પ્રિયાંશી - 9 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

પ્રિયાંશી - 9

પ્રિયાંશી " ભાગ-9

તેથી તેણે પોતાના ગામમાં જ એક ડૉક્ટરના દવાખાનમાં થોડા સમય માટે સેવા આપવાનું નક્કી કર્યું. જે તેમના ફેમીલી ડૉક્ટર પણ હતા.

ડૉ.અમીત શાહની પ્રેક્ટિસ સારી એવી ચાલતી હતી. પ્રિયાંશી તેમને મળવા માટે ગઇ. આટલી હોંશિયાર ડૉક્ટર છોકરી આસિસ્ટન્ટ તરીકે મળતી હોય તો કયા ડૉક્ટર ના પાડે ?

ડૉ.અમીત શાહે પ્રિયાંશીને તરત જ "હા" પાડી દીધી અને સાથે જેટલા ટાઇમ તે આવે તેટલા ટાઇમનો ચાર્જ પણ લઇ લેવા માટે પ્રિયાંશીને તેમણે ફોર્સ કર્યો.કારણ કે તેમને પ્રિયાંશીના ઘરની પરિસ્થિતિની જાણ હતી.

પ્રિયાંશી રેગ્યુલર ક્લિનિક ઉપર જવા લાગી. થોડા સમય બાદ તેનું તેમજ મિલાપનું રિઝલ્ટ પણ આવી ગયું. મિલાપને ફર્સ્ટક્લાસ આવ્યો અને પ્રિયાંશી તેનાથી આગળ નીકળી ગઇ. પ્રિયાંશીને ફર્સ્ટક્લાસ વીથ ડિસ્ટીન્કસન રિઝલ્ટ આવ્યું.

આજે માયાબેન તેમજ હસમુખભાઈનું સ્વપ્ન સાકાર થયું હતું. પ્રિયાંશી હવે ડૉક્ટર બની ગઇ હતી. તે બંનેના આનંદનો કોઈ પાર ન હતો.

આ બાજુ અંજુબેન અને મિહિરભાઇ પણ દિકરો ડૉક્ટર થઇ ગયો તેથી ખૂબ ખુશ હતા. મિલાપને હવે ફોરેઇન આગળ સ્ટડી માટે જવાનું હતું તેથી મિહિરભાઇએ મિલાપને તેની તૈયારી કરવા માટે કહ્યું.

મિલાપને પ્રિયાંશીને છોડીને ફોરેઇન જવાની સ્હેજ પણ ઇચ્છા ન હતી. અને પ્રિયાંશી તેના મમ્મી-પપ્પાને છોડીને ફોરેઇન જવા નહતી ઇચ્છતી, હવે કરવું શું એ મિલાપ માટે તે પ્રશ્ન હતો. મિહિરભાઇ મિલાપનું કહ્યું માનવા તૈયાર ન હતા.

હજી તો મિલાપને પ્રિયાંશીની સાથેના લગ્નની વાત ઘરમાં કરવાની હતી. શું કરવું કંઇ સમજણ પડતી ન હતી !

પ્રિયાંશીને શહેરની બે સારી હોસ્પિટલમાંથી જોબની ઓફર આવી હતી. કઇ હોસ્પિટલમાં જોઇનીંગ લેવું તે વિચારતી હતી.

શહેરની સૌથી બેસ્ટ હોસ્પિટલ અપોલોમાં પ્રિયાંશીએ જોઇનીંગ લઇ લીધું હવે તેણે હસમુખભાઈને નોકરી પણ છોડાવી દીધી.મમ્મી-પપ્પા બંને દીકરી પ્રિયાંશીથી ખૂબ ખુશ હતા.

પણ, હવે તેમને ચિંતા તેને માટે લાયક છોકરો શોધવાની હતી.

સાંજે પ્રિયાંશી જોબ ઉપરથી આવે એટલે નાહી-ધોઇને ફ્રેશ થઇ જાય પછી ઘરના ચારેય સભ્યો સાથે જ જમવા બેસતા.

એકદિવસ માયાબેને ધીમે રહીને વાત કાઢી કે, " પિયુ બેટા, તને કોઇ છોકરો ગમે છે ? તારા માટે હવે કોઈ ડૉક્ટર છોકરો શોધવો પડશેને ?

રાજને પ્રિયાંશીને ચીઢાવતા કહ્યું કે, " ચાલશે હવે, જેવો હશે એવો, આને વળી શું ? લૂલો-લંગડો ગમે તે ચાલે." અને પછી ખડખડાટ હસ્યો.

માયાબેન કંઇ બોલે તે પહેલા પ્રિયાંશી બરાબર ગરમ થઇ અને બોલી, લૂલી-લંગડી જોડે તું લગ્ન કરજે. બંને ભાઇ-બહેનનો મીઠો ઝઘડો એકાદ બે મિનિટ ચાલતો અને પૂર્ણ થઇ જતો. માયાબેન ખૂબ ચીઢાતા અને બોલતા, " બંને મોટા થયા તોય સુધર્યા નહિ. "

મિલાપ પ્રિયાંશીને મળવા તેની હોસ્પિટલમાં ગયો તે દિવસે પ્રિયાંશી થોડી વહેલી હોસ્પિટલમાંથી નીકળી ગઇ. બંને સાથે ઘરે જવા નિકળ્યા રસ્તામાં મિલાપ તેને એક રેસ્ટોરન્ટમાં લઇ ગયો. તેને પ્રિયાંશીને ઘણી બધી વાતો કરવી હતી.

બંને રેસ્ટોરન્ટના ફેમીલી રૂમમાં જઇ બેઠા. જેથી કોઈ ઓળખીતુ જોઈ પણ ન જાય અને કોઈ ડિસ્ટર્બ પણ ન કરે.

ઘણાં સમય પછી બંને શાંતિથી મળ્યા હતા. પ્રિયાંશી રોજ લાગે છે તેમ એકદમ જાણે પરી લાગી રહી હતી. તેણે આજે મિલાપનો ફેવરીટ પીંક કલર પહેર્યો હતો. મિલાપ તેને કહેતો કે તું પીંક કલરમાં બિલકુલ પરી જેવી લાગે છે. અને પ્રિયાંશી, " ચલ જૂઠા " કહી તેની વાત કાપી કાઢતી. મિલાપની નજર તેના ચહેરા પરથી ખસતી ન હતી.

પ્રિયાંશીએ કોમેન્ટ પણ કરી, " પાગલ, ખાઇ જઇશ કે શું મને ?" બંને લગોલગ અડીને બેઠા હતા. (ઘણાં સમયથી મિલાપ આ ક્ષણની રાહ જોઇ રહ્યો હતો.)

મિલાપે પ્રેમથી જવાબ આપ્યો," આજે તો, તને ખાઇ જ જવી છે. " અને પ્રિયાંશીને પોતાની બાથમાં ભીડી લીધી અને ગાલ ઉપર એક બચકું પણ ભરી લીધું.

પ્રિયાંશી "ના" પાડે તે પહેલા મિલાપે તેની ઉપર ચુંબનનો વરસાદ કરી દીધો.

" બસ બસ, હવે બસ કર મિલાપ " પ્રિયાંશી બોલી ઉઠી.

તેણે પ્રિયાંશીને જમવા માટે ખૂબ ફોર્સ કર્યો પણ પ્રિયાંશીએ "ના" પાડી કારણ કે ઘરે બધા તેની રાહ જોઇને બેઠા હતા.

મિલાપ આજે ખૂબ ડિસ્ટર્બ લાગતો હતો.

મિલાપે પ્રિયાંશીને કહ્યું કે," પપ્પાની ઇચ્છા મને ફોરેઇન મોકલવાની છે પણ તને છોડીને હું ક્યાંય જવા નથી માંગતો, હું અહીંયા જ આગળ એમ. ડી. કરી લઉં તો ન ચાલે ? પછી આપણે બન્ને સાથે મળી અહીં જ એક ક્લિનીક બનાવી લઇશું. "

પ્રિયાંશીએ મિલાપને ખૂબ સમજાવ્યો, " એવું નહિ વિચાર, તારા પપ્પાની ઇચ્છા છે તો તું ત્યાં જઇને જ આગળની સ્ટડી પૂરી કર. અને હું ક્યાં ભાગી જવાની છું. હું તારી રાહ જોઇશ તું ડીગ્રી લઇને જલદી પરત આવી જજે પછી આપણે અહીં આપણાં ગામમાં જ એક સરસ હોસ્પિટલ બનાવીશું. "

પ્રિયાંશીની વાત સાંભળીને મિલાપના દિલને થોડી રાહત થઇ મનમાં જે ખળભળાટ ચાલતો હતો તે શાંત પડી ગયો.

મિલાપ: પણ, ફોરેઇન જતા પહેલા હું તારી સાથે એંગેજમેન્ટ કરી લેવા ઇચ્છું છું. તો હું તારા મમ્મી-પપ્પાને આવીને મળી જવું ?