શાપ
પ્રકરણ-3
વિજય તો જતો રહ્યો પરંતુ મુકેશભાઇને ફરીથી વર્ષો જુનો સાદ સંભળાવા લાગ્યો. “પ્લીઝ છોડી દો ભાઇ પ્લીઝ” તેને પોતાના કાન બંધ કરી દીધા અને આંખો જોરથી ચીપી દીધી. આંખો બંધ કરવાથી સત્ય થોડુ બદલાઇ જાય છે. **************** “રૂપલ તુ રડે છે?” ટી.વી. જોતા જોતા અચાનક જયેશની નજર રૂપલ સામે પડતા તેણે કહ્યુ. “અરે ના એ તો બસ ખાલી એમ જ.” “એમ જ રૂપલ હવે આપણે બંન્ને એક જ છીએ તારે મારાથી કાંઇ છુપાવવાની જરૂર નથી. તુ મારા પર આટલો ભરોસો કરીને મારી સાથે ચાલી નીકળી અને હવે તુ તારા દિલની વાત મારી સાથે શેર નહિ કરે? બોલ રૂપલ કંઇ વેદના તને પરેશાન કરે છે? પ્લીઝ મને જણાવ યાર.” “જયુ, મને મારા પરિવારની યાદ આવી ગઇ. અચાનક આમ તેઓને છોડીને જવાથી મને ખુબ જ દુ:ખ થઇ રહ્યુ છે. ક્યાંક મે ખોટુ પગલુ તો ભરી નથી લીધુ ને?” “રૂપલ, આપણે કોઇ ખોટુ પગલુ તો નથી ભર્યુ પરંતુ મને પણ ખુબ જ દુ:ખ થઇ રહ્યુ છે. મારા હિસાબે તારે બધુ સહન કરવુ પડે છે. કદાચ કોઇ બીજો રસ્તો મે વિચાર્યો હોત તો.” “જયેશ, તુ આટલો સેન્ટી ન થા યાર. તારો સાથ નિભાવવી મે સોંગધ લીધી છે. આ તો મને મારા પપ્પાના સ્વભાવ વિશે વિચારીને મને કંપારી છુટી રહી છે. ના જાણે શુ થશે આગળ?” “આવા સોંગધ કયારે લઇ લીધા તે અને મને કાંઇ જણાવ્યુ પણ નહિ.” “પ્રેમની શરૂઆત જ ભરોસા અને સાથ નિભાવવાના વિશ્વાસથી થાય છે.” “એમ વાત છે.” રૂપલને પોતાની નજીક ખેંચીને રોમેન્ટિક અંદાજમાં જયેશે કહ્યુ. રૂપલને પોતાની બાહોંમાં ખેંચી ત્યાં તો રૂપલે તેને ધક્કો મારીને હસતા હસતા દુર જતી રહી. ****************
“એ જી મને તો બહુ ચિંતા થઇ રહી છે.” દેવ્યાની બહેને તેના પતિ મુકેશભાઇને કહ્યુ. “સ્ત્રીઓની ફરજ હોય છે કે તેની પુત્રીને સારા નરસા સંસ્કારનુ સિંચન કરે. ફરજ ચુક્યા બાદ પસ્તાવો શેના કામનો?” “તમે જ ત્રણેયને લાડકી બનાવી રાખી છે. ગુસ્સો કરવાનો હતો ત્યારે ન કરવા દીધો.” “ગુસ્સો કરવાથી જ શિક્ષણ નથી આપી શકાતુ. તેના માટે ઘણા રસ્તાઓ હોય છે.” “પરંતુ...” “બસ ચુપ” ઉંચા અવાજે મુકેશભાઇએ દેવ્યાની બહેનને ચુપ કરાવી દીધા. દર વખતેની જેમ દેવ્યાની બહેન ચુપચાપ સમસમી મુક બની ગયા. ************* “જયેશ, રૂપલદીદી ચાલો હુ તમારા માટે લંચ લઇને આવ્યો છુ. ચાલો જમવા માટે.”રોનિતે બહારથી આવતા કહ્યુ. “રોનિત સોરી યાર અમારા માટે તારે બહુ હેરાન થવુ પડી રહ્યુ છે.” “બસ હો બહુ ફોર્માલિટી કરી છે તો મારીશ તને યાર. લેટસ ચીલ. યુ ક્નો મારી માતા હમેંશા મને કહે છે કે જેની સાથે કોઇ લેણા દેવી હોય તેની સાથે જ આપણે મિલાપ થાય છે અને આ દુનિયામાં બધા જીવ એક તારથી બંધાયેલા છે. એટલે આપણે સૌ એક જ છીએ તો પોતાના જ અંશ સાથે ફોર્માલીટિ શેની? આપણો માનવતાનો સંબધ દીપવવો એ જ આપણા જીવનની દિવ્યતા છે.”
“વાહ દોસ્ત તારી માતાને પ્રણામ તેને આવા સરસ સંસ્કાર તને આપ્યા છે.” “થેન્ક્યુ સો મચ યાર. મારી માતા ગ્રેટ જ છે. આઇ એમ પ્રાઉડ કે હું તેનો સંતાન બન્યો બાય ધ વે પહેલા ચાલો હવે જમી લઇએ નહિ તો આ ઠંડુ બની જશે.” “હા, ચાલો.” રૂપલે કહ્યુ અને રોનિત, જયેશ અને રૂપલએ પોતાની પ્લેટ તૈયાર કરી લીધી. “મને નિરાંતે જમવાની ટેવ છે અને જમતી વખતે વાત કરવાની આદત નથી તો તમે તમારી આદત અને જરૂરિયાત મુજબ શરમાયા વિના જમી લેજો.” ખુબ જ વધુ બોલવાની ટેવ વાળા રોનિતે જમવા વખતે વાતચીત ન કરી આથી જયેશ અને રૂપલે પણ શાંતિથી જમી લીધુ. બપોરના લંચ બાદ રૂપલે બહાર વાસણ સાફ કરી લીધા અને હવે તેની આંખો ઘેરાવા લાગી આથી તે પલંગ પર પડદો આડો કરી સુઇ ગઇ અને નીચે ગાદલા પર જયેશ અને રોનિત વાતોએ વળગ્યા. “મને કોઇના પર્સનલ મામલામાં દખલ દેવાની ટેવ નથી. તમારા વિશે હું કયારેય કંઇ નહિ પુછુ એકચ્યુલી કેશવ સાથે છેલ્લા ત્રણ વર્ષથી રહુ છુ છતાંય તેના વિશે મારી પાસે પુરતી માહિતી નથી. પરંતુ મારુ જીવન ખુલ્લી કિતાબ જેવુ છુ. મારુ હૈયુ હું બધા પાસે ખોલીને જ રાખુ છુ. હું રાજસ્થાનનો વતની છુ. મારા પિતાજી એક વિખ્યાત જયોતિષ હતા. હું નાનો હતો ત્યારે જ તેનુ મૃત્યુ થઇ ગયુ. મારી માતાએ સાસરીના બધા જ દુ:ખો સહન કરીને મને સારા સંસ્કાર આપીને ઉચ્ચ અભ્યાસ સાથે સારી કેળવણી આપી. અમારો પરિવાર છેલ્લી ત્રણ પેઢીથી સાથે જ રહે છે. મારા દાદા, પરદાદા અને તેના સંતાનોના સંતાનો થઇને અમારો ખુબ જ મોટો પરિવાર છે. રાજસ્થાનમાં અમારુ એક રજવાડુ જ છે. ખુબ જ પૈસા સાથે અમે ગર્ભ શ્રીમંત પરિવાર છે. નોકરી કરવા માટે મારા પરિવારની તો સખ્ત ના હતી. પરિવારિક બિઝનેશ માટે માણસોની જરૂર રહે જ છે. પરંતુ મને મારા શોખ સાથે આગળ વધવુ હતુ આથી હું અહી નોકરી કરવા આવી ગયો.” રોનિતની લાંબી વાતમાં જયેશે ફકત સાંભળવાનુ જ હતુ. “દોસ્ત આ મારી જીંદગીની વાર્તા છે. મને તો બડબડ કરવાની ટેવ છે મારી વાતો કયારેય નહિ ખુટે. તું થાકી ગયો હોય તો આરામ કરી લે.” “અરે ના મને એવો થાક લાગ્યો નથી. તારી સાથે આટલા સમયથી રહી તારા પર હવે સંપુર્ણ વિશ્વાસ આવી ગયો છે. મને નથી લાગતુ કે તારાથી કાંઇ છુપાવવાની જરૂર છે.” જયેશે પોતાની બધી વાત જણાવી અને પોતાનો સામાન સાથે એ ચિઠ્ઠી ગુમ થઇ ગઇ તે બધુ કહી દીધુ. “દોસ્ત બહુ જ ખરાબ થયુ તારી સાથે પરંતુ તુ ચિંતા ન કરજે હું તારી બની શકે એટલી મદદ જરૂરથી કરીશ. ચાલ તારા ડેટા રિકવર લઇ લઇએ.” રોનિતે ઉભા થતા કહ્યુ. “અત્યારમાં જરૂર નથી. તુ આરામ કરી લે પછી સાંજે નિરાંતે બધા કામ કરીશુ.” “ચાલ ઠીક છે હું પણ આરામ કરી લઉ એ બહાને તુ પણ થોડી વાર સુઇશ.” થાકના કારણે રૂપલને ઉંઘ આવી ગઇ. રોનિત અને જયેશ પણ સુવાનો પ્રયાસ કરવા લાગ્યા. પ્રયાસમાં તેઓને આંખ કયારેય મિચાઇ ગઇ તે ખબર જ ન પડી.
“રૂપલ મા બાપની ઇજ્જત પર ધુળ ઉડાતતા શરમ ન આવી તને ચાલ ઘરે.” રૂપલ સુતી હતી ત્યારે જ તેના હાથ ખેંચીને તેની માતા દેવ્યાની બહેને કહ્યુ. તેને આંખો ચોળીને જોયુ તો સામે તેના પિતા મુકેશભાઇ, વિજય જીજુ અને પોલીસ ઓફિસર ઉભા હતા. આ ચિલ્લમ ચિલ્લીમાં જયેશ અને રોનિત પણ ઉઠી ગયા. “તમને શુ લાગ્યુ કે કોઇ તમને શોધી નહિ શકે? તારા ફોનના લોકેશનથી આસાનીથી તમારો પત્તો મળી ગયો. હવે ચાલો અમારી સાથે.” વિજયે કહ્યુ. “પપ્પા અમે મેચ્યોર અને બાલિક છીએ. તમે અમને અમારી જીંદગી જીવવાથી રોકી ન શકો.” રૂપલે કહ્યુ. “મેચ્યોરવાળી બહુ આવી ચાલ હવે.” આટલુ બોલીને મુકેશભાઇ રૂપલનુ બાવળુ પકડીને ખેંચવા લાગ્યા. “તમે આમ બળજબરીથી રૂપલને ના લઇ જઇ શકો.” જયેશ બોલતા બોલતા તેની પાછળ દોડ્યો. “જયેશ તને અમે સજ્જન સમજ્યો હતો અને તે આવુ કામ કર્યુ. શેઇમ ઓન યુ.” પાછળ ફરીને મુકેશભાઇએ કહ્યુ. જયેશ પાછળ દોડતો રહ્યો અને તેઓ રૂપલને લઇને જતા રહ્યા.“બચાઓ” ચીસ પાડતા રૂપલ ઉભી થઇ ગઇ. તેને આજુબાજુ જોયુ તો બધુ જ બરાબર હતુ. “થેન્ક ગોડ સપનુ હતુ.” તે મનોમન બોલીને આજુબાજુ જોયુ તો રોનિત અને જયેશ હજુ સુતેલા હતા. તેને પોતાનો ફોન ચેક કર્યો હજુ સુધી સ્વીચ્ડ ઓફ્ફ જ હતો. મનમાં હાશકારો થયો. સાથે તેને પોતાના પરિવારની યાદ આવી ગઇ. એકવાર પોતાની બહેનો, મા, પિતા સાથે વાત કરવાનુ મન થઇ આવ્યુ. પરંતુ સપના બાદ તેની હિમ્મત જ ન થઇ.
“રૂપલ તુ ઉઠી ગઇ.” જયેશે બેઠા થતા કહ્યુ. “હા” “કંઇ ટેન્શન?” “ના યાર.” “તારો ચહેરો ચાડી ખાઇ છે કાંઇ ચિંતા જરુરથી છે. શુ છે યાર? મને નહિ જણાવે.” રોનિત હજુ આરામ કરી રહ્યો હતો એટલે જયેશે ધીરે ધીરે કહ્યુ. રૂપલે પોતાના સપનાની બધી વાત જણાવી. ત્યાં તો રોનિત પણ ઉઠી ગયો. “દીદી તમે ચિંતા ન કરો. તમારો ફોન લાવો હું સેટીગ ચેન્જ કરી આપીશ પછી તમે ફોનનો યુઝ કરી શકશો અને તેઓ તમને શોધી પણ નહિ શકે. જયેશ તારા ફોનની ડિટેઇલ પણ લઇશુ.” રોનિતે થોડી જ વારમાં રૂપલના ફોનના સેટીગ ચેન્જ કરી દીધા અને જયેશના ફોનની ડિટેઇલ્સ પણ રિકવર લઇ લીધી. અને તેની પાસે એક એકસ્ટ્રા ફોન હતો તે જયેશને આપી દીધો.
*************** “જયેશ, તમારા ફેમિલી મેમ્બરએ પોલીસમાં કમ્પ્લેઇન કરી છે આથી તમે લોકો સરકારી વાહનમાં જાઓ તેના કરતા સારુ છે કે તમે પ્રાઇવેટ વાહનમાં જાઓ. જેથી સેફટી રહેશે.” “હા પણ અમારી પાસે અત્યારે એટલુ બજેટ નથી. હુ મારા કાર્ડનો ઉપયોગ પણ ન કરી શકુ.” “તુ યાર બધી ચિંતા મારા પર છોડી દે તે બધી વ્યવસ્થા હુ કરી લઇશ. અને તમને વાંધો ન હોય તો હુ પણ તમારી સાથે આવીશ. આમ પણ હુ ફ્રી જ છુ અને મારે કયાંક ફરવા જવાનુ હતુ આથી એવુ હોય તો તમારી સાથે દહેરાદુન ફરી લઇશ.” “દોસ્ત ન કહેવુ હોય તો પણ થેન્ક્યુ કહેવાય જાય છે. બહુ મદદ કરી તે યાર.” “અરે યાર કેટલીવાર કહેવુ મારો સ્વભાવ જ એવો છે મને બીજાની મદદ કરવામાં આનંદ આવે છે આ જ મારી આદત છે.”
“ગ્રેટ, તારે હેરાન ન થવુ હોય તો અમે અમારી રીતે નીકળી જઇશુ અને અત્યારે વાહનની વ્યવસ્થા ખાલી કરી આપજે. પૈસાની વ્યવસ્થા થશે એટલે તારા એકાઉંટમાં ટ્રાન્સફર કરી આપીશ.” “મારે હેરાન જેવુ કાંઇ નથી. મે કહ્યુ ને મારે પણ ફરાઇ જશે. એકલો કયાંક નીકળી પડુ એ કરતા તમારા લોકોનો સાથ મળશે અને મારે તે બાજુનો બધો એરિયો જાણીતો છે એટલે તમને ત્યાં શોધવુ સહેલુ પડશે.” “યુ આર સો ગ્રેટ.” કહીને જયેશ રોનિતને વળગી પડયો.
***************
“પપ્પા તમે વધારે ટેન્શન લઇ રહ્યા છો. તેઓ બહુ સમજદાર છે અને તેમની આ મરજી છે તો આપણે વધારે કાંઇ ન કરી શકીએ.” વિજયે મુકેશભાઇને સમજાવતા કહ્યુ. “બેટા, તારી વાત સાચી છે. મને બહુ વધારે ચિંતા થાય છે. પરંતુ દીકરીની જાત રહી અને આજની આ દુનિયા.” “પપ્પા, જયેશ ખુબ જ મેચ્યોર અને જવાબદાર વ્યક્તિ છે. તેને ભલે નાદાનીમાં આવુ પગલુ ભર્યુ પરંતુ તેની સાથે રહીને રૂપલ સુરક્ષિત જ છે.” “હા, મને પણ એવુ જ લાગી રહ્યુ છે. તો પણ દિલને મનાવવુ ખુબ જ અઘરુ છે.” “હા, એ તો છે. માતા પિતાનુ દિલ સંતાન માટે ખુબ જ વધારે સેન્સીટીવ હોય છે.” “સાવ સાચી વાત કરી જમાઇ રાજા અને હા, હવે તમારે કામ હોય તો નીકળી જાઓ. ફોન પર સંપર્કમાં રહીશુ અને જરૂર પડશે ત્યારે તમને બોલાવી લઇશુ.” “ઓ.કે. હું આવતીકાલે નીકળી જઇશ. રક્ષા ભલે થોડા દિવસ અહીં રોકાતી. તમારી સાથે અહીં રહેશે તો તેના મનમાં ધરપત રહેશે.”
********* “જયેશ, વાહન માટેની બધી જ વ્યવસ્થા થઇ ગઇ છે. આપણે લોકો આજે જ વહેલી સવારે નીકળી જઇશુ. અત્યારે વહેલા ડિનર લઇને આરામ કરી લો વહેલા ઉઠીને નીકળી જઇશુ અને હા આખો દિવસ જતો રહ્યો અને તમને લોકોને પુછવાનુ જ રહી ગયુ કે તમારે લોકોને કાંઇ શોપિગ કરવાની છે. કપડા કે કોઇ જરુરી વસ્તુઓ.”
“ના ખાસ જરૂર નથી. અમારી પાસે ઇનફ વસ્તુઓ છે. મને તો એ જ ચિંતા થાય છે કે એડ્રેસ ગુમ થઇ ગયુ છે તો ત્યાં જઇને શુ કરીશુ?” “બહુ ચિંતા ન કર યાર. જે કિસ્મત તમને લોકોને અહીં લાવી છે તે જયાં પહોંચાડવાનુ હશે ત્યાં જરૂર પહોંચાડી આપશે. કુદરતના ઘણા નિયમો સમજની બહાર હોય છે. તારા માતા પિતાનુ નામ યાદ હશે તો થોડા પ્રયાસ કરીશુ. નહિ તો એક પ્રવાસ ગણીને પરત આવી જઇશુ. જયારે તારા નસીબમાં માતા પિતાને મળવાનુ લખ્યુ હશે ત્યારે કિસ્મત આપોઆપ તને ત્યાં પહોંચાડી દેશે.” “હા હવે બીજો કોઇ રસ્તો પણ નથી. અમે લોકો વહેલી સવારે તૈયાર જ રહીશુ.” ***************** સવારે ચાર વાગ્યે ત્યાં તો ગાડી વાળો આવી ગયો. રૂપલને રાતના ખાસ ઉંઘ આવી ન હતી એટલે તેને બધાને વહેલા ઉઠાડી દીધા અને ચાર વાગ્યે બધા રેડી થઇને નીકળી ગયા. રસ્તા પર કુદરતની અનુઠી સુંદરતા અને સવારનુ ઝાકળભીનુ વાતાવરણ ખુબ જ રોમાંચક હતુ પરંતુ રૂપલનુ મન ગડમથલમાં હતુ. તેને વારંવાર પરિવાર સાથે વાત કરવા માટે મન થઇ રહ્યુ હતુ. તેઓ કયાં કાંઇ ખરાબ કરી રહ્યા હતા. પરિવારને ખબર પડે તો પણ શુ? રોનિત અને જયેશ પોતાની વાતમાં મગ્ન હતા. ટેકનોલોજી અને જોબની વાત કરતા કરતા રોનિત તો સુઇ ગયો. “રૂપલ, કેમ કાંઇ બોલતી નથી? થાકી ગઇ.” “ના” ટુંકાક્ષરીમાં જવાબ આપીને રૂપલ ફરીથી બારીમાંથી બહાર જોવા લાગી તેના ખુલ્લા વાળ હવામાં ઉડી રહ્યા હતા. જયેશ સમજી ગયો હતો કે રૂપલ તેનાથી કાંઇક છુપાવવા માંગે છે. પરંતુ તે ઇચ્છે નહિ ત્યાં સુધી તેને કંઇ પુછવા માંગતો ન હતો. તે આંખો મીંચીને ભુતકાળમાં ખોવાઇ ગયો. તેને પણ પોતાના માતા પિતાની ખુબ જ યાદ આવી રહી હતી. “બેટા હવે કેમ છે?” “પપ્પા,” કહીને તે પોતાના પિતાને વળગી પડ્યો. દસમુ ધોરણ હતુ અને તાવ ઉતરાવુ નામ જ ન લેતો હતો. આજે પાંચમો દિવસ હતો. સવારે બીજા ડોક્ટરને પણ બતાવ્યુ હતુ. હજુ જરા પણ ફરક પડ્યો ન હતો. હવે તો જમી પણ શકતો ન હતો. જયેશ વળગી પડ્યો એટલે તેના પિતા મધુસુદનભાઇ પણ તેને વળગીને પ્રેમથી માથે હાથ ફેરવવા લાગ્યા. તેનુ હૈયુ ભરાય આવ્યુ.
જયેશને રાત્રે માથે હાથ ફેરવીને સુવડાવ્યા બાદ તે સીધા ઘરમાં રહેલા કાનાના મંદિરમાં ગયા અને તે દિવસથી દસમાં દિવસે જયેશનો તાવ ન ઉતર્યો ત્યાં સુધી કઠોર અનુષ્ઠાન કર્યુ. તેની માતા પણ કામ કાજ છોડીને સતત તેની સાથે જ રહ્યા હતા.
ત્રેવીસ વર્ષમાં આવા અનેક સ્નેહના ઝરણાંનો જયેશે અનુભવ કર્યો હતો ત્યારે આજે કોઇ આવીને કહી રહ્યુ હતુ કે તેના માતા પિતા તેઓ છે. ખાલી જન્મ આપીને તરછોડી દેવાથી માતા પિતા બની જવાઇ છે? ના, બિલકુલ નહિ. તેઓ ગમે તે હોય હું તેની સાથે નહિ જ રહુ. બેવકુફ છુ હું આમ ચાલી નીકળ્યો. હવે શુ છે? મને પોષનાર અને દુનિયા સક્ષમ બનાવનાર જ મારા માતા પિતા છે. હુ બીજા કોઇનો સંતાન નથી.” જયેશ અનેક ગડમથલ ભર્યા વિચારોમાં ખોવાઇ ગયો હતો. બીજી બાજુ રૂપલ પણ દુવિધામાં હતી અને તેના માતા પિતા પણ ઉંડી ચિંતામાં હતા.
************* જયેશ તેના માતા પિતાને મળવા જશે કે પરત થઇ જશે? તેના માતા પિતા કોણ છે? કે કોઇ ષડયંત્રમાં તેને ફસાવી રહ્યુ છે? જાણવા માટે વાંચો આગળ......