" પ્રિયાંશી "ભાગ-16
જ્યાં મિલાપ રોકાયો હતો ત્યાંથી થોડે દૂર તેની હોસ્પિટલ હતી, જ્યાં તે આગળ સ્ટડી પણ કરતો અને બાકીના સમયમાં તેને ત્યાં પ્રેક્ટિસ કરવાની રહેતી.
ઇન્ડિયાથી ગયા પછી ત્યાં સેટ થવામાં થોડો સમય લાગેજ મિલાપને પણ શરૂઆતમાં તો બિલકુલ ગમતું નહિ. પણ હોસ્પિટલના હિસાબે સમય પસાર થઇ જતો હતો. રોજ રાત્રે ઘરે આવીને થાકીને લોથપોથ થઈ જતો ક્યાં ઇન્ડિયાની આરામની જિંદગી અને ક્યાં યુ. એસ.ની બીઝી લાઇફ બંને વચ્ચે આસમાન-જમીનનો ફરક હતો. અહીં બધું જ કામ તેણે જાતે જ કરવું પડતું અને જમવામાં પણ કંઇ બહુ મજા આવતી નહિ. પણ વિચારતો હતો કે ધીમે ધીમે સેટ થઇ જવાશે. રોજ રાત્રે પહેલા મમ્મી-પપ્પાને અને પછી પ્રિયાંશીને ફોન કરતો. પ્રિયાંશી સાથે કલાક વાતો કરતો અને કહેતો કે, " પિયુ, મને અહીંયા એકલા એકલા બિલકુલ ગમતું નથી. તો તું જો અહીં આવી જાય તો આપણે બંને અહીં જ સેટ થઇ જઇએ. કારણકે આ હોસ્પિટલ ખૂબ સરસ છે, અને અહીંની લાઇફ પણ બહુ સરસ છે. "
પણ પ્રિયાંશી "ના" પાડતી અને કહેતી, " ના, મારે અહીં તારા અને મારા મમ્મી-પપ્પાને સાચવવાના છે. બસ તું જલ્દીથી ડીગ્રી લઇને આવી જા એટલે આપણે હોસ્પિટલ બનાવીએ."
ઠંડી પણ અહીં સારી એવી લાગે તેથી હોસ્પિટલમાંથી જે પૈસા મળતા હતા તે ભેગા કરી પહેલા તો તેણે એક કાર ખરીદી લીધી.
થોડા સમય પછી મિલાપને અહીં ગમવા લાગ્યું હતું. હવે તેને અહીં ગૃપ પણ સરસ થઇ ગયું હતુ.ઇન્ડિયાથી બીજા બે- ત્રણ તેના જેવા સ્ટુડન્ટ્સ ત્યાં ગયા હતા તે મળી ગયા હતા. હોસ્ટેલ છોડી તેમની સાથે તેમના હાઉસમાં રહેવા જતો રહ્યો હતો. અહીં બધાએ પોતપોતાનું કામ પોતાની જાતે જ કરવાનું રહેતુ.તેથી બધું જ શીખી ગયો હતો. ઇન્ડિયામાં પોતાની જાતે પાણી લઇને પણ નહિ પીનારો મિલાપ ત્યાં વાસણ પણ ધોઇ કાઢતો અને જમવાનું પણ બનાવી લેતો. ક્યારેક અંજુબેનને વોટ્સઅપ કોલ કરી રેસીપી પૂછતો તો ક્યારેક પ્રિયાંશીને. અને બધા હસતા તેમજ તેની મજાક ઉડાવતા.
પ્રિયાંશી કહેતી કે, " હવે મારે શાંતિ તને રસોઇ બનાવતા આવડી ગઈ એટલે તું બનાવજે અને હું શાંતિથી બેસીને જમીશ." અને પછી હસતી.
મિલાપ પણ કહેતો," હા ડાર્લિંગ, હું તને, મને જે આવડે છે તે બનાવીને ખવડાવીશ તું ચિંતા કરીશ નહિ હોં ને " અને બંને જણા એકબીજાને મોબાઇલની સ્ક્રીન ઉપર જોઇને ખુશ થઇ જતા. રોજ પ્રિયાંશી ની સવાર મિલાપના ફોન સાથે પડતી.
યુ.એસ.માં રાત હોય, બસ મિલાપ સૂઇ જવાની તૈયારી કરતો હોય અને પ્રિયાંશી સાથે વિડીયોકોલ પર વાત કરીને સૂઇ જાય અને પ્રિયાંશીને કહેતો કે, " તારી સાથે વાત કરીને સૂઇ જવું એટલે બહુ સરસ મીઠા સ્વપ્ન આવે છે, તારા જેવા ડિઅર, બધું નજર સામે દેખાય છે, આપણું ઘર, આપણી હોસ્પિટલ અને આપણાં બાળકો " અને પ્રિયાંશી ટોકતી, " બસ, હવે પાગલ, સૂઇ જા શાંતિથી. સવારે તારે વહેલા ઉઠીને જવાનું છે. " અને બંને ખુશીથી ફોન મૂકતા.
પ્રિયાંશી જ્યાં જોબ કરતી ત્યાં તેની સાથે એક ડૉક્ટર છોકરો હતો, ડૉ.વત્સલ તેને પ્રિયાંશી ખૂબ ગમતી. પણ કંઇ પૂછી કે વાત કરી શકતો નહિ. કોઈવાર નાઇટશીપ હોય કે મોડું થઈ ગયું હોય તો તે પ્રિયાંશીને પીકઅપ કરવા અને ડ્રોપ કરવા પણ જતો. તેના ઘરના બધાને સારી રીતે ઓળખતો. પ્રિયાંશી સાથે તેને સારી એવી ફ્રેન્ડશીપ થઇ ગઇ હતી.
એક દિવસ તેણે વાત વાતમાં પ્રિયાંશીને પૂછી લીધું કે, " તમે આગળ સ્ટડી નથી કરવાના તો ઘરેથી મેરેજ માટે મમ્મી-પપ્પા ફોર્સ નથી કરતા. "
ત્યારે પ્રિયાંશીએ જવાબ આપ્યો કે, " પહેલા તો તમે મને તમે ના કહેશો, કારણ કે હું તમારાથી નાની છું અને આપણે બન્ને ફ્રેન્ડ છીએ. અને બીજું મારા મમ્મી-પપ્પા મારી જેમ ઇચ્છા હોય તેમ મને કરવા દે એવા ફોરવર્ડ છે. "
" ઓકે. ઓકે." કરી વત્સલે વાત પૂરી કરી. વત્સલને આગળ ઘણું બધું પૂછવું હતુ, પણ કઇ રીતે વાત કરવી તે સવાલ હતો.
એકદિવસ તે પ્રિયાંશીને ઘરે ડ્રોપ કરવા જઇ રહ્યો હતો તો....
વત્સલ કઇ રીતે પોતાની વાત પ્રિયાંશી આગળ રજૂ કરે છે, વાંચો આગળના ભાગમાં....