ghali ma khushi books and stories free download online pdf in Gujarati

ગલી માં ખુશી

હોસ્પિટલ માં એક પેશન્ટ ઇમરજન્સી વોર્ડ માં લાવવામાં આવે છે. તેની તબિયત નાજુક હોય છે. ડોક્ટર તેની તપાસ શરૂ કરે છે ખબર પડે છે તેને એક હાર્ટ એટેક આવી ગયો છે ને જો તેની સારવાર સમયસર કરવામાં નહિ આવે તો બીજો એટેક આવી શકે તેમ હતો એટલે ડોક્ટર ખુશી તેને આઇસીયુ માં ભરતી કરે છે ને સાથે આવેલી એક વૃદ્ધ મહિલા ને કાઉન્ટર પર ફોર્મ ભરવા માટે કહે છે.

કાઉન્ટર પર જઈ વૃદ્ધ મહિલા એ તેમને માહિતી આપી. કાઉન્ટર પર સિસ્ટર પેલી વૃદ્ધ મહિલા પાસે પચાસ હજાર રૂપિયા જમા કરવાનું કહે છે. વૃદ્ધ મહિલા આ સાંભળી આંખો માં આશુ આવી ગયા ને કહ્યું બેટી અત્યારે અમારી પાસે પૈસા નથી તારા દાદા સાજા થઈ જશે એટલે તે બેંક માંથી ઉપાડી ને જમા કરાવી દેશે.

માડી આવું ન ચાલે પહેલા પૈસા જમા કરવામાં હોય છે પછી જ આ હોસ્પિટલ માં સારવાર શરૂ થાય છે . તમે પૈસા લઈ આવો એટલે સારવાર શરૂ થઈ જાય.

એક બાજુ બેસી ને વૃદ્ધ મહિલા રડી રહી હતી ત્યાં ડો ખુશી આવી ને વૃદ્ધ મહિલા પાસે આવી તેને ગળે લગાડી ને કહ્યું તમે રડો નહિ તે હવે સુરક્ષિત છે. તે સમયે કાઉન્ટર પર થી સિસ્ટર એ ડો ખુશી ને કહ્યું ડો ખુશી મેડમ તેમને એક પણ પૈસા જમાં નથી કર્યા.
સિસ્ટર... બધું બિલ મારા ખાતા માં એડ કરી દેજે. આ મારા કુટુંબ પરિવાર થી છે.

પેશન્ટ ને હોશ આવે છે. ત્યારે ડો ખુશી તેમની સામે હોય છે.
સાહેબ હું ખુશી મને ઓળખો છો ને ?
ના દીકરી .. પર તારા ચહેરા પર ની ખુશી કઈક અલગ કહે છે.
પણ બેટી તું.?
સાહેબ તમારા આશીર્વાદ થી હું તમારી ખુશી ને હું ડોક્ટર બની ગઈ છું.

ત્યાં કાઉન્ટર પર થી સાહેબ નું હોસ્પિટલ બિલ લઈ પેશન્ટ ના પથારી પાસે મૂકે છે ત્યારે ડો ખુશી તેની પર ગુસ્સે થાય છે મે કીધું હતું ને મારા ખાતા માં બિલ મૂકી દેજો તો અહી કેમ પાછું.

સોરી કહી તે નીકળી ગયો.

ત્યારે સાહેબ કહ્યું બેટી આ શું તે પૈસા વગર મારી સેવા કરી.
ના સાહેબ મે બસ તમારી જેમ કર્યું છે તમને યાદ છે તમે સ્કૂલ માં મારી આવી રીતે મદદ કરી હતી આજે મારો વારો આવી ગયો છે તમારી મદદ કરવાનો.

બેટી તો તે ઘટના મને ફરી વાર કહે થોડી ખુશી મળશે મને.

હું ખુશી. હસતી ખેલતી કુદતી રમતી ને મારું બાળપણ વિતાવી રહી હતી. આજ પણ મને યાદ છે તે મારા ગામ ની ગલી ને તે મારી સ્કૂલ. એક દિવસ સ્કૂલ તરફ ફી ભરવા માટે મને કહેવામાં આવ્યું. પણ હું ફી ભરી શકી ન હતી એક દિવસ શાળાના આચાર્યએ ફરી ફી ભરી જવા માટે ઓફિસ માં બોલવી પૂછ્યું, તું ફી ક્યારે ભરે છે. ?

ત્યારે મેં કહ્યું, સર, હું ઘરે જઈશ અને આજે મારા પિતાને કહીશ, અને કાલે ફી લેતી આવીશ કહી ઘરે નીકળી ઘરે પહોશી ત્યારે મે માતાને પૂછ્યું, પિતા ક્યાં છે? તો માતાએ કહ્યું, તારા પિતા રાતથી જ ખેતર માં કામ કરે છે,

હું ખેતરમાં દોડી ગઈ અને આખી વાત મારા પિતાને કહી! પિતા પ્રેમથી મને પકડે છે ને ગળે લગાડી અને કહે છે કે આ વખતે આપણો પાક ઘણો સારો રહ્યો છે, તારા સર કહેજે, આવતા અઠવાડિયે બધી ફી આવી જશે,

ઓકે કહી હું પિતાજી કહેવા લાગી શું આપણે પણ મેળામાં ક્યારે જઈશું ??
હા, બેટા મેળામાં પણ જઈશું અને પાણીપુરી પણ ખાઈશું, મને વ્હાલ કરતા કરતા કહેવા લાગ્યા.

હું આ સાંભળીને નાચવા લાગી અને ઘરે જવાના રસ્તે સખીઓ ને મળી ને કહેતી હતી મારા માતા પાપા સાથે હું મેળો જોવા જઈશ, અને પાણીપુરી ખાઈશ

બીજા દિવસે સવારે હું શાળાએ ગઈ ત્યારે આચાર્ય મને કહ્યું કે ફી લાવી ત્યારે મે કહ્યુ કે આ વખતે અમારો પાક ઘણો સારો છે, આવતા અઠવાડિયે બધા પાક વેંચાઈ જશે અને પિતા આવીને બધી ફી ચૂકવી જાસે.

આચાર્ય: ચૂપ રહે, તું એક મહિના થી તું બહાનું બનાવી રહી છે
હું ચૂપચાપ વર્ગમાં બેસી જાવ છું અને મેળામાં જવાનું સપનું જોવા લાગુ છું.
ત્યારે આચાર્ય મારી વાત માની મારી ફી પોતે ભરી દીધી ને એક અઠવાડિયા પછી પાક વેચાઈ જતા મારા પપ્પા એ સ્કૂલ માં આવી ફી ભરી આચાર્ય નો આભાર માન્યો.

ત્યારે હું આચાર્ય ને પગે લાગી પપ્પા ને ભેટી પડી. પપ્પા તમારી મહેનત ને હું રંગ લાવીશ ને હું કંઇક બની ને બતાવીશ.

તમને ખબર છે તે આચાર્ય કોણ છે.
પથારી પર પડેલા તે પેશન્ટ કહ્યું કોણ ડોક્ટર બેટા ?
અરે આચાર્ય સાહેબ તે તમે હતા ને હું ખુશી હતી.
આચાર્ય ના આંખમાં આશુ આવી ગયા ને ખુશી ના માથા પર હાથ મૂકી કહ્યું ખુશ રહેજે બેટા.

જીત ગજ્જર

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED