લહેર - 3 Rashmi Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લહેર - 3

તેને તેની બાળપણની સહેલી મિતાને ફોન કર્યો. અને રહેવાની વ્યવસ્થા માટે મદદ માંગી. મિતા એ તેના ઘર પાસે નાની એવી રુમ તેને ભાડે અપાવી દીધી તેથી ત્યા તે રહેવા જતી રહી... તેની પાસે જયારે તે લગ્ન પહેલા કોલેજ પછીના સમયમા ટયુશન કરાવતી ત્યારના થોડા બચાવેલા પૈસા હતા તે તેને અત્યારે મહિના પુરતા ચાલે તેમ હતા... હવે બીજે દિવસે સવારે તેને પોતાના બધા ડોકયુમેન્ટ સાથે ઓનલાઈન જોબ માટે અપ્લાય કરી દીધુ હતુ તે માત્ર તેઓના જવાબની રાહમા હતી... ત્યા સુધી તેણે સાંજના સમયે છોકરાઓને ટયુશન કરાવવાના શરુ કરી દીધા... અત્યારે તેને મિતા ખુબ જ મદદ કરતી હતી... હવે તેને થોડુ સારુ લાગતુ હતુ આમ ને આમ એક અઠવાડીયુ નીકળી ગયુ...હવે તેને ઘરમા થોડો સામાન પણ વસાવી લીધો હતો હવે તે બહારના ટીફીન છોડી ઘરે જ જમવાનુ પણ બનાવતી...આમ ને આમ એક અઠવાડીયુ વીતી ગયુ...એક દિવસ સવારે તેને એક કંપની માંથી ઇન્ટરવ્યુ માટે ફોન આવ્યો. બધી પુછપરછ કરી લહેરે હા કહી.. તેનુ ઇન્ટરવ્યુ બીજે જ દિવસે હતુ... તેને થોડી તે માટેની તૈયારી પણ કરી લીધી... હવે બીજે દીવસે તે ઇન્ટરવ્યુ માટે જાય છે...કંપનીના એમ. ડી તેને ઘણા સવાલો પુછે છે અને અંતે તે ઇન્ટરવ્યુમા પાસ થઇ જાય છે અને તેને જોબ નેકસટ મન્ડે થી જ જોઇન કરવાની હતી... તેનો જોબ નો સમય સવારે આઠ થી સાંજના પાંચ સુધીનો હતો ત્યા તેને ઓફિસવર્ક જ કરવાનુ હતુ તેથી તે બહુ થાકતી નહી એટલે જ તો તેણે ટયુશન કરાવવાનુ પણ ચાલુ જ રાખ્યુ. છથી આઠ ટયુશન કરાવતી આમ તેણે કામ શરુ કર્યુ. થોડા દિવસ તકલીફ પડી પછી ફાવી ગયુ. હવે તે પૈસા જમા કરવા લાગી તેને પોતાનુ એક ઘર ખરીદવુ હતુ જયાથી તેને કોઇ જાકારો ન આપી શકે. આમ ને આમ ચાર મહિના વીતી ગયા... હવે સારા એવા પૈસા પણ જમા થઈ ગયા હતા તેથી તેણે ફલેટ જોવાના શરુ કર્યા. આ માટે તેને તેની સાથે કામ કરતા લોકોએ પણ મદદ કરી અને અંતે એક સારા એપાર્ટમેન્ટમાં તેણે સુંદર ફલેટ લઇ લીધો. થોડા રોકડા પૈસા ચુકવ્યા અને બીજી તેની કંપની એ જ લોન કરાવી દીધી. આમેય તેને કંપનીમા પ્રમોશન મળવાને લીધે સારો એવો પગાર પણ મળતો હતો અને એક દિવસ અચાનક જ આમ આવી રીતે સમીરના મોકલેલા કુરીયરે તેને પાછી ભુતકાળમાં મોકલી દીધી....
આ બધુ વાગોળતા તેનો આખો રજાનો દિવસ એમા જ પસાર થઈ ગયો ન ખાધુ-પીધુ એમ જ સોફા પર આંસુ સારતી છેક રાતસુધી અવાચક પડી રહી. હવે તેને નક્કી કરી લીધુ કે તેને પણ આ સંબંધ નથી જોઇતો તેથી તેણે બીજે દિવસે સહી કરી તે સમીરને મોકલાવી આપ્યા... અને પાછુ પોતાનુ રુટીન કામ શરૂ કરી દીધુ અને ખંતથી કામ કરવા લાગી તેમ તેમ પ્રમોશન પણ મળતા ગયા...
બીજી બાજુ સમીરના કલબના અને પાર્ટીના ચક્કર વધી ગયા હતા અને થોડા સમયમા લીઝા સાથે લગ્ન પણ કરી લીધા. લીઝા તેની કંપનીના મલિકની છોકરી હતી પણ હવે તેઓ કામ પર ઓછુ ધ્યાન આપતા અને પૈસા પાણીની જેમ ઉડાડતા અને લીઝાના પપ્પા પણ હવે ઉમરલાયક થયા હોવાથી કંપની સંભાળી નહોતા શકતા અને અને આવી રીતે કંપની રોજ ખોટમા ચાલવા લાગી.... કંપનીના પચાસ ટકા શેર વહેચાય તેટલી જ વાર હતી હવે તો તાળા લાગે એવી સ્થિત થઈ હતી.. એમ્પ્લોયર પણ વેતન ન મળવાથી જોબ છોડીને જતા રહ્યા.
(આગળ વાચો ભાગ 4)