(ગતાંકથી શરુ)
હવે તો લહેર અને સમીર વચ્ચે નાની નાની વાતોમા ઝઘડા પણ થતા અને સમીરને તેની જોબની જગ્યા પર ઘર કરતા પણ વધુ સારી સગવડતા પણ મળતી હતી તેથી તેને હવે ઘરના સભ્યો અને થોડે અંશે લહેર પણ બોરીંગ લાગતી હતી... અને જોબ દ્ભારા તેના અમુક સપનાઓ પણ પુરા થતા તેને દેખાયા તેથી તે હવે લહેરને ઓછુ મહત્વ આપતો.....વાતવાતમા તેને ઉતારી પાડતો.... તને આ સારુ નથી આવડતુ.... તને તો સાવ ખબર જ નથી પડતી.... કયારેક તો લહેર ને ખુબ દુખ લાગતુ પણ હિંમત ન હારતી....
એક દિવસ સમીરનો જન્મદિવસ હતો અને સવારે તે ફ્રેશ થઈને ઓફિસે ગયો અને કહેતો ગયો કે સાંજે હુ વહેલો આવી જઈશ પછી ઉજવણી કરશુ તેથી લહેર તો બધી તૈયારીઓમા લાગી ગઈ અને આમ પણ આ સમીરનો લગ્ન પછીનો પહેલો જન્મદિવસ હતો. બધી તૈયારી પત્યા પછી લહેર બજારમા કેક લેવા ગઈ અને રસ્તામા જ તેનો અને સમીરનો બંનેનો મિત્ર રુહાન મળી ગયો. તે રુહાનને બાળપણથી રાખડી બાંધતી હતી કેમ કે લહેરને કોઇ ભાઇ ન હતો. તે કહે આપણે બંને સાથે જ ઘેર જઈશુ... અને સમીરને સરપ્રાઈઝ આપીશુ બંને બધી જુની યાદોને વાગોળતા કયારે ઘરે પહોચી ગયા ખબર જ ન પડી. સમીર પણ ઘેર આવી ગયો હતો અને તેણે જ દરવાજો ખોલ્યો. પણ એ બંનેને સાથે જોઇને સમીરના મનમા શંકા ઉભી થઈ.... એ ત્યારે તો કંઇ ન બોલ્યો પણ બધુ પતી ગયા પછી રાતે રુમમા જઈને સમીરે સીધુ જ લહેરને પુછયુ કે તુ રુહાનની સાથે શુ કરતી હતી કેમ ગઈ હતી તેની સાથે.... આટલુ સાંભળતા જ લહેર રડવા લાગી.... તો સમીર તેના વાળ ખેંચીને કહે શુ છે સંબંધ તારે અને રુહાનને... અને લહેર કહે છે કે મારે અને રુહાનને તો ભાઇ બહેન જેવો સંબંધ છે હુ એને બાળપણથી જ રાખડી બાંધુ છુ.... પણ સમીર તેની એક વાત સાંભળવા નહોતો માંગતો.... તેણે લહેર પર આજે હાથ પણ ઉપાડયો....અને કહયુ કે હુ તારાથી ત્રાંસી ગયો છુ તુ રોજ નવા તુત કરે છે.... હવે તારેને મારે સંબંધ પુરો.... એમ કરીને કબાટમાંથી લહેરના બધા કપડા તેની મોટી બેગમા ભરી દીધા અને તેને ખેંચીને બહાર કાઢી.... જતી રહે મારા ઘરમાંથી અને મારી જીંદગીમાથી.... મને ખુબ જ અફસોસ છે કે મે તારી સાથે લગ્ન કર્યા. આમ કહી તેને ઘરમાંથી બહાર કાઢી અને તરત જ દરવાજો ધડામ કરતો બંધ કર્યો.
હવે તો લહેર ખુબ જ ગભરાઈ ગઈ હતી તેને કંઈ સુજતુ નહોતુ કે કયા જવુ અને શુ કરવુ આથી તે પોતાના માતપિતા ના ઘરે જ ગઈ.... ત્યા પણ આમ અચાનક રડતા રડતા ગઈ એટલે સવાલોનો વરસાદ તુટી પડયો બિચારી પર.... તેને બધી વાત માંડીને કરી.... તેના માતપિતાએ પણ તેનો જ વાંક ગણાવી કહ્યુ કે જીવનમા ઉતાર ચઢાવતો આવ્યા કરે આમ હારીને ઘરે પાછુ ન આવી જવાય.... તારે આજે નહી તો કાલે સમીર પાસે જ જવુ પડશે... એ તારો પતિ છે... એ જેમ કહે તેમ તારે કરવુ જોઈએ....પછી લહેર તેના રુમમા સામાન લઇ જતી રહી...
તેને હવે મનોમન નકકી કરી લીધુ હતુ કે હવે ગમે તે થાય હુ સમીર પાસે તો પાછી નહી જ જાઉ..... બીજે દિવસે સવારે તેના માતપિતાએ તેને પોતાના સાસરે ઐતુ રહેવા માટે દબાણ કર્યું તો લહેર ત્યાથી પણ ઘર છોડીને જતી રહી.... તેને તેની બાળપણની સહેલી મિતાને ફોન કર્યો....
(આગળ ભાગ 3)