VIcharo ni madhye books and stories free download online pdf in Gujarati

વિચારો ની મધ્યે !!

આપણે જયારે કોઈ કામ કરતા હોઈએ ત્યારે અવરોધ આવવાનો જ છે. કુદરત નો નિયમ ગણો કે પછી પરિસ્થિતિ ની મજબૂરી !! રેલ માર્ગ માં પ્લેટફોર્મ અને ફાટક આવે તે સુનિશ્ચિત છે તે જ રીતે રસ્તા પર ગતિ અવરોધક આવવાના જ છે. બસ આ જ રીતે ક્યારેક વિચારો માં પણ અવરોધ આવે છે. ખરું ને ??

ચાલો, એક દ્રષ્ટાંત દ્વારા સમજીએ .
એક પતિ પત્ની હતા. બંને ને ફરવાનો ગાંડો શોખ. જયારે જયારે નોકરી માંથી ફુરસદ મળે ત્યારે ક્યાંક ને ક્યાંક ફરવા ચાલી જતા. એક દિવસે બંને ફ્રી હતા એટલે પતિ એ પત્ની ને પૂછ્યું કે ચાલ, આજે દરિયા કિનારે લટાર મારવા જઈએ. બંને સંમત થઇ ને ફરવા ચાલી નીકળ્યા. હવે દરિયાકિનારે પહોંચી ને પત્ની એ કહ્યું ચાલ ને, આજે ડૂબકી લગાવીએ. જયારે પતિ ની ઈચ્છા તો દરિયાકિનારે બેસી ને દરિયા ની લહેરો નિહાળતા નિહાળતા પત્ની સાથે વાતો કરવાની હતી. બંને પોતપોતાની રીતે ખુશ થવા માંગતા હતા.

છે ને ??? કોઈક એ તો પોતાની ખુશી ની કુરબાની આપવી જરૂરી હતી. આ થયો અવરોધ તમારા વિચારો નો !! આપણું ધાર્યું ના થાય ત્યારે આપણે બેચેન બની જતા હોઈએ છીએ. જીવન માં આપણે આવા મૂલ્યવિહીન અવરોધોને સ્વીકારી શકતા જ નથી અને એ જ માણસજાત ની સૌથી મોટી નબળાઈ છે. કોઈ તેને અહંકાર કહે છે તો કોઈ સ્વજન તેને સેલ્ફ રિસ્પેક્ટ કહે છે !!

” આપણે આપણા વ્યક્તિ પાસે થી ધરાર કંઈક કરાવી શકીએ જે પારકી વ્યક્તિ પાસે આશા ના રાખી શકાય !! આપણું ધાર્યું થઇ શકે તેવી આશા અને અપેક્ષા પોતાની વ્યક્તિઓ સુધી જ સીમિત રાખવી જોઈએ.. ”

બસ, ત્યાં જ સમસ્યા ના મૂળ હોય છે. ગૃહસ્થ જીવન ગણો કે પછી કોઈ પણ સંબંધ લઇ લો. જયારે જયારે તમારા વિચારો ને વાચા નથી મળતી ત્યારે ત્યારે આપણે માર્ગ થી ભટકી જઈએ છીએ. સમજદાર લોકો તેને સ્પીડ બ્રેકર ગણી ને ત્યાં થી એ જ ગતિ થી અને પોતાની જ ધૂન માં આગળ વધે છે. ખરેખર તો આપણા વિચારો પરિસ્થિતિ ને કારણે બદલવા પડતા હોય છે પણ આપણે તેના માટે કોઈ માણસ ને આગળ કરી દઈએ છે અને આપણા વિચારો માં આવેલા અવરોધો નો દોષ તેની પર ઢોળતા હોઈએ છે.

આમ પણ એક પુરુષ અને એક સ્ત્રી પર કેટલા લોકો નો હક હોય છે !! બસ હક નથી તો ફક્ત આપણો આપણા પર !! ઓફિસે આપણા પર આપણા બોસ નો હક, કાયદા કાનૂન માટે સરકાર નો આપણા પર હક. બની શકે કે ઘર માં પતિ પર રાજ ચલાવતી પત્ની ના વિચારો ની કદર ઓફિસે ના પણ થાય !! ઘરે પત્ની બધી ઈચ્છઓ પુરી કરતી હોય એ પતિ ની એક પણ ઈચ્છા નું માન જોબ પર ના રખાતું હોય !! નોકરી ના સ્થળે આપણા વિચારો ના ચાલતા હોવા છતાં આપણે ચલાવી લઈએ છે ને ?? અને નોકરી તો ઉદાહરણ માત્ર છે આવા તો ઘણા દ્રષ્ટાંત લઇ શકાય.

સંબંધો માં પણ કંઈક આવું જ છે. આપણે આપણા વ્યક્તિઓ ને જવાબદાર ઠેરાવવાને બદલે એમને સ્વીકારતા શીખીએ અને સ્વીકારવા ના એમને જ હોય જે પોતાના હોય. જયારે જયારે આપણા વિચારો માં આપણી વ્યક્તિ તરફથી અવરોધ આવે ત્યારે સમજી લેવું કે રસ્તા ના ગતિરોધક ની માફક આ પણ આપણા હિત માટે જ છે !!

અને અંતે ,
” બીજ માંથી ફૂલ થવા માટે બદલાવવું પડે પણ ફૂલ થયા પછી પોતાના લોકો નો હાથ છોડી દેવામાં આવે તો કરમાવવું પણ પડે !! “

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED