Losted - 12 books and stories free download online pdf in Gujarati

લોસ્ટેડ - 12

લોસ્ટેડ-12

રિંકલ ચૌહાણ

"સાહેબ જીગર રાઠોડ નુ લોકેશન મળી ગયું છે. અને છેલ્લી વાર એને ચિત્રાસણીમાં એક છોકરી સાથે આ વ્યક્તિ એ જોયો હતો." કોન્સ્ટેબલ ખાન એ એક વ્યક્તિ સાથે આવીને ઈ. રાહુલને જણાવ્યું. ઈ. રાહુલ એ વખતે પ્રથમ, રોશન અને સમિરની પોસ્ટમોર્ટમ રિપોર્ટ જોઈ રહ્યા હતા.
"હું ફોટો બતાવું તો તું એ છોકરી ને ઓળખી શકીશ? ઇ.રાહુલ એને પુછે છે.
"હા સાહેબ બીલકુલ ઓળખી જઈશ."
"આ છોકરી હતી?" ઇ. રાહુલ એમના ફોનમાં એક ફોટો એ વ્યક્તિ ને બતાવે છે.
"હા સાહેબ આ જ છોકરી હતી એ છોકરા સાથે, બીજા 2 જણ પણ હતા પણ એ બન્ને ઊંધા ફરીને ઊભા હતાં એટલે હું એમને ના જોઈ શક્યો." એ વ્યક્તિ અત્યંત વિશ્વાસ થી બોલ્યો.
"ઠીક છે હાલ તું જઈ શકે છે પણ અમને પૂછ્યા વગર ગામ છોડીને ક્યાંય જઈશ નઈ. અને જરૂર પડે તો બીજીવાર તને બોલાવીશુ સ્ટેટમેન્ટ આપવા." એ વ્યકતી હકારમાં માથું હલાવી જતો રહે છે.
"ખાન ચાલો અપરાધીઓને પકડવાનો સમય આવી ગ્યો છે."જીપ ચાલુ કરી બન્ને જીગર ને લેવા નીકળ્યા.
"ખાન આ ત્રણે ને મારતાં પહેલાં તીક્ષણ વસ્તુથી માર મારવામાં આવ્યો છે, અને બીજા દિવસે ત્રણે ને મારી નાખ્યા."
"એટલે માર માર્યા પછી 24 કલાક એમને જીવતા રહેવા દીધા, જેથી એ ત્રણ હેરાન થાય." ખાન આ વાત સાંભળી હેરાન થઈ ગયા.
"હા અને સાહિલ સહિત ચારેય ના હાથ પર એક જ શબ્દ લખેલો હતો,'લોસ્ટેડ." હોય કે ના હોય પણ આ બધું કામ એક જ માણસ નું છે." ઈ. રાહુલને બસ એક જ આશંકા હતી, અને એ આશંકાએ એમનું મન ફફડતું હતું. કદાચ ઈ. રાહુલ ન'તા જાણતા કે એમની આશંકા સાચી ઠરવાની છે અને પરિણામ એ જ થવાનું છે જેની એમને ચિંતા છે. ઈ. રાહુલની જીપ પુરપાટ વેગ થી વિનાશ તરફ આગળ વધી રહી હતી.

***

આધ્વીકા મોન્ટી ની દવાઓ લેવા બાર ગઈ હતી, જ્યારે એ ઘરે પહોંચી ત્યારે એને લાગ્યું કે ઘરમાં કોઈક આવ્યું છે. એણે મોન્ટી ના રૂમ ભણી દોટ મૂકી. મોન્ટી ના રૂમમાં આરાધના માસી, જયશ્રી ફઈ, મોન્ટી ની નર્સ સીમા, મીરા અને ચાંદની ઉપરાંત અન્ય ભગવાધારી 3 પુરુષ હતા. રૂમમાં વિચિત્ર પુકારની દુર્ગદ મિશ્રિત ખુશ્બું આવતી હતી, રાખનો ધેરો બનાવી એક બાબા ભગવા વસ્ત્ર માં આંખો બંધ કરીને ધુણી જલાવી ને બેઠા હતા. એમના ચહેરા પર ગજબની શાંતિ અને પ્રચંડ રોષ હતો, એ કોઈ મંત્રોચ્ચાર કરી રહ્યા હતા. મોન્ટી ના બેડ ની બન્ને બાજુ ઉભેલા બન્ને ભગવાધારી એમના ચેલા હોવા જોઈએ.
"આ બધું શું છે? બંધ કરો આ બધું હાલ જ." આધ્વીકા રૂમમાં પ્રવેશતાં જ આ દૃશ્ય જોઈ ગુસ્સે ભરાઇ હતી. એના મતે આ બધી અંધશ્રદ્ધા છે. પરંતુ આ દુનિયામાં બધું જ સંભવ છે. અહીં ભગવાન હોઈ શકે તો ભૂત પણ હોઈ શકે, શ્રદ્ધા હોઈ શકે ત્યાં અંધશ્રદ્ધા પણ હોઈ શકે, જ્ઞાન અને અજ્ઞાન, વિદ્વાન અને મૂરખ, રાજા અને રંક બધાનું અસ્તિત્વ સંભવ છે.
"સોનું બેટા વચ્ચે ના બોલ મારા મોન્ટી ની જિદંગીનો સવાલ છે. પ્લીઝ બેટા આ પુજા થઈ જવા દે." આરાધના માસી આધ્વીકા જોડે જઈ ને ધીમેથી બોલ્યાં, મોન્ટી ના બેડ નજીક પડેલો પાણીનો જગ લઈ આધ્વીકા બાબા જ્યાં બેઠા હતા ત્યાં આવી. એ ધુણીમાં પાણી નાખી આગ ઓલવવા જતી હતી ત્યાં જ બંધ આંખોથી જ બાબા એ આધ્વીકા તરફ હાથ ઉપર કરી એને આગળ વધવાની મનાઈ કરી. થોડી ક્ષણ પછી બાબાએ એમની આંખો ખોલી, અને એમનો કળશ લઈ મોન્ટી ના બેડ ની આજુબાજુ પાણી છાંટી મંત્રોચ્ચાર ચાલુ કર્યાં.
"ફઈ આ બધું શું છે? તમે આધુનિક યુગમાં પણ આ બધા અંધવિશ્વાસમાં માનો છો..." આધ્વીકા જયશ્રી ફઇ જોડે જઈને બોલી. જયશ્રી ફઇ કઈક બોલવા જતા હતા પણ બાબા વચ્ચેજ બોલી ઉઠ્યા,"વિશ્વાસ અને અંધવિશ્વાસ ને યુગ સાથે કોઈ સંબંધ નથી. અને જયારે પોતિકાની રક્ષાનો સવાલ આવે બેટા ત્યારે કોઈ પણ મનુષ્ય વિશ્વાસ-અંધવિશ્વાસ, શ્રદ્વા - અંધશ્રદ્ધા, ભગવાન કે ભૂત વિશે વિશ્લેષણ કરવાની હાલત માં નથી હોતો, એના માટે મહત્વ હોય છે માત્ર ને માત્ર પોતાના પ્રિય વ્યક્તિની સુરક્ષા." બાબા આધ્વીકા સામે આવી ઉભા રહે છે.
"બાબાજી મારો મોન્ટી ઠીક તો થઈ જશે ને?" આરાધના બેન રડવા જેવા થઈ જાય છે. બાબા એક વાર આકાશ તરફ જોઈ નિરાશા ભરી નજરે મોન્ટી સામે જોઈ રહે છે. ક્ષણભર શાંત રહ્યા પછી એ બોલવાનું ચાલું કરે છે." તમે મને બોલાવવામાં બહું મોડું કરી દીધું, છતાંય હું હરસંભવ પ્રયત્ન કરીશ. એ આત્મા 3 જણ ને મારી ચૂકી છે અને હવે ચોથી હત્યાની તૈયારી કરી રહી છે. આ છોકરાને હું એ આત્માના હાથે મરવા નહીં દઉ પણ એની હાલતમાં કોઈ સુધાર આવશે એવી કોઈ આશા હવે બચી નથી."
"3 હત્યા.... કોની બાબાજી? અને હવે કોણ મરવાનું છે?" જયશ્રીબેન થડકતા હૈયે પુછે છે.
"એ તમારી દીકરી જાણે છે કેમ આધ્વીકા બેટા?" બાબા ના સવાલ થી આધ્વીકા ચોંકી જાય છે. એ હજુ કઈ સમજે - વિચારે એ પહેલા બાબા ફરીથી બોલે છે,"તારા મનની અસંમજસ એ તને આ દિવસ બતાવ્યો છે બેટા, વિચાર કરવાનું છોડી પ્રભુ પર શ્રદ્વા રાખ. તું જ છે જે બધાને બચાવી શકીશ, જે નથી એમને શોધવા માં તું પોતે ખોવાઈ ગઈ છે બેટા. જે છે એમની રક્ષા કરવી એ તારો ધર્મ છે અને જેમને તું શોધી રહી છે એમને ઈશ્વર સુરક્ષીત રાખશે." બાબા આધ્વીકા ના માથા પર હાથ મૂકી જયશ્રીબેન તરફ જાય છે.
"આ છોકરાને બચાવવો હોય તો આજે રાત્રે જ પુજા ની શરૂઆત કરવી પડશે. મને લીંબુ અને નાડાછડી ની જરૂર પડશે, અને એક ખાલી ઓરડામાં આ વીધી થશે. હું રાત્રે આવીશ, ત્યાં સુધી કોઈને આ છોકરા જોડે રહેવું જ પડશે. એના બાવડે મે તાવીજ બાંધ્યું છે, ભુલથી પણ એ તાવીજ કોઈ છોડે નઈ." બાબા પોતાના શિષ્યો સાથે ચાલ્યા ગયા.
જીવન અને જીજ્ઞાસા ઓફિસથી આવ્યા ત્યારે મીરાએ એમને આજે જે કંઈ બન્યું એની રજેરજ માહીતી આપી. એ બન્ને સીધા મોન્ટી ના રૂમમાં ગયાં, ત્યાં ચાંદની મોન્ટી જોડે બેઠી હતી. મોન્ટી ની હાલત જોઈ જીવન ની આંખો ભરાઇ આવે છે એ ત્યાંથી જતો રહે છે. જીજ્ઞાસા ચાંદની ને જીવનની પાછળ મોકલે છે.
"મારી આ હાલત ના જવાબદાર તમે લોકો છો. પેલા ત્રણ ને તો એમના કર્મ નઈ.... નઈ.... નઈ.... કાંડ, એમના કાંડ ની સજા મળી ગઈ છે. તું તારા દોસ્તો ને બહુંજ યાદ કરતો હોઈશ ને, તો મે વિચાર્યું કે તને પણ એમના જોડે મોકલી દઉં. તું ચિંતા ના કરતો તારો હજું એક દોસ્ત જીવે છે એને પણ તારી પાછળ પાછળ મોકલી દઈશ. હા....હા....હા...."જીજ્ઞાસા હવે એના અસલી રૂપમાં આવી ગઈ હતી. લાંબા કાળા વાળ, સુંદર ચહેરો, અને આકર્ષક દેહયષ્ટી ધરાવતી આ યુવતી સુંદર હોવા છતાં ભયાવહ લાગતી હતી. એણે પોતાના હાથ ઉપર કર્યાં ત્યાં એના લાંબા વિકરાળ નખ નીકળી આવ્યા, આંખોમાં ખુન્નસ સાથે એ યુવતી મોન્ટી તરફ આગળ વધી. જેવી એ મોન્ટી ના ગળું દબાવવા જાય છે જોરદાર કરંટ લાગ્યો હોય એમ ઉછળી ને બારી નજીક જઈ પડે છે. એ ઊભી થઈ ગુસ્સામાં ફરીથી મોન્ટી તરફ આગળ વધે છે, બીજીવાર પણ એને એવો જ ઝટકો લાગે છે. એની નજર મોન્ટી ના બાવડા પર બાંધેલા તાવીજ પર પડે છે. હવે શું કરવું એ વિચારતી જ હોય છે એટલા માં સીમા દવાનું પેકેટ લઈ મોન્ટી ના રૂમમાં આવે છે, સીમાને જોઈ એ યુવતી જીજ્ઞાસાના રૂપમાં બદલાઇ જાય છે. સીમાને જોઈ જીજ્ઞાસાની આંખોમાં એક ચમક અને ચહેરા પર શૈતાની હાસ્ય આવે છે. એ સીમા તરફ આગળ વધે છે, જીજ્ઞાસા ની આંખો માં જોતાં જ સીમા એની સામે ભાવનાવિહિન કઠપુતળીના જેમ ટટ્ટાર ઊભી રહી જાય છે.
"સીમા હવે મારી વાત ધ્યાનથી સાંભળ, મોન્ટી જોડે જા અને એના બાવડેથી તાવીજ છોડી નાખ."જીજ્ઞાસાની વાત સાંભળતાં જ સીમા ચાવી દીધેલ ઢીંગલીના જેમ આગળ વધી અને તાવીજ છોડી નાખ્યું. તાવીજ છોડતાં જ જિજ્ઞાસા ના ચહેરા પર ક્રૂર હાસ્ય આવ્યું, પણ કઈ વિચારી ને એણે મોન્ટી ને મારવાનો વિચાર છોડી મૂક્યો અને રૂમની બાર નીકળી ગઈ.
પુજા ની બધી તૈયારીઓ થઈ ચૂકી હતી, હવે રાત પડવાની રાહ જોવાઈ રહી હતી. હજુ બહાર આછો અજવાશ હતો, ને ડોરબેલ વાગી. ચાંદની દોડતી જઈને દરવાજો ખોલે છે, પણ દરવાજામાં ઉભેલી વ્યક્તિઓને જોઈને એનું મોઢું વિલાઈ જાય છે.
"કોણ છે ચાંદની?"ડોરબેલ સાંભળી આરાધના બેન અને જયશ્રીબેન હોલમાં આવે છે. દરવાજા પર ઈ. રાહુલ, કોન્સ્ટેબલ ખાન અને પોલીસ ટીમ ઊભી હતી. પોલીસને જોઈ બન્ને ચિંતામાં પડી જાય છે.
"ચાંદની અંદર જા બેટા અને સોનું ને અહીં મોકલ." જયશ્રીબેન ચાંદનીને અંદર મોકલી દે છે. "આવો સાહેબ, તમે અહીં કંઈ થયું છે?" જયશ્રીબેન નમસ્કાર સાથે ચિતિંત સ્વરે બધાને પુછે છે.
"ફઈ તમે મને બોલાવી કંઈ ખાસ કામ...." આધ્વીકા એની વાત પૂરી કરે એ પહેલાં એની નજર ઈ. રાહુલ પર પડે છે. એમની સાથે અમદાવાદ પોલીસ ચોકી ના ઈ. વિજય સહાની અને કોન્સ્ટેબલ પણ હતા.
"ઈ. વિજય તમે અહીં? કોઈ ખાસ કારણ હશે એથી જ આવ્યા હશો, બોલો હું તમારી શું મદદ કરી શકું?" આધ્વીકા ઈ. રાહુલને ઈગ્નોર કરી સીધી ઈ. વિજય જોડે જાય છે.
"આઇ એમ સોરી મિસ રાઠોડ કે અમે તમને તકલીફ આપી પરંતુ વાત જ કંઈક એવી છે તો...." ઈ. વિજય એમની વાત પુરી કરે એ પહેલાં જ ઈ. રાહુલ બોલી ઉઠ્યા," તમારા ઘરની તલાશી લેવી પડશે અમારે, જીગર રાઠોડ ક્યાંય પણ છુપાઇ ને બેઠો હશે અમે એને શોધી લઈશું.. આ રહ્યું સચૅ વોરન્ટ." ઈ. રાહુલ સર્ચ વોરન્ટ આધ્વીકાને આપે છે અને કોન્સ્ટેબલ ને ઘરની તલાશી લેવાનું કહે છે.
"ઈ. રાહુલ જીગર અહીં જ છે તલાશી લેવાની જરૂર નથી. પણ એ કોમામાં છે ઈન્સ્પેક્ટર એટલે એ સામે નતો આવ્યો, એ છુપાયો નથી." આધ્વીકા જીગર એને કઈ હાલત માં મળ્યો હતો એ જણાવે છે.
"કોણ કોમા માં છે દીદી ?" બધા ની નજર અવાજ તરફ જાય છે, મોન્ટી ને સામે ઊભેલો જોઈ રાઠોડ પરિવાર શૉક થઈ જાય છે. આરાધના બેન દોડતાં જઈને મોન્ટી ને ગળે લગાવી લે છે. આધ્વીકા ભીની આંખે મોન્ટી જોડે જાય છે," મોન્ટી તું ઠીક થઈ ગ્યો, તું ઠીક થઈ ગ્યો. અમે બધાએ કેટલી રાહ જોઈ છે તારા ઠીક થવાની જાણે છે તું? કેટલી ટ્રીટમેન્ટ કરાવડાવી, માસી અને ફોઈએ તો માનતાઓ પણ રાખી હતી જેથી તું જલ્દી ઠીક થઈ જાય."
"બસ કરો આ નાટક મિસ રાઠોડ, હું માનું છું કે પોતાના પરિવાર ને બધા પ્રેમ કરતા હોય. પણ તમે આટલી હદે જશો એવું મે નતું વિચાર્યુ. પેલાં તમે એની ભૂલો છુપાવી અને હવે એને પણ છુપાવો છો." ઈ. રાહુલ ગુસ્સા માં બોલે છે.
"ખાન જીગર રાઠોડ અને આધ્વીકા રાઠોડ ને પોલીસ સ્ટેશન લઈ ચાલો. ત્યાં જ એમની પુછપરછ કરવામાં આવશે."

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED