corona comedy - 6 books and stories free download online pdf in Gujarati

કોરોનાની કકળાટ, હાસ્યની હળવાશ – ૬ 

કોરોનાની કકળાટ, હાસ્યની હળવાશ – ૬
ગણપતિની સુંઢ ક્યાંથી શરુ કરું એ જ ખબર નહોતી પડતી...વળાંક બરાબર આવતા જ નહોતા..લોકડાઉનમાં સરકારની આજ્ઞાનું પાલન કરતા ઘરમાં જ પડ્યા પડ્યા વર્ષોથી અંદરને અંદર કાટ ખાઈ ગયેલી મારી ચિત્રકળાની સ્કીલ બ્હાર કાઢતો હતો...ડ્રોઈંગબુકમાં ગણપતિ દોરવાની પ્રેક્ટીસ કરતો હતો..સુંઢ બનાવતાતો આખી ડ્રોઈંગબુક ગોળ ફેરવી નાખી..અને હું અર્ધ વર્તુળ ફાયો અંતે સુંઢ ગોળ નહિ લંબગોળ થઇ...માંડ બાપ્પા બન્યા..ઉંદરની પ્રેક્ટીસ ચાલુ છે, ત્યાં અચાનક અવાજ આવ્યો “અરે સાંભળો છો..?” મેં સ્કેચપેનથી બાપ્પાનાં સુપડા જેવા કાનને “કલા- રસિક ટચ” આપતા કહ્યું , દાળ કુકરમાં મૂકી છે , શાક સમારી નાખ્યું છે , લોટ બાધી લીધો છે...વાસણ ચાર છ છે એ કરું છું...
અચાનક દીકરીએ કહ્યું પપ્પા..તમને ગોઠણમાં લોહી નીકળે છે..?
મારું ધ્યાન ગયું, ઓહ..લાલ સ્કેચપેન અહિયાં છે..? ઢાંકણા વગરની ખુલ્લી લાલ સ્કેચપેન પગ નીચે દબાઈ હતી એણે જ મારા ઢીચણીએ લાલ લીકેજ કર્યું હતું...આખરે લાલબાગચા રાજા , દગડુ શેઠ , ટીટવાલા અને સિદ્ધિવિનાયક આ ચારેયને ભેગા કરો ત્યારે, મારા બનાવેલા બાપ્પા લોકોને દેખાય, એવા ગણપતિ બાપ્પા ડ્રોઈંગબુકમાંથી મને આશિર્વાદ આપતા હતા...મેં મારી જાતે જ લાલ બોલપેનથી એમાં રાઈટ કરી વેરી ગુડ લખી દસ માંથી દસ માર્ક આપી દીધા...અને વીછી સરની સહી કરી..અમારા ડ્રોઈંગ સરનું નામ કાંતિ વીછી સર હતું.
સાંજે હાંડવા પર હાથ અજમાવવાનું નક્કી કર્યું હતું...સવારે મોઢે બુકાની બાંધી હાંડવાનો લોટ પણ લઇ આવ્યો હતો..જો કે ઘરમાં બેઠા બેઠા, હું એક્ચ્યુલી કયું કામ કરું છું એ જ ભૂલી ગયો હતો..ત્યાં અવાજ આવ્યો..
જલસા છે તમને..
અલી શેનાં જલસા...યાર ?
સામે જોયું તો કોઈ હતું નહિ..આસપાસ જોયું તો “કોરોના” શોકેસ ની બાજુમાં સોફાપર ગોઠવાઈ ગયો હતો..મેં તરત જ સેનેટાઝર નું સ્પ્રે ઉપાડ્યું એના પર છાંટવા ગયો ત્યાં મને કહે..
અલ્યા જતો રહીશ થોડી વાર બેસવા દે..
અલ્યા કોરોના કરોડો લોકો ને છોડી તું મારા જ ઘરમાં કેમ આવી જાય છે..? તારીને મારી કુંડળી મળે છે એટલે...
કોરોનાનો અવાજ અસ્સલ મારી સાસુ જેવો..
ઘરમાં બેસી બેસીને બધા ફ્રેશ ફ્રેશ થઇ ગયા..છો કેમ..?
અરે વડાપ્રધાને જ કહ્યું છે કે કોરોનાએ એક વાત શીખવી “આત્મ નિર્ભર થાવ..” ગામડાઓ પોતાની જરૂરિયાતો માટે, જીલ્લા શહેરો પોતાની રીતે રાજ્યો એમની રીતે બધા આત્મનિર્ભર બને તે આવશ્યક થઇ ગયું છે...ગામ કે શહેરી જીવનની જરૂરિયાતો જેટલી ઓછી એટલું સુખ વધારે..હવે એ વરસમાં ૧૫ દિવસ આવું લોકડાઉન જાહેર કરે તો નવાઈ નહિ..
વાત તો સાચી છે લેખક..મારા લીધે આખી દુનિયામાં પરિવર્તન તો આવ્યું છે..શુદ્ધ હવા વહેતી થઇ ગઈ, પશુ પંખી મુક્ત આકાશમાં ઉડતા દેખાતા થઇ ગયા..
કોઈ કવિ ની અદામાં કોરોના તો શરુ થઇ ગયો, એના શબ્દોમાં વ્યથા હતી..આંખોમાં પાણી અને ઉધરસ સાથે દયા હતી, કેમકે એના ઘરાક ઓછા થઇ ગયા હતા ને..ધીમે ધીમે એનો પાવર ઓસરતો જતો હતો, હવે એ ઝાઝું ટકશે નહિ એવું લાગતું હતું..શ્વાસ લેવામાય તકલીફ પડતી હતી..
હા, ઘરની અગાશીએથી દુર પહાડ ચોક્ખા દેખાતા થઇ ગયા..બસ ઉપર આકાશમાંથી પાડા પર યમરાજ આવતા ન દેખાય તો સારું...પણ સાચું કહું કોરોના અલ્યા તારા લીધે પરિવર્તનતો આવ્યું છે..વાતાવરણમાં ઓઝોનનાં પડમાં પડેલું ગાબડું પુરાઈ ગયું, પોલ્યુશન ઘટી ગયું, જેનાથી વાતાવરણમાં ઓક્સીજન વધુ શુદ્ધ મળવા લાગ્યો, ઝાડ પાનની હરિયાળી વધુ ચોક્ખી થઇ, વસતી ઓછી થઇ ગઈ, બહારનું ખાતા લોકો બંધ થઈ ગયા , ઘરનો પૌષ્ટિક આહાર ખાવા લાગ્યા, ઘરમાં જ યોગા અને કસરત કરી શશક્ત બનવા લાગ્યા, પાંચ નહિ પચ્ચીસ વખત ઈશ્વર, અલ્લાહ ને યાદ કરતા થઇ ગયા, અને તે તો સરકારનાં ગંગા શુદ્ધતા અભિયાનમાં પણ સહકાર આપ્યો છે...હા..જે ગંગાનાં નીર ડહોળા દેખાતા હતા ત્યાં હવે પગની પાની દેખાય એવી શુદ્ધતા જોવા મળી છે..જો મારી પાસે વિડીયો પણ આવ્યો છે...
મેં ત્રણ ફૂટ દુરથી મોઢે માસ્ક સાથે કોરોનાને ગંગાની શુદ્ધતાનો વિડીયો પણ દેખાડ્યો..
તમે લોકો યાર હારતા નથી..મેં બહુ ટ્રાય કરી કે આખા ભારતમાં હાહાકાર મચાવી દઉં પણ બીજા દેશ કરતા વધારે તમે જાગૃત નીકળ્યા..
અમે તો જાગૃત છીએ જ પણ અમારી પોલીસ વધુ પડતી જાગૃત છે..જે લોકો ઘરની બ્હાર નીકળે છે એમની જાગૃત જગ્યા પર ડંડા મારી મારી ને એને વિકૃત કરી નાખે છે..એટલે લોકો બ્હાર નીકળતા નથી , અને હવે તો જે સરકારના કામમાં બધા બનશે ડોક્ટરને સાથ સહકાર નહિ આપે, એમને હેરાન કરશે એ બધા સાત વર્ષ માટે જેલમાં જશે, સરકાર જે કહે છે એનું પાલન બધાએ કરવાનું જ છે..અને હવે ભાઈ તારા દિવસો ભરાઈ ગયા..લોકડાઉન તો ખુલશે પણ તારે કાયમ માટે જવું પડશે..
વાત કરતા કરતા જ હિરો જેમ ધીમેથી પાસે પડેલી બંદુક ઉપાડી વિલન પર વાર કરે એમ મેં અચાનક જ મેં સેનેટાઇઝર સ્પ્રે ઉપાડીને કોરોના પર છાંટવા માંડ્યું ત્યાં તો અવાજ આવ્યો..
અરે અરે આ શું કરો છો..હું કોરોના નથી..
સામે મારી પત્ની હતી..એના મોઢે મેં સ્પ્રે કરી દીધું હતું...સારું થયું સાચી બંદુક નહોતી.
અર્ધ કાળકા સ્વરૂપે પત્ની બોલી તમને ઘરમાં બેઠા બેઠા ચારેબાજુ કોરોના દેખાય છે શું..? હાલો વાસણ પતાવો અને કાકડી,ટામેટા, બીટ નું સાલાડ કરો..હું રોટલી કરવા બેસું છું...
કોરોના આવ્યો અને ગયો..પણ ઘણી એવી વાતો યાદ કરાવતો ગયો જે સારી હતી..સ્વેગી અને ઝોમેટો,મેક્ડી અને ડોમિનોઝને મારા ઘરમાં નો એન્ટ્રી હતી..કેમકે એનાથી સારા પીઝા બર્ગર ઘરમાં બનાવતા થઇ ગયા હતા..
છેલ્લે છેલ્લે..
લોકડાઉન માં એક વાત શીખવા મળી કે પત્નીથી પણ “અંતર” રાખીને જ વાત કરવી..નહી તો..
સમજે તે સમજદાર
*અશોક ઉપાધ્યાય*

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED