Priyanshi - 7 books and stories free download online pdf in Gujarati

પ્રિયાંશી - 7

" પ્રિયાંશી " ભાગ-7
એટલામાં આછી કેન્ડલ લાઈટમાં તેને પ્રિયાંશી ડોર ઉપર ઉભેલી દેખાઇ.

મિલાપને આ હકીકતથી વધારે જાણે સ્વપ્ન લાગતું હતું. પ્રિયાંશી તેની બાજુમાં આવીને ઉભી રહી ગઇ. મિલાપને તેની આંખો ઉપર યકીન ન હતું. પણ પછી તેને લાગ્યુ ના ખરેખર પ્રિયાંશી આવી ગઈ છે. તેણે ઉભા થઈ સામેની સીટમાં પ્રિયાંશીને બેસવા માટે કહ્યું.

મિલાપ કંઇ બોલી શક્યો નહિ. તેણે પ્રિયાંશીની સામે જોયું અને હસી પડ્યો...પ્રિયાંશી પણ તેની સામે જોઇને હસી પડી..બંનેની આંખો જાણે એક-મેક સાથે વાતો કરી રહી હતી. આંખો જ્યારે બોલે ત્યારે શબ્દોની ક્યાં જરૂર પડે છે ? ?

" હસી તો ફસી " એ કહેવત મિલાપને યાદ આવી ગઇ.અને પ્રિયાંશીએ જાણે સ્માઈલ ધ્વારા પોતાના પ્રેમનો એકરાર કર્યો હોય તેમ મિલાપને લાગ્યું.

મિલાપને જાણે પોતે સ્વર્ગમાં હોય તેવી અનુભૂતિ થતી હતી.આછી કેન્ડલ લાઈટમાં પ્રિયાંશી,જાણે સ્વર્ગની અપ્સરા લાગતી હતી. તેનું રૂપ કંઇક અલગ જ દેખાતુ હતુ, તેણે આછા મરુન કલરનો પાર્ટીવેર ડ્રેસ પહેર્યો હતો. આ કલર તેની ઉપર દીપી ઉઠતો હતો. જોકે તે ગમે તે કલર પહેરે તેની ઉપર ચોંટી જ જાય.

બંનેના મૌન વચ્ચે પ્રિયાંશીએ બોલવાની શરૂઆત કરી.
(મિલાપની તો ઇચ્છા હતી કે બસ,આમજ કંઈપણ બોલ્યા વગર બસ પ્રિયાંશીને જોયા કરું.)

" બોલ,મિલાપ તારે શું કામ હતું મારું? કેમ મને અહીંયા બોલાવી ? ઘરેથી ફ્રેન્ડની બર્થ ડે પાર્ટી માં જવું છું તેમ કહીને નીકળી છું. "

મિલાપે પ્રિયાંશીની આંખમાં કંઇક વાંચવાની કોશિશ કરી અને બોલ્યો, " પ્રિયાંશી, તું મને ખૂબજ ગમે છે. આઇ લવ યુ સો મચ, હું તારી સાથે લગ્ન કરવા માંગું છું. હું તને હંમેશા ખુશ રાખવાનો પ્રયત્ન કરીશ. કદાચ, તને કોઇ બીજું ગમતું હોય તો તું મને બેજિજક કહી શકે છે, અને કદાચ, હું ન ગમતો હોઉ તો પણ તું મને કહી શકે છે. "

પ્રિયાંશીએ મિલાપની વાતનો જવાબ આપતાં કહ્યું કે, " ના, એવું કંઇ જ નથી "

મિલાપ વચ્ચે જ બોલી ઉઠ્યો, "તો પછી, પ્રોબ્લેમ શું છે? તું મને 'ના' શા માટે પાડે છે?? " મિલાપ ખૂબજ ડિસ્ટર્બ થઇ ગયો હતો.


પ્રિયાંશી સહેજ પણ ડિસ્ટર્બ થયા વગર મિલાપને પોતાની વાત સમજાવવા કોશિશ કરી રહી હતી.

" મિલાપ, હું એક સામાન્ય ઘરની દીકરી છું, મારા મમ્મી-પપ્પાએ મને ખૂબજ તકલીફ વેઠીને ભણાવી છે. મારી આવી કોઈ વાત સાંભળીને તેમને દુઃખ થાય તેવું હું બિલકુલ કરવા નથી ઇચ્છતી અને તું ખૂબજ પૈસા વાળા ઘરનો દિકરો છે. તે તકલીફને સ્વપ્નમાં પણ જોઇ નથી. તારા ઘરના જે અપેક્ષા રાખતા હોય તેમાંનું કશું જ મારા પપ્પા કરી શકે નહિ, મારી અને તારી કૌટુંબિક પરિસ્થિતિ વચ્ચે આસમાન-જમીનનો ફરક છે. હું કઇ રીતે તને 'હા' પાડુ ?? તો પ્લીઝ, આ વાતને ભૂલી જા અને આપણે બન્ને સારા ફ્રેન્ડસ તો છીએ જ ને ? (પ્રિયાંશીએ ખૂબજ પ્રેમથી અને શાંતિથી મિલાપને સમજાવવની કોશિશ કરી. )

પણ,મિલાપને આ મંજૂર ન હતી, તે પ્રિયાંશી માટે બધું જ છોડવા તૈયાર હતો.

તે ચિંતા કરતાં કંઇક બબડ્યો, "તો શું હું ઘર છોડી દઉં? પપ્પાના પૈસા છોડી મમ્મી-પપ્પાને છોડી એકલો રહેવા કયાંક ચાલી જઉં?"

પ્રિયાંશી માટે હવે પ્રશ્ન હતો કે આને કઇ રીતે
સમજાવવો, તેણે ખૂબજ શાંતિથી મિલાપને જવાબ આપ્યો કે, " ના ના તારાથી એવું કંઇ ન કરાય, મમ્મી-પપ્પાને છોડવાની વાત કેમ કરે છે? પાગલ તો નથી થઇ ગયો ને?"

"બસ એવું જ સમજ" મિલાપે ઊંડો શ્વાસ લઇ જવાબ આપ્યો.

પ્રિયાંશીને મૂંઝવણમાં હતી કે, "મમ્મી-પપ્પાને પૂછ્યા સિવાય હું આવો કોઈ નિર્ણય લઇ શકું નહિ "

તેણે મિલાપને ખૂબ સમજાવ્યો પણ મિલાપ એક નો બે ન થયો. તે વિચારતો હતો કે પૈસાનો ફરક એતો કંઇ ફરક ઓછો કહેવાય, કોઈની પાસે ઓછા પૈસા હોય તેથી શું થઇ ગયું ?

મિલાપે પ્રિયાંશીને સમજાવતા કહ્યું કે, " જો આપણે બન્ને એક જ જ્ઞાતિના છીએ, એક જ સરખું ભણેલા પણ છીએ અને તું 'હા' પાડે પછી હું તારો હાથ માંગવા તારા ઘરે આવીશ તારા મમ્મી-પપ્પાની ઇચ્છા હશે એમજ આપણે કરીશું બસ. "

પ્રિયાંશીને આ વાત સાંભળ્યા પછી થોડી રાહત થઇ. તેને લાગ્યું કે મિલાપ ડાહ્યો અને સમજુ પણ છે.

પ્રિયાંશી બોલી " મારે તેમ ઉતાવળથી લગ્ન નથી કરી લેવા. હું એમ.બી.બી.એસ. પછી જોબ કરી સેટલ થવા ઇચ્છું છું, મારા મમ્મી-પપ્પાએ જે દુનિયા નથી જોઇ હું તેમને તે બતાવવા માંગું છું. ઇવન મારા લગ્નનો ખર્ચ પણ હું મારી જાતે જ કરીશ, મમ્મી-પપ્પા ઉપર બોજ નહિ બનું. ખૂબ કર્યુ તેમણે મારા અને રાજન માટે. હવે હું તેમને રિલેક્સ કરવા માંગું છું. "

મિલાપે પ્રિયાંશીને કહ્યું કે, " ઓકે, તું જ્યારે કહીશ ત્યારે આપણે લગ્ન કરીશું પણ, એકવાર મને 'હા' તો પાડી દે....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED