શાપ - 8 Bhavisha R. Gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શાપ - 8

શાપ

ભાગ : 8

“અંકલ, મારા માતા પિતાની શોધ કરવા કયા જવાનુ છે? ખાલી અંધારામાં તીર કેમ મારવા?” જયેશે પુછ્યુ. “એ બધી મેં તપાસ કરી લીધી આટલા વર્ષોમાં મને એ જાણ તો થઇ ગઇ છે કે તારા માતા હજુ જીવિત છે અને તેમને હિમાલયની તળેટીમાં કેદ કરીને રાખવામાં આવેલ છે અને તે બધા ગુનેગારો પણ ત્યાં સાથે જ છે.” “અંકલ, જયેશ સોરી પણ મને એ વાત સમજ નથી આવતી કે સંપત્તિ લઇ લીધા બાદ જયેશના માતા પિતાને કેદમાં રાખવાનો શો ફાયદો? એ પણ આટલા વર્ષો સુધી?” “મને પણ થોડા સમય સુધી આશ્ચર્ય થયુ હતુ પણ હવે મને કડીઓ મળી રહી છે. હવેલીનુ કોઇ એવુ રહસ્ય છે જેના માતા વિઠ્ઠલભાઇ અને સુશીલાબહેનને કેદ કરીને જીવિત રાખવામાં આવ્યા છે.” “હવેલીનુ રહસ્ય?” રૂપલની આંખો પહોળી બની ગઇ. “હા, શિવુદાસ દાદાએ હવેલીમાં એવી કોઇ વસ્તુ છુપાવી છે જેના માટે તેઓએ વિઠ્ઠલભાઇ અને સુશીલાબહેનને આટલા વર્ષોથી પરેશાન કરી રહ્યા છે. પરંતુ મને લાગે છે કે તેઓ પણ રહસ્ય જાણતા નહિ હોય.” “તેઓ નહિ જાણતા હોય તો રહસ્ય આખરે ખબર કોને હશે?” “એ મને કાંઇ ખબર નથી. બસ આપણે પહેલા તારા માતા પિતાની તપાસ કરવી પડશે. બાકી રહસ્ય તો પછી મળી જશે.” “ચાલો આપણે બધા નીકળી જઇએ. કાકા તમારાથી ન અવાય એમ હોય તો રસ્તો બતાવી દો અમે અમારી રીતે નીકળી જઇએ.” “એમ તાત્કાલિક નીકળી નહિ જવાય. કામ બહુ કપરુ છે. તે લોકોની નજર સતત આપણી ઉપર જ છે. હું પણ તમારી સાથે જ આવીશ પણ અત્યારે જ નહિ.” “તો કેમ ? અને કંઇ રીતે જઇશુ?” રોનિતે પુછ્યુ. “સૌ પહેલા તમે આજે અહીંથી નીકળી જાઓ. તમને કોઇ ઓળખતુ નથી. કોઇ વિશ્વાસપાત્ર ગાડી લઇને તમે સાંજે હાઇ વે પર રામ ભરોસે ઢાબા પર વેઇટ કરજો. હું વેશપલટો કરીને ત્યાં આવી જઇશ અને આપણે નીકળી જઇશુ.” “પણ અમે તમને કેમ ઓળખીશુ?” જયેશે પુછ્યુ. “અને ગાડી પણ ક્યાં સુધીની ભાડે લેવાની છે?” “જમ્મુ સુધી ત્યાંથી વાહન બદલતા જઇશુ એટલે કોઇને ખબર ન પડે. આપણો કોડ વર્ડ “શાપ” રહેશે. મારે બીજી વાર વેશ પલટો કરવો પડે કે હું તમારી અલગ થઇ જાઉ ત્યારે પરત આવીને મિશન “શાપ” બોલીશ એટલે તમે લોકો ઓળખી જશો.” “ઓ.કે. ડન. આજે સાંજે ઢાબા પર તમારો વેઇટ કરીશુ.” બધાના હૈયામાં નવો જોશ ભરાય ગયો અને તેઓ હોટેલ તરફ જવા નીકળ્યા. *************** “રૂપલ, તુ હવે તારા ઘરે નીકળી જા. આ ખતરનાક મિશનમાં હું તને સામેલ નહિ કરી શકુ. તારો સામાન ભરી લે સાંજની ટ્રેનમાં તને મુકી જઇશ.” જયેશે હોટેલ પર આવીને કહ્યુ. “જયેશ, એમ હું તારો સાથ નહિ છોડી દઉ. આપણા લગ્ન ભલે હજુ નથી થયા પરંતુ જન્મોજન્મ સાથ નિભાવવાના સોગંધ તો લીધા જ છે. અહીં સુધી આવીને હું તને છોડીને નહિ જાઉં. જેમ વધારે લોકો હઇશુ તેમ સફળતાના ચાન્સ વધી જશે.” “રૂપલ, સમજવાની કોશિષ કર યાર.” “મે બધુ સમજી લીધુ છે. તુ હવે તૈયારી કર આપણી પાસે વધારે સમય નથી.” બંન્ને હજુ વાત કરતા હતા ત્યાં હાથમાં ફોન લઇને રોનિત આવ્યો. મે રુદ્ર સાથે બધી વાત કરી લીધી છે. તે ખુદ ગાડી લઇને આપણી સાથે આવશે.” “અરે દોસ્ત તેને ના પાડવી હતી ને ખોટા તેને હેરાન કરવાની જરૂર નથી.” “મે એને ખુબ જ ના પાડી પરંતુ તે પણ મિત્રતાના દાવે આવવા જ માંગે છે. સાંજે આપણે પીક અપ કરવા આવી જઇશે.”

*************** બધા સાંજે તૈયાર થઇ ગયા અને રુદ્ર તેના સમયે ગાડી લઇને આવી ગયો એટલે ગાડીમાં જરુરી સામાન ચડાવીને હોટેલમાં ચેક આઉટ કરીને ત્રણેય ગાડીમાં બેસી ગયા. રોનિત આગળની સીટ પર રુદ્ર પાસે બેસી ગયો. રૂપલ અને જયેશ પાછળની સીટ પર બેસી ગયા. ગાડીમાં બેસતા જ જયેશે કહ્યુ, “રુદ્ર યાર, તારે આમ હેરાન થવાની જરૂર ન હતી. કોઇ ડ્રાઇવર સાથે ભાડે ટેકસી મોકલી આપી હોત તો અમે જતા રહેત.” “દોસ્ત પણ કહે છે અને હેરાન થવાની વાતો કરે છે. યે કુછ જમા નહિ.” “દોસ્ત કહેવાથી કોઇને હેરાન કરવાનો અધિકાર મળતો નથી.” “હેરાન કંઇ થતો નથી. હું તો મસ્ત મિત્રો સાથે ટુર પર જવા નીકળો છુ. મારે કામ હશે તો જમ્મુ તમને છોડીને આવતો રહીશ અને નહિ તો હું પણ થ્રિલનો મજા લઇશ.” “વ્હોટ?” જયેશને આશ્ચર્ય થયુ. “જયેશ, મે રુદ્રને બધી વાત કરી દીધી છે. તેને જરૂરી કામ નહિ હોય તો તે તારા માતા પિતાને શોધવામાં અને છોડાવવામાં મદદ કરશે. તેનુ કહેવુ એમ જ છે કે ડેન્જરસ કામ છે તો વધારે વ્યક્તિઓ હોય તેમ વધુ સારું.” “સો સ્વીટ ઓફ યુ યાર. આજના જમાનામાં આમ અજનબીને આવી રીતે મદદ કરવા બદલ તારો ખુબ ખુબ આભાર.” જયેશે કૃત્ધ્નતાથી કહ્યુ. “અરેરે આવા ભારી ભરખમ શબ્દો મને ડાયજેસ્ટ નહિ થાય યાર. ચીલ આપણે પહેલા કયાં જવાનુ છે?” “હાઇ વે પર રહેલા રામ ભરોસે ઢાબા પર હોલ્ડ કરવાનો છે.” રોનિતે કહ્યુ. “ઓ.કે.” કહીને મ્યુઝિકનુ વોલ્યુમ હાઇ કરીને રુદ્રએ ગાડીની સ્પીડ વધારી દીધી. થોડી જ વારમાં રામ ભરોસે ઢાબા આવી ગયો. બહાર મુકેલા ખાટલા પર બધા બેસી ગયા. રૂપલ આમ તેમ નજર કરી રહી હતી. હમણાં વરસાદ પડશે તેવુ વાતાવરણ હતુ. ગરમી ખુબ જ પડી રહી હતી અને એ.સી. કારમાંથી બહાર નીકળીને તો અકળામણ થતી હતી. જયેશને એક અજબ બેચેની થઇ રહી હતી. કયાંથી કયાં પહોંચી ગયો હતો? રોનિત ખાટલા પર બેસવાની બદલે રુદ્ર સાથે ઉભા ઉભા ગપ્પા લડાવી રહ્યો હતો. થોડી જ વારમાં જયેશની બાજુમાં એક પંજાબી લાંબો કુર્તો અને ધોતી પહેરીને માથે શીખની પાઘડી પહેરીને એક સરદારજી જેવો માણસ આવીને બેઠો અને જયેશના વાંસામાં ધબ્બો મારીને બોલ્યો, “પહેચાના મેનુ?” બધા તેની સામે જોવા લાગ્યા. જયેશ પણ આશ્ચર્ય ચક્તિ થઇ ગયો અને ધારી ધારીને જોવા લાગ્યો. તે તેની ઓળખી શકતો ન હતો. રોનિત અને રૂપલ પણ તેની સામે જોવા લાગ્યા. ધીરેથી જયેશના કાન પાસે મોં લાવીને પંજાબી વ્યક્તિએ ધીરેથી કહ્યુ, “મિશન શાપ” અભરૂના ગેટ અપ પરથી કોઇ ઓળખી ન શક્યુ. જયેશે બધા સામે આંખથી ઇશારો કરી દીધો. બધા સમજી ગયા. સરદારજીના વેશમાં રહેલા અભરૂએ બધા માટે ઢાબામાંથી જમવા માટે ઓર્ડર આપી દીધો. બધાએ પેટ ભરીને જમી લીધુ ત્યાર બાદ “મિશન શાપ” માટે નીકળી ગયા. જમ્યા બાદ થોડી વારમાં બધા ગાડીમાં ટપ ટપ કરીને ઉંઘી ગયા. એક રોનિત રુદ્રને સાથ આપવા માટે વાતો કરવા જાગતો રહ્યો. બરોબર રાત જામી હતી અને બધા ઉંઘમાં હતા અને અચાનક જ જોરદાર બ્રેક લાગી અને ગાડી ઉભી રહી ગઇ. આગળની સીટ પર જયેશ, અભરૂ અને રૂપલના માથા પટકાયા. બ્રેક એકદમ જોરથી લાગી હતી.

************* “શું થયુ? શું થયુ?” બધા ઉઠી ગયા અને એક જ શબ્દ બોલવા લાગ્યા. “કંઇ નહિ યાર? કોઇ નશામાં ધુત બેફામ ગાડી ચલાવીને જઇ રહ્યો હતો. તેનાથી બચવા માટે બ્રેક મારવી પડી.” રોનિતે કહ્યુ. રુદ્રએ ફરીથી ગાડી સ્ટાર્ટ કરીને ધીરે ધીરે આગળ જવા લાગ્યો. “રુદ્ર, દોસ્ત તને થાક લાગ્યો હોય તો મને ડ્રાઇવિંગ ફાવે છે.” જયેશે કહ્યુ. “હા, તમે બંન્ને આરામ કરી લો. હું જયેશને કંપની આપીશ.” રૂપલે પણ કહ્યુ. તેને ખુબ જ ઉંઘ આવી રહી હતી પરંતુ હવે જાગવુ જરૂરી હતુ. “સારું તને ડ્રાઇવિંગ ફાવે છે. એમ તો મને પણ ફાવે છે પરંતુ હું થોડો આરામ કરી લઉ. પછી જ ડ્રાઇવિંગ કરીશ.” રોનિતે કહ્યુ. “રુદ્ર તુ થોડી વાર ગાડી થોભાવ. મોઢુ સાફ કરીને ફ્રેશ થઇ જઇએ.” જયેશે કહ્યુ. “રૂપલ બેટા, તને આરામ કરવો હોય તો હું જાગુ” અભરૂએ કહ્યુ. “ના ના અંકલ અત્યારે તમે આરામ કરો મને ટ્રબલ થશે તો હું તમને જગાડી દઇશ.” રૂપલે કહ્યુ. “ઓ.કે.” રુદ્રએ ગાડી થોભાવી પાણીની બોટલ લઇને જયેશ અને રૂપલે મોં સાફ કરી લીધુ. પછી રોનિત અને રુદ્ર પાછળની સીટ પર બેસીને સુઇ ગયા અને ડ્રાઇવિંગ જયેશે હાથ પર લઇ લીધુ. ************* “મિસ્ટર મુકેશ શર્મા,વર્ષો પહેલા કરેલા ખુનનો બદલો ચુકવવાનો વખત આવી ગયો છે. તે મારા અંકલ પર નોધારો હુમલો કરીને હત્યા કરી નાખી હવે તેની કિંમત તારે ખુબ જ આકરી રીતે ચુકવવી પડશે.” પડદા પાછળ કોઇ મોટે મોટેથી હસી રહ્યુ હતુ ************ “દેવ્યાની, વિજય તો દિલ્હી બિઝનેશ માટે જતો રહ્યો છે.” દુકાનેથી ઘરે આવતા મુકેશભાઇએ કહ્યુ. “તેનો ફોન આવ્યો હતો?” અધીરાઇથી દેવ્યાની બહેને પુછ્યુ. “ના, કાલે આપણે ચર્ચા કરી હતી ને કે રક્ષા તેની ઘરે જતી રહે તો પરિવારમાં પોરવાઇ જાય તો બિમારી હળવી થઇ જાય એટલે તેનો ફોન તો લાગતો જ નથી તેથી આજે હું તેના ઘરે જતો આવ્યો. દયાબહેન એકલા જ હતા. તેઓ કહેતા હતા કે ઘરનો ફોન પણ ખરાબ થઇ ગયો છે અને વિજયના નંબર યાદ નથી. નવા લીધા એટલે નવો ધંધો શરૂ કર્યો એટલે તે વધારે વ્યસ્ત રહે છે. અત્યારે તે દિલ્હી બિઝનેશ માટે જ ગયો છે. બધુ સેટ થઇ જશે એટલે રક્ષાને તેડવા આવશે.” “વિજયની થોડી બેદરકારી નથી લાગતી તમને.” “અરે તમે સ્ત્રીઓ શુ સમજ્યા વિના બડ બડાટ કરતી હોય છો. કમાવવુ અને નવુ સાહસ કરવુ કાંઇ સહેલુ થોડુ છે.” મુકેશભાઇએ ગુસ્સાપુર્વક કહ્યુ. દેવ્યાની બહેન મિજાજ પારખીને પોતાના કામ પર વળગી ગયા. મુકેશભાઇએ દેવ્યાની બહેન પર ગુસ્સો કર્યો પરંતુ તે મનમાં તો બધુ સમજી ગયા હતા. રક્ષાની બિમારી કદાચ અહીં આવતા પહેલાની જ હોય અને એટલે જ જમાઇ રક્ષાને રોકાવાનો આગ્રહ કરીને જતા રહ્યા........ ************** રોનિત, અભરૂ અને રુદ્ર ગાઢ નિદ્રામાં સરી ગયા હતા અને અચાનક જ તેના માથા આગલી સીટ પર ટકરાયા અને તેઓ સફાળા જાગી ગયા. વળી પાછુ શુ થયુ? જોરદારની ફરીથી બ્રેક લાગી એટલે બધાના માથા આગળની સીટ સાથે અથડાયા. રોનિત, રુદ્ર અને અભરૂ બધા જાગી ગયા. આંખો ચોળીને જોવા લાગ્યા. “જયેશ, શુ થયુ? કેમ આમ બ્રેક લગાવી?” રોનિતે પુછ્યુ. ઠંડીનુ પ્રમાણ ખુબ જ વધી ગયુ હતુ. ગાડીમાં હીટરની ગરમી અને બારી દરવાજા બંધ હતા એટલે બધાના શ્વાસની ગરમીથી ખબર ન પડતી હતી. રુદ્રએ કાંઇ પુછવાને બદલે દરવાજો જ ખોલ્યો એટલે બધા ધ્રુજવા લાગ્યા. રુદ્ર દરવાજો ખોલીને બહાર નીકળ્યો એટલે બધા જયેશના જવાબની રાહ જોયા વિના વારાફરતી બહાર નીકળી ગયા.

બહાર ખુબ જ ઠંડી પડી રહી હતી. અદબ વાળી લીધી છતાંય દાંત કકડવા લાગ્યા. બહારનુ દ્રશ્ય જોઇ બધા સમજી ગયા. ગાડીનો ખડકલો હતો આગળ ચેક પોસ્ટ પર પોલીસ ઝીણવટપુર્વક દરેક ગાડીની તપાસ કરી રહી હતી. ધુમ્મસનુ પ્રમાણ પણ વધારે હતુ. સવારે સાત થવા આવ્યા હતા. છતાંય અંધકાર ખુબ જ હતો. માંડ આગળનુ દ્રશ્ય જોઇ શકાય એમ હતુ. રૂપલથી ઠંડી સહન ન થઇ આથી તે ગાડીની અંદર જતી રહી. “જયેશ, પાછળ ગાડીના ખડકલા થાય તે પહેલા દુર કાંઇ ઢાબા જેવુ દેખાય છે ત્યાં નાસ્તો પાણી કરી લઇએ.” રોનિતે પાછળ ફરીને જોતા કહ્યુ. “નાસ્તો પછી પણ પહોંચીને થશે આપણે પહેલા આ ચેક નાકુ વટાવી લઇએ.” રુદ્રએ કહ્યુ. “હા, દોસ્ત આપણી પાસે નાસ્તો છે જ અત્યારે ગાડીમાં બેસીને નાસ્તો કરી લઇએ અને આપણો વારો આવે એટલે ફટાફટ નીકળી જઇએ.” “રોનિત સાચુ કહે છે. આપણે તે ઢાબા પર જઇએ પછી આગળ જઇશુ મારે થોડી ચર્ચા પણ કરવી છે.” અભરૂએ કહ્યુ એટલે કોઇ કાંઇ બોલ્યા વિના ગાડીમાં બધા બેસી ગયા. કારણ કે પાછળ ગાડીઓ એક પછી એક આવવા લાગી હતી હવે થોડી વધારે વાર લગાડે તો પરત જવુ મુશ્કેલ હતુ. પોલીસથી તેઓ ઘણા દુર હતા આથી જયેશે મુશ્કેલીથી ગાડી પરત લઇ લીધી અને ઢાબામાં તેઓ પહોંચી ગયા. એકદમ પંજાબી ઢાબા પર તેઓ ઉતર્યા એટલે એક સરદારજી એ ખાટલો ઢાળી દીધો. રેડિયો પર ગીત વાગી રહ્યા હતા. અભરૂનો પંજાબી પહેરવેશ જોઇ ઢાબા પરથી એક સરદારજી તેની પાસે જ આવીને બેસી ગયો, “સસ્ત્રીયકાલ પાજી, કી હાલ હે તુસી?” “સસ્ત્રીયકાલ, મોજે દા મોજ.” અભરૂએ પણ તુટયુ ફુટયુ પંજાબી બોલવાનો પ્રયાસ કર્યો. “કયા લાદુ, પરાઠા, લસ્સી, ચાય, છાસ્દ, મક્કે કી રોટી?” અભરૂએ ચા અને પરોઠાનો બધા માટે ઓર્ડર આપી દીધો એટલે તે સરદારજી જતો રહ્યો. સવાર ખુબ જ ઓછા માણસો હતા અને બધાએ સ્વેટર, કોટ પહેરી લીધો હતો છતાંય ઠંડી ખુબ જ લાગી રહી હતી. થોડી વાર માં એક નાનકડો છોકરો આવીને તેઓના ખાટલા પાસે તાપણુ મુકી ગયો. તેની ગરમાહટથી ખુબ જ સારું લાગી રહ્યુ હતુ. “અંકલ, શેની વાત કરવા માંગતા હતા?” જયેશે પુછ્યુ. “બેટા, આપણે હવે નજીક પહોંચી ગયા છીએ. હવે આગળ કઇ રીતે? કેમ જવુ છે? તેની વાત કરવા માંગતો હતો.” “હા, અંકલ હવે બસ જમ્મુ પહોંચી જ ગયા. હવે આપણે કયાં જવાનુ છે?” રોનિતે પુછ્યુ. “પરફેકટ એડ્રેસ અને લોકેશનનો મને બહુ આઇડિયા નથી. પરંતુ નેપાળની સરહદ પર કયાંય તારા માતા પિતાને છુપાવવામાં આવ્યા છે. આપણે જમ્મુ પહોંચી જઇએ પછી થોડી વાર આરામ કરીને પછી તૈયારી કરીને તે બાજુ જઇશુ.” “દિશાહિનતા ભટકવાથી રાહ કેમ મળશે?” રૂપલે પુછ્યુ. “બેટા, આપણી પાસે બીજો કોઇ રસ્તો જ નથી.” અભરૂએ કહ્યુ. “હા, રૂપલ કયારેય મંઝિલ સામે ચાલીને રસ્તો બતાવી દે છે. આપણા પ્રયાસમાં જોશ હોય તો. એકવાર દિશાહીન ભટકી લઇએ. કુદરત આપણને કંઇક અનુભવ જરૂરથી કરાવશે.” જયેશે કહ્યુ ત્યાં તો ગરમા ગરમ પરોઠાની સુગંધથી નાક ભરાય ગયુ. સરદારજી બધાની ડીશમાં બે બે પરોઠા, અથાણુ અને ચા આપી ગયો. રાત્રિની અલપ ઝલપ ઉંઘના મુસાફરીના થાકથી બધાને ખુબ જ ભુખ લાગી હતી. વાતોમાં મોં સાફ કરવાનુ અને કોગળા કરવાનુ પણ ભુલી ગયા હતા. આથી બધા એક પછી એક ઉઠીને બાજુમાં પાણીના ભરેલા બેરલમાંથી પાણી લઇને કોગળા કરીને મોં સાફ કરી લીધુ. “અંકલ, આપણે બે ટુકડીમાં વિભાજીત થઇને શોધ કરીએ તો સરળતા નહિ રહે?” પરોઠાનુ એક બટકુ મોંમા મુકતા રોનિતે પુછ્યુ. બટકુ મોંમા મુકી તો દીધુ પરંતુ સ્વાદ સાવ વિચિત્ર લાગતો હતો. અત્યારે ભુખ એવી લાગી હતી કે સ્વાદની પરવા કર્યા વિના આંખ મિચી તે ચાવવા લાગ્યો. “સરળતા સાથે ખતરો પણ વધી જશે. તે લોકો ખુબ જ ખતરનાક છે. આપણે આટલા સાથે છીએ તો સામનો કરવાની શક્તિ રહેશે. કોઇ એકલ દોકલને મારીને ફેકી દેશે તો પણ ખબર નહિ પડે.” અભરૂએ કહેતા કહેતા ચાની ચુસ્કી લીધી પણ ચા મોંમાંથી પરત આવવા લાગી માંડ ગળેથી ઉતારી. પ્રદેશ બદલતા ખોરાકનો સ્વાદ એટલો અલગ હોય છે કે તેને સહન કરવો અઘરો પડે છે. બધા આંખ મિચીને ખાવા જ લાગ્યા. “રોનિત, અંકલની વાત સાચી છે. છુપો દુશ્મન ખુબ જ ખતરનાક હોય છે. જયાં સુધી આપણે આઇડિયા નથી. કોણ કેટલા દુશ્મન છે? ત્યાં સુધી રિસ્ક લેવુ ભારે પડી શકે છે.” રૂપલે કહ્યુ. બે પરાઠા કોઇથી ખુટયા નહિ. જયેશથી તો માંડ ત્રણ ચાર બટકા ખવાયા. બધા એકાદ પરોઠુ માંડ ખાઇ શકયા. પેટમાં અન્ન જવાથી જઠરાગ્નિ થોડી તુપ્ત થઇ હતી અને ઠંડી ઠંડી હવા અને બાજુમાં તાપણાની ગરમાહટ કોણ જાણે શુ હોય? કે આગલી રાતનો થાક હોય. બધા પટ પટ આંખો મિચીને ખાટલા પર એકબીજા માથે ઢળી પડયા.

વધારે આવતા પ્રકરણે...............

બધાને થાકના હિસાબે ઉંઘ આવી ગઇ કે બીજુ કાંઇક બન્યુ છે? અજાણ્યા પ્રદેશમાં આમ અચાનક ખુલ્લા ઢાબા પર ઉંઘી જવાથી બધા ક્યાંક મોટી મુસીબતમાં તો ફસાય નહિ જાય ને? આગળ શુ થશે? તેઓ જયેશના માતા પિતાને શોધી શકશે? શુ તેઓ જીવિત છે? બધુ જાણવા માટે આગળનુ પ્રકરણ વાંચવુ જ રહ્યુ.