Shaap - 1 books and stories free download online pdf in Gujarati

શાપ - 1

શાપ

પ્રકરણ : 1

“ચલ ને યાર.” વોટસ એપ પર ફરીથી જયેશનો મેસેજ ફલેશ થયો. “સ્ટોપ ઇટ” રૂપલે તેને ટાળતા કહ્યુ. “આવી એકસાઇટમેન્ટ ફરી નહિ મળે.” “કાલે આપણા લગ્ન છે અને તુ આવી વાતો કરે છે.” મેસેજ ટાઇપ કરતા રૂપલને એ.સી.માં પણ પરસેવા વળવા લાગ્યો.

આવતીકાલે તેના લગ્ન હતા અને તેનો બનનાર હસબંડ તેની સાથે આવી રીતે વાત કરી રહ્યો હતો. તેને રાત આખી ઉંઘ જ ન આવી. શુ કરવુ કાંઇ ખબર જ ન પડતી હતી? અચાનક જ તેની ચાદર કોઇએ ખેંચી. “એ ઉંઘણશી દાસ કાલે તારા લગ્ન છે અને તુ આમ સુતી છે, વેક અપ યાર.” નાની બહેન અંકિતાને જોઇ રૂપલ ફટાફટ ઉભી થઇ ગઇ. “સુહાના મોસમ લવિગ હસબન્ડ” મને તો તારા માટે એકસાઇટમેન્ટ થઇ રહી છે અને તુ તો આમ ઘોડા વેંચીને સુઇ રહી છે. સો બોરિગ બેબી.” “અંકિ, એને આરામ કરવા દે યાર. પછી તેને ઉંઘવા નહિ મળે” રક્ષાએ અંકિતાની માથે ટપલી મારીને હસતા હસતા કહ્યુ. “દીદી, શુ તમે યાર?” પથારીમાં ચાદર ખસેડીને ઉભા થતા રૂપલે કહ્યુ. તેનો મજાકનો જરાય મુડ ન હતો. તેને તો જલ્દી જયેશને મળવુ હતુ. કાલ રાત વાત હજી તેના મગજમાંથી જતી ન હતી. “બસ હવે આ નાટક છોડ અમને ખબર જ છે તારા મનમાં કેવા લાડુ ફુટી રહ્યા છે.” રક્ષાએ મજાક કરતા કહ્યુ. “રૂપલ બેટા.” દેવ્યાનીબહેનનો તીણો અવાજ સંભળાયો એટલે રૂપલે ફટાફટ બ્રશ ઘસવા માંડ્યુ અને રક્ષા પલંગની ચાદર સરખી કરવા લાગી. “રૂપલ બેટા, કયા છો?” દરવાજો ખોલીને અંદર આવતા દેવ્યાની બહેન બોલ્યા. “મમ્મી, અહી બાથરૂમમાં” મોંમાંથી પેસ્ટ થુકીને બાથરૂમના દરવાજા પાસે આવીને રૂપલે કહ્યુ.

“રૂપલ દીકરા, આટલી વાર હોય. આ તારી પાર્લરવાળીના ક્યારના ફોન આવી રહ્યા છે. જલ્દીથી ફ્રેશ થઇને જા પાર્લરમાં અને જલ્દી આવી જજે. સાંજે પાંચ વાગ્યે સંગીત સંધ્યા છે.” “મમ્મી ડોન્ટ વરી. અમે બંન્ને તેની સાથે જ જઇએ છીએ. જલ્દી આવી જઇશુ.” “અંકિ, તુ એકલી જા. રક્ષા અહીં મારી સાથે રહેશે. અહીં ઘણા કામ છે.” દેવ્યાનીબહેને કહ્યુ. “અંકિતાને જોતી હોય તો રાખ હું એકલી જાઉ છુ.” બાથરૂમમાંથી નીકળીને મોં લુછતા રૂપલે કહ્યુ. “ના હો રૂપલી મારે પણ પાર્લરમાં ઘણું કરાવવાનુ બાકી છે ફેશિયલ, મેનીક્યોર, પેડીક્યોર હુ તો તારી સાથે જ આવીશ.” “તુ જા તારુ કાંઇ કામ જ નથી.” રક્ષાએ અંકિતાને હળવો ધક્કો મારતા કહ્યુ. *********** પાર્લરની ખુરશી પર બેસીને પણ રૂપલને ચેન ન હતુ. પાર્લરવાળી ગીતાની અને તેની નાની બહેન અંકિતાની કોઇ બક બક તેને સંભળાતી ન હતી. તેનુ મન તો ચાર્જમાં પડેલા ફોન પર હતુ. “અરે યાર જલ્દી ચાર્જ થઇ જા. આ જયુને સમજાવવો ખુબ જ જરૂર છે. તેને કાંઇ ખબર જ નથી પડતી. એક નંબરનો ડફોળ છે ડફોળ.” મનમાં વિચાર કરતા કરતા તેને જુની યાદ આવી ગઇ. ********** ઝરમર ઝરમર વરસાદ જ ચાલુ હતો છતાંય તે ટયુશન જવા માટે સાઇકલ પર નીકળી ગઇ. થોડી વારમાં તો વીજળીના ચમકારા અને ગગડાટ સાથે વરસાદ તેનુ રોદ્ર રૂપ ધારણ કરવા લાગ્યો. પાંચ મિનિટમાં તો તે આખી પલળી ગઇ અને રસ્તા પર પાણી ભરાઇ ગયુ. હવે સાઇકલ ચલાવીને ન તો ઘરે જઇ શકાય તેમ હતુ અને ન તો ટયુશન કલાસ. વરસતા વરસાદે ઠંડી પણ ખુબ જ લાગી રહી હતી.

“આમ ને આમ ઉભી રહીશ ઠંડીમાં મરી જઇશ. પપ્પા શોધવા નીકળી જ ગયા હશે. તે શોપ પરથી આવે તે પહેલા કયાંક આસરો શોધી લઉ.” તે મનમાં વિચારતા વિચારતા આસપાસ નજર ફેરવવા લાગી. “અજન્તા કોફી શોપ, વાહ” કોફી શોપનુ નામ વાંચીને તે ઉછળી પડી. આખી ભીની હતી તેને અંદર જવામાં સંકોચ થતો હતો છતાય તે દરવાજાને પુસ કરીને અંદર ગઇ. “મેડમ, ડોન્ટ હેઝીટેટ. ઇટસ ઓ.કે. સીટ કમ્ફર્ટેબલી.” હસમુખા વેઇટર તેનુ સ્વાગત કર્યુ ત્યારે તેનો સંકોચ દુર થયો

તે અંદર ગઇ એક ટેબલ પર બેસીને પોતાની ફેવરિટ હોટ મલાઇ કોફીનો ઓર્ડર આપ્યો. કોફી શોપની રચના અને તેના હસમુખા સ્ટાફનુ વર્તન થોડી જ વારમાં તેને ગમી ગયુ. પપ્પાને ત્યાંથી કોલ કરી દીધો એટલે પપ્પા ત્યાં આવી લઇ ગયા. પછી તો વારંવાર તે પોતાની સખીઓ અને પરિવાર સાથે તે કોફી શોપની મુલાકાત લેવા લાગી. તેમાં જ એક દિવસ... ********* “મેમ, આજે આ કોફી શોપને એક વર્ષ પુરુ થયુ છે એટલે આજે તમામ કસ્ટમરને ફ્રી કોફી ટ્ર્રીટ આપવાની છે.” રૂપલ તેની સખીઓ સાથે અજંતા કોફી શોપ ગઇ ત્યારે એક હસમુખા વેઇટરે કહ્યુ. “અરે વાહ, આજે તો ડબલ ટ્રીટ. મોનિકાની બર્થ ડે ની પાર્ટી અને કોફી શોપની બર્થ ડે.” ધ્યાનાએ ખુશ થતા કહ્યુ. ત્યાં તો કોફી શોપના માલિક જયેશ પારેખે સ્ટેજ પરથી બોલવાનુ શરૂ કર્યુ, “મે આઇ ઓલ એટેન્શ પ્લીઝ. સોરી ટુ ડિસ્ટર્બ યુ. આજે આ કોફી શોપને એક વર્ષ પુરુ થયુ. તમારા સૌના પ્રેમ અને સહયોગથી આ સફર અમે ખુબ જ આનંદદાયી રીતે પુરી કરી. તે માટે હુ આપ સૌ નો ખુબ જ આભારી છુ. અમે અમારી બેસ્ટ સર્વિસ આપવાનો પ્રયાસ કર્યો છે અને ભવિષ્યમાં પણ આથી વધારે સર્વિસ તમને મળી રહે એવો અમારો ટાર્ગેટ છે. તમને સૌ ને સારા ભવિષ્ય માટે બેસ્ટ વિશિશ અને આજના પુરા દિવસ માટે તમે જે કોઇ ઓર્ડર લખાવો તેના માટે કોઇ પૈસા લેવામાં આવશે નહિ. આજની ટ્રીટ અમારા તરફથી સો એંજોય યોર ડે.” સ્પીચ પુરી થયા બાદ જયેશ પારેખ બધા કસ્ટરમરને મળીને રિવ્યુ લેવા લાગ્યો અને સાથે પોતાનુ કાર્ડ પણ બધાને આપતો જતો હતો. “મેમ, હોપ યુ ઓલ લાઇક અવર સર્વિસિગ.” જયેશે રૂપલના ટેબલ પર આવીને કહ્યુ “હા યોર કોફી શોપ એન્ડ ઇટસ સર્વિસ આર ધી બેસ્ટ” ધ્યાનાએ કહ્યુ એટલે “થેન્ક્યુ સો મચ મેમ” કહીને જયેશે પોતાનુ કાર્ડ આપ્યુ તે રૂપલે પોતાની પાસે રાખી દીધુ. તેને ઘરે જઇને ફેસબુક પર પોતાના રિવ્યુ અજંટા કોફી શોપને આપી દીધા. થોડી જ વારમાં જયેશની ફ્રેન્ડ રિકવેસ્ટ પણ આવી ગઇ. તેઓ ફેસબુક ફ્રેન્ડ બની ગયા. **************

રૂપલ વારંવાર કોફી શોપમાં જતી હતી અને તેને ધીરેધીરે જયેશ સાથે વાતો કરવાની ચાલુ કરી દીધી અને તે વાતોમાંથી પાંગરેલો પ્રેમ આજે લગ્નના માંડવે પહોંચી ગયો હતો.

નાની વયે કોલેજના અભ્યાસ સાથે કોફી શોપ બિઝનેશ આ સારી રીતે ચલાવવો અને તેનો લવિંગ અને કેરિંગ નેચર તેના મનને ભાવી ગયો. બંન્ને ફેમિલીને મનાવતા નાકે દમ આવી ગયુ ત્યારે આજે લગ્નના માંડવે વાત પહોંચી. રૂપલને બધુ યાદ કરતા આંખ ભરાય આવી. આખરે જયારે સપનુ પુરૂ થવા આવ્યુ જ હતુ ત્યારે જ જયુ આવી વાતો કરી રહ્યો હતો. ********* ફોનની રીંગ વાગી એટલે આંખ પરથી કાકડીનો ઘા કરીને ફેસ પેક વાળા ચહેરે જ દોડીને ચાર્જમાંથી ઉંચકી લીધો.

“રૂપલ રૂપલ” ગીતા બોલતી રહી ત્યાં તો રૂપલ ફોન લઇને બાલ્કનીમાં જતી રહી.

“જયુ યાર આ શુ છે બધુ?” “પ્લીઝ રૂપલ ખુબ જ મઝા પડશે યાર વી આર મેકિંગ લેજન્ડ.” “પાગલ થઇ ગયો છે યાર. આવુ તે કોઇ કરતુ હશે?” “કોઇ ન કરે તે વસ્તુ જ કરવાનો આનંદ જ અલગ છે. પ્લીઝ પ્રોમિસ મી કે આ વાત કોઇને કહેજે નહિ. સાંજે તૈયાર રહેજે. મે બધી તૈયારી કરી રાખી છે.” “જયુ પ્લીઝ યાર મને ખુબ જ ડર લાગે છે. તને મારા પિતા સ્વભાવની તો ખબર જ છે ને તેને ખબર પડશે તો આપણુ આવી જ બનશે.” “અરે યાર આપણે ક્યાં કાંઇ ખોટુ કરી રહ્યા છે. તુ આવી બધી ચિંતા ન કરજે તુ બસ રાત્રે તૈયાર રહેજે. બધા સુઇ જશે એટલે હુ આવી જઇશ.”

રૂપલે ફોન તો મુકી દીધો પરંતુ તેના કપાળ પર ચિંતાના વાદળ ઉમટી પડયા.

“રૂપલ” અચાનક જ બારીમાંથી આવીને જયેશે કહ્યુ. “અરે આમ કેમ આવી ગયો?” “ચાલ આટલો વિચાર ન કર જીંદગીમાં આવા રોમાંચનો મોકો ફરી નહિ મળે.” “ઘરના બધાનુ શુ? આટલી મોટી તૈયારી કરી છે તો.” “કેટલી વાર તેનો જવાબ મે આપ્યો છે. ઘરના બધાને બીજી તૈયારી અને ખર્ચાથી બચાવી લઇશુ અને આપણે ક્યાં ખોટુ કરી રહ્યા છે. માંડવામાં થાય કે કોર્ટમાં આખરે તો આપણે લગ્નથી જ કામ છે ને.” “અરે યાર મને ખુબ જ ડર લાગી રહ્યો છે.” “તુ ડર નહિ યાર ચાલ મારી સાથે.” *********** “ઓહ માય ગોડ, દીદીની ચિઠ્ઠી” રક્ષાએ રૂપલના રૂમમાં જઇને ચિઠ્ઠી વાંચીને તેની નાની બહેન અંકિતાને આપતા કહ્યુ. રૂપલ ત્રણ બહેનોમાં વચ્ચેની હતી. તેની મોટી બહેન રક્ષા તેના કરતા બે વર્ષ જ મોટી હતી અને બંન્ને નાનપણથી ખાસ સખીઓ હતી રક્ષાના લગ્ન એરેન્જ મેરેજ મુબઇ થયા હતા અને આજે રૂપલના પણ લવ મેરેજ મુબઇ જ થવાના હતા.જયેશનો કોફી શોપ ગોવામાં જ હતો પરંતુ તેઓ રહેતા હતા મુબઇ.

“દેવ્યાની વેવાણ જુઓ આ છોકરાઓ એ શુ કર્યુ?” જયેશના મમ્મી પણ ચિઠ્ઠી લઇને રૂપલના રૂમમાં આવી ગયા. થોડી વાર બધા અંગત સગાઓ રૂપલના રૂમમાં એકઠા થઇ ગયા. “આ આજકાલના છોકરાઓ માતા પિતાને બદનામ કરવાના એક પણ મોકો છોડતા નથી. તેઓની ઇચ્છા મુજબ લગ્ન તો ગોઠવી દીધા. તો પણ આવા કારનામા કરે છે.” રૂપલના પપ્પા મુકેશભાઇએ ગુસ્સાપુર્વક કહ્યુ. “સાવ નાદાન છે બાળકો. વિચાર્યા વિના પગલા ભરી લે છે.” જયેશના પિતા મધુસુદન ભાઇ આમ તો શાંત પ્રકૃતિ ધરાવતા હતા પારંતુ આજે તેને પણ થોડો ગુસ્સો આવી જ ગયો. “હવે કાંઇ ન થઇ શકે પોલીસ ક્મ્પલઇન કરીએ. કાંઇ આડા અવળુ થઇ જાય તે પહેલા પોલીસ તે લોકોને શોધી કાઢશે.” કંચન બહેને કહ્યુ. “આ છોકરીએ તો મારુ નાક વાઢી નાખ્યુ આ બધા સગા વહાલાને હુ શુ મોઢુ બતાવીશ. અક્કલનો છાંટો જ નથી. આખા ગામમાં નામ ગજવી નાખશે લોકો અને ઉપરથી પોલીસ ચોકીની લપ. સીધી રીતે લગ્ન થતા હતા તે છોડીને ભાગી ગયા.” ક્રોધાવેશમાં મુકેશભાઇએ કહ્યુ. “શાંત રહો હવે. ખોટુ બી.પી. વધારવાથી કાંઇ નહિ થાય. આપણા કિસ્મત જ આવા રહ્યા.” દેવ્યાની બહેને પતિના ગુસ્સાને શાંત કરતા કહ્યુ. “વેવાણ, બાળકો સાવ આવા કામ કરે ત્યારે શાંતિ રાખવી શક્ય નથી. ખોટુ ન લગાડજો હવે આ જયલા ને કયારેય ઘરમાં પગ મુકવા નહિ દઉ. ભલે તેની કોફી શોપ ગમે એવી ચાલતી હોય પરંતુ પરિવાર વિના એકલા હાથે ઘર અને બિઝનેશની જવાબદારી નિભાવવી તે બધી ખબર પડી રહેશે.” મધુસુદન ભાઇએ પણ પોતાનો આક્રોશ ઠાલવી દીધો. “તમે બધા હવે શાંત થઇ જાઓ. તે લોકોની ઉંમર એવી છે કે મેચ્યોરીટીથી વિચારી શકતા નથી. જે થયુ તે થયુ હવે બધા મહેમાનોને શાંતિથી જમાડીને માફી માંગીને મોકલી દઇએ વધારે વાર લાગશે તો બધા અહીં આવવા લાગશે.” મુકેશભાઇના જમાઇ વિજયે કહ્યુ.

************* મહેમાનો બધા વાતો કરતા જતા રહ્યા. બંન્ને પરિવારના વડીલોને ચેન ન હતુ. રૂપલ અને જયેશના મોબાઇલમાં અનેક વાર ટ્રાય કરી પરંતુ બંન્ને ફોન સ્વીચ્ડ ઓફ જ આવતા હતા. રાતે બધાની સહમતિથી પોલીસ કમ્પ્લેન કરી દીધી.

કંચન બહેન અને મધુસુદન ભાઇ ગોવા જ રોકાઇ ગયા. રક્ષા અને વિજય પણ ત્યા રોકાઇ ગયા. તેઓ બધાને ખબર ન હતી કે પરિસ્થિતિ આગળ શુ વળાંક લેવાની છે.

***********

“જયુ યાર આ તને શુ સુઝ્યુ લગ્ન છોડીને દહેરાદુન જવાનુ” ટ્રેનમાં ઉભા ઉભા રૂપલે પુછ્યુ. “સોરી જાનુ પણ મારી મજબુરી.” “મજબુરી?”

“હા, યાર એ બહુ લાંબી વાત છે થોડી વાર બાદ તને કહુ જ છુ. અહીં બેસવાની જગ્યા મળી જાય પછી શાંતિથી સમજાવુ તને” ગોવાથી તેઓ ભાંગીને નીકળ્યા અને મુબંઇ આવીને તેઓએ મુબંઇ દહેરાદુનની ટ્રેનની ટિકિટ તત્કાલમાં લીધી. પરંતુ તેઓને વેઇટિંગમાં સીટ મળી આથી તેઓએ ઉભા ઉભા જવુ પડ્યુ. “યાર પગ બહુ દુ:ખે છે અને ભુખ પણ ખુબ જ લાગી છે.” “દીકુ, હમણાં જ કોઇ મોટુ સ્ટેશન આવશે ત્યારે તારા માટે કંઇક ખાવાનુ લાવી આપુ છુ.” ************* મોડી રાત્રે એક ભલા માણસે તેમની સીટ પર બેસવાની જગ્યા કરી આપી. ત્યારે થોડી શાંતિ થઇ. બંન્ને આરામથી સીટ પર બેસી ગયા. બારીમાંથી ઠંડો ઠંડો પવન આવી રહ્યો હતો. થાક પણ પુષ્કળ લાગ્યો હતો. આંખો મીંચાઇ જાય એવી ઉંઘ આવી રહી હતી. પરંતુ બંન્નેના દિલમાં ચેન ન હતુ. “હવે બોલ યાર આવુ બધુ શા માટે કર્યુ?” રૂપલે પુછ્યુ “વાંચ આ ચિઠ્ઠી” જયેશે પોતાના ખિચ્ચામાંથી એક ચબરખી કાઢીને આપતા રૂપલને કહ્યુ.

રૂપલે આશ્ચર્યથી તે ચિઠ્ઠી તેની પાસેથી લઇ લીધી અને કહ્યુ, “શુ છે આ?” “તુ વાંચ તો ખરી તને બધી ખબર પડી જશે.”

રૂપલે ચિઠ્ઠી ખોલીને વાંચવાની શરૂઆત કરી.

“જયેશ, તારુ નામ તારા માતા પિતાએ જયેશ જ પાડ્યુ છે એ ખબર છે અમને. પરંતુ તને ઘણુ સત્ય ખબર નથી. સૌથી પહેલા તો બની શકે તો અમને માફ કરી દેજે. અમારી ગંભીર ભુલ માટે. ભુલ નહિ પણ ગુનો. અમે જે કર્યુ છે તે ગુનાથી જરાય કમ નથી. આજે અમને તેના માટે ખુબ જ પસ્તાવો છે પરંતુ અમે હવે કાંઇ કરી શકતા નથી. મનમાં અને મનમાં વર્ષોથી રિબાઇ રહ્યા છીએ. કદાચ આ જ અમારી સજા છે. જે અમારે ભોગવવી જ રહી.

પત્ર વાંચ્યા બાદ તારા દિલમાં કોઇ લાગણી જાગે તો અમે તને મળવા માગી છીએ. તને નવાઇ લાગતી હતી હશે કે અમે એટલે કોણ? બેટા અમે એટલે તારા માતા પિતા. હા, દીકરા તારા જ્ન્મદાતા અને તને જ્ન્મ આપીને તરછોડનાર ગુનેગાર. એક માસુમ ફુલ જેને હજુ આ દુનિયા પર પહેલો શ્વાસ માંડ લીધો હતો. તેને અમે રસ્તા પર તરછોડી દીધુ. અમારા આ ભયંકર ગુના માટે બની શકે તો માફ કરી દેજે અને તને યોગ્ય લાગે તો એકવાર તને મળવા માંગીએ છીએ. તારો જન્મ અમારી કુખે દહેરાદુનમાં થયો હતો પરંતુ જન્મ પહેલા જયારે તુ કુખમાં હતો ત્યારે એક રાજસ્થાની જયોતિષે આગાહી કરી હતી કે તુ એક શાપિત છો અને તારા જન્મ બાદ અમારા પરિવારનુ ધનોતપનોત નીકળી જશે. અમે તેની વાતમાં આવી ગયા અને જન્મ બાદ તારો ત્યાગ કરી દીધો. જરા પર દયા ભાવના વિના તને રસ્તા પર છોડીને અમે ચાલી નીકળ્યા પરંતુ દિલમાંથી કયારેય દુર ન કરી શક્યા. ભલુ થાય મધુસુદનભાઇ અને કંચનબહેનનુ કે જેના કારણે તારો જીવ બચી ગયો.

ભલા પરિવારે તારો સ્વીકાર કરીને તારો ઉછેર કર્યો તેના અમે જીવનભર આભારી રહીશુ. હવે અમારો તારા પર કોઇ હક્ક નથી. બસ એક વાર તને મળવા માગીએ છીએ અને તને આપણા પરિવારનુ અંતિમ રહસ્ય જણાવી જવા માંગીએ છીએ. એક એવુ રહસ્ય જે અમારા હ્રદયમાં શુળની જેમ ચુભી રહ્યુ છે. દિકરા આવીશ ને એક વાર મળવા? અમારુ સરનામુ એક અલગ કાગળ પર લખેલ છે. અમે જીંદગીના છેલ્લા શ્વાસ સુધી તારી વાટ જોઇ રહ્યા છીએ.

તારા માતા પિતા (વિઠ્ઠલભાઇ અને સુશીલા બહેન ) “ઓહ માય ગોડ આ બધુ શુ છે? અને આ ચિઠ્ઠી તારી પાસે કયાંથી આવી? આ બધુ સાચુ છે?” એક શ્વાસે રૂપલે ઘણા બધા પ્રશ્નો પુછી લીધા.

અરેરે આ તે શુ નવુ? જયેશના માતા પિતા બીજા કોઇ છે? આજ સુધી તેને કેમ ખબર ન પડી? કે કોઇ તેને ફસાવવા માંગે છે? ક્યાંક જયેશ અને રૂપલ દહેરાદુન જઇને કયાંક ફસાઇ તો નહિ જાય ને? શુ થશે આગળ???? જાણવા માટે આગળનો ભાગ વાંચવો જ રહ્યો.

બીજા રસપ્રદ વિકલ્પો