શાપ
પ્રકરણ : 4
“દેવ્યાની મને ખુબ જ ડર લાગી રહ્યો છે. મારા ભુતકાળના છાંટા કયાક મારી દીકરીને ન ઉડે.” “આટલા વર્ષો બાદ તેઓને આ વાતનો ગુસ્સો ઓગળી ગયો હશે અને તેના પરિવારના બધા સભ્યો વિદેશ છે. હવે તે લોકો પાસે એટલો ટાઇમ જ નહિ હોય કે આપણી સામે આવી રીતે કોઇ બદલો લે. જે થઇ ગયુ તે ભુલી જાઓ.” “તારી વાત તો સાવ સાચી છે પરંતુ મારુ દિલ માનતુ જ નથી.” “તે બાજુના વિચારો છોડી દો એટલે બધુ સારુ થઇ જશે. બદલો લેવો હોય તો આટલા વર્ષમા લઇ લીધો હોત. બદલો લેવા વાળા કાંઇ આટલા વર્ષો સુધી રાહ ન જુએ. હવે તમે શાંત થઇ જાઓ.” દેવ્યાનીબહેને પોતાના પતિને તો સમજાવી દીધા પરંતુ તેના મનમાં પણ એવા જ વિચારો ચાલી રહ્યા હતા.
**************** “દીદી, તમે રડી રહ્યા છો? એનિથિંગ પ્રોબ્લેમ?” અંકિતાએ રક્ષાના ગાલ પર અશ્રુબિંદુ જોઇને કહ્યુ. “ના ના કાંઇ નહિ.” હાથથી આંખો અને ગાલ લુછીને રક્ષાએ કહ્યુ. “દીદી, કમ ઓન યાર. આટલુ સેન્ટી ન થવાય યાર. આજના યુગમાં રહીને તમે આવુ વિચારીને દુ:ખી થઇ રહ્યા છો. બાળક નથી થતુ તો મેડીકલ ટ્રીટમેન્ટ નો સહારો લો અને કેટલા બધા ઓપ્શન છે યાર ચીલ. થોડો સમય વેઇટ કરો પછી હું તમને એક થી એક રસ્તા બતાવીશ. મારી ફ્રેન્ડે ગાઇનેકનો કોર્સ પુર્ણ કરી લીધો છે.” “થેન્ક્યુ સો મચ” અંકિતાને બાથમાં લઇને નોર્મલ થવાનુ નાટક તો કર્યુ પરંતુ તેનુ મન જ જાણી રહ્યુ હતુ કે તેના પર શુ વિતી રહી છે. તેના લગ્નને હજુ માંડ ત્રણ વર્ષ જ થયા હતા અને તેના સાસરિવાળા બાળક માટે કેવી રીતે વર્તી રહ્યા હતા. વિજય પણ કાંઇ સમજવા તૈયાર ન હતો. રોજ અવનવી દવાઓથી ઉબ આવી ગઇ હતી. શુ સ્ત્રીઓ બાળક જણવાનુ મશીન જ છે? ************** જયેશને જેમ તેના માતા પિતા વિચારી રહ્યો હતો તેમ તેનુ મન તેને પરત જવા માટે ખેંચી રહ્યુ હતુ. આંખો મિંચતા જ મધુસુદનભાઇનો ચહેરો દેખાયો. “બેટા, બસ આટલુ જ. તારા માટે અમે શુ ન કર્યુ? જેને તારી જરા પણ પરવા ન હતો અને હજુ આંખો પણ ન ખોલી હતી એવા તને રસ્તા પર ભુખ્યા અને નિરાધાર છોડીને ચાલી ગયેલા એવા તારા માતા પિતા માટે અમને કાંઇ પણ કહ્યા વિના ચાલી નીકળ્યો. અમારા પ્રેમ, સ્નેહ અને લાગણીનો આવો બદલો આપ્યો. જા તુ ખુશ થતો હોય તો અમને બીજુ કાંઇ જોઇતુ નથી.” હમેંશાની જેમ લાગણીશીલ પિતાનો ભીની આંખ ભર્યો ચહેરો જોઇ જયેશનુ હ્રદય દ્ર્વ્વા લાગ્યુ. તેના પગ ભારે થવા લાગ્યા. હૈયામાં એક તોફાન ઉઠ્યુ કે ગાડીમાંથી બહાર નીકળીને દોડીને પિતાજી પાસે જઇને વળગી પડુ. તોફાન તો રૂપલના મનમાં પણ ઉઠ્યુ હતુ. દીકરીને સ્વાર્થ વિના ખાલી પ્રેમ અને સ્નેહથી મોટી કરનાર અને દરેક ઇચ્છા પુરી કરનાર સમાજથી દરેક ખરાબ નજર અને ખરાબ તત્ત્વોથી દુર રાખનાર દીકરી માટે સદાય ચિતિતિ રહેનાર માતા પિતાને આવી તરછોડીને જતી રહી છે ત્યારે તેઓના દિલ પર શુ વિતતી હશે.? બે વર્ષની ઓળખાણ ધરાવનાર જયેશ માટે સર્જન કરનાર સાથે માતા પિતા છેહ આપ્યો. તેના પગ પર ભારે થઇ પાછા વળવા માટે તડપી રહ્યા હતા. આસપાસ કોઇ કુદરતી સુંદરતા તેને દેખાતી જ ન હતી. રોનિત ઘસઘસાટ ઉંઘી રહ્યો હતો અને અચાનક કારની બ્રેક લાગી અને તે આગળ તરફ અથડાયો અને તેની ઉંઘ ઉડી ગઇ. જયેશ અને રૂપલ પણ એક દમ સજાગ થઇ ગયા. “સાહેબ, તમારે લોકોને ચા નાસ્તો કરીને ફ્રેશ થવુ હોય તો થઇ જાઓ. આ હાઇ વે પરની ખુબ સારી હોટેલ છે. હું પણ થોડો ફ્રેશ થઇને આવુ છુ.” ડ્રાઇવરે ગાડી બંધ કરીને દરવાજો ખોલતા કહ્યુ. “વાહ મસ્ત ઉંઘ થઇ ગઇ. સાત વાગી ગયા. ચાલો હવે મસ્ત ચા અને ગરમા ગરમ નાસ્તો કરવા જઇએ. શુ ઠંડુ અને સુંદર વાતાવરણ છે. મને તો કકડીને ભુખ લાગી છે. બાય ધ વે તમે આરામ કર્યો કે ખાલી...............” હસતા હસતા આંખ મીચતા રોનિતે કહ્યુ. “મને તો ભુખ નથી. તમે લોકો જઇ આવો.” રૂપલે પોતાના રુખાસુખા સ્વરે કહ્યુ. “રૂપલ દીદી કમ ઓન. ચાલોને જે ફાવે તે લેજો નહિ તો પગ તો છુટા થશે.” રોનિતે કહ્યુ “હા, રૂપલ અમારી સાથે જરાક કાંઇક લઇ લેજે . અહીં ગાડીમાં એકલા એકલા શુ કરીશ?” “ઓ.કે. ચાલો” રૂપલ કમને તૈયાર થઇ ગઇ. બહાર ખુબ જ મસ્ત વાતાવરણ હતુ. ચારે તરફ હરિયાળી અને ઝાકળના બિદું ધીમે ધીમે વરસી રહ્યા હતા. હોટેલ પણ ખુબ જ સુંદર હતી. તેની ચોખ્ખાઇ દુરથી જ દેખાઇ આવી રહી હતી અને નાસ્તાની સુંગધ ભુખ વધારી રહી હતી. “મને તો બહુ ભુખ લાગી છે. હુ મોં સાફ કરીને ઝડપથી નાસ્તાનો ઓર્ડર આપુ છુ. તમે લોકો ફ્રેશ થવુ હોય તો જલ્દી આવજો.” રોનિતતો બોલીને જવા લાગ્યો. રૂપલ અને જયેશ થોડી વાર ઉભા રહ્યા પછી તેઓ રોનિતની પાછળ જ ચાલી નીકળ્યા.
રોનિતે ફટાફટ મો સાફ કરીને નાસ્તાનો ઓર્ડર આપી દીધો. “રૂપલ દીદી, જયેશ તમારી કોઇ ચોઇસ હોય તો બોલો તે મંગાવી લઉ.” “અરે ના ના અમને ચાલશે કેમ રૂપલ?” જયેશે કહ્યુ. “હા, ગમે તે ચાલશે.” બધાએ વધારે વાતચીત કર્યા વિના ચા નાસ્તો કરી લીધા અને ફરીથી ગાડીમાં બેસી ગયા. ડ્રાઇવર પણ ચા નાસ્તો કરીને ફ્રેશ થઇને આવી ગયો અને સફર ફરીથી શરૂ થઇ ગઇ.“અરે યાર તમે લોકો કેમ આમ મો ફુલાવીને બેસી ગયા છો? થાક લાગ્યો હોય તો થોડો આરામ કરી લો ને. હજુ ઘણી વાર લાગશે આપણને પહોંચતા.” રૂપલ અને જયેશને સિરિયસલી બેસેલા જોઇને રોનિતે કહ્યુ. “એવુ કાંઇ નથી બસ થોડી મુઝંવણ છે.” જયેશે પ્રત્યુત્તર આપતા કહ્યુ. “મુઝંવણ? શેની મુઝંવણ યાર?” રોનિતે આશ્ચર્યથી પુછ્યુ. “આપણી પાસે એડ્રેસ કે કાંઇ નથી અને આપણે એમ જ નીકળી ગયા છીએ. તેઓને કેવી રીતે શોધીશુ? કેટલા દિવસ લાગશે અને કયારે ફરીથી પરત જઇશુ? મગજ જરાય કામ કરતુ નથી યાર.” “અરે દોસ્ત આટલુ બધુ ટેન્શન ન લેવાનુ હોય. હવે ચાલી નીકળ્યા છે તો રસ્તો જરૂરથી મળશે. બાકી જે થશે એ થવાની હશે એમ જ થશે. હવે વધારે વિચારીને મગજ બગાડવા કરતા એન્જોય ન કરીએ. બાકી ધાર્યુ તો ઘણી નુ જ થાય.” “હા એ બધુ તો સાચુ છે પણ કાંઇ પ્લાન કે રસ્તો વિચારી રાખ્યો હોય તો સરળતા રહે. “એકસેલેન્ટ, વિચાર્યા વિના નીકળવાથી પ્રોબ્લેમ ઉભી થશે. પણ અત્યારથી બહુ ઝાંઝુ ટેન્શન લેવાની જરૂર નથી. મે ઓનલાઇન હોટેલ બુક કરાવી દીધી છે આપણે સીધા ત્યાં જ જઇશુ. ત્યાં મારો એક મિત્ર છે. આપણે આરામ કરીને ફ્રેશ થઇ જઇશુ એટલે તે આવી જશે. આપણે તેને નામ અને બધી વિગતો આપીશુ એટલે તે આપણી મદદ કરશે.” “ઓહ્હ થેન્ક્યુ વન્સ અગેઇન દોસ્ત.” “દોસ્ત પણ કહે છે અને આભાર પણ વ્યક્ત કરે યે બાત કુછ હજમ નહિ હુઇ. નાઉ ચીલ ડ્રાઇવર જરા મસ્ત સોંગ ચાલુ કરો.” ડ્રાઇવરે લેટેસ્ટ સોગ મોટેથી વગાડવાના શરૂ કરી દીધા. રૂપલ કયારની જયેશ અને રોનિતની વાતો સાંભળી રહી હતી. તેનાથી તેના મનમાં ચાલી રહેલા વિચારોને થોડી બ્રેક લાગી અને તે સીટ પર માથુ ટેકવીને આંખ મીચી ગઇ. ***************
“બચાઓ” ચીસ પાડતી રક્ષા બેડ પર બેઠી થઇ ગઇ. તેની ચીસ સાંભળી પાસે બેઠેલી અંકિતા પણ ગાઢ ઉંઘમાંથી ઉઠી ગઇ. “શુ થયુ દીદી?” રક્ષા પથારીમાં બેઠા બેઠા હાંફી રહી હતી. આથી તેના વાંસામાં હાથ ફેરવતા અંકિતાએ પુછ્યુ. રક્ષાની ચીસ એટલી જોરદાર હતી કે બાજુના રૂમમાં સુતેલા તેના માતા પિતા મુકેશભાઇ અને દેવ્યાની બહેન પણ જાગી ગયા.
“બેટા, શુ થયુ?” દેવ્યાની બહેને કંપી રહેલી રક્ષા પાસે બેસીને પુછ્યુ. મુકેશભાઇ ત્યાં જ ઉભા રહ્યા. રક્ષાએ સામે આંગળી ચીંધીને કહ્યુ, “તે મને મારી નાખશે.” અને તે રડવા લાગી અને ખુબ જ ધ્રુજી રહી હતી. રક્ષાની આંગળીની દિશામાં બધાએ એક સાથે નજર કરી પરંતુ સામે માત્ર દિવાલ જ હતી અને તેના પર સરસ કુદરતી દ્રશ્યનુ ચિત્ર હતુ. “બેટા ત્યાં કોઇ નથી.” દેવ્યાની બહેને ડરેલી રક્ષાના માથા પર હાથ ફેરવતા કહ્યુ. “પેલો કુહાડી લઇને ત્યાં જ ઉભો છે. મારી બાજુ આવે છે મને મારી નાખશે.” રડતા રડતા કંપતા કંપતા તે ઉભી થઇને ખુણામાં બે હાથ સંકોળીને લપાઇ ગઇ. તે ખુબ ડરી ગઇ હતી અને આખી ધ્રુજી રહી હતી.
મુકેશભાઇ, દેવ્યાની બહેન, અંકિતા બધા તેની પાસે ગયા. દેવ્યાની બહેને તેના બે હાથ પકડીને તેને પોતાની છાતીએ ચાંપી. મુકેશભાઇએ લાઇટ ચાલુ કરીને બોલ્યા, “જો ત્યાં સરખુ જો. તને ભયાનક સપનુ આવ્યુ હશે અને અંધારામાં તને ભ્રમ થયો લાગે છે ત્યાં કોઇ જ નથી.” તે હજુ માતાની છાતી પર માથુ રાખીને ડુસકા લઇ રહી હતી. *********** “આ આવી ગઇ આપણી હોટેલ “ગ્રાન્ડ કનૈયા” બે રૂમ બુક કરાવ્યા છે. ચાલશે ને?” રોનિતે હોટેલ પાસે આવીને ગાડીમાંથી સામાન ઉતારતા પુછ્યુ. “હા, હા આપણે બહુ વધારે સમય નથી રહેવુ.” જયેશ પણ રોનિતની મદદ કરવા લાગ્યો. તેઓએ રિસ્પેસનિશ્ટ પાસેથા રૂમની ચાવી લઇ લીધી અને રૂમ નંબર 102 અને 103 તરફ લિફટમાં બેસીને ગયા. રૂપલ હજુ ચુપ જ હતી. “તમે લોકો રૂમ નંબર 102 રાખજો અને હું 103 રાખુ છુ.” રોનિતે લિફટમાં કહ્યુ. “હા, હા એમાં કાંઇ ફરક ન પડે.” જયેશે કહ્યુ. “તમે લોકો તમારા રૂમમાં જઇને ફ્રેશ થજો અને આરામ કરજો સાંજે મારો મિત્ર આવશે. મારી કોઇ ખાસ લંચની ઇચ્છા નથી. હુ તો એ મસ્ત આરામ કરવા માંગુ છુ. કાંઇ જરૂર પડે તો તારા ફોનમાં મે મારા નંબર સેવ કર્યા છે. તુરંત ફોન કરજે મારી ઉંઘ સજાગ જ હોય છે. હું જાગીને તરત આવી જઇશ. તમારે જે ખાવુ પીવુ હોય તે મંગાવીને જમી લેજો. હજુ બે જ વાગ્યા છે. પાંચ વાગ્યા બાદ મારો મિત્ર આવી જાઇ એવા મેસેજ તેને આપી દઉ છુ.” રોનિત ઘણુ બધુ બોલી ગયો ત્યાં તો રૂમ પણ આવી ગયો. “ઓ.કે તુ નિરાંતે આરામ કર. અમે પણ ખુબ જ થાકી ગયા છીએ. સુઇ જ જઇશુ.” “ઓ.કે ટેઇક કેર.” રોનિત તેના રૂમમાં જતો રહ્યો. વેઇટર સામાન બધો ગોઠવી ગયો. રોનિતે પોતાના સામાનમાં એક જ બેગ લીધી હતી. તે જાતે જ લઇને જતો રહ્યો હતો. “સાહબજી કુછ ચાહિએ તો બતાઓ.” વેઇટરે સામાન રૂમમાં મુકીને પુછ્યુ “ના ના કુછ ભી નહિ.”
“કુછ ભી ચાહિએ તો કોલ કરના.” સ્મિત આપતો વેઇટર જતો રહ્યો. રૂમ ખાસ્સો મોટો હતો. બે અલગ અલગ ડબલ બેડ, એ.સી., ટી.વી., બાલ્કની સુવિધાથી ભરપુર રૂમ હતો. રૂપલ આવીને બેડ પર બેસી ગઇ. એટલે જયેશ પણ તેની પાસે આવીને બેઠો અને પુછ્યુ, “રૂપલ, કયારની તુ ઉદાસ છો. કાંઇ પ્રોબ્લેમ છે? આઇ ક્નો મારા હિસાબે તારે આ રીતે હેરાન થવુ પડી રહ્યુ છે. પરંતુ તને પ્રોબ્લેમ હોય તો હું તને તારા ઘરે છોડી જાઉ.” “ના ના એવી કોઇ વાત નથી.” “તો શુ વાત છે? હુ સવારનો જોઇ રહ્યો છુ. તારા મનમાં કાંઇક ચાલી રહ્યુ છે. જે હોય તે મને જણાવ યાર. મને ખબર છે એક છોકરી તરીકે લગ્ન વિના આમ મારી સાથે રહેવુ તારા માટે મુશ્કેલ છે. હુ તારી પ્રોબ્લેમ સમજી શકુ છુ. એટલે જ એવુ હોય તો ચાલ આપણે પરત જઇએ અને હું તને તારા ઘરે છોડી દઉ.” “એવુ કાંઇ નથી. મારા મનમાં એક જ પ્રશ્ન સતાવે છે કે આપણે કાંઇ ખોટુ નથી કરી રહ્યા તો મારા માતા પિતાને અને પરિવારને બધી વાત જણાવી દઇએ તો ?” “તારી વાત બરોબર છે. પરંતુ પુર્ણ સત્ય આપણ ને પણ ખબર નથી તો તેઓ મારી લાગણી સમજી શકશે ખરા? અને સત્ય જાણ્યા બાદ તેઓ તને મારી સાથે રહેવા દેશે? આપણા સંબંધનુ શુ થશે? મને આ બધી બાબતો નો ડર લાગી રહ્યો છે. છતાંય તારે જે કરવુ હોય તેના માટે તુ સ્વતંત્ર છો. તુ જે પગલુ ભરીશ તેના માટે મને જરાય ખરાબ નહિ લાગે.” જયેશ રૂપલને સમજાવી રહ્યો હતો ત્યારે જ અચાનક જ તેના ફોનમાં બીપ વાગ્યુ. તેને ચેક કર્યુ તો અજાણ્યા નંબર પરથી મેસેજ હતો અને તેમાં એક એડ્રેસ હતુ.
ઓહ માય ગોડ કોનુ એડ્રેસ જયેશને મળ્યુ? અને આ રક્ષાને શુ થઇ રહ્યુ છે? બધુ જાણવા માટે આગળનુ પ્રકરણ વાંચવુ જ રહ્યુ.