शिक्षक कभी साधारण नहीं होता !!! ronak maheta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

शिक्षक कभी साधारण नहीं होता !!!

જિંદગી ની સફળતા નો સૌથી મોટો પાયો એક જ છે – માર્ગદર્શન

માર્ગદર્શક વગર નું જીવન દિમાગ વગર ના શરીર જેવું છે – સંપૂર્ણ નિયંત્રણ વગર નુ !! સલાહકાર અને માર્ગદર્શક બંને માં ખુબ મોટો તફાવત છે. દુર્યોધન ના સલાહકાર શકુની અને અર્જુન ના સલાહકાર શ્રી કૃષ્ણ ! જયારે એક વિદ્યાર્થી ના માર્ગદર્શક એક શિક્ષક જ હોય ! સલાહકાર માં કદાચ સ્વાર્થ ના છાંટા હોઈ શકે પણ એક માર્ગદર્શક માં ક્યારેય સ્વાર્થ હોતો જ નથી. નિઃસ્વાર્થ ભાવે જે પોતાના અનુભવો થી માર્ગ બતાવતા રહે તે માર્ગદર્શક..

કદાચ આજ ના ટેક્નોલોજી ના યુગ માં એક શિક્ષક વિષે લખવું એ લોઢા ના ચણા ચાવવા બરાબર છે કારણ કે શિક્ષક નું મહત્વ દિન પ્રતિદિન ઘટતું જાય છે બસ શિક્ષણ ને પૈસા નો વ્યાપાર બનાવવા માં આવ્યો છે પણ હજી એવા ઘણા શિક્ષકો જીવિત છે જે સમાજ ની સેવા કરે છે.બાળક જો સૌથી વધારે સમય જેમની પાસે રહેતું હોય તો તે શિક્ષક હોય છે અને આજ ના જમાના માં પણ એવા ઘણા શિક્ષકો મળશે જે બાળક ને પોતાના બાળક ની જેમ જ ઉછેરે છે એ સર્વે શિક્ષકો ના લીધે જ બાળકો જીવન માં આગળ આવે છે.
આજ નો આ લેખ એ સર્વે શિક્ષકો ને સમર્પિત..

“શિક્ષણ ની ફી ચૂકવી શકાય પણ શિક્ષક નું ઋણ ક્યારેય ના ચૂકવી શકાય !! “

શિક્ષણ ના સવાલો ના પ્રેમ થી ઉકેલ લાવનાર શિક્ષક જો જિંદગી ના પ્રશ્નો ના ઉકેલ લાવવા માટે માર્ગદર્શક તરીકે મળી જાય તો એના થી મોટો આદર્શ કયો ??
ચાણક્ય એ પણ શિક્ષક વિષે ઘણું સરસ વાક્ય કહ્યું છે કે ,
शिक्षक कभी साधारण नहीं होता क्युकी प्रकृति का निर्माण और प्रलय उसकी गोद में खिलते हे – चाणक्य

છોડ ની મજબૂતાઈ નો આધાર છોડ ના મૂળિયાં પર હોય છે તે જ રીતે એક વિદ્યાર્થી ના જીવન ના મૂળિયાં તરીકે એક શિક્ષક નો સિંહફાળો હોય છે કારણ કે એક બાળક મગજ ને પરિપક્વ કરનાર શિક્ષક જ હોય છે. બાળક ની ભૂલ ને વારંવાર દિલ થી માફ કરનાર શિક્ષક જ કદાચ માફી આપતા શીખવાડી શકે. જેના ઠપકા માં પણ તમારું હિત છુપાયેલું હોય તેનું નામ શિક્ષક !!
જેમ એક માં વિષે જેટલું લખીએ તેટલું ઓછું પડે તેમ એક શિક્ષક વિષે પણ લખતા લખતા શબ્દો ખૂટી પડે…

“એક માતા કદાચ પોતાના છોકરા ના દિલ પર રાજ કરી શકે પણ એક શિક્ષક હજારો વિદ્યાર્થી ના દિલ માં શાસન કરે છે !! “

યુગ બદલાયો છે, સમય પરિવર્તન થયું છે, ટેક્નોલોજી અને ગુગલ ના કારણે એક શિક્ષક વિસરાયો છે પણ એક શિક્ષક ની પરિભાષા તો આજે ય જીવંત છે.વિદ્યાર્થી ના માનસપટ પરથી કદાચ એક શિક્ષક ભુલાઈ શકે પણ એ શિક્ષકે આપેલું શિક્ષણ આજીવન તેની સાથે હોય છે એટલે જ કહ્યું છે કે એક શિક્ષક નિઃસ્વાર્થભાવે વિદ્યાર્થી ની સેવા કરે છે. એક વિદ્યાર્થી ના સારા ભવિષ્ય માટે રોજ દિલ થી પ્રાર્થના કરતો હોય એ વ્યક્તિ એટલે શિક્ષક !!
GOOGLE એના શિક્ષણ થી એક જ્ઞાની રોબોટ તૈયાર કરી શકે પણ તમને એક લાગણીસભર માનવી તો એક શિક્ષક જ બનાવી શકે !!

અને અંતે ,
બાળક થી મોટા થયા પછી શિક્ષક બનવું સહેલું છે પણ શિક્ષક બની ને બાળક સાથે બાળક જેવા થવું અઘરું છે !! તે કામ એક આદર્શ શિક્ષક જ કરી શકે…