સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-26 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-26

સ્કાય હેઝ નો લીમીટ
પ્રકરણ-26
મોહીતને ત્યાં ગેસ્ટ આવ્યાનો કોલ સીક્યુરીટીએ મલ્લિકાએ કર્યો અને મલ્લિકાએ સૂચનાં આપી કે એમને માનપૂર્વક અંદર લઇ આવો. અને મલ્લિકા ચૂપ રહેવાનો ઇશારો કરી એમને બેડરૂમ તરફ લઇ ગઇ. રૂમમાં જઇને એણે મોહીતને ઢંઢોળ્યો અ કહ્યું મોહું ઉઠ જોને કોણ આવ્યું છે. મોહીતે માંડ માંડ આંખો ખોલીને જોયું તો અવાક જ રહી ગયો.
મોહીત ગેસ્ટને જોઇને સફાળો બેઠો થઇ ગયો અને બોલ્યો "અરે રીચડ્સ સર તમે અહી અત્યારે ? તમે ગયા નથી પાછા ? ઓહ મને એક કોલ આપવો જોઇએ હું તમારાં માટે બધી તૈયારી કરત ને.
રીચડ્સે હસ્તા હસ્તાં કહ્યું "ઇટ્સ માય સરપ્રાઇઝ બાય ધ વે મોહીત તું અહીં આવ્યો નવા ઘરમાં શીફ્ટ થયો મારે આવવુ હતું તને વીશ કરવા અહીં કામે આવેલો હતો એટલે તક ઝડપી લીધી. એને વે કમ આઉટ ડીયર.
મોહીત ઉભાં થતાં કહ્યું "હું આવું સર ફ્રેશ થઇને મલ્લિકાને કહ્યું સરને બેસાડ હું હમણાં જ આવ્યો.
મોહીત ખૂબ જ ખુશ થતો થતો બાથરૂમમાં ઘૂસ્યો અને મલ્લિકા રીચડ્સને લઇને ડ્રોઇગ હોલમાં લઇ ગઇ. મલ્લિકાએ મેરીને કહ્યું "સર માટે જ્યુસ લાવ બાકી મોહીત આવીને સરભરા કરશે.
મલ્લિકા ખૂબ જ ખુશ હતી એ રીચડ્સની પાસે બેઠી અને ઔપચારીક વાતો ચાલી. ત્યાંજ મોહીત આવી ગયો એણે કહ્યું "સર વોટ એ સરપ્રાઇઝ.. રીચડ્સે મોહીતને કહ્યું "યા.. આઇ વોન્ટ્સ ટુ એન્જોય ધીસ ઇવેન્ટ બાય સરપ્રાઇઝ એન્ડ ધીસીસ ફોર યુ બોથ એમ કહીને એણે શુટનાં ખીસામાંથી એક બોક્ષ કાઢ્યુ અને એ ખોલીને બતાવ્યું તો એમાં મેલ-ફીમેલ-રીસ્ટ વોચ હતી ગોલ્ડન બેલ્ટ વીથ રીયલ ડાયમન્ડ્સ.
મોહીત જોઇને ખુશ થયો પણ પછી બોલ્યો નો સર ધીસ ઇઝ વેરી એક્ષપેન્સીવ.
રીચડ્સે કહ્યું... યુ આર માય ક્લીગ એન્ડ ફ્રેન્ડસ ઓલ્યો ધીસ ઇઝ યોર ...મરાઇટ ડીયર... માય ચોઇસ ઇઝ રાડો વીથ ગોલ્ડએન્ડ ડાયમન્ડ્સ.. કોન્ગ્રેચ્યુલેશનસ એન્ડ બેસ્ટ લક ઓલ્સો એન્જોય.
મોહીતે કહ્યું "સર લેટ્સ સીટ ઇન ગાર્ડન એન્ડ એન્જોય ડ્રિંક્સ એન્ડ ડિનર. યોર હાઉસ ઇઝ ઓલ્સો બ્યુટીફુલ એન્ડ નો ડીયર થેંક્સ બટ આઇ વોન્ડ ટુ ગો બેક ટુ માય હોમ એન્ડ ધીસ ઇઝ વીક એન્ડ માય ફેમીલી ઇઝ વેઇટીંગ ફોર મી. આઇ જસ્ટ વોટ્ ટુ વીશ યું.
આઇ એમ લિવિંગ ડીયર ટેઇક કેર અને ઉભો થઇ ગયો. મલ્લિકા રીચડ્સની સામે જોઇ રહી આભાર વશ. મોહીતે કહ્યું ઓકે સર. નેક્સ્ટ ટાઇમ સાથે એરેજમેન્ટ કરીશું અને રીચડ્સે હાથ મિલાવીને બહાર નીકળી ગયો. શોફર રાહ જોઇ રહેલો એણે કારનો દરવાજો ખોલ્યો રીચડ્સ બાય કહીને બેસી ગયો.
મોહીત અને મલ્લિકાએ બાય કીધુ. અને કાર સડસડાટ બહાર નીકળી ગઇ.. મોહીત આશ્ચર્યથી જતી કારને જોઇ રહ્યો એને સમજ જ નહોતી પડતી કે આ 15 મીનીટમાં શું થઇ ગયું ? એણે મલ્લિકાની સામે જોયું અને બોલ્યો આ શું સરપ્રાઇઝ છે ? આઇ કાન્ટ બીલીવ ઈટ પછી ખુશ થતો ઘરમાં ગયો.
મોહીતે મલ્લિકાને કહ્યું " મીતાબેન આવી ગયાં છે ? તો અત્યારે નાસ્તામાં શું મળવાનું છે ?
મલ્લિકાએ કહ્યું "તારી શું ઇચ્છા છે ? એ બનાવવાનું મોહીતે કહ્યું વીક એન્ડ છે કંઇક મસ્ત બનાવ અને ત્યાંજ મોહીતનો ફોન રણકયો. એણે સ્ક્રીન પર જોયું અને સ્માઇલ આવી ગયુ એણે કહ્યું "અરે કેટલે પહોંચ્યા ? વીક એન્ડ તો આવી પણ ગયો. ઓહ ઓકે ઓકે પહોંચ્યો એક મીનીટ એક મીનીટ ગરમા ગરમ નાસ્તો શેનો કરવો છે ?
સામે હિમાંશુ લોકો હતાં ચારે જણાં એરપોર્ટથી આવી રહેલાં વીક એન્ડ મનાવવા માટે અને મોહીતે પૂછ્યું ત્યાંજ શિલ્પા બોલી મલ્લિકા બહુ વખાણ કરતી હતી કે એને ત્યાં રસોઇવાળા બહેન મસ્ત ગુજરાતી ફરસાણ બનાવે છે તો એવું જ કંઇક ગરમા ગરમ બનાવે.
મોહીતે સાંભળી લીધું હતું. એણએ કહ્યું "ઓકે ડન મેં સાંભળ્યું છે તમે લોકો પહોચો હું બનાવડાવું છું બાય.. એમ કહીને ફોન મૂક્યો.
મલ્લિકાએ કહ્યું મોહું મેં બધુ જ સાંભળ્યું છે તું ઉઠે પહેલા મેં મીતાબહેન ને બે દિવસનું મેનું સમજાવી દીધુ છે પછી એલોકો આવે અને કંઇક સ્પેશીયલ ખાવું હશે તો બનાવરાવી દઇશું અને જોસેફને કહી દીધું છે સ્ક્રીન બધુ ગાર્ડનમાં સેટ કરી દે સરાઉન્ડ સીસ્ટમ સાથે અને મેરીએ બીયર ટીન-બોટલસ ફ્રીઝમાં મૂકી દીધાં છે.
મોહીત એને સાંભળી જ રહ્યો પછી બોલ્યો ઓહ તું આજે વહેલી ઉઠી અને હું સેટ.. કંઇ નહીં તને ખબર હતી એ લોકો આવવા નીકળી ગયાં છે ?
મલ્લિકાએ કહ્યું "હા સોનીયાનો મેસેજ આવી ગયો હતો ત્યાંથી નીકળતાં જ એટલેજ સવારે વહેલા ઉઠી એરેન્જ કરાવી દીધુ હતું અને બધાં સ્ટાફને સૂચના આપી દીધી હતી.
મોહીતે કહ્યું ઓકે પછી રીસ્ટવોચનું બોક્સ ફરીથી ખોલીને એણે જોવા માંડ્યું અને ઘડીયાળ બહાર કાઢી હાથમાં લઇને કાળજીથી જોવા લાગ્યો એને ખૂબજ પસંદ પડ્યુ હતું મોહીતનાં ચહેરાને જોઇને સહસા મલ્લિકા બોલી "મોહુ તને ગમ્યું ને ? તારી પસંદગીનું જ આવ્યું છે મને ખબર તને ડાયમન્ડસ ખૂબ ગમે છે. એમ કહીને બાજુમાં આવી બેસી ગઇ અને પોતાની ઘડીયાળ પણ જોઇ રહી.
મોહીતે કહ્યું "હાં ખૂબજ મસ્ત છે મને ડાયમન્ડસ ખૂબ જ ગમે છે. ત્યાં મીતાબેન આવ્યાં અને બંન્નેનું ધ્યાન એ તરફ ગયું એટલે મલ્લિકાએ કહ્યું "શું થયું મીતાબેન ? એમ કહીને ઘડીયાળ નું બોક્ષ બંધ કરી બાજુમાં મૂક્યું.
મીનાબહેન કહ્યું સોરી ડીસ્ટર્બ કર્યા પણ તમે મને જે મેનું સમજાયેલુ એમાં અત્યારે સવારનાં હેવી બ્રેકફાસ્ટમાં શું બનાવું? ક્યું ફરસાણ બનાવું ?
મોહીતે મલ્લિકા બોલે પહેલા કહ્યું "દાળવડા, ખમણ બનાવો મજા આવશે અને એ વખતે મૂડ આવશે તો કહીશું બીજુ.
મીતાબેન કહે ખમણનું તો રેડી પેકેટ છે પણ દાળવડા માટે દાળ પલાળીને વાટવુ પડશે નહીતર મજા નહીં આવે.
મલ્લિકા કહે પણ હજી ગેસ્ટ આવશે. અને એ બધુ સેટ થતાં સમય લાગશે હમણાં ગરમ પાણીમાં.. મીતાબેન કહે એ બધુ મને ખબર છે હું કરી લઇશ મેમ.. પણ કન્ફર્મ એજ બનાવુ ને ? મલ્લિકાને થોડી ચચરી ગઇ પછી એણે મોહીત સામે જોયુ મોહીતે કહ્યું. મીતાબેન સમજી શકું છું અમુક રેસીપીમાં તમારે સમય જોઇએ તો તમે દાળ પલાળવાનુ વોટએવર જે હોયએ સાંઇજ રાખો જેથી ત્યાં સુધીમાં થઇ જાય અત્યારે ખમણ થઇ શકે તો એ અને ગરમાં ગરમ સૌરાષ્ટમાં ફાફડા.. પ્લીઝ એ તો થશે ને ? એની સાથે મરચાં અને ડુંગળી અને પીળી કઢી... મારાં દોસ્તોને પણ ખૂબ ભાવે છે અહીં અમેરીકામાં અને એ પણ ઘરમાં ખાવા મળે જાણીને ખૂબ જ રાજીનાં રેડ થઇ જશે અને હું કોલર ઊંચો કરીશ એમ કહીને હસવા માંડ્યો.
મલ્લિકાએ કહ્યું એમને પૂછતો ખરો ફાફડા એમને આવડે છે ? અને એ પ્રમાણે ઘરમાં બધુ છે ?
મીતાબહેન કહ્યું હાં મેમે બધુ સરસ જ આવડે છે હું મૂળ રાજકોટની છું બધુ જ શીખેલી છું અને ફાફડા તો વણેલા ગાંઠીયા બંન્ને ખવડાવીશ એમાં લોટ જ કેળવવાનો છે અને લોટ છે જે એટલે તમે કહેશો ત્યારે ગરમ ગરમ કરી આપીશ ત્યાં સુધી હું લોટ કેળવીને તૈયાર રાખુ એમ કહીને ચાલ્યાં ગયાં કીચન તરફ.
મોહીતે એમનાં ગયાં પછી કહ્યું જોરદાર રસોઇવાળા બ્હેન મળી ગયાં છે પૈસા વસૂલ છે. યાર કહેવું પડશે અમેરીકામાં બેઠાંજ ગુજરાતની લહેજત..... વાહ
મલ્લિકા મોહીત સામે જોઇ રહી અને ખાવા પીવાનો ગાંડો શોખ જોઇને હસી પડી અને વિચારોમાં પડી ગઇ.. ત્યાંજ સ્ક્રીન પર મેસેજ આવ્યો સીક્યુરીટીનો કે ચાર ગેસ્ટ આવ્યાં છે અને મોહીતે બેઠાં વેરાં જ કહ્યું આવવા દે અંદર અને એ ઉભો થઇ ગયો.
મલ્લિકા પણ ઉભી થઇ સામેથી રીસીવ કરવા દોડી ગઇ. મલ્લિકાનાં ગયાં પછી મોહીત ઊંડા વિચારમાં પડી ગયો કે મલ્લિકા આ પહેલાં શું બોલી ગઇ ? શું ગરબડ છે ? હજી એનાં ફોન સ્વીચ ઓફ કરવાનું રહસ્ય જણવુ બાકી છે.
અને મોહીત પણ ગયો હિમાશું શિલ્પા-ફાલ્ગુન સોનીયા બધાં આવ્યાં કોટેજ જોઇને ખુશ થયાં ત્યાં મલ્લિકાનો ફોનમાં રીંગ આવી..
વધુ આવતા અંકે -- પ્રકરણ-27