Laher - 4 books and stories free download online pdf in Gujarati

લહેર - 4

હવે કંપનીના માલિકે આ કંપનીની દેખરેખ ન રાખતા કંપનીના શેર સાઇઠ ટકા કોઈ એક પાર્ટી પાસે થઈ ગયા અને કંપની હાથમાથી જતી રહી આ કંપની ના નવા માલિક બીજુ કોઇ નહી પણ લહેર જે કંપનીમા કામ કરતી હતી તે કંપનીના માલિક નિતીનભાઈ જ હતા તેમને કોઇ સંતાન ન હતુ એટલે તે લહેરને દીકરી ની જેમ રાખતા પણ લહેર કયારેય તેનો ફાયદો ઉઠાવવાનુ ન વિચારતી બીજી બાજૂ સમીરે જુગાર, દારુ છોડી દીધા હતા કેમ કે હવે નોકરી જવાથી પૈસા પણ નતા આવતા. હવે બેરોજગાર થઈ ગયો હતો.
લહેર હવે પગભર થઈ ગઈ હતી તેણે જમા કરેલા પૈસામાથી આ કંપનીના શેર પણ વસાવ્યા... તે ખુબ ઇમાનદારી થી કામ કરતી હતી તેના પિતા સમાન બોસે કંપનીની બધી જવાબદારી લહેરને જ આપી દીધી હતી...કેમ કે તેના બોસ નીતીનભાઇ હવે બીજી મોટી કંપનીના કારોબારમાં વ્યસ્ત રહેતા હતા હવે નજીકના સમયમા જ લહેરનો જન્મદિવસ આવવાનો હતો તેની ખાસ સહેલી મિતાએ તેના માટે સરપ્રાઈઝ પ્લાન કર્યુ હતુ પણ તેને લહેરને તેની ભનક પણ લાગવા ન દીધી તેણે મોટા પાયે જન્મદિનની ઉજવણીનુ આયોજન કર્યુ હતુ અને આ માટે તેણે લહેરના પિતા સમાન બોસ નીતીનભાઇની મદદ લીધી તેણે પણ આ માટે ખુશ થઈને મદદ કરી ઉપરાંત લહેરને તે ખુબ જ સ્પેશિયલ ગિફટ આપવાના હતા જેની ખબર મિતાને પણ નહોતી... આખરે હવે બિચારી લહેરને ભાગે સુખ આવ્યુ હતુ અને તેમા સહભાગી બનનારા લોકો પણ તેને સાચા રદયથી ચાહતા હતા. આ પાર્ટીમાં લહેરના કોલેજકાળના મિત્રોને પણ આમંત્રિત કરાયા હતા તેથી આ બધુ લહેર માટે ખુબ ખાસ બનવાનુ હતુ.
મિતાએ કેકના ઓર્ડરથી લઇને સજાવટ સુધીની તમામ જવાબદારી પોતે જ લીધી હતી આ પાર્ટી લહેરની કંપનીના બેન્કવેટહોલમા રાખેલી હતી આમા રુહાનને પણ આમંત્રણ અપાયુ હતુ અને ખાસ મિતાએ સમીરને પણ આમંત્રણ આપ્યુ હતુ જેથી તેને પણ લહેરની સફળતાની ખબર પડે એ પણ જાણે કે તેના વિના પણ લહેરે સફળતાના શિખરો સર કર્યા છે. અંતે એ દિવસ આવી ગયો. સવારે સૌથી પહેલા તો મિતા એજ લહેરને બર્થડે વિશ કર્યુ ત્યારે તેને સમીરની યાદ આવી ગઈ કેમકે દર વર્ષે તેજ પહેલા લહેરને બર્થડે વિશ કરતો. પછી તે તૈયાર થઈ અને ઓફિસે ગઈ ત્યા જઈને તેના પિતા સમાન બોસ નીતીનભાઇ પાસેથી પગે લાગી આશીર્વાદ મેળવ્યા તેણે અને તેના સહકર્મચારી સૌએ તેને જન્મદિનના ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા. બપોરે તેને બધાને ભોજન કરાવ્યુ જે પોતાના હાથે બનાવી તે બધા ઓફિસના કર્મચારીઓ માટે લાવી હતી અને પોતે પણ તેમની સાથે જ જમ્યુ. બોસે બધાને ચાર વાગ્યે રજા આપી કેમકે પાર્ટી સાંજે છ વાગ્યે શરૂ થઈ જવાની હતી અને લહેરને પણ તેના બોસે બહાનુ બનાવી ઘરે મોકલી. ઘરે પહોચી તો મિતા ત્યા જ હતી. તેણે લહેરને થોડી વાર આરામ કરવા દઇ પછી એક સુંદર ડ્રેસ ગિફટ કર્યો અને તે અત્યારે જ પહેરવા જણાવ્યુ તેમા લહેર ખુબ સુંદર લાગતી હતી મિતાએ તેને કહયુ કે તારી માટે એક સરપ્રાઈઝ છે તેથી તુ તૈયાર થઈ જા મિતાની વાત સાંભળી લહેરના આખમાથી હરખના આસુ વહ્યા તે ખુબ ખુશ હતી કે તેને મિતા જેવી સહેલી મળી પછી મિતાએ તૈયાર થવામા મદદ કરી.. નીતીનભાઇ એ કહ્યુ હતુ કે પાર્ટી છ વાગ્યે શરુ થશે તેથી તુ લહેરને લઇને પોણા છ વાગ્યે કંપનીના બેન્કવેટહોલમા પહોંચી જજે અને તેમણે સવા પાંચે લહેરના ઘરે તેમને લેવા ગાડી પણ મોકલી આપી...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED