લહેર - 6 Rashmi Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લહેર - 6

(ગતાંકથી શરૂ)
પોતાને લાયક તો તેને એક જ દેખાઇ. છતા તેણે તેમા એપ્લાય કરવાનુ વિચાર્યું અને પોતાના બધા ડોકયુમેન્ટ ભેગા કર્યા અને ઇન્ટરવ્યુ માટે થોડી તૈયારી પણ કરી લીધી હજી તેને આશા છોડી ન હતી તેને તરત જ પોતાના બધા ડોકયુમેન્ટ સાથે અપ્લાય કરી દીધુ અને તેને થોડીવારમાં ઈન્ટરવ્યુ માટેનો મેસેજ પણ આવી ગયો તેને આવતીકાલે ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યો હતો. તેને આ વખતે પણ આશા હતી કે જરુરથી તેને નોકરી મળશે..
સવારમા દસ વાગ્યે સમીરને ઈન્ટરવ્યુ માટે પહોચવાનુ હતુ તેના માતા પિતા પણ હવે ઉમરલાયક થઈ ગયા હતા અને હવે તેઓ ઘરની જવાબદારી સમીરને સોંપવા માગતા હતા તેથી તેઓ પણ સાચા દિલથી ઈચ્છતા હતા કે સમીરને આ નોકરી મળે આખરે સમીર તેના માતાપિતાનુ એકનુ એક સંતાન હતુ અને તેઓ સમીરના પહેલાના વર્તનથી ખુબ દુખી થયા હતા તેના મમ્મીને તેના લીધે એક દિવસ હાર્ટ એટેક આવી ગયો હતો તેને સમીરની ખુબ ચિંતા થતી હતી પણ હવે સમીરનુ વર્તન સુધરવાને લીધે તેના મમ્મી પણ ખુશ અને થોડા સ્વસ્થ થયા હતા. આજે તેના માતા પિતાએ તેને દિલથી આશિર્વાદ આપ્યા અને સમીર ઇન્ટરવ્યુ માટે ગયો.
બીજી બાજુ લહેર આજે સૌપ્રથમ મંદિરે ગઈ અને ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન આ જે હુ સાચા નિર્ણય લઇ શકુ એટલી મને હિંમત આપજો મારા હાથે કોઇને અન્યાય ન થવા દેજો કે કોઈનુ ભાવિ ખરાબ ન થવા દેજો. અને કંપની જવા નિકળી ત્યા નીતીનભાઇ નો ફોન આવ્યો કે લહેર હુ પણ તને ઇન્ટરવ્યુ મા મદદ કરવા આવુ છુ કેમ કે આજે ઘણા લોકો ઈન્ટરવ્યુ આપવા આવવાના છે તેથી આપણે જજ કરવા માટે બે ટીમ બનાવવી પડશે અને બંને કંપનીના થઈ કુલ સો જેટલા એમ્પ્લોયર નીમવા પડશે કેમ કે હવે થોડા સમયમા જ આપણા જુના ત્રીસ એમ્પ્લોયર કંપની છોડી દેશે અમુક ઉંમર થવાને કારણે રિટાયર્ડ થશે અને અમુકના પર્સનલ રીઝનના કારણે કંપની છોડવાના રેઝીગનેશન લેટર પણ આવી ચૂકયા છે તેથી તેને ધ્યાનમાં રાખીને નીમણુક કરવી પડશે અને આમેય આ તારો પહેલો અનુભવ છે એટલે હૂ તને એકલીને માથે ભાર નહી મુકુ...ઓહ થેન્કયુ અંકલ તમે આ કરીને મારો ભાર જાણે તમે લઈ લીધો હોય તેવો અહેસાસ થયો.. હુ કંપનીએ પહોચવા જ આવી છુ ત્યા જ મળીએ... બાય.. આટલુ કહી લહેરે ફોન મુકયો અને મનોમન ભગવાનનો આભાર માન્યો તેની જીંદગીમા આવા સારા માણસોને આવવા દેવા બદલ... થોડીવારમાં તે ઓફીસે પહોંચી ગઈ અને નીતીનભાઇ એ બે ટીમ બનાવી જેમા એકમા લહેર મુખ્ય જજ તરીકે હતા અને બીજી ટીમમા નીતીનભાઇ મુખ્ય જજ તરીકે હતા અને તેમની સાથે અન્ય બે મેનેજર પણ હતા આમ લહેરે તેની ઓફિસમા અને નીતીનભાઇ એ તેની ઓફિસમા ઇન્ટરવ્યુ શરૂ કર્યા...અનાયાસે સમીર પણ અહી જ ઇન્ટરવ્યુ આપવા આવ્યો હતો.. તેને લહેર વિશે કંઈપણ ખબર નહોતી તેને લહેરના બર્થડે નુ ઇન્વીટેશન મળ્યું હતુ પણ તે જવા નહોતો ઇચ્છતો તેથી ન ગયો તેને લહેરની કોઈ જ તપાસ નહોતી કરી તેના ગયા પછી પણ હા તેને જે લહેર સાથે કર્યુ તેનો તેને મનોમન અફસોસ જરુર હતો પણ ત્યારે તે અફસોસ કરવા માટે પણ ખુબ મોડો હતો કેમ કે એ સમયે તો લહેર ખુબ આગળ વધી ચુકી હતી.. સમીરનો ઇન્ટરવ્યુ નો વારો લંચ બ્રેક પછી હતો પણ તે ત્યા જ રહ્યો લહેરને આજે પોતાના પર ખુબ ગર્વ હતો
આગળ ભાગ 7 મા વાંચો