Priyanshi - 3 books and stories free download online pdf in Gujarati

પ્રિયાંશી - 3

પ્રિયાંશીએ માયાબેનને કહીને મામા ને ફોન કરી દીધો કે મને આવી ને લઇ જાવ. મામા ગામડે રહેતા હતા ત્યાં તેમને કરિયાણાની નાની દુકાન હતી. પૈસે ટકે બહુ સુખી ન હતા. પણ ખર્ચા-પાણી નીકળી જાય. બંને દીકરીઓ મોટી થઇ ગઇ હતી તેમને પરણાવવાનું ખૂબ ટેન્સન તેમને રહ્યા કરતું પણ તેમના પત્ની વિભા બેન સ્વભાવે ખૂબજ શાંત હતા. તે કહ્યા કરતા કે આપણી બંને દીકરીઓ દેખાવડી છે તેમને સરસ જ છોકરાઓ મળશે તમે ચિંતા ન કરશો અને પ્રિયાંશીના મામા મુકેશભાઈને થોડી શાંતિ લાગતી. જેને બે દીકરીઓ પરણાવવાની હોય તેને જ ખબર પડે.

મુકેશભાઈને દુકાન માટે સામાન લેવા અવાર નવાર શહેરમાં આવવાનું થતું એટલે એ જ્યારે આવે ત્યારે માયાબેનના ઘરે આવીને બહેન ભાણિયાઓની ખબર લઇને જતા.

પ્રિયાંશીએ બોલાવ્યા એટલે મુકેશભાઈ પ્રિયાંશીને લઇ ગયા. પ્રિયાંશીના ઘરમાં આવતાં જ મામી અને મામાની બંને દીકરીઓ ખૂબ ખુશ થઇ ગયા. જાણે બધા પ્રિયાંશીની રાહ જોઇને બેઠા હતા. પ્રિયાંશીને પણ આ બંને બહેનો સાથે ઘણી બધી વાતો કરવી હોય તેથી વેકેશન ક્યાં પૂરું થઇ જાય તેની ખબર પડતી નહિ.

વેકેશન પૂરું થવા આવે તે પહેલાં પ્રિયાંશી ઘરે આવી ગઇ હતી તેણે ઓનલાઈન ફોર્મ ભરી દીધું હતું. હવે એડમિશન માટે રાહ જોવાની હતી. તેણે ધાર્યા હતા તેના કરતાં તેના ટકા ઓછા આવ્યા હતા એટલે એ થોડી દુઃખી હતી તેને ડર હતો કે હવે મને નજીકની કોલેજમાં એડમિશન નહિ મળે. અને થયુ પણ એવુ જ એને મેડિકલમાં એડમિશન તો મળ્યું પણ દૂરની કોલેજમાં મળ્યુ. તે માયા બેનને કહેવા લાગી, " મમ્મી થોડા ટકા માટે હું રહી ગઇ હવે મારે અપ-ડાઉન કરવું પડશે. બે ટકા વધારે આવ્યા હોત તો સારું હતું.

માયાબેન તેને કહેતા, " કંઇ વાંધો નહીં બેટા, તે ખૂબજ મહેનત કરી હતી. દૂર તો દૂર મેડિકલમાં એડમિશન મળ્યું એટલે બસ.

કોલેજમાં ફી ભરવાની આવી એટલે હસમુખભાઇએ માયાબેનને પૂછ્યું, " હું ઓફિસમાંથી પૈસા ઉપાડી લઉને ? " પછી પગારમાંથી થોડા થોડા કરી ને કપાઈ જશે. મેં શેઠને વાત કરી ને રાખી છે. માયાબેને ના પાડતા કહ્યું, " મેં થોડા થોડા પૈસા ભેગા કરીને એફ ડી કરી છે. તે ઉપાડી લઇએ એટલે પ્રિયાંશીની ફી ભરાઇ જશે. માયાબેને એફ ડી ઉપાડી પ્રિયાંશીની ફી ભરી દીધી.

હવે કોલેજ શરૂ થઇ ગઇ હતી. પ્રિયાંશી હવે પહેલા કરતાં વધારે સુંદર દેખાતી હતી. જેમ જેમ કિશોરાવસ્થામાંથી યુવાનીમાં પ્રવવેશતી હતી તેમ તેનું રૂપ ખીલતુ જતુ હતુ. સમજણી અને ડાહી પણ ખૂબ હતી. જે કલરનું કપડુ પહેરે તે તેના પર ખીલી ઉઠે એવી તે દેખાતી હતી.

હસમુખભાઈને પ્રિયાંશીને દૂર કોલેજમાં મોકલવી ગમતું ન હતું પણ કોઇ ઉપાય ન હતો તે પ્રિયાંશીને રોજ સમજાવ્યા કરતા હતા કે, " જો બેટા આપણે સીધા જવાનું અને સીધા આવવાનું, કોઈની સાથે બહુ માથાકૂટ નહિ કરવાની અને ત્યાં થી બસમાં બેસતા મને ફોન કરી દેવાનો એટલે હું તને લેવા માટે આવી જઇશ. હસમુખભાઈ તેને રોજ બસ-સ્ટેન્ડ ઉપર મૂકી આવતા અને લઇ આવતા. પ્રિયાંશીને એક મોબાઇલ ફોન લાવી આપ્યો હતો એટલે તેની સાથે કોન્ટેક્ટ થઇ શકે.

પ્રિયાંશી ખૂબજ ધ્યાનથી ભણતી હતી. તે પોતાની મમ્મી માયાબેનનું સ્વપ્ન સાકાર કરવા ઇચ્છતી હતી. હસમુખભાઈ અને માયાબેન પણ દીકરી ડૉક્ટર બની રહી છે તેથી ખૂબ આનંદમાં રહેતા હતા. હવે હસમુખભાઈથી ઓવરટાઈમ થતો ન હતો એક દિવસ અચાનક જ હસમુખભાઈ ફેક્ટરીમાં કામ કરતા કરતા પડી ગયા. ફેક્ટરીમાંથી ફોન આવ્યો એટલે માયાબેન અને દિકરો રાજન હસમુખભાઈને લઇને સીધા હોસ્પિટલે ગયા. ત્યાં તેમનું બોડી ચેકઅપ કરાવ્યું તો ખબર પડી કે તેમનું બી પી ખૂબ હાઇ રહે છે અને કોલેસ્ટ્રોલ પણ છે. ડૉક્ટરે દવા ચાલુ કરી દીધી હતી પણ માયાબેન હવે તેમને ઓવરટાઈમ કરાવવાનું બંધ કરાવી દીધુ હતુ. તેથી ઘરમાં પૈસાની તકલીફ પડવા લાગી. પણ પ્રિયાંશી ખૂબ હોંશિયાર હતી. તેણે ઘરે ટ્યૂશન કરવાના ચાલુ કરી દીધા પોતાના ભણવામાં થી થોડો સમય કાઢી આજુબાજુના છોકરાઓને ભણાવી લેતી અને પોતાની કોલેજની ફી કાઢી લેતી.

પ્રિયાંશીના ક્લાસમાં મિલાપ નામનો એક છોકરો હતો. પોણા છ ફૂટ ઉંચો અને દેખાવમાં એકદમ રૂપાળો, બોડીમાં પણ હેલ્ધી એવો હેન્ડસમ હતો. તેને પ્રિયાંશી ખૂબ ગમતી હતી. ઘણી બધી છોકરીઓ એની પાછળ હતી. પણ એને પ્રિયાંશી માં જ રસ હતો. તેને પ્રિયાંશીને કહેવું હતુ કે એ તેને ખૂબ પસંદ કરે છે પણ કંઇ મેળ પડતો ન હતો.


એક દિવસ પ્રિયાંશીને કોલેજમાં ખૂબ મોડું થઇ ગયુ તો તે બસ ચૂકી ગઇ હતી.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED