છણકા ની જમાવટ Bipinbhai Bhojani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

છણકા ની જમાવટ



(1) પત્ની કેલી ના છણકા ની જમાવટ

વરસાદ ના મામૂલી છાંટા પડતાં હતા ! પાવર કંપની ના સાહેબ આમથી તેમ આટા મારતા હતા , ટેન્શન માં ! બંન્ને બાજુના ! એક તો ઘર ની ચિંતા ઉપરથી ઓફિસ ની ! ગમે ત્યારે ગ્રાહક નો ફોન આવી શકે તેમ હતો ,તેની સાહેબ ને ખાત્રી જ હતી, કારણ કે છાંટા પડતાં હતા ! સાહેબે વિચાર્યું કે ઓફિસ નું કામ તો થાતાં થશે પેલા ઘર ની ચિંતા કરીએ ! સાહેબે મોબાઇલ હાથ માં લીધો પત્ની કેલી ને ફોન લગાડ્યો, હેલ્લો હા તને ફોન અરજન્ટ એટલે લગાડ્યો છે કે મને તારી અને ચીકુડા ની ચિંતા થાય છે, બંને શરદી ના કોઠા વાળા છો, અત્યારે રોગચાળો ભયંકર છે ક્યાક ન્યુમોનિયા ના થઈ જાય ? હાલતા જપટ માં આવી જાવ છો , સાહેબે બંને ની ચિંતા વ્યક્ત કરી !
સામેથી અણધાર્યો જવાબ મળ્યો-- અમારી ચિંતા રહેવા દો, અમારે શું કરવું અમને ખબર છે. તમે તમારી અને તમારી નોકરી- ડ્યૂટિ ની ચિંતા કરો. તમે કોટ પહેરી લો અને તમારા ફિડર ને પણ પહેરાવી દો એટલે તમે બંને હાલતા માંદા ના પડી જાવો ચાર છાંટા માં ! આ બીજા ને સલાહ દેતા પહેલા આપણે શું કરવાનું છે તે ધ્યાન આપતા જાઓ, આ તો શું છે મને તમારી ચિંતા થાય છે એટલે કહું છું !!
સાહેબે હા-હા કરી ને ફોન મૂકી દીધો એમ વિચારી ને કે અત્યારે આને ક્યાં વતાવી આપણે જ સાંભળવું પડ્યું ને ? સાહેબ ને કોઈએ અનકોન્સીયસ માઇંડ માં અચાનક જટકો માર્યો હોય તેવું લાગ્યું, જાણે માથાના વાળ કપાવી આવ્યા હોય અને અચાનક કોઈ તાજી મારી દે તેવી હાલત થઈ ગઈ !! સાહેબે થોડી વાર પછી કળ વળતાં અડધી મંગાવી , સાહેબ હજી તો અડધી પી ને નવરા થયા ત્યાં તો ફોન પર ફોન આવવા લાગ્યા , તપાસ કરતાં મોટા ભાગ ના ફિડરો બંધ પડ્યા હતા તેવી જાણકારી મળી ! આ રીતે સાહેબ ચાર છાંટામાં ઘરની ચિંતા છોડી ઓફિસના કામમાં ઓવર બીઝી બની ગયા !
સાહેબ મનોમન વિચારવા લાગ્યા , આ કેલિની કડવી વાણીમાં દમતો છે જ ! આ ફિડોરોનો હવે કાયમી ઉકેલ કરવોજ રહ્યો ! આ ચાર છાંટામાં ફિડરો બગડી જાય એ તો ન જ પાલવે ! સાહેબે પત્ની કેલીનો મીઠો છતાં કડવો છણકો યાદ કરીને પહેલી વખત સિન્સયરલી કામે વળગ્યાં હોય તેવું મનોમન પોતે જાતે અનુભવ્યું ! આજ વસ્તુ આજ ટાઇમે સાહેબના નીચેના માણસોએ સાહેબને એકટિવ જોઈને અનુભવી !
પત્ની કેલિના 555 વૉલ્ટના એક જ ઝટકાથી એંજિનીયર સાહેબનું અનકોન્સીયસ મગજ પૂર્ણરીતે જાગૃત થઈ ગયું હતું અને આનો પ્રકાશ તથા આ પ્રકાશનો અનુભવ ડિવિઝનની પબ્લિકે માણ્યો હતો !!!

(2) છઠી ઇન્દ્રિયો નું સ્વામી બાળક

બાળક ની છઠી હતી ! ઉપસ્થિત સગા-વહાલાઓ બાળક ના હાથ માં 50, 100 અને 500 રૂપિયા ની નોટો આપતા હતા અને છઠી વધાવતા હતા. બાળક રૂપિયાની નોટો હાથમાં આવતા જ મૂઠી વાળી દેતો હતો બધા લોકો આશ્ચર્ય થી જોઈ રહ્યા હતા અને કહેતા હતા કે આ બાળક કેટલું હોશિયાર છે ,નોટો હાથ માં આવતા જ સંતાડી દે છે અને પાછો મૂકતો જ નથી.
કોઈ કહે આ બાળક મોટો વેપારી બનશે, કોઈ કહે આ બાળક મોટો કલાકાર બનશે તો કોઈ કહે મોટો ઉદ્યોગપતિ બનશે આ રીતે દરેક લોકો બાળક વિશે અલગ અલગ આગાહી કરતાં હતા ,એટલા માં એક ‘ટૅક્સ એક્ષ્પર્ટ વડીલ’ આવ્યા અને બાળક ને જોઈ ને બોલ્યા બધા ધ્યાન થી જુવો બાળક કઈ રીતે નોટો હાથ માં આવતા જ સંતાડી દે છે તે જુવો આ ઉપર થી હું અનુમાન કરું છું કે બાળક મોટું થઈ ને સરકાર ના કાન કાપશે !! તે જે રીતે નોટ સંતાડી રહ્યો છે તેના પર થી લાગે છે કારણ કે મને લાગે છે કે તે એવું વિચારે છે કે જો નોટો સરકાર જોઈ જશે તો અચૂક તેની પર ટૅક્સ નાખશે.
આમ વિચારી ટૅક્સ ના ભરવો પડે એટલે આ બાળક અત્યાર થી નોટો સંતાડી રહ્યો છે આના પર થી મને આવું લાગે છે કે બાળક મોટું થઈ ને સરકાર ના કાન કાપશે !! અત્યાર થી ‘છઠી ટૅક્સ’ ના ભરવો પડે એટલે આ વિલક્ષણ બાળક નોટો સંતાડી રહ્યો છે !! “ધીસ ઇસ ધ ગ્રેટ ચાઇલ્ડ” !!!

લિ. બિપિન આઇ ભોજાણી (કટાક્ષ તથા હાસ્ય વ્યંગ ના લેખક )

સહયોગ- સંકલન : મૌલિક બિપિનભાઈ ભોજાણી (મિકેનિકલ એંજીનિયર)