question against friendship books and stories free download online pdf in Gujarati

મિત્રતા સામે પ્રશ્નાર્થ !!

WhatsApp messages ના ઉદય ની સાથે જ દિશા ની સવાર પડી!!

આજે ફોન ની notifications એ alarm ની ગરજ સારતી હોય છે.

દિશા એ હમણાં જ એની study પૂરી કરી ને એક સારી MNC માં job join કરી હતી. દિશા ભણવામાં ખુબ હોશિયાર હતી એટલે અભ્યાસ ના સમય માં તો તેને ફોન ની સામે જોયું પણ ન હતું પણ હવે વાત અલગ હતી. હવે તો દિશા પાસે પૂરતો સમય હતો ફોન અને social media ને તેના સાથીદાર બનાવવાનો. જુના મિત્રો સાથે મળવાનું પણ હવે social media પર જ થતું હતું એટલે દિશા પણ free time માં ફોન જોવાનું ચૂકતી નહિ.

સૂર્યોદય થાય કે ના થાય પણ social media ની notification થી દિશા સવારે જાગી જતી.પથારી માં થી હજી આળસ મરડી ને ઉભી ના થઇ હોય એ પેહલા જ good morning ના messages forward થઇ જતા. તેના પછી જ દિશા નું ધ્યાન બીજી ક્રિયાઓ માં લાગતું.

આજે પણ કંઈક એવું જ બન્યું.

ગઈ કાલે દિશા તેના best friend સાથે શહેર ની famous hotel માં dinner કરવા ગઈ હતી પણ તેની post upload કરવાનું ભૂલી ગઈ હતી એટલે સવારે ઉઠતા ની સાથે જ તેને post upload કરી. Mummy એ પણ નાસ્તો તૈયાર જ રાખ્યો હતો એટલે રોજિંદી ક્રિયા પતાવી ને તે સીધી નાસ્તો કરવા જ બેઠી પણ આજે દિશા નો mood નાસ્તો કરવા કરતા તેની post પર આવેલી like ને comment દેખવામાં વધુ હતો.

ખબર નહિ કેમ પણ આજે દિશા ને likes પણ ઓછી મળી હતી ને comment તો એક પણ આવી જ ન હતી એટલે દિશા થોડી upset થતી જતી હતી. તેને નાસ્તો પણ અધૂરો મૂકી ને office તરફ મીટ માંડી. Office એ પહોંચ્યા પછી પણ એને સમીર સાથે વાત ના કરી અને જઈ ને સીધી પોતાના desk પર બેસી ગઈ. સમીર દિશા નો best friend હતો. Office માં પહોંચ્યા પછી દિશા સમીર સાથે થોડી હસી મજાક કર્યા પછી જ કામની શરૂઆત કરતી. office માં સમીર જ એવો વ્યક્તિ હતો જે દિશા ને સારી રીતે સમજતો હતો. પણ આજે તો સમીરે પણ like કે comment કરી ન હતી.

દિશા નું આવું વર્તન જોઈ ને સમીર સમજી ગયો કે આજે દાળ માં કંઈક કાળું છે.એટલે સમીર સીધો જ દિશા પાસે પહોંચી ને એનું upset હોવાનું કારણ પૂછ્યું તો દિશા એ સમીર ને પણ ઘણું બધું કહી દીધું. સમીર ચુપચાપ પોતાના desk પર જઈ ને બેસી ગયો.

માણસ ને એક અધિકાર મળે છે મફત માં - પોતાના વ્યક્તિ પર ગુસ્સો નીકાળવાનો !! (ખરું ને !!)

આખરે બંને પોતાના કામ માં મશગુલ થઇ ગયા.

સાંજે ઘરે જવાના સમયે સમીરે દિશા ને પૂછ્યું : hey , what happen yar !

દિશા નો પણ mood થોડો સુધારી ગયો હતો એટલે દિશા એ પણ કહ્યું : સવારે જે થયું એના માટે sorry yar. ચાલ ને coffee પીવા જઈએ.

(આજકાલ દરેક male ને એક female best friend હોય છે અને દરેક female ને એક male best friend ... જે એકબીજા ને સમજી શકે ને એકબીજા ની નાનામાં નાની વાત નું ધ્યાન રાખે!)

(વ્યક્તિ ની જરૂરત અને વ્યક્તિ પ્રત્યે નો લગાવ બંને પક્ષે સરખા હોવા જરૂરી છે તો જ સંબંધ ટકી શકે!!!)

સમીરે પણ હા પાડતા બંને ગયા coffee પીવા માટે…

ત્યાં પણ દિશા એ ફરી એ જ ભૂલ કરી. સમીર દિશા ને upset હોવાનું કારણ પૂછી રહ્યો હતો અને દિશા એના ફોનમાં વ્યસ્ત હતી.WhatsApp પર status upload કર્યું – enjoying coffee with my best friend!!

શું આ વાત સત્ય હતી??? સમીર પણ દિશા નો આ અંદાજ કોફી ની સાથે માણી રહ્યો હતો.

આખરે મૌન તોડતા સમીરે વાતચીત ચાલુ કરી. Hey, disha શું થયું આજે?

(આજકાલ આપણે આપણી problems કોઈ ની સાથે share કરવા નથી માંગતા, બસ મન માં ને મન માં ઘુંટાયા કરીએ છે. ક્યારેક problem પણ બહુ મોટો નથી હોતો પણ આપણે તેને મોટો બનાવી દેતા હોઈએ છે.)

આખરે દિશા એ પણ આમતેમ વાત કરી ને થોડી વાર પછી બંને છૂટા પડ્યા.

ઘરે પહોંચતા જ દિશા એ જોયું તો તેના school friend ની comment હતી. દિશા એ online પણ ઘણા friends બનાવ્યા હતા ભલે તેમને રૂબરૂબ માં મળી ના હતી પણ તેમની વચ્ચે સારી friendship હતી.તેમની comments પણ આવી.

બીજા દિવસે પણ દિશા નું સમીર સાથે નું વર્તન same જ રહ્યું. Office માં પણ દિશાએ એક નાની વાત માં સમીર ને ખખડાવી દીધો. સમીર ના પ્રશ્નો થી કંટાળી દિશા એ સમીર ને કહી જ દીધું કે સમીર મારી post પર બધા ની like ને comment આવે છે તારા સિવાય !!!!

સમીર પણ દિશા ની આ વાત થી આભો બની ગયો. તેને દિશા ને કહ્યું કે yar દિશા આપણે આખો day તો સાથે હોઈએ છે પછી તારે મારી like ને comment ની જરૂર છે???

અને મિત્રતા સામે પ્રશ્નાર્થ ઉભા થઇ ગયા!!!

(જરૂરી નથી કે બધી મિત્રતા સરખી જ હોય પણ જયારે જયારે મિત્રતા માં આવા પ્રશ્નાર્થ ઉભા થાય છે ત્યારે ત્યારે એક પ્રશ્ન ઉભો થાય છે વિશ્વાસ નો!! આંગળી ચીંધાય છે social media ના અસ્તિત્વ સામે!!! આજ ના જમાના માં મિત્રતા ની વ્યાખ્યા જ ભુલાઈ ગઈ છે. Online friend ને offline friend વચ્ચે પરખ જ નથી થઈ શકતી. તમારી આંખ સામે જોઈ ને સમજી જાય એ મિત્ર સારો કે તમને એક like થી ખુશ કરી દે તે મિત્ર!!)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED