જેને સમજાવવું પડે એ મિત્ર નથી હોતો અને જે મિત્ર હોય એને સમજાવવો નથી પડતો !!
આપણે હંમેશા સરખામણી કરતા આવ્યા છે. દરેક વ્યક્તિ ને આપણી તર્ક ની દ્રષ્ટિ એ મૂલવીએ છે. જે વ્યક્તિ આપણા તર્ક માં ફિટ બેસે તે સારો અને બીજો ખરાબ !! ખરેખર તો આપનો તર્ક જ અલગ હોય છે બાકી એ વ્યક્તિ તો સારો હોઈ શકે. મિત્રતા માટે તો ઘણું લખાઈ ચૂક્યું છે એટલે હું જેટલું પણ લખીશ ઓછું જ છે. કદાચ લગ્નજીવન માં અલગ અલગ વિચારધારા ધરાવતા વ્યક્તિ સહન કરી લે પણ મિત્રતા તો સમાન વિચારસરણી ધરાવતા વ્યક્તિ વચ્ચે જ સંભવ છે. હા કેટલીક ખાસ મિત્રતા પણ હોય છે જેમાં બે વ્યક્તિ ના વિચાર ભલે મળતા ના આવે પણ એકબીજા ને સહન કરવાની તાકાત અને એકબીજા ના જુદા વિચારો સહજ રીતે સ્વીકારી લેવાની ભાવના તેમની મિત્રતા ટકાવી રાખતી હોય છે !!

આજ થી થોડા વર્ષો પહેલા ની જ વાત છે જયારે મોબાઈલ અને સોશ્યિલ મીડિયા હતું નહિ ત્યારે મિત્રો ને પત્ર લખી ને યાદ કરાતા અને એટલે જ ભલે 600-700 મિત્રો ના હોય પણ 2-3 મિત્રો એવા હતા કે જે ખભા થી ખભા મિલાવી અને એકબીજા ને સમજી ને મદદ કરતા અને લાગણી નો જે ધોધ વહેતો તેમાં પ્રેમ દેખાતો પત્ર મળે એટલે ગમે તેવી પરિસ્થિતિ કેમ ના હોય પણ મિત્ર ની હાજરી હોય જ !!
અત્યારે ગણી પણ ના શકાય એટલા બધા મિત્રો હોય છે પણ જે આપનો ચહેરો જોઈ ને સમજી જાય તેવા મિત્રો કેટલા !! જે આપણી આંખ ની ભીનાશ ને સમજી શકે તેવા મિત્રો કેટલા !! આપણે જ સમજવું જોઈએ કે આપણા જે મિત્રો છે તેમાંથી તાળી મિત્રો કેટલા !!
સારા મિત્રો બહુ જૂજ હોય છે જે અહંકાર કે સ્વાર્થ થી નહિ પણ લાગણી અને સ્નેહ થી મિત્રતા નિભાવે છે. જો આવા વ્યક્તિ જીવન માં આવે તો સાચવવાની જવાબદારી આપણી હોય છે પણ આપણે બધા ને સમાન લાકડી એ હાંકતા થઇ ગયા છે. આપણે સોશ્યિલ મીડિયા પર બનાવેલા મિત્ર ને સોશ્યિલ મીડિયા પર શુભેચ્છા પાઠવતા હોઈએ છીએ અને આપણા સારા મિત્ર ને પણ એ જ રીતે !!
કેટલીક વાર આપણે વિડિઓ કોલ્સ અને ચેટિંગ માં એટલા વ્યસ્ત થઇ જઈએ છીએ કે આપણું જેની સાથે બોન્ડિંગ છે તેવા મિત્રો ને જ સમય નથી આપી શકતા. અને એનું બહાનું તો આપણી પાસે જ હોય છે આપણે આખો દિવસ ચેટિંગ અને ફોન કોલ્સ માં બગડ્યો હોય એટલે સ્વાભાવિક છે કે આપણે કંટાળી જઈએ અને એટલે જ પછી જયારે આપણા પોતાના લોકો કે આપણા ખાસ મિત્રો ને સમય આપવાની વાત આવે ત્યારે આપણે સમય નું બહાનું કાઢીએ છે !!
જીવન માં મિત્ર એ માણસ છે જેના પર દરેક પ્રકાર ના હક કરી શકાય, જ્યાં મન અને દિલ ને ખાલી કરી શકાય, જ્યાં સમય ની પાબંદી ના હોય !! ક્યારેક તો કોઈ ને એટલા બધા મિત્ર હોય છે કે બધા સાથે તેનું સારું બનતું હોય અને તેને એવું લાગે કે તે પોતે નસીબદાર છે કે તેના જીવન માં આટલા બધા મિત્રો છે. પણ હકીકત માં તો તેને સમજી શકે તેવા કોઈ મિત્રો ના હોય કારણ કે આપણે તો બધા મિત્રો ને Taken for granted લઇ લેતા હોઇએ છીએ !!આપણે તો એવા એકાદ બે મિત્રો ને ઓળખવાના છે જે આપણને સમજી શકે, આપણી આંખોં ને વાંચી શકે. ભલે મિત્રો થોડા હોય પણ જે હોય તે કાળજા ના કટકા હોય !!
અને અંતે,
જે બધા નો મિત્ર હોય છે એ કોઈ નો મિત્ર નથી હોતો !! - એરિસ્ટોટલ