THE GOD OF WOMEN books and stories free download online pdf in Gujarati

ધ ગોડ ઓફ વુમન

સવાર ના છ વાગ્યા હશે અને Alarm વાગ્યું.

આજે તો નયનાબહેનને માથે આંભ તૂટી પડયુ હતું કારણતો ઘરવાળાને પણ ખબર નહી હોય.પણ નયનાબહેન ના હાલચાલ પરથી સૌ કોઇ અનુમાન લગાવી શકે કે આજે દાળમાં કંઇક કાળુ છે. નયનાબહેને આગલી રાતથી જ પતિ પરમેશ્વરને કહી રાખેલુ કે કાલે સવારે હું તમારુ Tiffin નહી બનાવી શકુ.કારણકે આજે નયનાબહેનને બધું જ કામ જાતે કરવાનુ હતુ.નયનાબહેનની વહાલસોયી કામવાળી બાઇ આજે કામ પર આાવવાની ન હતી.

પતિથી પણ લગ્નને પંદર વરસ થઇ ગયા હોવાથી કંઇ બોલી શકાય એમ હતુ નહીં એટલે સવારનું જમણ office માં જ કરવાનુ વિચાર્યુ.અને તેમને નયનાબહેનનો mood જોઇને મૌન રહેવામાંજ શાણપણ લાગ્યુ.પણ છતાંય નયનાબહેનનો ગુસ્સોતો હજી નાકના ટેરવા પર હતોજ.

સાંભળો છો??? નયનાબહેને પતિ રમેશભાઇને બૂમ પાડી.

રમેશભાઇ આમ તો office માં શેઠના મેનેજર હતા પણ ઘરે પત્નિ સામે મગનું નામ મરી પાડી શકવાની તેમની તાકાત હતી નહી.બંધ હદયે તેમને નયનાબહેન ના સૂરમાં સૂર પુરાવ્યો.

બોલ, શું કહે છે? રમેશભાઇ એ પુછયું.

કપડા ધોતા—ધોતા હાંફી ગયેલા નયનાબહેન તાડૂકયા.સવારથી હું એક મિનિટ પણ બેઠી નથી ને તમે મોબાઇલ લઇને બેઠા છો??

આમ પણ વરસાદી પાણી ,માાનવજાતની વાણી , જુવારની ધાણી કયારે ફૂટે તેની કોઇને કયાં ખબર હોય છે..???? (ખરુંને !!)

મોબાઇલ પર ઓફીસનું કામ કરતા કરતા રમેશભાઇએ પણ રોકડુ પરખાવ્યુ.તારે કોઇ કામ છે??

નયનાબહેને પણ બાકી ના રાખતા બોલી પડયા.કામતો અઢળક હોય પણ તમારે કયાં કરવુ છે??

છેવટે ઓફીસનું કામ છોડી રમેશભાઇ નયનાબહેનના કામ માં મદદ કરવા લાગ્યા.આખરે થોડી મદદ કરી દસ વાગતાની સાથેજ રમેશભાઇએ ઓફીસ તરફ મીટ માંડી.રમેશભાઇ ના જવાની સાથેજ કામથી આકુળ—વ્યાકુળ થયેલા નયનાબહેને કામવાળીબાઇ રેખાને ફોનકોલ કર્યો. (જીંદગી માં કદાચ આટલી ચિંતા નયનાબહેને કોઇ પરિક્ષા વખતે કે તેમના લગ્ન વખતે પણ નહી કરી હોય !!)

ઘણા કોલ કર્યા પણ જવાબ ના મળ્યો એટલે હવે નયનાબહેનની ચિંતા માં પણ વધારો થયો.જેવી રીતે કાનાએ સુદામા માટે દોડાદોડ કરી હતી તેમ નયનાબહેન પણ આડોશ—પાડોશમાં કામવાળીબાઇ માટે દોડાદોડ કરવા લાગ્યા પણ નસીબના પાંદડા આગળ બધું જ નકામુ તેમ નયનાબહેનને પણ કયાંય થી મદદ મળી નહી.

હવે નયનાબહેનને કામ જાતે કરવા સિવાય બીજો કોઇ વિકલ્પ હતો નહી. જયાં સુધી રેખા કામ પર ના આવે ત્યાં સુધી નયનાબહેનનો ગુસ્સો રમેશભાઇએ પણ સહન કરવાનો હતો.કહેવાય કે ધીરજ ના ફળ મીઠા પણ આવા સમયેજ માનવીના ધીરજની ખરી કસોટી થતી હોય છે.

છેવટે નયનાબહેને શમીસાંજ ના સુમારે રમેશભાઇને કોલ કર્યો અને ઓફીસેથી વહેલુ આવવા જણાવ્યું કારણ એ જ હતુ કે બહાર જમવા જવાનુ હતું.એક કામવાળીબાઇ ના આવવાને લીધે રમેશભાઇ પર શારિરીક,આર્થિક ને માનસિક દબાણ વધતુ જતુ હતુ.

ઘણા દિવસો બાદ નયનાબહેન પર રેખાનો કોલ આવ્યો.અંતે એ ઘડી આવી જ ગઇ જયારે કાચિડો રંગ બદલે તેમ નયનાબહેન નો mood બદલાયો.નંદરાયને ત્યાં બાળ કાનો જનમ્યો ત્યારે જેવુ વાતાવરણ હતુ તેવુ વાતાવારણ નયનાબહેન ના ઘરે જોવા મળ્યું.નયનાબહેનની આંખોમાં ખુશીઓના આંસુ છલકાયા.રમેશભાઇ પર લાગણી ના શબ્દોનો મારો ચલાવવામાં આવ્યો.કંઇજ કામ ના કરતા પતિ માં દુનિયાના શ્રેષ્ઠ પતિ દેખાવા લાગ્યા.કંકાશમય વાતાવરણ પૂર્ણ રીતે આનંદ માં ફેરવાઇ ગયું.

આખરે ઘણા સમય પછી રેખાએ નયનાબહેનના ઘરમાં પહેલો પગ મૂકયો.કદાચ ચાંદ પર પહેલો પગ મૂકતા નીલભાઇ ને જેટલી ખુશી નહી થઇ હોય તેટલી ખુશી નયનાબહેનને રેખાને જોતા થઇ.

અને આખરે નયનાબહેનના જીવમાં જીવ આવ્યો... (કદાચ એક ભગવાનની આગતા—સ્વાગતા જેવી થાય તેવી આગતા—સ્વાગતા રેખાને મળી. એક નારીને કદાચ ખરેખર ભગવાન મળી ગયા જે તેના કામના તમામ દુઃખ—દર્દ મીટાવી શકે.)

(કહેવાનુ તાત્પર્ય એટલું જ છે કે આજે નારી શકિતની વાતો કરતા કરતા આજની નારી ચાંદ સુધી પહોચી ગઇ પણ ઘરના કામ કરવામાંથી ને શીખવામાંથી બાકાત રહી ગઇ. અપવાદ તો રહેવાના એટલે જે નારી ગૃહિણી છે તેમની વાત નથી અને એટલે જ કદાચ પતિ મોડો આવે તો ચાલે છે પણ કામવાળી તો સમયસર જ જોઇએ છે.કદાચ મહેમાનની આગતા—સ્વાગતામાં કચાશ રહી જાયતો ચાલે છે પણ કામ કરવા આવે ત્યારે તેનુ સ્વાગતતો કરવું જ પડે છે.નારી દિવસ—રાત જો કોઇને પૂજતી હોય તો એ નોકરાણી જ તો છે.)

So simply I told the god of women

G = GIVE REST TO HOUSE WIFE

O = OPERATOR OF HOUSE

D = DECISION MAKER OF WORKS

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED