Shaap - 9 - last part books and stories free download online pdf in Gujarati

શાપ - 9 - છેલ્લો ભાગ

શાપ

પ્રકરણ : 9

એક પછી એક ઢળી પડ્યા કોઇને કાંઇ ખબર જ ન પડી. ન જાણે કેટલી વાર થઇ હતી તેઓ આમ ને આમ પડ્યા હશે. અચાનક જ જયેશની અચાનક ઉંઘ ઉડી. ખુબ જ અંધારુ હતુ માંડ માંડ શ્વાસ લેવાતા હતા. તે ભીંસ અનુભવી રહ્યો હતો. તેને પોતાના હાથ પગ હલાવવાની કોશિષ કરી પરંતુ હાથ પગ બાંધી દેવામાં આવ્યા હતા. તે ખુબ જ હલી રહ્યો હતો. બેલેંસ ગુમાવી રહ્યો હતો. તેને ધીરે ધીરે ખબર પડી કે તેને એક કોથળામાં હાથ પગ બાંધીને પુરવામાં આવ્યો હતો.

તેને કોઇ ઉંચકીને લઇ જવામાં આવી રહ્યો હતો. તેનુ મોઢુ પણ બાંધી દેવામાં આવ્યુ હતુ. તે ઇચ્છે તો પણ બોલી કે છટકી શકે એમ ન હતો. થોડી વારમાં તેને ઉંચકેલ વ્યક્તિએ પોતાનો હાથ બદલ્યો એટલે તેને જોરદારનો ઝટકો લાગ્યો. બીજા બધા લોકો ક્યાં હશે? તેઓ સાથે શુ બન્યુ હશે? તેને કેટલાય વિચારો આવી રહ્યા હતા. પરંતુ અત્યારે તે લાચાર પરિસ્થિતિમાં હતો. ખુબ જ કડકડાટની ઠંડી પડી રહી હતી.

કોણ તેને કેદ કરીને લઇ જઇ રહ્યુ હતુ? તેના માતા પિતાના ગુનેગાર કે બીજા કોઇ સંગઠનના હાથે તે ચડી ગયો છે. **************** “બેટા, મુકેશભાઇ સાથેનો બદલો તેની દીકરી સાથે શા માટે?” “તેને કરેલ કામ માટે યોગ્ય જ છે.” “પણ આજે રક્ષાએ તેની નસ કાપી લીધી હતી. આખુ ઘર હેરાન થઇ ગયુ હતુ. માંડ માંડ તેને બચાવવામાં આવી. હવે બસ આટલુ ઘણુ થયુ. હવે છોડી દે.” “અભી તો શરૂઆત હે મોમ. પિકચર અભી બાકી. બહુ મજા પડે છે.” **************

“કંચન, જયેશના ગયા બાદ જીવ મુઝાંય છે.” મધુસુદનભાઇએ હિંચકા પર બેસતા કહ્યુ ઘણા દિવસથી તે અનેક ધાર્મિક અને બોધદાયક પુસ્તકો વાંચીને સાદાઇપુર્વક પોતાનુ જીવન જીવી રહ્યા હતા. તે ભાગ્યે જ પોતાના રૂમમાંથી નીકળતા હતા અને સાવ ઓછુ જરુરી જ બોલતા હતા. આજે ઘણા દિવસે તે પોતાના રૂમમાંથી બહાર વાત કરવા નીકળા હતા. “હવે તેને ભુલી જાવ તેમાં જ ભલાઇ છે.” કંચનબહેને શાક સમારતા સમારતા કહ્યુ. “કેમ ભુલવો તેને કંચન?” “આપણી ન હોય તે વસ્તુ પર વધારે લાગણી રાખવાથી દુ:ખ જ મળે છે. ઇશ્વરે આપણા નસીબમાં ખોળો ખાલી જ રાખ્યો હતો અને ખાલી કરી દીધો છે.” “કંચન તુ હૈયુ કઠણ કરી શકે છે મારાથી શક્ય નથી.” હજુ મધુસુદન ભાઇ બોલતા જ હતા ત્યાં તેના ફોનમાં રીંગ વાગી. “જયેશના પિતા મધુસુદનભાઇ બોલી રહ્યા છે?” સામેથી કોઇ કરડાઇથી પુછ્યુ. “હા, કોણ બોલે છે?” જયેશનુ નામ સાંભળી મધુસુદન ભાઇના અવાજમાં અધીરાઇ આવી ગઇ. “જયેશને સમજાવી દેજો અમારા રસ્તા પર ન આવે નહિતર.....” ફોન કરનાર મોટે મોટેથી હસવા લાગ્યો. “પરંતુ જયેશ તો અહીં નથી તે કયાં છે? મને કહો તો હું તેને જરુરથી સમજાવીશ.” આજીજી ભર્યા સ્વરે મધુસુદન ભાઇએ કહ્યુ. ફોન કરનારે એક એડ્રેસ આપીને કહ્યુ જલ્દી જયેશને સમજાવે નહિ તો પરિણામ સારું નહિ આવે. આટલુ બોલીને ફોન મુકી દીધો. મધુસુદનભાઇએ કંચન બહેનને બધી વાત કરીને તેઓ સામાન બાંધીને તુરંત નીકળી ગયા. તેઓના હૈયામાં ખુશી અને બીક બન્ને હતા.

************** આંખ ઉઘડી ત્યારે રૂપલ એક રૂમમાં બંધ હતી. તેના હાથ પગ અને મો બાંધી દેવામાં આવ્યા હતા. રૂમમાં એક નાનકડી બારી સામે હતી. તેમાંથી સામેનુ દ્ર્શ્ય દેખાતુ હતુ જેમાંથી બરફ પડી રહ્યો હતો તે દેખાઇ રહ્યુ હતુ. ઠંડી ખુબ જ પડી રહી હતી. ઠંડીના કારણે રૂપલનુ શરીર અકડાવા લાગ્યુ હતુ. તેને ખુબ જ ડર લાગી રહ્યો હતો અને ચિંતા પણ થઇ રહી હતી તેઓ આમ કયા ફસાઇ ગયા છે?

બધાની આંખ ધીરે ધીરે ઉઘડી રોનિત, રુદ્ર અને અભરુની તેઓ અલગ અલગ રૂમમાં બંધ હતા. કોઇને ખબર ન હતી કે તેઓને કોણે અને કયાં બંધ કરીને રાખ્યા છે? અને શા માટે?

************** આંખોમાં ખુબ ન ઓછુ દેખાતુ હતુ અને પગ તો સાવ કામ કરવાના બંધ કરી દીધા હતા. શરીર સાવ લેવાય ગયુ હતુ. વિઠ્ઠલભાઇના હાથમાંથી ફરીથી ગ્લાસ પડી ગયો અને કાચના કટકા દુર સુધી ઉડયા. સુશીલા બહેનને હજુ તાવ ઉર્તયો ન હતો. તેને ખુબ જ નબળાઇ હતી. પથારીમાં ઉઠી શકાય તેમ ન હતુ એટલે જ વિઠ્ઠલભાઇએ જાતે બધુ કરવુ પડતુ હતુ. માંડ માંડ અવાજથી સુશીલા બહેને આંખો ખોલી, “જરા ધીરે ધીરે ધ્યાન રાખીને કરો ને ઓલો જાડિયો આવશે તો લાલઘુમ આંખો કરીને ડરાવ્યા કરશે.” “ભલે જાડિયો આવે કે તેનો બાપ કોઇનાથી ડરતો નથી.” ઉઘરસ ઉઘરસ ખાતા ખાતા વિઠ્ઠલભાઇ બોલ્યા. તેઓ પોતાની ઉંમરથી ખુબ જ વધારે વુધ્ધ બની ગયા હતા. સુશીલા બહેનના શરીરમાં તાકાત હતી. પરંતુ છેલ્લા એક વર્ષથી આ બર્ફીલા પ્રદેશમાં આવીને તે સતત બિમાર જ રહેતા હતા. તેમાં તેનુ શરીર નિચોવાઇ ગયુ હતુ. હવે બંન્નેની હિંમ્મત અને આશા તુટી ગઇ હતી. મૃત્યુની આશાએ જીવી રહ્યા હતા. “શુ હોશિંયારી કરો છો ખબર છે મને જાડિયાને જોઇને જ કેવા પરસેવા છુટી જાય છે.” “એક વુધ્ધ પર પાવર કરે છે. યુવાન હોત તો તેને પણ દેખાડી દેત કે હુ કોણ છુ?” “રહેવા દો હવે બધુ અને ધીરે ધીરે બધુ સાફ કરીને સુઇ જાવ બરફ પડી રહ્યો છે. ઠંડી પેટમાં જતી રહેશે.” આટલુ બોલીને સુશીલા બહેન પાણી પીવુ હતુ તે ભુલી ગયા અને માથે ઓઢીને સુઇ ગયા. જયેશે પોતાના હાથ પગ છોડવા માટે ખુબ જ પ્રયત્ન કર્યો પરંતુ તે થાકી ગયો પરંતુ ખુલ્યુ નહિ. તેને ખુબ જ ભુખ લાગી હતી ઠંડીમાં હુંફ લેવાય તેવુ કાંઇ ન હતુ. તેને લાગતુ હતુ કે ઠંડી અને ભુખના કારણે તે મરી જશે. અચાનક જ દરવાજો ખોલ્યો અને એક હબસી જેવો કાળો કાળો અને જાડિયો અને ઉંચો પડછંદ માણસ આવ્યો. તેને જયેશના મોં પર બંધન હટાવ્યુ અને હાથ છોડતો હતો ત્યાં જયેશે બોલવાનુ શરૂ કરી દીધુ, “હું કયાં છુ? મને કેમ આમ કેદ કર્યો છે? તમે લોકો કોણ છો?” જયેશ બોલ્યા જતો હતો પરંતુ કાંઇ સંભળાતુ ન હોય તેમ હબસીએ જયેશના હાથ છોડયા અને જમવાની થાળી મુકીને ઉભો રહ્યો. જયેશે તે મારવા મુક્કો ઉગામ્યો પરંતુ એ ઉભો થઇ ગયો હતો આથી મુક્કો હવામાં જ ગયો. તેનુ શરીર અને ચપળતા જોઇને જયેશની હિમ્મત મરી ગઇ. તે ચુપચાપ જમવા લાગ્યો. ************ રૂપલના પેટમાં ચુંથાઇ રહ્યુ હતુ. તે વાંકી વળી ગઇ હતી. અચાનક જ એક સુંદર ક્ન્યા આવી. તેની સુંદરતા બેનુમ હતી. ગોરો ગોરો ચહેરો હાથ મુકીએ તો તેનો ડાઘ પડી જાય તેવો ગોરો ચહેરો અને ભુખરા ભુખરા વાળ, આંખ પણ સુંદર ભુખરી. થોડી થોડી ચાઇનાની લેડી જેવી લાગી રહી હતી. તેના સુંવાળા હાથ વડે તેને પહેલા રૂપલના મોં પરથી બંધન હટાવ્યુ અને પછી હાથ છોડયા.

“મે કહા હુ મુઝે ક્યુ યહા કેદ કરકે રખા હે?” બંધન છુટતા રૂપલે પુછ્યુ.

તે લેડી કાંઇ બોલી નહિ બસ જમવાની થાળી રાખીને સાઇડમાં ઉભી રહી ગઇ. “એ હલો જવાબ તો દો.” તે કાંઇ સાંભળતી ન હોય તેમ ઉભી જ રહી. રૂપલને ખુબ જ ગુસ્સો આવી રહ્યો હતો છતાંય તે કમને જમવા લાગી. બધા આમ વારાફરતી જમાડવામાં આવ્યા. કોઇને હજુ ખબર ન હતી કે તેઓને કોણે અને શા માટે આમ કેદ કર્યા છે? બધાને ખુબ જ ભુખ લાગી હતી એટલે બધાએ જમી લીધુ હતુ. જમવામાં રહેલા ઘેનની અસર થઇ અને તેઓ બધા ઢળી પડ્યા. ************* “મુકેશભાઇ, હેલો હું દયા બહેન બોલુ છુ.” “હા, બોલો દયા બહેન કેમ છો? વિજયના શુ સમાચાર છે?” “વિજયના સમાચાર માટે જ તમને ફોન કર્યો છે. તમે ફ્રી હોવ તો સિધ્ધિવિનાયક મંદિર આવી શકશો.” “હા, પણ મંદિરે શા માટે? તમારા ઘરે જ આવી જાઉ. એવુ હોય તો તમે આવો અમારા ઘરે.” “ના, ના ઘરે નહિ. તમે સાંજે પાંચ વાગ્યે સિધ્ધિ વિનાયક મંદિરે આવજો.” “હા, જરૂર.” કહીને મુકેશભાઇએ ફોન મુકી દીધો. ***********

“સર, આ બધાને કેદ કરીને શા માટે રાખ્યા છે.” એક લાંબા કાળા અને ઉંચા તથા પડછંદ માણસે પોતાના બોસને પુછ્યુ. “બસ થોડા દિવસોમાં તેને આપણા રસ્તા પરથી હટાવી દેવાના છે. કોઇને કાંઇ ખબર નહિ પડે અને આપણે બિન્દાસ આપણો કાળો ધંધો કરી શકીશુ.” બોસે રિવોલિંગ ચેર પર ઝુલતા ઝુલતા અટ્ટ્હાસ્ય કરતા કહ્યુ. “પણ થોડા દિવસ કેમ?” સુંદર જુલીએ પુછ્યુ. “જુલી માય ડાર્લિગ સમય પર કરવામાં આવે તો જ કામનુ પરિણામ મળે છે. નહિ તો ફસાઇ જતા વાર પણ નહિ લાગે.” “અને પહેલા બે ઓલ્ડ એજ લોકોને.” જાડા જાડા કાળા વ્યક્તિએ પુછ્યુ. “તેના દિવસો પણ હવે પુરા થવા આવ્યા છે. આ મહિનાના એન્ડમાં બધો ખેલ ખત્મ થઇ જશે.” “પણ બોસ....................” અડધેથી ટકલુ જોનને અટકાવીને બોસે કહ્યુ, “આપણા ધંધામાં વધારે સવાલ જવાબ નથી પુછવાના ભુલી ગયા બધા. જાઓ સૌ સૌના કામ પર લાગી જાઓ.” બોસનો હુકમ છુટતા બધા પોતપોતાના રસ્તા પર જતા રહ્યા. ************* મુબંઇમાં બાર મહિનામાંથી દસ મહિના તો ગરમી જ પડે છે. એમાં ઉનાળાની કાળઝાળ ગરમીની તો વાત જ અલગ છે. અત્યારે શિયાળો હતો છતાંય આજે વાતાવરણ થોડુ વધારે જ ગરમ હતુ. સવારે દયા બહેનનો ફોન આવ્યો ત્યારથી મુકેશભાઇને ચેન નહોતુ. રક્ષાની તબિયત દિવસે દિવસે ખરાબ બનતી જતી હતી અને વિજયનો કોઇ પત્તો નહોતો. દયાબહેન પણ આડી અવળી વાતો કરતા હતા પરંતુ રક્ષાને તેડાવતા ન હતા. તેના ઘરે મોકલીને પણ શુ કરવુ? વિજય વિના તેનુ કોન ધ્યાન રાખે? આજે અચાનક દયાબહેને તેને આમ મંદિરે શા માટે બોલાવ્યા હશે? કયાંક વિજય કોઇક બુરી સંગતમાં તો? ના ના વિજય તો ખુબ જ સીધો છે. તો પછી શુ હશે? અવનવા વિચાર કરતા સવા ચાર વાગી ગયા. વિશ્વાસપાત્ર માણસ રેમોને દુકાન સોંપીને મુકેશભાઇ સિધ્ધિવિનાયક મંદિરે જવા નીકળી ગયા.

મંદિરમાં દર્શન કર્યા બાદ મુકેશભાઇએ આસપાસ નજર કરી એટલે એને દયાબહેન દેખાયા એટલે મુકેશભાઇ તેની પાસે ગયા, “વેવાઇ, પાછળ ઓટલા પર શાંતિથી બેસીએ.” દયાબહેને કહ્યુ એટલે મુકેશભાઇ તેની સાથે મંદિરની પાછળના ઓટલા પર ગયા. “દયાબહેન બોલો આમ અચાનક અહીં મને કેમ બોલાવ્યો?” ઓટલા પર બેસતા મુકેશભાઇએ પુછ્યુ. “મુકેશભાઇ, મારી વાત સાંભળીને તમે નિરાંતે વિચારીને જે ફેસલો લેવો હોય તે લેજો.” “હા, હા વેવાણ બોલો ને જે હશે તે વિચારીને જ કરીશુ.”

“વર્ષો પહેલા તમારા હાથે એક ખુન થઇ ગયુ હતુ.” “હા, પણ એ...” મુકેશભાઇની આંખો પહોળી થઇ ગઇ. “તેના દુરના કાકા વિદેશ રહેતા હતા તે મારા સસરા અને વિજય અમારો પુત્ર એટલે..” “એટલે...” “હા, અમે તો બધુ ખુન્નસ ભુલી ગયા. મારા પતિના અવસાન બાદ અમે ઇન્ડિયા આવી ગયા પછી કયારે વિજયના મનમાં બદલાનુ ભુત સવાર થઇ ગયુ એટલે જ તેને રક્ષા સાથે લગ્ન કર્યા ત્યાં સુધી મને કાંઇ ખબર ન હતી. તેને લગ્ન બાદ રક્ષાને વિવિધ દવાઓ આપવાની શરૂ કરી જેથી તે કદી માતા ન બની શકે અને તે માનસિક સંતુલન ગુમાવી દે. તેના આ કાળા કામ માટે એક ડોકટરનો સાથ પણ લીધો છે. મને હમણાં જ ખબર પડી મે તેને બહુ સમજાવાની કોશિષ કરી પરંતુ તેના માથે બદલાનુ ભુલ સવાર છે. તે કાંઇ સમજવા તૈયાર નથી.” “દયા બહેન તમે આ શુ કહી રહ્યા છો?” મુકેશભાઇને વિશ્વાસ આવી રહ્યો ન હતો. “મુકેશભાઇ મે બધુ સાચુ કહ્યુ છે. વિજયને સાચા માર્ગે વાળવા આપણે મળીને પ્રયાસ કરવો જોઇશે.” “સાચા માર્ગે?” મુકેશભાઇનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો એટલે તેનો અવાજ ઉંચો થઇ ગયો. તે ઓટલા પરથી ઉભા થઇને બોલ્યા. “મુકેશભાઇ તમે મારી વાતને સમજ્યા નહિ. તેને જે ગુનો કર્યો છે તે જરાય માફીને કાબેલ નથી પરંતુ આપણે તેને પોલીસના હવાલે કરીને તેના ગુનાની સજા અપાવી શકિયે છીએ.” “દયા બહેન વિજય તમારો પુત્ર છે તો પણ તમે.” દયાબહેનની વાત સાંભળીને મુકેશભાઇનો ગુસ્સો થોડો શાંત બન્યો. “હા, એ મારો પુત્ર છે તો પણ હુ આમ બોલી રહી છુ. કારણ કે ગુનો છેલ્લે ગુનેગારને જ ખાઇ જાય છે. મારો પુત્ર બદલાની આગમાં વધારે ફસાઇ જાય અને તેમાં ખુપી જાય તેના પહેલા હું તેને આમાથી બહાર કાઢવા માંગુ છુ.” “દયા બહેન તમારી વાત સાચી છે. ચાલો આપણે પોલીસ સ્ટેશને જઇએ.” મુકેશભાઇ સાથે દયા બહેન પોલીસ સ્ટેશને ગયા ત્યાં તેઓએ વિજય વિરુધ્ધ કમ્પલેઇન નોંધાવી અને ત્યાર બાદ દયા બહેન પોલીસને લઇને વિજય પાસે ગયા. “મમ્મી, તમે?” પોલીસ સાથે આવેલા દયા બહેનને જોઇને વિજય આશ્ચર્ય પામ્યો. “હા, બેટા તારા ગુનાની સજા આપવાનો સમય આવી ગયો છે.” “મમ્મી તે મારી સાથે દગો કર્યો.” “હા, દીકરા પુત્રને સુધારવા માટે માતાએ કયારેક કાળકાનુ સ્વરૂપ ધારણ કરવુ પડે છે. મે ઘણી વખત તને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ તુ માન્યો નહિ હવે આ જ રસ્તો બચ્યો છે.” “મમ્મી મને માફ કરી દ્યો હવે હુ આવુ નહિ કરુ તમારો કેસ પાછો ખેંચી લો.” “હવે તુ થોડો સમય જેલમાં રહીશ ત્યારે જ તારા હ્રદયમાં શુધ્ધતા આવશે. સર આને પકડી લો.” દયાબહેને કહ્યુ એ ઇન્સપેકટરે વિજયને પકડી લીધો. તે બચાવો બચાવો બોલતો રહ્યો પરંતુ પોલીસ તેને પકડીને લઇ ગઇ. વિજયે જે ડોકટર પાસેથી રક્ષાને નુકશાન પહોંચાડવા માટે દવા લીધી હતી તેની પાસે જ તેના નિવારણ માટેની દવા લઇ આવ્યા. ************** કેટલો સમય બધા ઉંઘ્યા તે ખબર ન પડી પરંતુ બધા જાગ્યા ત્યારે બધા એક હોલમાં હતા. તેઓને અલગ અલગ જગ્યા બાંધ્યા હતા અને મોં પણ બાધ્યુ હતુ. મધુસુદન ભાઇ અને કંચન ભાઇને પણ બાંધવામાં આવ્યા હતા. એક સુટબુટ પહેરેલો મોંમા પાઇપ લઇને એક વ્યક્તિ આવ્યો જે સૌ નો બોસ હતો અને આ બધાનો સુત્રધાર હતો. “વેલકમ એવરીબડી, તમારો લાસ્ટ સમય આવી ગયો છે. મરતા પહેલા તમે બધા તમારા મૃત્યુનુ કારણ જરુરથી જાણવા માગતા હશો. તો સાંભળો તમારા મૃત્યુ કારણ વિઠ્ઠલભાઇ છે. અમે વર્ષોથી શિવાદાસની હવેલીમાં નશીલા પદાર્થોનો વ્યાપાર કરતા હતા. શિવાદાસ મારા પિતાથી ડરતા હતા. પિતાના મૃત્યુ બાદ આ વ્યાપાર મે સંભાળ્યો. વિઠ્ઠલભાઇને એ વાતની ખબર પડી અને તેને પગ ભરાવવાની શરૂઆત કરી દીધી. વાત આગળ જાય અમે ફસાઇ જઇએ એ પહેલા જયેશને શાપનુ બહાનુ કરી તરછોડી દેવડાવ્યો. તેને માર્યે તે પહેલા મધુસુદનભાઇ તેને લઇ ગયા. મારા માટે એ શાંતિની વાત હતી કે હવે આ પરિવારની કોઇ પેઢી આગળ નહિ જાય અને જયેશને કયારેય આ વાતની ખબર નહિ પડે. પરંતુ આ અભરુએ બધી ગરબડ કરી દીધી અને જયેશને બધુ જણાવી દીધુ અને બધાને લઇને વિઠ્ઠલભાઇને શોધવાનો પ્રયાસ શરૂ કરી દીધો. હું નહોતો ઇચ્છતો કે વાત આગળ વધે અને પોલીસની નજરમાં કાંઇ આવે. હવે વાત બહાર પડે તે પહેલા તમે સૌ આ દુનિયામાંથી ઉઠી જશો.” “તમને એ સવાલ પણ થતો હશે કે મેં વિઠ્ઠલભાઇ અને સુશીલા બહેનને આટલા વર્ષો સુધી શા માટે જીવિત રાખ્યા? તો સાંભળો હુ યોગ્ય સમયની રાહ જોઇ રહ્યો હતો હવે એ સમય પણ આવી ગયો છે. હવે મારે હવેલીનુ કામ નથી ત્યાં બધુ મારી જાતે જ પકડાવી દઇશ અને આરોપ બધો માલિકના માથે આવશે. મારી કોઇને કાંઇ ખબર પણ નહિ પડે. હમણા થોડી જ વારમાં અહી બલાસ્ટ થશે અને તમારા બધાના ફુરચા બોલી જશે.” બધા એકદમ લાચાર હતા. રોનિત જયેશ અભરૂ બધાએ પોતાના હાથ પગ છોડાવવાની કોશિષ કરી પરંતુ તે જરા પણ છટકી શકે તેમ ન હતા. તેને એકદમ કસીને બાંધવામાં આવ્યા હતા. બોસ અને તેના માણસો મોટે મોટેથી હસી રહ્યા હતા. થોડીવારમાં વિઠ્ઠલભાઇ અને સુશીલભાઇને ત્યાં લઇ આવવામાં આવ્યા અને તેઓને પણ ત્યાં બાંધી દેવામાં આવ્યા. હવે બધાનો અંત નજીક હતો. બધા માણસો બોસ સાથે રૂમની બહાર નીકળી ગયા અને રૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો. ધમાકો થવાની તૈયારી જ હતી ત્યાં જ.................. બોસ અને માણસો ત્યાં પરત આવ્યા અને પાછળ પોલીસ પણ આવી અને તેમને બધાને એક પછી ખોલી દીધા એટલે મધુસુદન ભાઇએ કહ્યુ કે,

“મને શંકા હતી એટલે મે રસ્તામાંથી પોલીસને જાણ કરી દીધી હતી.” પોલીસે ગુનેગારોને કેદ કરી લીધા અને બધા એક મોટી મુસીબતમાંથી બચી ગયા. વિઠ્ઠલભાઇ અને સુશીલાબહેન પણ જયેશ અને તેના માતા પિતા સાથે રહેવા આવી ગયા અને જયેશ અને રૂપલના લગ્ન ધામધુમથી થયા. દવાની અસર રક્ષા પર થવા લાગી હવે તેની તબિયત પણ સુધરવા લાગી.

**સમાપ્ત**

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED