લોસ્ટેડ - 14 Rinkal Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

લોસ્ટેડ - 14

લોસ્ટેડ -14

રિંકલ ચૌહાણ

આધ્વીકા કેફેમાં આવી ઈ. રાહુલ ને શોધે છે. ઈ. રાહુલ જમણી બાજુ કોર્નર પર બેઠા હતા એને જોઈ હાથ હલાવી એમની તરફ બોલાવે છે.
"આવો મિસ રાઠોડ, બેસો, વેઈટર મેડમ માટે એક કોલ્ડ કોફી વિથ આઈસક્રીમ અને મારા માટે એક ચા..."
"તમને કઈ રીતે ખબર કે મને શું ગમે છે?"
"મોસ્ટલી ગર્લ્સ ને પસંદ હોય જ છે કોલ્ડ કોફી, તમે કંઈ જરૂરી વાત કરવા માંગતા હતા." ઈ. રાહુલ વાત બદલવાના ઇરાદા થી કહે છે.
"તમને યાદ છે એ દિવસે હું તમને રસ્તા પર મળી હતી, એ દિવસે મારી જોડે એક છોકરી હતી...."
"નોટ અગેઈન મિસ રાઠોડ, તમે એકલા હતા ત્યાં કોઈ જ ન'તું તમારી જોડે....." ઈ. રાહુલ આગળ કઈ બોલવા જતા હતા પણ વેઈટરના આપવાથી ચૂપ થઈ ગયા, એ ઓર્ડર મૂકીને જતો રહ્યો. આધ્વીકા એ વાત આગળ વધારી.
"તમે મારી વાત સાંભળશો??" અને ઈ. રાહુલ નો જવાબ સાંભળ્યા વગર જ એ બોલવા લાગી,"એ છોકરી જીજ્ઞા જેવી દેખાય છે. પણ એ જીજ્ઞા નથી, એણે મારી બેન જીજ્ઞાને ક્યાંક છુપાવી ને રાખી છે અને એ જીજ્ઞા બનીને મારા ઘર માં રહે છે."
"એક જેવા 2 માણસ કઈ રીતે પોસીબલ છે? અને આનો કેસ સાથે શું સંબંધ છે? કંઈક સમજાય એવું બોલોને."
આધ્વીકા મુંબઇથી આવીને પાલનપુર મોન્ટી ને લેવા ગયેલી એ, હોસ્પિટલમાં બનેલી ઘટના, ચિત્રાસણી માં જિજ્ઞાનું વિચિત્ર વર્તન, મોન્ટી સાથે ગઇ કાલે બનેલી ઘટના બધું ઈ. રાહુલ ને જણાવે છે. સાથે એ ડોં. જોડે ઈ. રાહુલની વાત પણ કરાવે છે જેમણે મોન્ટી નો ઈલાજ કરેલો. જીવન અને જીજ્ઞા પણ એની સાથે મોન્ટી ને લેવા આવ્યા હતા એ વાત એ છુપાવે છે. કારણ કે એ ન'તી ઇચ્છતી કે જીવન નું નામ આ બધામાં સંડોવાય.
"આ બધું ખરેખર ભયાનક છે મિસ રાઠોડ, આ બધું પ્લાન કરીને કરવામાં આવ્યું છે. મિસ રાઠોડ એવી કોઈ વાત છે જે તમે જણાવવાનું ભૂલતાં હોવ, એવું કંઈક જે કોમન હોય, મહત્વપૂર્ણ ના લાગતું હોય?"
"ના એવું તો કંઈજ નથી, જે હતું મે તમને જણાવ્યું."
"પણ એક વાત મને નથી સમજાતી, તમે એ દિવસે હોસ્પિટલ માં કેમ હતા?"
"માસી એ ફોન ઉપર જણાવ્યું હતું મોન્ટી ના દોસ્તો વિશે, ને એ પણ કે પાલનપુર સિવિલ માં છે તો હું એમને મળવા આવી હતી." આધ્વીકા સાચી વાત છુપાવી દે છે.
"થેંક્યુ મિસ રાઠોડ, હું જિજ્ઞાને જલ્દી શોધી લઈશ અને આ બધા મર્ડર પાછળ જે છે એને પણ."ઈ. રાહુલ બિલ ચૂકવવા જાય છે, પણ આધ્વીકા એમને રોકી બીલ પે કરી પાછી ટેબલ પર આવે છે.
"તમે અહીં આવ્યા છો તો મારી જવાબદારી છે તમારી મહેમાનનવાજી કરવાની." એ એનો મોબાઇલ અને કાર કી લઈને નીકળવાની તૈયારી કરે છે.
"વેલ, હું વેઈટ કરીશ કે મહેમાન નવાજી નો ચાન્સ મને પણ મળે." બન્ને એકબીજા ને સ્માઈલ આપી ત્યાંથી નીકળી જાય છે. ઈ. રાહુલ જીપ જોડે જઈ ખાન ને બધું જણાવે છે, પછી એ બોલે છે, "મિસ રાઠોડ એ જે જણાવ્યું એના પરથી લાગે છે કે આ કામ કોઈ સિરિયલ કીલર નું છે, આટલા પ્લાન્ડ મર્ડર એ જ કરી શકે. એ હિસાબે એનું નેક્સ્ટ ટાર્ગેટ જીગર કાં તો સાહિલ હોઈ શકે. ખાન આપણે જલ્દી કંઈક કરવું પડશે."
આધ્વીકા ઘર તરફ ગાડી હંકારે છે, પણ કંઈક વિચારી એ ગાડી ઓફીસ તરફ વાળી લે છે. જયશ્રીફઈ ને ફોન કરી ઓફિસ જઉં છું ને મોડી આવીશ એવું જણાવી દે છે.


***

"કોણ છે તું? કેમ આવી છે અહીં?" બાબા હજુ પણ શાંત હતા. જવાબ માં એ માત્ર કુટીલ હાસ્ય વેરે છે. બાબા એમના હાથ માં રાખ લઈ મંત્ર બોલી એના પર ફેકે છે, એક સાથે હજારો કોરડા વિંઝાય એટલી પીડા થી એ તરફડી ઉઠે છે.
"બોલ શું નામ છે તારું? ક્યાંથી આવી છે અને કેમ આવી છે??" બાબાએ ગુસ્સા માં ત્રાડ નાખી. અને ફરી થી રાખ લઇ મંત્ર બોલવાનું ચાલુ કર્યું.
"હું જણાવું છું, જણાવું છું. એ ના ફેંકો, મારું નામ મિતલ છે. અને હું આને મારવા આવી છું. તું કે તારા મંત્રો મને થોડી વાર માટે રોકી શકશો પણ આને કોઈ નઈ બચાવી શકે." મિતલ ગુસ્સા માં મોન્ટી તરફ જોઈને બોલી. રાઠોડ પરિવાર એની વાત સાંભળી ગભરાઇ જાય છે.
"શું બગાડ્યું છે એણે તારું, તું અહીંથી જતી રે. તો હું તને છોડી દઈશ."
"હા.... હા.... હા.... હા...." અટહાસ્ય પછી એ રડવા લાગી,"મે શું બગાડ્યું હતું એનું? આમના કારણે મારો ભાઈ મારાથી દૂર થઈ ગયો, પુછજે તારી દીકરી ને કેમ કર્યું એણે એવું શું બગાડ્યું હતું રયાન ભાઈ એ એનું?" મિતલ જયશ્રીબેન સામે જોઈ ગુસ્સાથી પુછે છે.
"વિસ્તારથી જણાવ બધી વાત. તું ક્યાંથી આવી છે અને કોની વાત કરી રહી છે."
"બા....બા....જી.... બહું ખોટો સમય છે આ તમારા માટે, એક દિવસ માં તમે મને કાબૂ નહી કરી શકો. એટલો સમય તો ઘણો છે મારા માટે, થોડી ક્ષણો માત્ર ક્ષણો પછી હું અહીંથી આઝાદ થઈ જઈશ." એણે ફરીથી અટ્ટહાસ્ય કર્યું. બાબા મંત્રોચ્ચાર કરી આંખો ખોલે ત્યાં સુધી એ ગાયબ થઈ ચૂકી હતી.
"બાબા આ શું થયું? એ કઈ રીતે આઝાદ? હવે શું થશે?" જયશ્રીબેન અતિશય ગભરાઇ ગયા હતાં.
"હે પ્રભુ, આજે શુક્લ પક્ષ નો 10 મો દિવસ છે અને રાત ના 12 વાગ્યા છે. આસુરી શક્તિઓ આ સમયે ચરમસીમા પર હોય છે. હું આ રાખ આપી જઉં છું, સૂર્યાસ્ત સમયે રોજ અા છોકરા ના પલંગ ની ચોતરફ આ રાખ નો ઘેરો બનાવવાનો છે. અને તાવીજ ના છૂટે એનું ખાસ ધ્યાન રાખજો, હૂં આજથી 5 દિવસ પછી હું આવીશ. અમાસના દિવસે જ એ આત્મા નો ઇલાજ થશે. વચ્ચે કંઈ પણ તકલીફ હોય તો મને બોલાવી લેજો." બાબા રાખની પોટલી જયશ્રીબેનને આપી જીગર જોડે જાય છે. એના માથા પર હાથ મૂકી એ એમના શિષ્ય જોડે ત્યાંથી નીકળી જાય છે.
બાબાના ગયા પછી આરાધનાબેન મોન્ટી ના રૂમમાં ગયાં. જયશ્રીબેન એ એમને વિગતે બધું જણાવ્યું.
"કોણ છે આ? શું બગાડ્યું છે મોન્ટી એ એનું?" આરાધના બેન રડવા જેવા થઈ જાય છે. સંતાન નું દુખ માતા-પિતા ને કષ્ટ આપે જ છે. અને આરાધનાબેન એ તો ઘણું ગુમાવ્યું હતું, હવે એ કઈ ગુમાવવા સક્ષમ ન'તાં.
"ચિંતા ના કરો ભાભી, બાબા છે ને સૌ સારા વાનાં થશે. પણ આ બન્ને છોકરીઓ ક્યાં રઇ ગઈ. જીવન ઓફીસ થી આવી સીધો સુઈ ગયો એ સારું થયું સવારે પણ એને કઈ ના જણાવશો તમે, કાલે રાત્રે જમતી વખતે બધા ને ભેગા કરી ચર્ચા કરીશું."
"ફોઈ બધું ઠીક છે?" આધ્વીકા ઘરમા પ્રવેશતાં જ પુછે છે. જયશ્રીબેન એને બધું જણાવે છે, પણ રયાન વાળી વાત બન્ને થી છુપાવે છે. એ પેલાં જીજ્ઞા જોડે આ વિષય પર વાત કરવા માંગતા હતા.
"શું વાત છે ફઈ? 1 વાગ્યો છે પણ તમે ઊંધ્યા નથી." આધ્વીકા પાણી પીવા નીચે આવે છે, ત્યારે જયશ્રીબેન હોલમાં બેઠાં હતાં.
"હું જીજ્ઞાની રાહ જોઉં છું. કોણ જાણે એને શું થયું છે? સાંજે છેક એણે મેસેજ કર્યો હતો કે જરૂરી કામથી બાર જઉં છું 12-1 વાગ્યા સુધી આવી જઈશ. પણ આજ સુધી એવું નથી બન્યુ કે આટલું લેટ થયું હોય અને એણે મને ફોન ના કર્યો હોય." જયશ્રી ફઇ ની વાત સાંભળી આધ્વીકા ને જીજ્ઞાની યાદ આવે છે,"તું ક્યાં છે જીજ્ઞા, આઇ હોય તું ઠીક હોય. હું તને જલ્દી શોધી લઇશ." એ મનોમન બોલી.
"ડોન્ટ વરી ફઇ, એ પેલાં પણ કામ માટે બાર રહેલી છે. કદાચ નેટવર્ક નહી હોય એટલે ફોન નઈ કર્યો હોય. ચાલો તમે ઊંઘી જાઓ."
"બેટા મારે એની જોડે એક મહત્વની વાત કરવી છે. તું તો એના વિશે બધું જ જાણે છે ને, તારી બેસ્ટ ફ્રેન્ડ છે ને એ. તો તું મને જણાવ કે રયાન કોણ છે? અને જીજ્ઞા નો એની જોડે શું સંબંધ છે?" રયાન નું નામ સાંભળી આધ્વીકા ના ચહેરા નો રંગ ઊડી જાય છે, પણ તરત એ સ્વસ્થ થઈ જાય છે.
"તમે કેમ પુછો છો આ? તમને કોઈએ કંઈ કીધું?" જયશ્રીબેન હવે એને પૂરી ઘટના વિગતવાર જણાવે છે.
"ના ફઈ જીજ્ઞા નો કોઇ છોકરા જોડે કોઈ સંબંધ હોય એવું મારા ધ્યાન માં તો નથી. તમે ચિંતા ના કરો એ આવશે એટલે હું વાત કરીશ એના જોડે. તમે ઊંઘી જાઓ, ગુડ નાઈટ." આધ્વીકા ને ગળે ડુમો બાઝી જાય છે, એ મહાપરાણે રડવાનું રોકી રહી હતી, જયશ્રીબેન ના જતાં જ એ રડવા લાગે છે. દોડતી એના રૂમમાં જઈ પોતાની ડાયરી કાઢે છે, ડાયરીના છેલ્લા પાના પર એક ચિમળાયેલું, 6 મહિના જુનું ન્યુઝપેપર નું કટિંગ હતું. એમાં એક ફોટો હતો. એ ફોટો નીચેનો લેખ વાંચે છે, "અમદાવાદ ના અગ્રણી બિઝનેસમેન ના દિકરો છેલ્લા 24 કલાક થી રહસ્યમયી સંજોગો માં ગૂમ છે.........." આખો લેખ વાંચી આધ્વીકા ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે. એ ફરીથી લેખની છેલ્લી લાઇન વાંચે છે," બધાનો એક માત્ર સવાલ છે જેનો જવાબ હજુ સુધી નથી મળ્યો, ક્યાં છે રયાન ચૌધરી?"

ક્રમશઃ