Laher - 18 books and stories free download online pdf in Gujarati

લહેર - 18

(ગતાંકથી શરુ)
થોડીવારમાં સમીર પણ બજારમા થી આવી ગયો. પછી બધાએ સાથે ભોજનનો આનંદ માણ્યો... આ પળ કેવી હતી... બે ઘડી આપણને વિચારતી કરી મુકે... બધુ કામ પતાવીને લહેરને સમીરની મા પોતાના રુમમા લઇ ગયા.. અને તેને કહે છે કે તુ અહી બેસ મારે તારી સાથે બહુ જ જરુરી વાત કરવી છે.. લહેરે કહયુ હા બોલો ને મા હુ તમને સાંભળવા જ અહી આવી છુ.. પછી હસવા લાગી... જો સાંભળ લહેર.. મારે તને આ વાત કહેવી છે પણ મારી જીભ નથી ઉપડતી... લહેર કહે.. અરે મા કહોને... મને કંઇ જ ખોટુ નહી લાગે તમારી વાતનુ.. ઠીક છે બેટા.. પછી સમીરની માએ માંડીને વાત શરુ કરી કે જયારે તે સમીરને ડિવોર્સ પેપર સહી કરીને આપ્યા ત્યારે સમીરે મને તે પેપર વકિલને આપવા કહયુ હતુ પણ મારો જીવ જરા પણ ન ચાલ્યો એવુ કરતા અને મે તે પેપર ગુસ્સામા ફાડીને નાખી દીધા... લહેરને તો આ વાત સાંભળી જાણે જટકો લાગ્યો હોય તેમ સાવ સુનમુન થઈ ગઈ... એટલે મા એનો મતલબ મારા અને સમીરના ડિવોર્સ નથી થયા એમ... આટલુ તો માંડ બોલી શકી... આંખમાથી આંસુ પણ રોકાતા ન હતા... અને તેનો આ અવાજ રસોડામાં પાણી પીવા આવેલ સમીર સાંભળી ગયો... તેને તરત ખ્યાલ આવી ગયો કે મા એ જરુર લહેરને ડિવોર્સ વાળી વાત કરી દીધી હશે! તેની મા પણ રડતા રડતા લહેરની માફી માંગતી હતી... અને સમીર પણ ત્યા આવ્યો... તેને લહેરને કહયુ લહેર આ બધા માટે હુ જ જવાબદાર છુ મારે મારી જવાબદારી કોઇને ન સોપવી જોઇએ...મારા લીધે તને ખુબ દુખ થયુ છે... મને માફ કરી દે... હુ હમણા જ વકિલ પાસે નવા પેપર ડિવોર્સ માટેના બનાવડાવી લઇશ અને તારી સામે પણ નહી આવુ કયારેય... પણ બની શકે તો માફ કરજે મને.. લહેર તો કંઇ બોલી જ ન શકી... તે ત્યાથી તરત જ ઘરે આવી... અને ખુબ રડી.. પોતાની જાતને સ્વસ્થ કરી... એ વાત પર ખુબ વિચાર કર્યો.. તેને થોડીવાર પછી પાર્ટીમા પણ જવાનુ હતુ તેથી તે તૈયાર થઈ ગઈ અને જે તેના અંદર જે વાવાઝોડું વિચારોનુ છે તે બહાર ચહેરા પર ન દેખાય તેવો પ્રયાસ કરવા લાગી.. આજે તે ખુબ સરસ લાગતી હતી... તે કંપનીના બેન્કવેટહોલમા પહોચી ત્યા તો બધી તૈયારી પણ થઈ ચુકી હતી... અને અન્ય કર્મચારીઓ એ સમીર અને તેના પરિવારને અહી કોઇ બહાનુ આપી તેને બર્થડે સરપ્રાઈઝ આપવા બોલાવ્યા... તે બધા પણ થોડીવારમા આવી ગયા... લહેર એક બાજુ ઉભી હતી.. હવે તેને નિર્ણય લઇ લીધો હતો કે પોતે શુ કરવુ છે આગળ.. તેણે તે માટેની તૈયારી પણ કરી લીધી હતી... થોડીવારમા કેક કટીંગ થયુ અને પછી બધા એ સાથે ભોજન લીધુ.. ત્યાજ એક કોર્ટમેરેજવાળા જજ આવ્યા અને એક કર્મચારીને લહેર વિશે પુછવા લાગ્યા.. મને મીસ લહેરે બોલાવ્યો છે કયા છે તે... અને અંતે તેણે બધાની વચ્ચે કહયુ કે હુ અહી મીસ લહેરના બોલાવવા પર આવ્યો છુ.. થોડીવાર તો બધા વિચારમા પડી ગયા કે જજ ને કેમ અહી બોલાવાયા હશે... લહેરે બધી વાતનો ખુલાસો કરતા કહયુ કે... હુ સમીરને એક સરપ્રાઈઝ ગીફટ આપવા માંગુ છુ અને બદલામા તેની પાસેથી રિટર્ન ગીફટ પણ માંગીશ તેની પાસેથી... બધા આ વાત સાંભળી જાણે ચોંકી ગયા કે શુ એવુ લહેર સમીર પાસેથી માંગી લેશે.
( આગળ ની વાર્તા વાંચો ભાગ 19 માં )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED