Shaap - 2 books and stories free download online pdf in Gujarati

શાપ - 2

શાપ

પ્રકરણ : 2

“રૂપલ, સત્ય બાબતે તો મને ખબર નથી પરંતુ કોલેજમાં મારી બાઇક પર આ કવર કોઇ ભરાવી ગયુ હતુ. તેમાં ચિઠ્ઠી સિવાય પણ મારો જ્ન્મ વખતનો એક ફોટો અને દહેરાદુનનુ એક એડ્રેસ છે.” “ખાલી આટલી વસ્તુમાં તે આવડુ મોટુ પગલુ ભરી લીધુ. બની શકે આ કોઇ મજાક પણ હોય.” “મને નથી લાગતુ કે કોઇ મજાક હોય મારુ દિલ વારંવાર સત્ય તપાસ માટે ખેંચાય છે. સોરી મે તને પહેલા કાંઇ કહ્યુ નહિ અને તને પણ મારી સાથે લીધી.” “ઇટ્સ ઓકે યાર પણ તે તારા માતા પિતા સાથે આ બાબતે વાત કરી?” “સીધી રીતે વાત કરવાની મારી હિમ્મત જ ન થઇ. પરંતુ આડકતરી રીતે ઘણી વખત જાણવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ કાંઇ બોલતા જ નથી.” “ઓહ પણ તારે એક વખત તેઓ સાથે વાત તો કરવી હતી. આવી રીતે કોઇ ને કાંઇ કહ્યા કે પુછ્યા વિના નીકળી જવુ મને તો યોગ્ય નથી લાગતુ. તારે એક વખત મારી સાથે તો વાત કરવી હતી.” “રૂપલ હુ તારી સાથે વાત કરવા માંગતો હતો પરંતુ લગ્નની ભાગદોડમાં તુ એટલી વ્યસ્ત હતી કે તારી પાસે સમય જ નહોતો અને બીજા લોકો સાથે હુ વાત કરી ન શક્યો.”

“પરંતુ આપણા લગ્ન બાદ આપણે જઇ શક્યા હોત, આ પ્રસંગ શા માટે બગાડયો યાર.” રૂપલે કહ્યુ. “મારુ મન નહોતુ માનતુ યાર હુ કોણ છુ? આજે મારા અસ્તિત્વ પ્રશ્ન આવ્યો છે ત્યારે તારી સાથે હું નવી જીંદગી શરૂ કરતા પહેલા મારા મનનુ સમાધાન કરવા માંગતો હતો. સોરી અગેઇન યાર.” “ઇટસ ઓ.કે. ચીલ યાર.”

ચર ચર કરતી ગાડી એકાએક ઉભી રહી ગઇ

“રૂપલ કોઇ સ્ટેશન આવ્યુ લાગ્યુ છે હુ તારા માટે કાંઇક લઇ આવુ.” જયેશ સીટ પરથી ઉભો થયો ત્યાં તો બારી બહાર લોકોનુ ટોળુ દેખાયુ. “જયુ કોઇ પ્રોબ્લેમ લાગે છે ચાલ બહાર જઇને જોઇએ.” “તુ બેસ અહીં. હુ જાવ છુ.” જયેશએ કહ્યુ. “ના હુ પણ આવુ છુ.” તેઓ બંન્ને બહાર નીકળ્યા. બહારનુ દ્રશ્ય જોઇ સ્તબ્ધ થઇ ગયા. સ્ટેશન પર લોકોનો મેળો જામેલો હતો કાંઇ પણ જોવુ અશક્ય હતુ. તેઓ ને પણ બહાર નીકળી ચાલવુ પડ્યુ કેમ તેની ગાડીમાંથી પણ ધક્કો મારીને લોકો ઉતરી રહ્યા હતા. સ્ટેશન પર બીજી બે ગાડી પણ ઉભી રહી ગઇ હતી. તેઓ થોડે દુર ચાલ્યા ત્યારે ખબર પડી કે સામેના પાટા પર બે ટ્રેનોનો ભયાનક અકસ્માત થયો હતો લોકોની વાત પરથી ધીરે ધીરે જાણવા મળ્યુ હતુ કે સ્ટેશન પર એક ટ્રેન ઉભી જ હતી. બીજી ટ્રેન ભુલથી તે જ ટ્રેક પર આવી ગઇ અને જોરદાર અથડામણ થઇ હતી.

જેમ જેમ તેઓ નજીક આવતા ગયા તેમ તેમ ભયાનકતાનો ખ્યાલ આવવા લાગ્યો. અકસ્માતને ઘણો સમય વિતી ગયો હશે પરંતુ હજુ લોકોની ચીસો પાડવાના અને રડવાના અવાજો આવી રહ્યા હતા અને સાથે પોલીસ એબ્યુલશનનો અવાજ વાતાવરણને બિહામણુ બનાવી રહ્યુ હતુ.

“રૂપલ, ખુબ ભયાનક અકસ્માત થયો લાગે છે. લોકોની વાત પરથી લાગે છે આપણી ટ્રેન થોડા સમય સુધી રોકાશે તો હું રેસ્ક્યુ માટે લોકોની મદદ માટે જાઉ છુ. તુ આ બધો સામાન લઇને ગાડીમાં બેસીને આરામ કર મારો ફોન પણ આ બેગમાં રાખુ છુ. તેની બેટરી ઉતરી ગઇ છે. તારો ફોન મને લાવ તારે મારી કોઇ હેલ્પની જરૂર હોય તો કોઇ પબ્લિક ટેલીફોનથી કોલ કરજે. હુ થોડી જ વારમાં આવી જઇશ.” “ઓ.કે.” હળવેક્થી વળગીને રૂપલે હામી આપી દીધી. તેને આવુ દ્રશ્ય જોઇને ખુબ જ ડર લાગી રહ્યો હતો. તેનુ હૈયુ લાગણીથી ભરાય આવ્યુ. તે ધીરે ધીરે ગાડીના ડબ્બા પાસે જવા લાગી. વહેલી સવારનો સમય હતો. તે ખુબ જ થાકી ગઇ હતી. સતત ઉજાગરા અને લગ્ન દોડાદોડીને કારણે તેને ખુબ જ માથુ દુ:ખી રહ્યુ હતુ અને ઉબકા પણ આવી રહ્યા હતા. તે ટ્રેનમાં જઇને સુવાનો પ્રયાસ કર્યો સતત અવરજવર અવાજ અને વાતાવરણની ભયાનકતાને કારણે તેને ચેન ન જ પડ્યુ તે સીટ પર બેઠી થઇ ગઇ. પાણી બોટલ લઇને પાણી પી રહી હતી ત્યાં દુર તેની નજર પોલીસ ઓફિસર પર પડી. તેને લાગ્યુ કે તેઓ પાસે પોતાના જ ફોટા છે. તેઓના પરિવારના સભ્યોએ ફરિયાદ કરી હશે. આથી તેમને શોધવા જ પોલીસ આવી લાગે છે. રૂપલે પાણી બોટલ નીચે મુકીને તુરન્ત જ

“એક્સક્યુસ મી અંકલ બે મિનિટ મને કોલ કરવા આપનો ફોન આપશો.” સામેની પાટલી પર તંદ્રા અવસ્થામાં રહેલા એક પ્રોઢ અંકલને કહ્યુ. “જયુ, જલ્દી આવ આપણી સીટ પર એક પ્રોબ્લેમ થયો છે.” અંકલના ફોનમા ટુંકી વાત કરીને ફોન આપી દીધો.

***************

જયેશ રૂપલની વાત સાંભળીને દોડીને ગાડીમાં તેઓની સીટ પાસે આવ્યો એટલે રૂપલે બધી વાત કરી.“પોલીસ?” “હા, જયુ ત્યાં જો “ દુરથી ઇન્સ્પેકટરને બતાવતા કહ્યુ. “ઓહ માય ગોડ આ તો મે વિચાર્યુ પણ ન હતુ હવે શુ કરીશુ?” “હવે કાંઇ નહિ થાય હવે જલ્દી ચાલ અહીંથી એકવાર પકડાઇ જઇશુ તો ફરીથી કોઇ જવા દેશે નહિ.” “હા, રૂપલ ચાલ જલ્દી” “ટ્રેનને ઉપડતા વાર લાગશે. ચાલ અહીંથી દુર જઇએ.” *************** “ઓહ માય ગોડ રૂપલ બેગ ક્યા? એમા મારો ફોન અને કવર બધુ જ હતુ.” બસમાં બેસતા જ જયેશે પુછ્યુ. તેઓ રેલ્વે સ્ટેશનેથી ભાગીને બસ સ્ટેશન પર પહોંચી ગયા. જલ્દી જેટલુ દુર નીકળી શકાય તેટલુ સારુ તેઓ બંન્ને એ વિચાર્યુ આથી જે બસ મળી તેમાં બેસી ગયા. “સોરી યાર તે તો ટ્રેનમાં જ રહી ગયો.” “અરે યાર મારો ફોન” માથા પર હાથ દઇને જયેશે કહ્યુ. “હેલો જયેશ, મને ઓળખ્યો?” પાછળની સીટ પરથી કોઇ બોલ્યુ એટલે જયેશ અને રૂપલે પાછળ ફરીને જોયુ. ચહેરો જરાય જાણીતો ન હતો. તે કેમ પોતાને ઓળખતો હશે? જયેશ થોડી વાર વિચારે ચડી ગયો.

“જયેશ, હુ તારો ફેસબુક ફ્રેન્ડ રોનિત રાઠોડ.” પાછળ બેઠેલા વ્યક્તિએ કહ્યુ. “પણ મને યાદ નથી આવતુ.” જયેશે થોડી વાર વિચારીને કહ્યુ. “આપણે એક વાર ચેટ પણ કરી હતી. તારી ટાઇમ લાઇન પર રોજ જોક અને શાયરી વાચુ છુ. આઇ એમ બીગ ફેન ઓફ યુ.” રોનિતે કહ્યુ. “ઓહ્હ થેન્ક્યુ” જયેશે શેક હેન્ડ કરતા કહ્યુ. “આઇ થીક તમે કાંઇ ટેન્શનમાં છો” રોનિતે જયેશના ચહેરાના ભાવ જોઇને કહ્યુ. “હા, યાર મારી બેગ ખોવાઇ ગયો છે. મારો ફોન અને જરૂરી કાગળો તેમા હતા.” “ઓહ્હ સો સેડ બહુ ખરાબ થયુ. પરંતુ હુ તમારી થોડી હેલ્પ જરૂર કરી શકુ છુ. હુ એક વેબ ટેક્નિશિન છુ. તારા ફોનના બધા ડેટા રિકવર લઇ આપીશ.” “થેન્ક્યુ યાર. તમારો ખુબ ખુબ આભાર. પરંતુ બેગમાં મારી ઘણી બધી જરૂરી વસ્તુઓ હતી.” “ઓહ બહુ ખરાબ થયુ એવુ હોય તો ચાલો આપણે પોલીસ સ્ટેશને જઇને કેસ કરી આવીએ. અહીંના પોલીસ સ્ટેશને કોન્સ્ટેબલ મારો ખાસ મિત્ર છે.” “પોલીસ સ્ટેશને? ના ના” જયેશે ખચકાઇને કહ્યુ. “ઓ.કે. ઠીક છે યાર. પરંતુ દોસ્ત આજે તમે લોકો મારા ઘરે ચાલો.”

“અરે ના ના અમારે ઉતાવળ છે અમે ફરી કયારેક આવીશુ.” જયેશે અને રૂપલે મનાઇ કરી

“ઓહ્હ્હ એમ ન ચાલે એક વાર અહી આવ્યા છો તો અત્યારે ચાલો. ફરી બીજી વાર આવજો.”રોનિતે ખુબ જ જીદ કરી આથી તેઓએ રોનિત સાથે જવુ પડ્યુ. ***************

“આ છે મારો નાનકડો રૂમ. અહીં મારા રૂમ પાર્ટનર કેશવ સાથે રહુ છુ.” ચાવીથી રૂમ ખોલતા રોનિતે કહ્યુ. “વેલકમ બોથ ઓફ યુ. મારો રૂમ પાર્ટનર કેશવ અત્યારે રજા પર ગયો છે. આમ તો મારા મમ્મી કેશવ ન હોય ત્યારે ઘણીવાર અહીં રોકાવા આવે છે. પરંતુ અત્યારે તેઓ નાની ના ઘરે ગયા છે. મારે પણ રજાઓ છે. મમ્મી ઘરે નથી એટલે ઘરે જવાનુ મન ન થયુ એટલે એકલો આમ ફરવા નીકળી ગયો હતો ત્યાં તો તમે મળી ગયા.” રોનિતે વિસ્તારથી કહ્યુ એટલા પરથી તેઓ સમજી ગયા કે તેને બહુ જ બોલવાની ટેવ છે. “ખુબ જ સરસ રૂમ છે.” રૂપલે રૂમનુ નિરીક્ષણ કરીને કહ્યુ. અહીં આવી તો ગયા હતા પરંતુ જયેશનુ મન હજુ કોચવાઇ રહ્યુ હતુ. રૂપલ સાથે હતી અને આમ આવી રીતે અજાણ્યા પ્રદેશમાં કોઇ અજાણ્યા વ્યક્તિના ઘરે આવવુ. “તમે બંન્ને આરામથી ફ્રેશ થઇ જાઓ હુ ચા નાસ્તાની વ્યવસ્થા કરુ છુ. પછી તમે લોકો આરામ કરજો મુસાફરીમાં થાક લાગ્યો હશે. લંચ સમયે તમને ઉઠાડીશ. બાય ધ વે તમારે લોકોને કયાં જવાનુ છે?” “એકચ્યુલી અમારે દહેરાદુન જવાનુ છે આટલુ હેરાન થવાની જરૂર નથી. ચા નાસ્તો કરી અમે નીકળી જઇએ.” “હેરાનગતિનો કોઇ સવાલ નથી. દહેરાદુન માટે કાલે વહેલી સવારે બસ મળશે આજે રાત્રે તમે લોકો અહીં આરામ કરજો અને તમારે હેલ્પની જરૂર હોય તો હું પણ તમારી સાથે આવીશ હુ ફ્રી જ છુ. ત્યા ફરી આવીશ.” “નો નો ઇટસ ઓ.કે. અમારે ઉતાવળ છે. અત્યારે કંઇ મળે તો અમે નીકળી જ જઇએ.” જયેશને ગમે તેમ કરીને જલ્દી નીકળી જવુ હતુ. “દોસ્ત હુ સમજી શકુ છુ આજકાલ દુનિયામાં કેવી ઘટનાઓ બને છે. પરંતુ તમે મારા પર પુરો વિશ્વાસ રાખો. મારી માતાએ મને હમેંશા એમ જ શીખવાડયુ છે કે સારા કામ કરવાનો મોકો કયારેક જ મળે છે. એટલે જીવનમાં હમેંશા સારા કામ કર્યા રાખવા. કોણ જાણે કયારે આંખ મીંચાઇ જશે? મારા પપ્પાની જેમ.” લાગણીભર્યા સ્વરે રોનિતે કહ્યુ. તેની લાગણી જયેશને સ્પર્શી ગઇ પરંતુ હજુ તે સાવચેતી તો રાખવા જ માંગતો હતો.

રોનિતનો એક જ રૂમ હતો તેમાં એક બેડ હતો જેમાં પાસે પડદો પન લગાડેલો હતો. “આ અમે બંન્ને એ લગાડ્યો છે. મારે અને કેશવને ખુબ જ કામ રહે છે. તેને પોતાની ઓફિસમાં અને મારી જોબ સાથે હુ વેબ માટે ઘણા કેસ લઉ છુ કોઇને રાત્રે મોડે સુધી કામ હોય તો બીજો આરામથી સુઇ શકે તે માટે આ પડદો લગાડેલ છે. રૂપલ દીદી તમે અહીં પડદો બંધ કરી આરામથી સુઇ જાઓ અને જયેશ તમે અહીં નીચે ગાદલુ પાથરી આપુ.” “અરે ના ના અમે ફ્રેશ થઇ જઇએ અત્યારે હવે આરામની જરૂર નથી.” રૂપલે કહ્યુ. “ઓ.કે ત્યા બહાર ફળિયામાં ટોયલેટ બાથરૂમ છે તમે લોકો આરામથી ફ્રેશ થઇ જાઓ. હુ ત્યાં સુધી ચા નાસ્તાની વ્યવસ્થા કરુ છુ.”

રોનિત બધુ બતાવીને જતો રહ્યો. ત્યાર બાદ “જયુ, તને આ બધુ ઠીક લાગે છે?” “રૂપલ, મને પણ થોડો ડર તો લાગી જ રહ્યો છે પરંતુ આ માણસની વાતચીત અને વર્તન પરથી સારો માણસ લાગે છે. આપણે જેમ બને તેમ જલ્દી અહીંથી નીકળી જઇશુ.”

*********** તેઓ હજુ ફ્રેશ માંડ થયા હતા ત્યાં તો રોનિત આવી ગયો. “હાય ગાઇસ, ચાલો અહીંનો સ્પેશયલ નાસ્તો લાવ્યો છુ તમારા માટે.” “વાહ થેન્ક્યુ સો મચ યાર.” “પ્લીઝ હવે આ થેન્ક્યુ બેન્ક્યુ છોડો. આવી ફોર્માલિટી છોડો. વી આર ફ્રેન્ડ યાર. ચાલો જલ્દી નાસ્તો કરી લો. પછી નિરાંતે આરામ કરી લો.” “રોનિત આભાર માનવો તો પડે યાર. આમ એક ફેસબુક ફ્રેન્ડ માટે આટલુ કરે છે ગ્રેટ યાર.” “દોસ્ત આપણે દુનિયાને જેટલી માનીએ એટલી ખરાબ નથી. તમે બેફિકર થઇને મારા ઘરમાં રહો હમણા મારે થોડુ કામ છે હું નીકળુ છુ. તમે લોકો આરામ કરો. હુ બપોરે લંચની વ્યવસ્થા કરીને આવીશ.” “તુ પણ યાર અમારી સાથે નાસ્તો કરી લે.” “ના દોસ્ત મે સવારમા સ્પાઉટ લીધા છે હવે મને કાંઇ નહિ ચાલે. તમે લોકો નાસ્તો લઇ લો.” ***********

રોનિત જતો રહ્યો. રાતથી બંન્ને ભુખ્યા હતા. રોનિતના ગયા બાદ વધારે વિચાર્યા વિના નાસ્તો કરવા લાગ્યા.

**********“મમ્મી બસ હવે.” દેવ્યાની બહેનના આંસુ લુછ્તા રક્ષાએ કહ્યુ. “બેટા, હું ઇચ્છુ તો પણ મારી જાતને સંભાળી શકતી નથી. તને તો તારા પિતાજીના સ્વભાવની ખબર છે. વર્ષોથી તેની સાથે જીંદગી કાઢી છે મેં. તેના મનમાં શુ ચાલી રહ્યુ છે તે હું જ જાણુ છુ.” “મમ્મી આટલુ બધુ વિચારીને દુ:ખી ન થઇશ. બધુ જ સારુ થઇ જશે.”

“રૂપલ લગ્ન કર્યા વિના જયેશ સાથે નીકળી ગઇ છે મને તેની પણ બહુ ચિંતા થાય છે.” “જયેશે અને રૂપલે જે કર્યુ તે નાદાનીમાં કર્યુ છે. પરંતુ જયેશ રૂપલને ચાહે છે. તેની આંખમાં સાચો પ્રેમ જોયો છે. મમ્મી જયાં સાચો પ્રેમ હોય છે ત્યાં કોઇ ચિંતાની વાત નથી આવતી.” “દીકરા તુ બહુ સમજદાર બની ગઇ છો પરંતુ એક માની વેદના...” બોલતા તો બોલી ગયા પરંતુ દેવ્યાની બહેન રક્ષાની સામે નજર ન મિલાવી શક્યા. **************** “પપ્પા, પ્રશાંત સાહેબનો ફોન હતો.

સ્ટેશન પર રૂપલ અને જયેશને પોલીસ ટીમ દ્રારા જોવામાં આવેલ હતા. તેઓ જલ્દીથી તેને પકડી લેશે.” વિજયે બહારથી આવતા મુકેશભાઇને કહ્યુ.

“બેટા, તેઓ બંન્ને મેચ્યોર છે અને બાલિક પણ આપણે બીજુ કાંઇ ન કરી શકીએ પરંતુ મને તેઓની ખુબ જ ચિંતા થાય છે કયાંક તેઓ કોઇ મોટી મુશીબતમાં ફસાઇ ન જાય.” “મોટી મુશીબત? હુ કાંઇ સમજ્યો નહિ?” “આજનો જમાનો કેવો ખરાબ છે બેટા. તેઓ કયાં ગયા હશે મને બહુ ચિંતા થાય છે.” મુકેશભાઇએ વાત ટાળતા કહ્યુ.

*************

રોનિતના ઘરે રૂપલ અને જયેશ આવી તો ગયા પરંતુ તેને આ શુ યોગ્ય નિર્ણય લીધો છે? તેઓ દહેરાદુન પહોંચશે કે મોટી મુશીબતમાં............

મોટી મુશીબત? કેવી મુશીબત? મુકેશભાઇ અને દેવ્યાની બહેન શેની આટલી બધી ચિંતા કરી રહ્યા છે. જાણવા માટે આગળનો ભાગ વાંચવો જ રહ્યો. ટીલ ધેન બી હેપી.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED