VIMAL-SANJIVNI ZARMAR books and stories free download online pdf in Gujarati

વિમલ-સંજીવની ઝરમર

પહાડોમાં લાદ્યો મુજને વિમલ પ્રસાદ... “વિમલ સંજીવની ઝરમર” (વિમલા ઠકારને કૃતજ્ઞતા અંજલિ)

પ્રકાશન: ઓએસીસ પ્રકાશન વડોદરા.

પાના:120

મુલ્ય: રૂ.120/-

નવેસરથી ચારિત્ર્ય ઘડતર તરફ લઈ જતાઓએસીસ પ્રકાશનોના પુસ્તકોમાં જીવનનો અખૂટ ખજાનો છુપાયેલો છે.

સંજયભાઈના જીવનશિક્ષણ પર પૂરો પ્રભાવ જેમનો છે એવા “દીદીમાં”ની અનેક પ્રેરણાદાયી ઝરમરથી મારું પણ જીવન શિક્ષણ જરૂર થયું એમ કહેવામાં અતિશયોક્તિ નથી,સાથે સહુથી ખાસ વાત જે ઉડીને આખે વળગીને અને હૃદયને સ્પર્શી,તે ૨ વાત છે, સંજયભાઈના ‘નવેસરથી ચારિત્ર્ય ઘડતર’માં મહતમ ફાળો દીદીમાનો છે અને દીદીમાને મળતી વખતે લેખકે કરેલ સ્વયમ નબળાઈનું નિખાલસતાપુર્વક ઉલ્લેખ...

મહાભારતના યુદ્ધમાં જયારે અર્જુન હતાશ થઈ શાસ્ત્રો હેઠા મુકે છે અને ત્યારે તેને સાચી દિશા આપવા કૃષ્ણ દ્વારા ભગવદ ગીતાના ૧૮ અધ્યાયો રચાય છે,તે જ રીતે કદાચ આજના યુગમાં અનેક અર્જુનો સત્યની લડાઈ લડવા નીકળ્યા તો છે પણ સામે (કહેવાતા)પોતાના જ લોકો જોઈ નાસીપાસ થાય છે,ત્યારે પરોક્ષ રીતે ‘વિમલ સંજીવ ઝરમર સ્વરૂપે’ આ પુસ્તાકૃપી કૃષ્ણ જીવન શિક્ષણ આપે છે અને એટલે જ કદાચ અર્પણ.....જીવન પ્રેમીઓને..જીવન શોધકોને...જીવન યાત્રીઓને..જીવન સાધકોને..એવું કહ્યું હશે સંજીવભાઈએ.. તેમને માનવમનને જાણનારા અંતર્યામી કહીએ તો કોઈ અતિશયોક્તિ નહી જ લાગે!

ડીસેમ્બર ૨૦૧૯ની પ્રથમ આવૃત્તિ પ્રથમ પ્રત રૂ.૧૨૦ની કિમતના,૧૨૦ પાનાનું આ પુસ્તક ‘વિમલ સંજીવની ઝરમર’ માં જીવન સ્વાદ લાધ્યો એમ કહી શકાય.સાદું છતાં આકર્ષક મુખપૃષ્ટ અને પુસ્તકનું પાછળનું કાવ્ય ‘સત્ય બહાર નહી,ભીતર હશે’દ્વારા જીવનની સનાતન સત્ય આપની સામે પ્રગટ થાય છે.

૧ થી ૫ પ્રકરણો,(દરેકના વિશિષ્ટ મથાળું) પછી ૩ પરિશિષ્ટ અને ૩ કાવ્યો(+૧ મુખપૃષ્ઠની પાછળ)મળીને જીવન સત્યનો સુભગ સમન્વય છે.દરેક પાના વાચતા જાણે એમ જ લાગે કે મને સ્પર્શતા કે મુંઝવતા દરેક પ્રશ્નનો અહી જવાબ મળતો જાય છે..અને એ પુસ્તક એકીબેઠકે પૂર્ણ કર્યા બાદ અર્જુનની જેમ મેં પણ નિ:શંક થઈને ફરી જીવન સંગ્રામ લડવા શસ્ત્રો(જીવન બળ) ઉઠાવ્યા. ખાસ કરીને બોલ્ડ અક્ષરોમાં પંક્તિ સ્વરૂપે કે સારાંશ સ્વરૂપે જે લખાણ છે તે ખાસ ધ્યાનાકર્ષક સાથે મહત્વનું છે. ૩ કાવ્યો-- સમજી લઉં સાર જીવનનો,ક્યારે જાગીશ હું?,હું એ જ છું પણ અલગ છું.ને સહુ થી છેલે સત્ય બહાર નહી,ભીતર છે એ મારા માટે જીવનસાગર ખેડવા માટેની નૈયા બની રહ્યા છે.

પ્રથમ પ્રકરણ ‘નિયતિનું કાવતરું’માં માનસપુત્ર, જવાબદારી, એકલવ્ય, ૩ શબ્દોની વાત સ્પર્શી ગઈ.એટલા માટે કે જીવનના અનેક પ્રશ્નોથી ઘેરાયેલા સંજીવભાઈ કઈ જ વિચાર્યા વગર સીધા દીદીમાને મળવા ગયા ત્યારે તેમને પૂરું મહત્વ આપીને મળે છે,જેના કારણે એક વજૂદ મળતા પોતાને સામાન્ય ગણતા એવા સંજીવ ભાઈને કૈક આનંદ મળે છે. એ જ બતાવે છે કે નિયતિના અનેક કાવતરાઓ જ કદાચ ક્યાંક ક્યાંક આમ કૃષ્ણની ગીતા સ્વરૂપે આવીને સાચી વ્યક્તિને મદદ કરે છે. દીદીમા ના માનસપુત્ર સમજી રાજી થતા તરત જવાબદારીનું ભાન પણ થયું એ દ્વારા મહાન વ્યક્તિઓની નજીક કે ચહિતા રહેવું ગમતું હોય તો સામે એવા મહાન વ્યક્તિના ગુણો અપનાવવાની જવાબદારી પ્રત્યે જાગૃત રહેવું જ પડે.બીજું કે જેને આપણે એકવાર ગુરુ માની લઈએ પછી એકલવ્યની જેમ તેના જ શિષ્ય બની પ્રત્યક્ષ ન મળીએ તો પણ પરોક્ષ રીતે એમને જ અનુસરી,એકલવ્ય બનવું.પ્રથમ પ્રકરણ ની મને લાગુ પડતી બીજી એક વાત લેખક કહે છે એ કે (પાનું ૨૨,બીજો ફકરો) ભૂલોનો પહાડ આપણે જ ક્યાય અહંકારમાં તો ક્યાય નાસમજમાં ઉભો કરી,સંબંધો ગુમાવતા હોઈએ છીએ.ત્યારે આપણી તકલીફમાંથી બહાર આવવા આપણે એ વ્યક્તિને મોકળાશ- સ્વતંત્રતા આપવાનો,સસ્નેહ વિદાય આપવાનો અભિગમ અપનાવવો જ રહ્યો.એ થકી જ સમજાયું કે સંસ્થા ત્યારે જ સારી રીતે ચાલે કે જયારે દરેક વ્યક્તિ સ્વતંત્રતા અને ખુશીથી કાર્યરત હોય.વિકાસ અને સમાજ્વિકાસ માટે અનેક કર્યો કર્યાને અનેક વાતો વાચી પણ અહી સમજાવેલ સખ્ય મુલક,સહયોગપારાયણ,સહજીવન નું સૂત્ર સરળતાથી સમજીમારામાં પણ શાણપણ આવ્યું !બીજું ખુબ સાચી હકીકત સમજાવતું વાક્ય ખુબ ગમ્યું... “મિત્રોની મોહમાયાના આકાશમાંથી સીધો આધ્યાત્મિકતાની જમીન પર પછડાયો.” અહી એવો બોધ મળ્યો સર્વવ્યાપી પ્રેમની વાત સમજીએ. એ સાથે જરૂરિયાતનો આંક બને તેટલો નીચો રાખવો એ પણ અપનાવવા જેવી વાત લાગી.

બીજા પ્રકરણમાં ‘અધ્યાત્મીક્તાની બારાખડી’માં (પાનું ૩૫) “થઇ ગયું શીર્ષસન”વાક્ય દ્વારા બૌધીક્તાના અહંકારમાંથી આધ્યાત્મિકતા પર આવવાની કેટલી સહજતાથી સમજ આપી છે. સાથે આખી જિંદગીનો મૂળ સાર બૌધિક સ્પસ્ટતા આધ્યાત્મિક સ્વરૂપે બુદ્ધત્વ (દુઃખનું કારણ અપેક્ષા) ખરેખર સમજવા ને અપનાવવા જેવી વાત છે.

પ્રકરણ ૩ ‘મહામાનવોની અડખે પડખે’ અનેક મહામાનવોના જીવનમાંથી મળતી મૂળવાતનો સાર આ વાક્યથી (પા.૪૩) “વચનપાલનતા,પ્રતિબદ્ધતા,કુટુંબની ઉપર સમાજ અને રાષ્ટ્રને મુકવાનો એ બોધપાઠ હતો”મળે છે.તો શિક્ષક જીવને ખાસ સમજવા જેવું અહી મળ્યું કે (પાનું ૫૨)શિક્ષણ દ્વારા દરેક બાળકમાં સાચું જીવન જીવવા માટેની અભીપ્સા,સતત શીખવા માટેની ઉત્કંઠા,સાચા જીવન ઉપયોગી જ્ઞાન માટેની જીજ્ઞાસા પ્રજ્વલિત કરી શકાય તો જીવનના રહસ્યો હાથવગા જ છે ને?” (પાન ૬૦)”આપણે કેટલી શાંતિથી,નમ્રતાથી પણ આપણું જીવન જીવી શકીએ છીએ...આપણી અસલામતી જ આપણને લડાકુ બનાવે છે” આ વાક્ય દ્વારા આકાશમાં ઉડતા સિદ્ધાંતો રૂપી બણગા ફૂકતા ફુગ્ગામાં ટાંકણી ભોકાઈ જમીન પર આવીગયા.કેટલી સરળ સમજ કે શાંતિથી ને સરળતાથી પણ આપણે આપણા સિદ્ધાંતો સાથે જીવી શકીએ છીએ..(પાનું ૬૨)’સહજજ્ઞાન’કેટલું સરળતાથી આપ્યું છે.વિમ્લાદીદીના અર્જુન નહી પણ એકલવ્ય હોવાનો અનુભવ કરતા શીખવે છે કે પોતાના ગુરુને જોવા,અનુભવવાથી પણ આપણે તેમના જેવા બની શકીએ છીએ.

પ્રકરણ ૪ ‘વિવાદ,વિરોધાભાસ,વિવેક્વિચાર’ નો પ્રથમ ફકરો મારા જીવનને બિલકુલ લાગુ પડે છે: “આંતરિક શક્તિ કે પુરતી અભીપ્સા ન હોય તો અમુક પરિસ્થિતિમાં આપણે નાસીપાસ થઈ સમાધાન કરી લઈએ છીએ,સ્વપ્ના છોડી દઈએ છીએ....જીવનના આ ત્રીભેટા ને ખાસ સમજવું જરૂરી છે” બીજા ફકરામાં મને એનો જવાબ મળ્યો”આપણ શાણપણની કસોટી માત્ર છે” મારા જીવનમાંજયારે આવી પરિસ્થિતિ આવી ત્યારે મેં પણ પત્ર દ્વારા પ્રતિકભાઈ દ્વારા સંજય ભાઈ સાથે વાત કરી અને આ જ સલાહ મેળવી બલકે તેમણે વધુ વિસ્તૃત રીતે સમજાવ્યું કે મારે કઈ દિશામાં જવું તે મારે જ નક્કી કરવાનું છે.

પ્રકરણ ૫ ‘સંબંધોમાં સ્વાવલંબનની સૌરભ’ સહુથી શ્રેષ્ઠ વાત વ્યક્તિ જેના પર આધારિત રહી જાય એ જ વ્યક્તિ જયારે અવલંબનનું દોરડું કાપે અને ત્યારે ‘જે મારા નિયંત્રણમાં નહોતું,તેની શાંતિ સાધી અને જે નિયંત્રણમાં હતું તે કરવા લાગ્યો”...અસરકારક અપનાવવા જેવી આ વાત હું આજ સુધી અપનાવવાનો પ્રયત્ન કરી,૮૦ %સફળ પણ રહી છું. અને આ પ્રકરણનું છેલ્લું વાક્ય :જે વ્યક્તિનું હૃદય અન્ય વ્યક્તિમાં જીવતું રહે,તે મૃત વ્યક્તિ કહેવાય?અનંત ચર્ચાનો આ વિષય છે.” જે દ્વારા સમજાયું કે સાચા કર્મો થકી આપણે મૃત્યુ બાદ પણ જીવિત રહી શકીએ છીએ.....જીવનનો બહુ મોટો અનંત કહી શકાય એવો બોધપાઠ મળ્યો.

પરિશિષ્ટ ૧’મૈત્રીભાવનું પવિત્ર ઝરણું- વિમલા દીદીમા’ અહી મુખ્ય વાત વિમલા માનું સહજતાથી બોલાયેલું એક વાક્ય હૃદયસ્પર્શી રહેવા પામ્યું:(પાનું ૮૦) “મારો શબ્દ તમારા પાંચ કોમ્પ્યુટર પાસેથી છટકીને ક્યાં જવાનો છે?” કેટલી સત્ય વાત કરી કે વ્યાખ્યાન સાંભળતી વખતે કે ચર્ચા વખતે નોટ પેન કે કોમ્પ્યુટરની મદદ લઈ મુદ્દા નોંધીએ છીએ.ત્યારે જો એકાગ્રતા કેળવીએ તો ? પાચ કોમ્પ્યુટર એટલે પન્ચેન્દ્રીયોની એકાગ્રતા કેળવવાની વાત કેટલી અદભુત! અહા જાણે એમ થાય કે આપણે કેમ એટલા મોડા જન્મ્યા? આવા મહા જીવનગુરુઓની નિશ્રામાં આપણું જીવન ધન્ય બની જાત...પણ ખેર એ વાત આપણી સાથે શેર કરી,સંજીવભાઈ એ આપના પર બહુ મોટો ઉપકાર કર્યો એનો આનંદ પણ છે.

પરિશિષ્ટ ૨ ‘વિમલ સત્વ’માં દીદીમાંના જીવનના કેટલાય પાસા વર્ણવી મને ખુબ જીવન બોધ મળ્યો.નાનામાં નાની વાતમાં ચીવટ પૂર્વકનું કાર્ય અને ગમે તે વ્યક્તિમાં પણ વિશ્વાસ અને પ્રેમ રાખવો એ જ મહામાનવની નિશાની છે તો દરેક વ્યક્તિ સ્વાધીનતા અપનાવે એવું શિક્ષણ આપવું એ પણ સમજાયું...છેલ્લા ફકરામાં કરેલ વાત કે દરેક વસ્તુમાં નાની ચીવટ કેળવતા દીદીએ તેમની ગેરહાજરીમાં તેમના રહેઠાણો વિષે કઈ જ આયોજન નથી કર્યું,જે શીખવી ગયું કે અનાસક્તિ ભાવ આને જ કહેવાય.. જળકમળ વત જીવી જવાનું..!

પરિશિષ્ટ ૩ પત્રવ્યવહાર ગુરુ તરીકે શિષ્ય પ્રત્યેનો પ્રેમ છત શિષ્ય પોતાના પર અવલંબિત ન થાય એની સતત કાળજી રાખવી,જરૂર પડે ત્યારે ટુકમાં યોગ્ય સમજ આપવી, ને ક્યારેક કઠણ બની હાથ છોડાવી પણ દેવો,મઝધારમાં ગોતા ખાતા શિષ્ય પ્રત્યે દયા ન ખાતા ઘડવૈયા તરીકે તેની શક્તિમાં વિશ્વાસ મૂકી તેનો હાથ છોડી પણ દેવો. અને જો ક્યાંક એ સંબંધોમાં સિદ્ધાંતો અલગ બને,વિચારસરણી ભિન્ન થાય તો સ્પસ્ટ વક્તા બનવું.જરૂર લાગે તો અલગ પણ થઈ જવું.(સલાહકાર સમિતિમાં થી પોતાનું નામ પ્રેમથી કઢાવતી વખતે ની વાત)

(પાનું ૯૫)સહિયારી જીવનસાધના માટે જાગૃતિ,સાવધાનતા,સંતુલન અને સંયમનો ચતુર્વિધ અધિકાર હું સમજી શકી.

તમારા પ્રભાવમાં કોઈનું જીવન ન આવે તેની કાળજી રાખવી,સાચી સ્વાધીનતા પ્રભાવિત પણ ન થાય(પાનું ૯૭)ના જવાબમાં દીદીમાનો જવાબ “સવ્ધાન્તાનો દીપક અવિરત પ્રદીપ્ત રહે છે”અને ખાસ સ્પર્શી એ વાત કે “કર્તાભાવ વિહોણી વહે છે કર્મ સરિતા”..વિમલ જીવનની લાક્ષણિકતા અપનાવવાની શરુ કરી દીધી.....

(પાનું ૧૦૨) “MONEYBASED માં સમાધાનો કરવા પડે જયારે MEN BESED PLANNING માં મૂલ્યનિષ્ઠ આચરણ જળવાઈ રહે”...ખુબ સુંદર વાત છે.સાથે એમના પોતાના દ્રષ્ટિબિંદુ લાદવાનો પ્રયત્ન જરાપણ ન કરતા ભિન્નતા સ્વીક્સરી કારચા સમેટી લીધી...કેટલી અદ્ભુત વાત છે કે આપણે જ સાચા હોઈએ એવું જ હમેશ વિચારતા આપણે કદી એ વાત સામેવાળા પર થોપવી નહી એ સાથે એટલું જ જરૂરી સ્પસ્ટ વક્તા બનવું ને આપના સીષન્તથી વિરુદ્ધ વાત સપ્રેમ અસ્વીકાર કરવા શીખવાની શરૂઆત કરી.

૨૮/૩/૨૦૦૦ ના પત્રમાં દીદીમાં એ સંજીવમાં પોતે રાખેલ વિશ્વાસ સાકાર કરતો જોઈ આનંદ અનુભવે છે.તેની કાર્ય પદ્ધતિ,પ્રતિષ્ઠા અને ચડતીથી આનંદની લાગણી અનુભવે છે. તો છેલ્લા પત્રમાં ઓએસીસ મુવ મેન્ટ ને મહામુલી સેવા બદલ અભિનંદન આપ્યા છે.જે સમગ્ર માનવજાતિ પ્રત્યેનો unconditional love બતાવે છે.

છેલ્લે મૂળ વાત,આ જ પુસ્તક પસંદ કરવા પાછળનું કારણ એ જ છે કે હું મારા જીવન પર જેમની અસર છે એવા ગુરુઓનું ઋણ અદા કરવા કદાચ આવું સરસ પુસ્તક તો ન લખી શકું પણ આ તબક્કે મોકો મળ્યો. ખાસ વાત એ કે આ પુસ્તક વાચ્યા પછી ઓએસીસની અમુક કાર્ય પ્રણાલીના પ્રશ્નો હતા તે પૈકી ઘણા જવાબો મળ્યા એનો રાજીપો છે.

વિપશ્યના કરીને કે કર્યા વગર વિપસ્સી સાધક બનેલ સહુ ઓએસીસ મુવમેન્ટની ટીમને અને તેમની કાર્યપ્રણાલીને હવે વધુ સારી રીતે સમજી શકી.પ્રત્યક્ષ સાથે ન રહી શકવા છતાં તેમની જીવન પ્રણાલી,કાર્ય પ્રણાલી અપનાવવાની કોશિશ કરી રહી છું, અને ખરેખર આજે જવાબ માંગે છે ઝીંદગી અને એ જવાબ આપે છે મહાન હૃદયોનાસા રે ગ મ પ ધ ની ...કે સદીઓનું શાણપણ...કે જીવનનું અધ્યાત્મ...કે પછી એકમાં જ બધું સમાઈ જાય છે- જીવનના પ્રશ્નો અને ઉતર એવું-- વિમલ સંજીવની ઝરમર..સાચા અર્થમાં મારી જીવન શોધને દિશા આપી મને જીવન સાધક બનાવી રહી છે..

વાંચન વિશેષ શુભકામનાઓ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED