શું જીવન માં પૈસા જ સર્વસ્વ છે? પૈસા હોય તો બધું સુખ ખરીદી શકાય? ક્યારેક સંબંધો નું સુખ પૈસા ના સુખ થી મોટું હોય છે. આવું જ એક ઉદાહરણ પ્રસ્તુત કરું છું નાની વાર્તા ઘ્વારા…
“ભાવ ના સંબંધો માં લાગણી ની સીમા જડતી નથી
પૃથ્વી પર પણ દરેક મા-બાપ ને દીકરી મળતી નથી !!”
કિરીટભાઈ એક મોટા શહેર માં hair cutting ની દુકાન ધરાવતા હતા. આમતો કિરીટભાઈ પૈસે ટકે ખુબ જ સુખી હતા. ભગવાનની દયા થી એમનો ધંધો ખુબ સારો ચાલતો હતો એટલે એમના સમાજ માં પણ એમની ખુબ નામના હતી. ગ્રાહકો પણ એમને ત્યાં જ આવતા હતા કારણ કે ગ્રાહકોને પણ નવી નવી hair style કરાવવા મળતી અને કિરીટભાઈ નો સ્વભાવ પણ સારો. દરેક ગ્રાહક સાથે કિરીટભાઈ પોતાના કુટુંબ ના સ્વજન ની માફક વર્તન કરતા.
કિરીટભાઈ ને કુટુંબ માં તો તેમના મમ્મી ને તેમની ધર્મપત્ની હતા. કિરીટભાઈને પણ સંતાનોમાં માત્ર એક જ દીકરી હતી. કિરીટભાઈ ને મન દીકરી એટલે ભગવાન. ખુબ જ લાડકોડ માં ઉછળતી હતી એમની દીકરી ધરતી. ધરતી ઇજનેરી શાખા માં ભણતી હતી.હજી હમણાં જ પ્રવેશ મેળવ્યો હતો.
કિરીટભાઈ એમની એક ની એક દીકરી માટે ખુબ મહેનત કરતા. સવારે દુકાન ખોલી દેતા અને સાંજે જ ઘરે પાછા ફરતા. દુકાન માં પણ એક માણસ રાખેલો. બધું જ સારું ચાલતું હતું.
પણ બધા દિવસો સરખા જ જાય તો એનું નામ જીવન ક્યાંથી? એક દિવસે કિરીટભાઈ દુકાને જતા હતા ત્યારે તેમનો અકસ્માત થયો અને એ અકસ્માતે કિરીટભાઈ એ એમના પગ ઘુમાવ્યા અને કમર થી પણ સારી રીતે વળી શકાતું ના હતું !!
કિરીટભાઈ પર હવે અંધારી આફત આવી પડી. આખા કુટુંબ ની જવાબદારી હતી અને એમનો સારો ધંધો પણ કોણ સંભાળશે તેનું ટેન્શન. બધા સગાવ્હાલા તો આશ્વાસન આપી ને જતા રહેતા પણ તેમનું ટેન્શન ઓછું થતું ન હતું. તેમની દુકાન પણ નોકર ના ભરોસે હતી.
ધરતી પણ આ બધું જોતી હતી તેનાથી હવે પપ્પા નું ટેન્શન જોઈ શકાતું ન હતું. તમે ભલે સંતાનો ને લાડકોડ માં ઉછેર્યા હોય પણ જો સંસકારો નું સિંચન કર્યું હોય તો તમારું નામ રોશન કરે જ છે. ધરતી એ સમગ્ર જવાબદારી તેના ઉપર લઇ લીધી. રોજ સવારે પપ્પા ને દુકાને મૂકી ને દુકાન ખોલી આપતી અને પછી જ college જતી.
ક્યારેક દુકાન માં કોઈ કામકાજ હોય તો એ પણ હીચકાયા વગર કરી લેતી હતી. બાકી નું કામ તો પછી દુકાન નો માણસ કરી લેતો હતો. સાંજે પણ college થી સીધી દુકાને પહોંચી જતી હતી અને દુકાન બંધ કરી ને પપ્પા ને ઘરે લઇ આવતી.
પપ્પા ની બધી જ જવાબદારી તેને પોતાના માથે લઇ લીધી હતી. ઘરે પણ પપ્પા ને કોઈ તકલીફ પડવા દેતી ન હતી ઘર નું પપ્પા નું કામ પણ તે કરી લેતી હતી. પણ આટલું દુઃખ ઓછું હોય એમ કિરીટભાઈ નું અકાળે અવસાન થયું. હવે તો ધરતી પણ મુંજાઈ ગઈ કે કરવું શું ?
“સિદ્ધિ તેને જૈ વરે જે પરસેવે ન્હાય તેમ લક્ષ્મી તેને જૈ વરે જેના કર્મો સુહાય !!”
અહીં લક્ષ્મી એટલે ઘર ની સાક્ષાત લક્ષ્મી એ લક્ષ્મી જેના ગુણગાન માત્ર થી વૈભવ નો વાસ થાય શાંતિ નો સેહવાસ થાય ને આનંદ ની અનુભૂતિ થાય.
આખરે એ દુકાન પણ ધરતી એ સંભાળી લીધી સમાજ ની બિલકુલ ચિંતા કર્યા વગર ધરતી દુકાને જતી અને રાતે પોતાનો અભ્યાસ કરતી. અને ધરતી એ બંને માં સફળતા મેળવી ને તેના સ્વર્ગવાસી પિતાનું નામ રોશન કર્યું. દુકાન ની સાથે સાથે ધરતી એ college માં પણ ટોપ કરી ને દુનિયા ને બતાવી દીધું કે એક દીકરી પણ દીકરા સમાન છે અને એ જે ધારે તે કરી શકે છે.
દીકરી માટે હજારો પુસ્તકો લખાઈ ચુક્યા છે અને દીકરી માટે હજારો મંતવ્યો આવતા હશે. પણ જયારે સમાજ માં દીકરી નું આવું કોઈ ઉદાહરણ જોવા મળે છે ત્યારે જ એ વ્હાલસોયી દીકરી ની કિંમત સમજાય છે અને દીકરી પ્રત્યે નું માન વધી જાય છે.