JIVANNI BHET books and stories free download online pdf in Gujarati

જીવનની ભેટ

જીવનની ભેટ

લેખક : શ્રી સંજય શાહ

પ્રકાશન :ઓએસીસ પ્રકાશન.વડોદરા

મૂલ્ય: રૂ. ૪૦૦/-

પાના :૩૦૪

અવનવી, પ્રેરણાદાયી ટચુકડી વાર્તાઓનો સંગ્રહ ‘જીવનની ભેટ’ પુસ્તક ખરા અર્થમાં ઓએસીસ સંસ્થાનું સૂત્ર “નવેસરથી ચારિત્ર્ય ઘડતર”સાકાર કરતુ પુસ્તક કહી શકાય.

“જીવનની ભેટ” પુસ્તક વાંચી ગયા પછી ખૂબ જાણીતું ભજન યાદ આવ્યું : ‘વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનબાઈ...અચાનક અંધારા થશે...’ વર્તમાન સમાજની પરિસ્થિતિ કૈક એવી છે કે સમસ્યાઓથી ભરપૂર વાવાઝોડારૂપી જીવનમાં આ પ્રેરણાદાયી ને ટચુકડી વાર્તાઓ એટલે વીજળીના ચમકારામાં મોતીડા પરોવવાની જેમ માનવમનમાં એક ઝબકારા દ્વારા ઉકેલ અને આશા જગવવાની વાત છે.કેમકે લેખકની દીર્ઘ દ્રષ્ટિ બતાવે છે કે અચાનક અંધારા થશેને દેશનો વ્યક્તિ એમાં ફસાય એ પહેલા જ હજુ ક્યાંક વીજળીના ચમકારામાં આશાના મોતીડા પરોવી દઈએ.

લગ્નજીવનની સપ્તપદીની જેમ ૭ વિવિધ મોતીડાની માળા (પ્રકરણો) દ્વારા લેખક્શ્રીનું માત્ર લેખન જ નહિ,પણ જીવનને તથા જીવનના તાણાવાણાને અનુભવો અને સમજની બારીકાઈથી તપાસી એક એક તાંતણા ઉકેલવાની દ્રષ્ટિ ખરેખર ઉત્તમ કહી શકાય. પ્રથમ પ્રકરણથી સાતમાં પ્રકરણ સુધીની ક્રમશઃ વાંચનયાત્રા જીવનના દરેક તબક્કે રહેલા માનવજીવનને દરેક ડગલે એક ઝબકારો પૂરો પડે છે. પ્રથમ ૨ પ્રકરણો કર્મની ગતિ સમજાવે છે.ત્રીજા ને ચોથા પ્રકરણોમાં સાચા અર્થમાં પ્રેમ વિશેની સમજ આપતી ઉત્તમ વાર્તાઓ,પાંચમાં પ્રકરણમાં જીવન અંજલિ કરવા માટેનું માર્ગદર્શન,તો પ્રકરણ ૬ માં વિવેકબુદ્ધિ દ્વારા જીવનને સમજવાની દ્રષ્ટિ કેળવવાની ઉતમ વાત છે.જયારે સાતમાં અંતિમ પ્રકરણમાં જીવનની સત્યતાને ખૂબ નજીકથી સરળતાથી સમજાવી દીધી છે.

આખું પુસ્તક આમ તો પુનર્ગઠન છે, પણ એ વાચતા ફરી જીવન રીચાર્જ થઇ જાય છે.મારા જીવનમાં આ નાની વાર્તાઓએ બહુ જ મોટું કામ કર્યું છે.શાળામાં ભણાવી વખતે આવેલ કોઈ સમસ્યાઓ માટે વિદ્યાર્થીઓને ટકોર કરવા કે પ્રેમાળ સૂચન કરવા ખુબ ઉપયોગી થાય છે.તો ક્યાંક સામાજિક પ્રસંગોએ વિષયને અનુરૂપ કોઈ ને કોઈ વાર્તા યાદ આવી જાય છે જે ત્યાના વિશાલ સમુદાયને ખુબ હૃદયસ્પર્શી રહે છે.અમુક સહુથી અગત્યની વાત જીવનના દરેક સંબંધમાં આવતી નાની ગૂંચ ઉકેલવા માટે મનને સમજાવવા ખુબ ઉપયોગી પુરવાર થઇ છે.જે દ્વારા ઘણા સંબંધની ગુંચવણ ખુદ ઉકેલી શકી છું ને કેટલાય વિદ્યાર્થી,સંબંધીઓ કે સમાજમાં અનેક પરામર્શ (કાઉન્સેલિંગ)માં ઉપયોગી થાય છે એટલું જ નહિ,પણ એ ગૂંચ પડવા પાછળનું કારણ સમજવા આ પુસ્તકની નાની વાર્તાઓએ મોટા માર્ગદર્શકની ભૂમિકા ભજવી છે

આ પુસ્તકની ખાસિયત એ છે કે,ટચુકડી વાર્તાઓ દ્વારા મોટી અસર ઉપજાવવાના પ્રયાસ થયા છે.અને પસંદ થયેલી વાર્તાઓ સહેતુક કોઈ ખાસ વિષય તરફ વાચકને દોરવા માટે પસંદ થઈ છે.

.જયારે જીવનની અંતિમ અવસ્થાએ ‘એકલો જાણે રે’ એ જીવનની કડવી પણ સાચી વાસ્તવિકતા પ્રત્યે મને સભાન કરી છે,એટલું જ નહિ પણ મૃત્યુ માટે મનને સ્વસ્થતાથી તૈયાર કરવામાં મદદરૂપ બની છે.અમુક વાસ્તવિકતાઓ જાણતા હોઈએ છતાં મન સ્વીકાર ન કરતુ હોય ત્યારે આ નાની વાર્તાઓના ઉતમ ઉદાહરણો ‘એક જ દે ચિનગારી’જેવું કામ કરી ગયા છે.જે ખરા અર્થમાં મારા માટે ઉતમ જીવન જીવી, ઉતમ કાર્ય કરી, ઉતમ ભેટ સમાજને આપી જવાની એક ઉદાત ભાવના કેળવવાની મારા જીવનની ભેટ બની રહી છે એનો અંતરનો રાજીપો છે.ખરા અર્થમાં તો જેમની કલમ દ્વારા અનેક વ્યક્તિઓના જીવન બદલનાર શ્રી સંજીવભાઈ શાહ જેવા વ્યક્તિ (લેખક)એ ‘આપણા સમાજને કુદરતે આપેલી અનોખી ભેટ’ જ કહીએ તો જરા પણ અતિશયોક્તિ નથી.

ઓએસીસ પ્રકાશનોની એક ખાસિયત મને જે ગમે છે તે એ કે થોડામાં ઘણું કહી જીવન ઉપયોગી ભાથું પૂરું પડે છે.હવે મોટા ભાગના ઓએસીસ પ્રકાશનોના આવા કાયમી વસાવવા લાયક ને જીવન ઉપયોગી પુસ્તકોની તમામ શ્રેણી અમેઝોન પર ઉપલબ્ધ હોવાથી વાચકો તેને ઓનલાઈન પણ મંગાવીને વસાવી શકે છે.આપ પણ આપના મિત્ર વર્તુળને પ્રસંગોપાત આપી શકો:જીવનની ભેટ!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED