કોરોનાની કકળાટ હાસ્યની હળવાશ - ૫ Ashok Upadhyay દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોરોનાની કકળાટ હાસ્યની હળવાશ - ૫

કોરોનાની કકળાટ , હાસ્યની હળવાશ – ૫
કોરોના સાથે કબડ્ડી રમતા આજે કેટલામો દિવસ થયો એ પણ યાદ નથી...૨૦ તારીખ પછીની છૂટ માં લોકો એમ બ્હાર નીકળ્યા જાણે વાનખેડે માં મેચ પૂરી થયા બાદ પબ્લિક બ્હાર નીકળતી હોય..એટલે સરકારે પણ કહ્યું ઘરમાં જ પડ્યા રહો...તમે નથી સુધરવાના...સાલું રોજ રવિવાર જેવું લાગે છે...વાંચન માં કંટાળો આવે , ફોલ્મો જોઈ થાકી ગયા , વેબ સિરીઝ જુઓ તો એકલામાં જોવાય એવી હોય...સાલી ઘરમાં બેઠા બેઠા ગાળો પણ ભુલાઈ ગઈ છે , બ્હાર જવાતું નથી , ઘરમાં મન લાગતું નથી , કોઈને કહેવાતું નથી , મનથી સહેવાતું નથી, ઓફીસ ભુલાતી નથી , ઉઘરાણી નીકળતી નથી , રૂબરૂ મળાતું નથી , વિડીયો કોલ માં ફાવતું નથી , ખોટું સહન થતું નથી , સાચું કહેવાતું નથી , અધૂરા કામ પુરા થતા નથી , નવા કામ શરુ થતા નથી , ઘરમાં હોટેલ જેવું બનતું નથી , વખાણ કર્યા વગર ખવાતું નથી , ઉચા અવાજે બોલાતું નથી , ધીમેથી કઈ સંભળાતું નથી , ખડખડાટ હસાતું નથી અને મનમાં રડાતું નથી , દેશની સરકાર ને કહેવાતું નથી અને ઘરની સરકાર સમજતી નથી , આવા બધા વિચાર મગજમાં ચાલતા હતા ત્યાં જ રસોડામાંથી અવાજ આવ્યો.શું ખાશો..?? મેં કહ્યું એક કામ કર, આ સોફા , પલંગ , સોકેસ બધું એક બાજુ લઈ લે ...ગલોટિયાં ખાઈશ ..ગલોટિયાં..આ સંભાળતા જ જેમ આરતી પછી સાક્ષાત માતાજી પ્રગટ થયા હોય એમ મારી વાઈફ સામે આવી..મને કહે આ વટાણા ફોલો...સાંજે પુલાવ બનાવવાનો વિચાર છે...ફાઈનલ ડિસીઝન સંભળાવી ને એ ફરી મોરચે ગઈ..અને હું વટાણા ને જોવા લાગ્યો..મારા બેટા એકાદ વટાણા એ મને આંખ મારી મારી મસ્તી કરી હોય એવું લાગ્યું...બાલ્કની પાસે ઉભો હતો..ત્યાં નીચે ડોળા ઝૂમ કરી ને જોયું તો કોરોના જતો હતો...પણ એને કોઈ ઘરાક નહોતો મળતો...જે દેખાતા હતા બધાએ માસ્ક પહેર્યું હતું..
હું ઘરમાં આવ્યો ત્યાં દિકરીએ ટીવી નું રીમોટ દબાવ્યું ચેનલ બદલી અને એક ફિલ્મ આવી.. જેમાં અવાજ આવ્યો “ આક્રમણ..” મેં પૂછ્યું બેટા આ કઈ ફિલ્મ છે..?? બેબી એ કહ્યું બા- હુબલી..મેં કહ્યું બા- હુબલી..? આ કઈ ફિલ્મ..? દીકરીએ કહ્યું પપ્પા “ બાહુબલી ”
અચ્છા બાહુબલી...સામ સામે બંને સેના ઉભીની કાપા કાપી ચાલતી હતી..કોઈના ગળા કપાય અને કોઈના હાથ..મારું ધ્યાન ફિલ્મ માં ચોટી ગયું...ત્યાં અવાજ આવ્યો..
તમે લોકો આવી રીતે બધાને મારો છો..?
મેં આસપાસ નજર કરી કે અવાજ ક્યાંથી આવ્યો..? દીકરી તો ફિલ્મ જોઈ રહી હતી અને એની મમ્મી કિચનમાં રસોઈ...ત્યાં સોફા પર જોયું તો મારી જ બાજુમાં કોરોના બેઠો હતો..
હું બોલ્યો...કોરોના...
કોરોના...હું લગભગ ઉછળ્યો...
ગભરાવ નહિ હું તમને કઈ નહિ કરું..આ તો જરાક ફિલ્મ જોવાનો મુડ બન્યો કે આવી ગયો..
તું આવ્યો ક્યાંથી..?
બારીમાંથી...આમ તો હું ગમે ત્યાં ફરતો હોઉં ને..જો કોઈના શરીરમાં જવું હોય તો...
મેં તરત જ ટેબલ પર પડેલું સેનેટાઈઝર ઉપાડ્યું અને હાથ પર લગાડ્યું..
મેં કહ્યું ને કે તમને હું કઈ નહિ કરું..તમારા ઘરમાં બધા નીરોગી છે..ત્રણ ટાઈમ લીબું વાળું ગરમ પાણી પીઓ છો..ચ્યવનપ્રાશ ખાઓ છો , દર પાંચ મીનીટે હાથ ધુઓ છો..અને માસ્ક વાપરો છો..
યાર આમ અચાનક કોઈના ઘરમાં ન ઘુસાય..
અરે ઘરમાં તો શું , હું કોઈના દેશમાં પણ ઘુસી જાઉં..અને કોઈના શરીરમાં પણ..આજકાલ આખી દુનિયામાં આપણી જ બોલબાલા છે...
હા એ તો છે...
વ્યાસપીઠ પર જેમ કોઈ કથાકાર બેઠા હોય એમ કોરોના બિન્દાસ મારા સોફા ઉપર બેઠો હતો..અને સામે ચાલુ હતું બાહુબલી...કટપ્પા બંને હાથમાં તલવાર લઈને રાક્ષસ સેના નો સંહાર કરતો હતો અને બાહુબલી પણ એક સાથે ત્રણ ત્રણ જણાનાં માથા વાઢી નાખતો હતો..ત્યાં એ બોલ્યો...
જુઓ જુઓ , દયા નથી..
હા..બાહુબલી માં દયા નથી..દયા તારક મહેતા માં છે..જો કે એમાં પણ હવે નથી..ક્યારે આવશે એનીયે ખબર નથી..
અરે હું આ તમારા હિરો માં દયા નથી એમ કહું છું...જુઓ તો બધાને કેવા લોહી લોહાણ કરે છે...ચારે બાજુ લોહી ની નદીઓ વહે છે...એના કરતા તો હું બહુ સારો..
શું..? અલ્યા તું કઈ રીતે સારો..? તારા લીધે તો આખી દુનિયામાં લાખો લોકો મારી ગયા છે અને મારે છે...
હા પણ મેં કોઈને લોહી લુહાણ કર્યા..?? ગ્લા કાપ્યા..?? હાથ પગ તોડ્યા..?? જુઓ હું જેના શરીરમાં પ્રવેશ કરું છું એને કેટલા આરામથી શાંત કરી દઉં છું..નાં કોઈ દુખાવો..નાં કોઈ લોહી ની ઉલ્ટી કે નાં કોઈ તકલીફ..ઉધરસ ખાતા ખાતા એનું ખાતું બંધ થઇ જાય..અને ઘર સુધી લાવવાનો પણ ખરચો નહિ...બારોબાર બધું પતિ જાય...
મારો બેટો કોરોના પોતાની જાત ને બાહુબલી કરતાય વધારે સ્માર્ટ સમજતો હતો..જો કે વાત તો એની સાચી જ હતી..અત્યાર સુધી કોરોના ને લીધે કોઈનું લોહી વહ્યું નહોતું..હા લોહીના સંબંધ વાળા જુદા થઇ ગયા હતા...ત્યાં જ દીકરીએ ચેનલ બદલી અને ટીવી પર અમિત શાહ દેખાયા..જે કહેતા હતા કે જો વડાપ્રધાન ની વાત નથી માની અને પાછા રસ્તા પર આવ્યા તો હવે ગલી ગલીમાં મીલીટરી દેખાશે અને સેના નાં જવાન ઘરની નીકળેલા નમુના સાથે શું કરશે એ એમને જ ખબર...મેં બાજુમાં જોયું તો કોરોના જગ્યા પર નહોતો...કદાચ અમિત શાહ ને જોઈ ભાગી ગયો હશે...
કોરોના દેખાયો..? પત્ની એ પૂછ્યું..
તને કેમ ખબર પડી..?
આ તમારા મોઢા પર દેખાય છે કે તમે હમણાં કોરોના જોયો હોય...
મમ્મી ની વાત સાંભળી દીકરી હસી પડી..અને હું પણ હસી પડ્યો..
હાશ..કોરોના ગયો...
છેલ્લે છેલ્લે...
બોસ: મેં તને સવારે ફોન કરેલો ત્યારે તારી વાઇફએ ઉપાડ્યો અને કીધું કે તું કપડા ધોતો હતો તો પાછળ થી ફોન કેમ ના કર્યો?......

એમ્પ્લોઇ: સાહેબ મેં થોડી જ વારમાં ફોન કરેલો અને શેઠાણી એ ઉપાડૅલો અને કેતાં હતાં કે સાહેબ વાસણ માંજે છે.....

પછી ફ્રી થઈને તમારે પણ કરવો જોઈએ ને ?
સમજે તે સમજદાર
*અશોક ઉપાધ્યાય*