Laher - 7 books and stories free download online pdf in Gujarati

લહેર - 7

(ગતાંકથી શરૂ)
લહેરને આજે પોતાના પર ખુબ ગર્વ હતો કે આજે તે કોઈકને કામ કરવાનો મોકો આપી રહી છે કોઈકની ખુશીનુ કારણ બની રહી છે જયારે તેના માટે એક સમય એવો હતો કે તેના માતાપિતાને તેને ઘરમા રાખવા માટે પણ શરમ આવતી હતી આખરે બાર વાગ્યા સુધીમાં થોડુ કામ પત્યુ અને લંચ બ્રેક પડયો અને તે તમામ સહકર્મીઓ સાથે લંચ માટે ગઈ નીતીનભાઇ સાથે પણ કામ અંગે ચર્ચા થઇ અને થોડી સલાહો ણણ મળી ત્યા ઇન્ટરવ્યુ માટે આવેલા લોકો માટે પણ લંચની વ્યવસ્થા કંપનીએ કરેલી હતી તેથી સમીરે પણ લંચ ત્યા જ લીધુ અન્ય લોકો સાથે વાતો કરી તેને સારુ લાગ્યુ અને પાછા ઈન્ટરવ્યુ શરુ થયા અને સમીરનો જ પહેલો વારો હતો અને તે અંદર ગયો પોતાની જાતને રજુ કરવા માટે હિંમત જુટાવવા લાગ્યો.
અનાયાસે સમીરનો વારો નીતીનભાઇ વાળી ટીમ પાસે ઇન્ટરવ્યુ માટે આવ્યો હતો સમીરે પોતાની જાતની ઓળખ આપી અને થોડા સવાલોના જવાબ આપ્યા અને પછી તેને જવા માટે કહયુ અને સાથે ઇન્ટરવ્યુનુ રીઝલ્ટ મેસેજ અથવા કોલ દ્ભારા જણાવવામાં આવશે એવુ કહયુ અને પછી તે ઘરે ગયો તેના માતાપિતા એ પણ જોબ વિશે પુછયુ તો થોડી વાતચીત કરી પોતાના રુમમા ગયો અને તે પોતાની જાત સાથે વાત કરવા લાગ્યો તેને પોતાની જાતને એક વચન આપ્યુ કે હવેએકદમ પ્રામાણિક બનીને કામ કરશે અને કોઇને દુખ પહોંચે એવુ કામ કયારેય નહીં કરે અને આ જે તેને અચાનક લહેરની યાદ પણ આવી કેમ કે આજે તે પોતાની કોલેજ પાસેથી પસાર થયો હતો ત્યારે તેને તેના જુના દિવસો યાદ આવી ગયા અને ખાસ તો લહેર સાથે વિતાવેલી પ્રેમભરી પળો પણ હવે કંઈ જ થઈ શકે તેમ નહોતુ તેથી તે તેને માત્ર યાદ કરતા કરતા જ સુઈ ગયો
બીજી તરફ લહેર ને ખુશી થઈ કે ફાઇનલી બધા ઈન્ટરવ્યુ પતી ગયા હતા અને પુરતા એમ્પ્લોયર પણ મળી ચુકયા હતા અંતે એક એમ્પ્લોયર લીસ્ટ બનાવાયુ જેમા બધા સિલેક્ટ એમ્પ્લોયર ના નામ હતા અને નંબર હતા જે એકવાર લહેરને જોવા માટે અપાયુ આથી આ લીસ્ટ નીતીનભાઇ એ તેને મેઇલ કર્યુ કેમ કે લહેર હવે થોડી થાકી ગઈ હતી તેથી તે હવે ઘરે ગઈ અને ફ્રેશ થઇ જમી લીધુ પછી તે સુવા જતી હતી કે પેલુ લીસ્ટ યાદ આવ્યુ એટલે પાછી ફોન લઇ લિસ્ટ જોવા લાગી... મનન, કૌશિક, સિમા, નયન, કિરણ, અંશ, પુંજ, ચંદન, સમીર.. આ નામ વાંચતા જ તેની આંખ અને જીભ બંને એક જગ્યા પર જ થંભી ગયા સમીર... આ કેવી રીતે બની શકે.. શરીરમાંથી એક સળવળાટ પસાર થઈ ગયો... મેં તો કોઈ આ નામના છોકરાને નથી લીધો તો આ કેમ થયુ... હવે તે રીતસરની બબડવા લાગી... પછી મનને શાંત કરી અને વિચાર્યું કે સમીર નામના તો બીજા ઘણા વ્યક્તિ હોય શકે અને એ જરુર નીતીન અંકલે પસંદ કરેલ હશે તેમ મનને મનાવવા લાગી... થોડીવારતો જાણે એના માટે સમીર નામનો આ દુનિયામા એક જ વ્યક્તિ છે તેવુ થઈ ગયુ તેને જેમ તે વર્ષો પહેલા માનતી હતી તેમ પણ હવે તે સજાગ બની ગઈ હતી વધારે ન વિચારતા સુવાની તૈયારી કરવા લાગી... છતા મનમા તો રાત્રે જાણે ભુતકાળ આખો સામે ફરી એકવાર આટો ફરી ગયો.... સવારે રોજનુ કામ પતાવી લહેર ઓફીસે પહોચી ગઈ અને તાલીમ માટેની તૈયારી કરવા લાગી બધાને ફોન પણ કરવાના હતા...
(આગળ વાચો ભાગ 8 માં)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED