Losted - 13 books and stories free download online pdf in Gujarati

લોસ્ટેડ - 13

13

રિંકલ ચૌહાણ

"ઈ. રાહુલ તમે મારી વાત સાંભળો પહેલાં, એવું નથી જેવુું દેખાય છેે. હું તમને સમજાવું..."
"તમારે જે સમજાવવું હોય એ હવે પોલિસ સ્ટેશન માં જઈને પછી સમજાવજો મિસ રાઠોડ." ઇ. રાહુલના અવાજ માં વિચિત્ર પ્રકારની કઠોરતા ભળી હતી. હજુ પોલિસ ટીમ ઘરની બહાર નીકળે અને રાઠોડ પરિવાર કંઈ સમજાવે એના પહેલા બાબા એમના શિષ્ય સાથે આવી પહોંચ્યા.
"બાબા તમે જે તાવીજ આપ્યું હતું એણે તો ચમત્કાર કરી દીધો. મારો મોન્ટી ઠીક થઈ ગ્યો. પણ આ લોકો એને લઈ જવા માંગે છે હવે તમે જ કંઈક સમજાવો આમને, તમે કાલે આવ્યા ત્યારે મારો મોન્ટી કોમા માં જ હતો ને? આ લોકો માનતા જ નથી." બાબાને જોઈને આરાધનાબેન ને એક આશા બંધાઈ. બાબાએ એક નજર મોન્ટી તરફ કરી અને એના બાવડા તરફ જોઈ ગુસ્સે ભરાયા. ઝોળીમાંથી એક ડબ્બી કાઢી થોડી રાખ હાથ માં લઈ મંત્રોચ્ચાર કરી મોન્ટી તરફ આગળ વધ્યા અને એ રાખ મોન્ટી ઉપર ફેકવાનું ચાલુ કર્યું.
મોન્ટી નો ચહેરો એસીની ઠંડક માં પણ પરસેવે રેબઝેબ થઈ ગયો હતો, એ વારંવાર કઈંક કહેવા નો પ્રયત્ન કરી રહ્યો હતો. એણે અંગાર ઝરતી આંખે આધ્વીકા તરફ જોયું, એ કંઈ સમજે એના પહેલા જ મોન્ટી ફર્શ પર ઢળી પડ્યો.
"મેં ચોખ્ખા શબ્દો માં કીધું હતું કે તાવીજ છૂટવું ના જોઈએ, હું થોડો મોડો પડ્યો હોત તો આ છોકરાની લાશ મળત તમને. તમે આને બચાવવા માંગતા હોવ તો હું કહું એ મુજબ પુજા-વિધિ કરવી પડશે અને બીજીવાર તાવીજ ના છૂટવું જોઈએ. આજે તો મે એને બચાવી લીધો પણ બીજીવાર નહી બચાવી શકું." બાબા એક તાવીજ પર મંત્રોચ્ચાર કરી આરાધના બેન ને આપે છે.
"મિસ રાઠોડ તમે જીગર રાઠોડ ઉર્ફ મોન્ટી ને બચાવવા આ હદ સુધી જશો એ મે સપનેય નહોતું વિચાર્યું. પણ તમે યાદ રાખજો મિસ રાઠોડ તમારો આ બચાવ આપોઆપ જીગર રાઠોડ ને ગુનેગાર સાબિત કરી રહ્યો છે. મને માત્ર એક સબૂત મળી જાય ત્યાં સુધી જ સલામત છે જીગર રાઠોડ." ઇ. રાહુલ ગુસ્સામાં ત્યાંથી નીકળી ગયા.
રાત્રીના ભિષણ અંધકાર માં આશા ને અજવાળે થી ઉજાસ ફેલાવવાનો પ્રયત્ન ચાલુ થયો. બાબાએ રાખનું એક ચક્ર બનાવી એમાં આસન લઈ એમની સામે ધુણી જલાવી. પરિવારના દરેક સભ્યને સ્વેચ્છાએ આ રૂમમાં રહેવાની પરવાનગી મળી.
"ભાભી તમે ભાઈ જોડે જાઓ, સૌથી વધુ કોઈ પરેશાન હોય તો ભાઈ છે. અહીં હું બધું સંભાળી લઈશ, મારી આટલી વાત માની લો ભાભી." જયશ્રીબેન એક કારણવશ આરાધના બેન ને અહી ન'તા રહેવા દેવા માંગતા. ઘણી મથામણ અને છેલ્લે આધ્વીકા ના કહેવા થી આરાધના બેન ત્યાંથી જવા તૈયાર થયાં. પુજાના આરંભ સાથે અંત નો પણ આરંભ થઈ ચૂક્યો હતો. બાબા આંખો બંધ કરી સતત મંત્રોચ્ચાર કરી રહ્યા હતા, વીસેક મિનીટ ના મંત્રોચ્ચાર પછી બાબા એ આંખો ખોલી અને ઝોળીમાંથી જૂનું દેખાતું બોક્સ કાઢી એમના શિષ્યને આપ્યું. એમના શિષ્યએ એમાંથી રાખ લઈ મોન્ટી ના પલંગની ફરતે ચક્ર બનાવ્યું અને એક નાનું ચક્ર બાબા જે ચક્ર માં બેઠા હતા એમાં બનાવ્યું.
"કોણ છે તું? મારી સામે આવ. તું જે કોઈપણ હોય હું તને છોડીશ નઈ." બાબા પ્રચંડ અવાજ માં બોલી રહ્યા હતા પણ એમનો ચહેરો એકદમ શાંત હતો. બારીમાંથી અતિશય વેગ થી હવા આવી અને ઓરડાની બધી લાઈટ બંધ થઈ ગઈ. હવે માત્ર ધુણીમાં સળગતી આગ નો જ ઉજાસ હતો, નાના ચક્રમાં ઘણો બધો ધુમાડો એકત્રિત થઈ રહ્યો હતો. એ ધુમાડો ધીરે ધીરે આકાર લે છે, થોડી ક્ષણ પછી એ ધુમાડો એક યુવતી માં પરિવર્તીત થઈ ગયો. એણે આંખો ખોલી ઓરડામાં હાજર બધા વ્યક્તિ ઓ પર નજર નાખી, છેલ્લે આધ્વીકા સામે જોઈ એના હોઠો પર કુટીલ હાસ્ય આવ્યું. આધ્વીકા અંદર સુધી થથરી ગઈ, આ જ કુટીલ સ્મિત એણે પેલા પણ જોયું હતું. ભલે એ બીજા કોઈના ચહેરા પર જોયું હતું પણ બન્ને હાસ્ય માં કોઈ તફાવત ન'તો, 2 અલગ વ્યકિત ની મુસ્કાન ના એક સરખા ભાવ અને મુસ્કાન જોઇને પોતાના શરીરમાં ઉઠતી થરથરાહટ બન્ને માં આટલી સમાનતા. હવે અહીં એક પળ ઉભા રહેવું પાલવે એમ ન'તું, હવે એક પણ ભૂલ બધું બરબાદ કરવા પૂરતી હશે એ વાત આધ્વીકા ને સમજાઈ ગઈ હતી. હવે શું કરવાનું છે એ પળવારમા જ વિચારી લીધું એણે અને એના ચહેરા પર વિજયી મુસ્કાન છવાઈ ગઈ. આ જ તો ખાસીયત હતી આધ્વીકાની, મુશ્કેલી આવે એની બીજી ક્ષણે બચાવ નો રસ્તો હાજર જ હોય અને કદાચ એથી જ આટલી નાની ઉંમરે એણે આટલું મોટું એમ્પાયર ઊભુ કરી દીધું હતું. જયશ્રીબેન ને ઈશારા થી બાર આવાનું જણાવી એ ઓરડામાંથી બાર નીકળી ગઈ.

***

"સર તમે આટલો ગુસ્સો ના કરો, અને તમે શાંતિથી બેસો મને જીપ ચલાવવા દો." ઈ. રાહુલ ગુસ્સામાં ઓવરસ્પીડ માં જીપ ચલાવી રહ્યા હતા. ખાન ની વાત સાંભળી એમણે અચાનક બ્રેક મારી, સદભાગ્યે પાછળ કોઈ વાહન નહોતું નઈ તો ભયંકર અકસ્માત સર્જાયો હોત.
"ખાન ઉપર થી ઉપરા-છાપરી ફોન આવી રહ્યા છે. લાગલગાટ આટલા ખૂન થયા ત્યારે પોલીસ શું કરતી હતી આવું બોલી-બોલીને મીડીયા પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર માછલાં ધોઈ રહ્યું છે. અને ક્રાઇમ સ્પોટ પરથી કે ડેડ બોડી પર એક પણ એવું સબૂત નથી મળ્યું જેથી ખૂની ની જરા સરખી ભાળ મળે. લાશ મળી ત્યાંથી દુર દુર સુધી કોઈ પગે ચાલીને આવ્યું હોય એવા કોઈ પુરાવા નથી. હાઉઝ ધીસ પોસિબલ?" ઈ. રાહુલ એમની હૈયાવરાળ કાઢી રહ્યા હતા. પેલી લાશ મળી એ દિવસ થી એ અને એમની ટીમ રાત-દિવસ મહેનત કરી રહ્યા હતા પણ હજુ સુધી એક પણ સબૂત એમના હાથ માં નહોતું આવ્યું. ઈ. રાહુલ નો ફોન વાગે છે એ ગુસ્સા માં ફોન કાપી નાખે છે. ફરી થી એ જ નંબર પરથી ફોન આવે છે ઈ. રાહુલ ફોન રીસીવ કરી ગુસ્સામાં બોલે છે,"હેલ્લો કોણ?"
"ધીસ ઇઝ આધ્વીકા રાઠોડ." આધ્વીકાનો અવાજ સાંભળી ઈ. રાહુલ વિચાર માં પડી જાય છે.
"મિસ રાઠોડ બોલો તમને શું કામ પડ્યું મારું?" ઈ. રાહુલ એ કટાક્ષમાં પુછ્યું.
"મારે તમને મળવું છે, ઇટ્સ અરજન્ટ. વેર આર યૂ? સેન્ડ મી યોર લોકેશન. મારી જોડે બહુંજ અગત્યની ઇન્ફોર્મેશન છે જે તમારે જાણવી જોઈએ." આધ્વીકા ફોન મૂકી દે છે.
"કેટલી વિચિત્ર છોકરી છે આ, પણ શું માહીતી હશે એના જોડે? આ કેસ સંબંધિત..." ઈ. રાહુલ એમની સામે એક કેફે હતું એનું એડ્રેસ મોકલી ત્યાં આવવાનો મેસેજ કરી ખાન સાથે કેફે માં જાય છે.

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED