લહેર - 1

ટીંગ.... ટીંગ.....  ડોરબેલ વાગતા જ લહેર ઉતાવળે શાક સમારવાનુ પડતુ મુકી ચપ્પુ હાથમાજ લઇ બારણુ ખોલવા દોડી... બારણુ ખોલ્યુ તો કુરીયરમેન.... મેડમ આ તમારા ડોકયુમેન્ટ છે અહી તમારી સહી કરી આપો... લહેરે ઉપર નામ વાચ્યુ તો ડોકયુમેન્ટ સમીરે મોકલાવેલા હતા.... ત્યા તો મનમા ઉંડો એક ધ્રાસકો પડયો..... મેડમ પહેલા સહી કરી આપો પછી નિરાંતે વાંચજો.... કુરીયરમેન એ કહયુ.... લહેરે ધ્રુજતા હાથે સહી કરી અને પછી બારણુ બંધ કર્યું..... ત્યા જ ઉભા ઉભા જલ્દીથી કવર તોડી જોયુ તો સમીરે ડિવોર્સ પેપર તેની સહી સાથે મોકલ્યા હતા અને સાથે એક કાગળ પણ લખ્યો હતો..... કાગળ વાંચ્યા પહેલા તો આંસુ એ જાણે ગળાને બાથ ભીડી લીધી હોય તેમ વહેતા રહ્યા. કાગળમા લખ્યુ હતુ: લહેર તુ જાણે છે કે હવે આપણે સાથે રહી શકીએ તેમ નથી મારે આ બધી ચીપ વસ્તુઓ માથી બહાર નીકળી મારી પોતાની જીંદગી જીવવી છે... મોટો બિઝનેસમેન બનવુ છે અને આમેય તારા વિચારો પણ હવે મારી સાથે મેચ નથી થતા.... એક વર્ષથી આ ગુચવાતા સંબંધને હવે અંત આપી જ દેવો જોઇએ.... આમેય તુ ચીંતા ના કરીશ હુ તને ખાધાખોરાકી ના પૈસા આપી દઈશ પણ હવે મારે આ સંબંધ નથી જોઇતો.... છ મહિના મા તો મારા ઘરમા તે કંકાશ કરી મુકયો... અને ઝઘડીને ઘર છોડીને જતી રહી... સાચુ કહુ તો તુ મારે લાયક જ નથી આજે મને મારી જાત પર ગુસ્સો આવે છે કે મે તારા જેવી છોકરી સાથે કેમ પ્રેમ કર્યો! પણ હવે બસ હુ આ બધુ જ પુરુ કરવા માંગુ છુ તુ ડિવોર્સ પેપર પર સહી કરી મારી ઓફીસે કુરીયર કરી દેજે.... આ સાથે જ લહેર સોફામા ધડામ દઇને પછડાઈ અને પોતાના હાથમાં રહેલ ચપ્પુ તેના જ હાથમા વાગી ગઈ છતા આ દુખ તો તેના જીંદગીના દૂખ કરતા તો ઘણુ નાનુ હતુ તેને રડતા રડતા જુની યાદો તાજી થઈ....
લહેર અને સમીર એક જ કોલેજમા ભણતા અને એક જ સોસાયટીમાં રહેતા... લહેરના માતા પિતા થોડે પૈસે ટકે સધ્ધર હતા જયારે સમીરનો પરીવાર મદ્યમ વર્ગનો હતો... તેથી સમીર હંમેશા કરોડપતી બનવાના સપનાઓ જોતો હતો... તે ભણીગણીને બિઝનેસમેન બનવા ઇચ્છતો હતો. બંને વચ્ચે ખુબ સારી મિત્રતા હતી અને અંતે તે પ્રેમમા  પરીણમી.... લહેર દેખાવમાં સુંદર હતી અને ભણવામાં પણ ખુબ હોંશિયાર હતી.. તેને પણ ભણીને જોબ કરવી હતી... પણ બંનેના માસ્ટર પત્યા બાદ પ્રેમ થોડો વધુ પાંગર્યો અને બંને એ લગ્ન કરવાનુ વિચાર્યું.... થોડા દિવસોની રકઝક બાદ બંને ના માતાપિતા માની ગયા... અને આમ પણ બંને નજીકમા જ રહેતા હતા..... બંને ના લગ્ન થઇ ગયા પછી થોડાક સમયમા જ સમીરને પણ જોબ લાગી ગઈ અને તેને જોબ કરવાની પણ શરુ કરી દીધી.... લહેરને પણ જોબ કરવી હતી પણ તેના સાસુ એ કહયુ કે હજીતો લગ્ન ને થોડો જ સમય થયો છે તેથી તેને અત્યારે થોડો સમય પરિવારને આપવો જોઇએ પછી તો આખી જીંદગી એ જ કરવાનુ છે.... તેથી લહેરે પણ એ સ્વીકાર્યું... આમ પણ લહેરને બીજાની લાગણીનુ ખુબ માન હતુ તે કયારેય કોઇને દુખ લાગે તેવુ વર્તન ન કરતી અને સમીર સામે એટલો જ એવો કે ગમે તેને મોઢામોઢ જ કહી દે.... 
હવે સમીર જોબમા જ વ્યસ્ત રહેતો અને ઘરે પણ મોડો આવતો... લહેરને પણ સમય ન આપતો... પણ છતા લહેરને થતુ કે સમય જતા બધુ ઠીક થઈ જશે. 
(જુઓ ભાગ 2 )

***

રેટ કરો અને રિવ્યુ આપો

Queency

Queency 2 માસ પહેલા

yogesh dubal

yogesh dubal 2 માસ પહેલા

jaydip Lakhani

jaydip Lakhani 2 માસ પહેલા

JD The Reading Lover

JD The Reading Lover 3 માસ પહેલા

Mansukbai

Mansukbai 3 માસ પહેલા