Laher - 10 books and stories free download online pdf in Gujarati

લહેર - 10

(ગતાંકથી શરુ)
તુ ખુબ હિંમતવાન છે તો તારે એનાથી દુર નથી ભાગવાનુ પણ તેનો સામનો કરવાનો છે... એને સામે જવાબ આપવાનો છે... હા હુ તેનો સામનો કરીશ લહેરે કહયુ... અને તેને પોતાની જાત સાથે ડીલ કરી કે હવે તે જેમ પહેલા રહેતી હતી તેમ જ રહેશે જાણે કંઈ બન્યુ જ નથી તેમ... અને તેને કોઈ ફરક નથી પડતો કોઇનાથી...
લહેર બધુ કામ પતાવી ઘરે પહોચી અને ત્યા થોડીવારમાં મિતા આવી લહેરે બધી વાત તેને કરી કેમ કે તે તેની ખાસ સહેલી હતી અને તે તેને ખાસ જાણતી હતી તેને લહેરને પોતાનુ કામ ચાલુ રાખવા કહયુ અને ખાસ તેનુ મન કહે તેમ જ કરવા જણાવ્યુ એને કહયુ તારે તેમ જ વર્તવાનુ જાણે કંઈ થયુ જ નથી તુ તેને ઓળખતી જ ન હોય તેમ. થોડીવાર પછી લહેરે આવતીકાલની તાલીમની તૈયારી શરુ કરવા માંડી તેને બધાને તાલીમ આપવા માટે પોતે કયાય અટકે નહી તે માટે બધુ જાણવાનુ હતુ તેમ જ બધા એમ્પ્લોયર ને કાલની તાલીમ અંગેની થોડી માહીતી મેઇલ દ્ભારા આપવાની હતી તે બધુ કામ પત્યુ ત્યા તો રાત પડી ગઈ પછી જમીને સુવાની તૈયારી કરવા લાગી... ત્યા તેની ફોનની રીંગ રણકી... કોણ હશે અત્યારે આટલી રાતે. જાણ્યો નંબર હતો છતા લહેરે ફોન ઉપાડયો... હલો લહેર હુ સમીર બોલી રહ્યો છુ... ફોન કટ ન કરતી મારી વાત સાંભળી લે એકવાર. જો લહેર હુ તને કોઇ નુકશાન પહોચાડવા નથી આવ્યો... અને તુ આ કંપનીમા છે એવુ જાણીજોઈને પણ નથી આવ્યો મને તો ખબર પણ નહોતી કે તુ અહીયા કામ કરે છે મે તને માફી માંગવા ફોન કર્યો હતો પણ હુ તો માફી માગવાને પણ લાયક નથી મે તને ખુબદુખ આપ્યુ છે અને મારા લીધે તે ખુબ સહન કર્યુ છે પણ હવે મે બધી કુટેવો છોડી દીધી છે કેમ કે તુ ગઈ પછી મારા મમ્મીને હાર્ટ એટેક આવી ગયો અને પછી કંગાળ બની જતા મારી સાન ઠેકાણે આવી હુ તને એક રીકવેસ્ટ કરુ છુ કે લહેર મહેરબાની કરીને મને જોબમાથી ન કાઢતી કેમ કે મને આ જોબ મળી છે અને મારા માતાપિતા આ જોઇને ખુબ ખુશ થયા છે ખાસ કરીને મમ્મી... જો મને આ જોબમાંથી કાઢવામા આવશે તો હુ સાવ નિરાધાર થઈ જઈશ... આટલુ કહી સમીર બોલવાનુ બંધ કર્યૂ અને ફકત એટલુ જ બોલી શકી.. ઠીક છે હુ નહી કાઢુ તને નોકરીમાંથી... આટલુ કહી ફોન કટ કર્યો... હવે લહેરને સમીરના માતાપિતાનો વિચાર આવ્યો... કે એ લોકોનો આમા કંઈજ વાંક નથી તો તેમને મારે શા માટે તકલીફ આપવી જોઇએ અને આમ પણ તે લોકોએ લહેરને ખુબ જ પ્રેમથી કોઈ વિરોધ વગર અપનાવી હતી અને કોઇદિવસ તેને દુખ નહોતુ આપ્યુ જયારે સમીરે લહેરને છોડવાનો નિર્ણય કર્યો ત્યારે પણ તેઓએ સમીરને ખુબ સમજાવ્યો હતો પણ પછી તે સમીરની પોતાની જીંદગીનો સવાલ હતો એટલે ત્યારે તે તેના માતાપિતાનુ માન્યો ન હતો પણ તેના માતાપિતાએ લહેરને હંમેશા સાથ આપ્યો હતો તેથી લહેર તેમને કોઈપણ સંજોગોમા હેરાન કે દુખી થવા દેવા નહોતી માંગતી તેથી તેણે સમીરને નોકરીમાંથી નહી કાઢવાનો વિચાર કર્યો બાકી તે સમીરની આવી વાતોમા જરાય નહોતી આવી તેને હવે તેની વાત પર જરાપણ વિશ્વાસ નહોતો.. પછી તેને આખી રાત સમીરના માતાપિતાના જ વિચારો આવ્યે રાખ્યા કે સમીરના લીધે તેમણે કેટકેટલી મુશ્કેલીઓ સહેવી પડી હશે.
( આગળ વાંચો ભાગ 11 મા)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED