલને તો જાણે મૂડ જ જતો રહ્યો. તેણે તો કેવા સ્વપ્ન જોયા હતા. બધા પાણીમાં ડૂબી ગયા. હવે આગળ કંઇ બોલાય તેમજ ન હતુ.એટલામાં પ્રિયાંશીનું ઘર આવી ગયુ એટલે તે બાય કહીને ઉતરી ગઇ.

વત્સલ ખૂબ સારો છોકરો હતો,દેખાવમાં પણ હેન્ડસમ હતો. સંસ્કારી અને ઠરેલ પણ એટલો જ હતો. કોઈ પણ છોકરી તેને " હા" પાડી દે. પણ પ્રિયાંશીને તો એના માટે એવો કોઈ વિચાર જ ન હતો. બસ, તેને એક સારો ફ્રેન્ડ માનતી હતી.

મિલાપની સ્ટડી અને પ્રેક્ટિસ બંને સરસ ચાલતા હતા. ઘરનું જમવાનું અને ઘરના માણસોનો પ્રેમ ખૂબ મિસ કરતો હતો. પણ હવે અહીં બિલકુલ સેટ થઇ ગયો હતો. પ્રિયાંશી આવવા તૈયાર હોય તો ઇન્ડિયા પાછા નથી જવું એવું પણ વિચારતો હતો. પણ પ્રિયાંશી યુ.એસ. સેટ થવા નહતી માંગતી તેને તો ઇન્ડિયા છોડવું જ ન હતુ.

એક દિવસ મિલાપે તેને કહ્યું કે તું થોડો ટાઇમ માટે અહીં આવ, મારી સાથે અહીં રહે પછી તને નહિ ગમે તો આપણે બંને ઇન્ડિયા સાથે જઇશું પણ પ્રિયાંશી તો એવું કરવા પણ તૈયાર ન હતી.

મિલાપ થોડો તેનાથી નારાજ હતો. તે સતત યુ.એસ.ના વખાણ પ્રિયાંશી આગળ કર્યા કરતો કે," અહીંની લાઇફ બહુ બેસ્ટ છે.અહીં ચોખ્ખાઈ ખૂબ છે.ખાવાનું પણ એટલું ચોખ્ખું મળે છે. કમાવાનું પણ ઇન્ડિયા કરતાં વધારે છે.તો તું કેમ અહીં આવવા માંગતી નથી ? "

પ્રિયાંશી કહ્યા કરતી હતી કે, " તારે ન આવવું હોય તો ન આવીશ. હું ત્યાં નહિ આવું. " મજાકમાં કહેલી પ્રિયાંશીની વાત સાચી પડી જશે એવી તો તેણે કલ્પના પણ કરી ન હતી. મિલાપની હોસ્પિટલમાં તેની સાથે એક ડૉક્ટર સોફીઆ પણ જોબ કરતી હતી. તેને મિલાપ ખૂબ ગમતો હતો તેણે મિલાપને પ્રપોઝ કર્યું. મિલાપે પહેલા તો " ના " પાડી, એક દિવસ તે કાર લીધા વગર આવી અને મિલાપને પોતાને ઘરે ડ્રોપ કરવા આવવા કહ્યું. તેના ફાધર એક એક્સીડન્ટમાં એક્સપાયર્ડ થઇ ગયા હતા તેથી તે અને તેની મમ્મી વિશાળ હાઉસમાં એકલા જ રહેતા હતા. તેની મોમની પણ ઇચ્છા હતી કે સોફીઆ કોઈ સારો છોકરો પસંદ કરીને મેરેજ કરી લે અને સેટ થઇ જાય.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED