દિલ પ્રેમનો દરિયો છે - 34 Nicky@tk દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

દિલ પ્રેમનો દરિયો છે - 34

રાતની શીતળ ચાંદની બે ધબકતા દિલની વાતો સાંભળી રહી હોય તેમ આખા વાતાવરણમાં પ્રકાશ ફેલાવી રહી હતી. દિલ ધબકતું હતું ને બધુ ભુલી જ ભુલી એકબીજાની બાહોમાં ચાંદનીની જળહળતી રાતે બે દિલ વાતોમાં ખોવાઈ ગયા હતા. " પરી જે થવાનું હતું તે થઈ ગયું. હવે તેને બદલવું આપણા હાથમાં નથી પણ આમ હિમ્મત હારી ને તુટી જવું તે પણ યોગ્ય નથી. "

"પણ, આપણો સાથ.....!!! " પરીના શબ્દો મહેરની આખોમાં જોતા જ થંભી ગયાં. આંખોના ઊંડાણમાં ખુશી કરતા ખામોશી વધારે હતી. તે બહારથી જેટલો ખુશ રહેવાની કોશિશ કરતો હતો તેટલો જ અંદરથી તુટી ગયો હતો. "આપણા સાથ ને કોઈ નહીં તોડી શકે તું વિશ્વાસ રાખજે." દિલ ધબકતું હતું ને વાતો અહેસાસના બંધનમાં બંધાઈ રહી હતી.

વાતો વાતોમાં સવાર કયારે થયું ને બંનેને નિંદર કયારે આવી કંઈ જ ખબર ના રહી. સવારે જયારે મહેર ઊભો થયો તો પરી તેની બાહોમા હતી. તેને કપાળ પર કીસ કરીને પરીને બેડ પર સુવડાવી. ત્યાં જ પરીનો ફોન રણકી ઉઠયો. "પરી, તને અને મહેરને મોટાપપ્પાએ અત્યારે જ બોલવ્યાં છે." આટલું કહીને ઈશાને ફોન કટ કરી દીધો. 'અત્યારે પણ શું કામ...???' ઈશાનના ફોનની સાથે જ મહેરના વિચારો શરૂ થઈ ગયા. તેને પરી સામે જોયું તેના ચહેરા પર તે ખામોશીની રેખા ખોવાણી ના હતી ત્યાં કોઈ બીજુ તોફાન આવવાનું હતું. વિચારો પવન વેગે ભાગી રહયા હતા ને તેને ખામોશી ભરેલા ચહેરે જ પરીને અવાજ લગાવ્યો.

"પરી, ઇશાનનો ફોન...... "ઇશાનનું નામ સાંભળતા જ તે સંફાળી ઊભી થઈ. " શું થયું મહેર...?? ત્યાં બધું બરાબર છે ને...???"

"ખબર નહીં પણ તારા પપ્પાએ આપણને ત્યાં અત્યારે જ બોલાવ્યાં છે. "

"પણ.... શું કામ..??"

"મને નથી ખબર પણ જવું પડશે. ચલ ફટાફટ તૈયાર થઈ જા. " બંને ફટાફટ તૈયાર થઈ મહેરના ઘરે પહોચ્યા. મહેર ઘરની અંદર ના જતા બહાર જ ઊભો રહયો. " શું થયું....??"

"સોરી, પણ હું તે ઘરમાં નહીં આવી શકું..."

"પણ, કેમ.....મહેર આ તારુ ઘર છે...."

"હા, પણ... પ્લીઝ સમજવાની કોશિશ કર." જાણે મહેરની વાતો પરી બધું જ સમજી ગઇ હોય તેમ કોઈ પણ પ્રકારની જીદ કર્યા વગર જ તે એકલી ઘરમાં ગઈ. આખો પરિવાર તેની રાહ જોઈને બેઠો હતો. બધાના ચહેરા જોતા પરીને કંઈક અજીબ લાગતું હતું. તે કોઈને કંઈ પુછે તે પહેલાં જ દિપકભાઇએ મહેર વિશે પૂછયું. પરીએ કંઈ જવાબ ના દેતા તે સીધી જ ધર્મેશ અંકલ પાસે ગ્ઈ. બધાની સામે કોઈ સવાલ કરવા કે ન કરવાના ગડમથલમાં તેના વિચારો દોડતા હતા. પણ આ જરૂરી છે તે વિચારે તેને બધાની સામે જ ઘર્મેશભાઈને પૂછયું,

" અંકલ, મહેર ઘરમાં આવતા જ બહાર ઊભો રહી ગયો. કોઈ તો એવી વાત છે જે તેને અંદર આવતા રોકે છે. શું તમે તે વાત આજે બધાની સામે કહી શકશો....??" પરીના આવા સવાલ પર બધાએ જ પરીની સામે જોયું. અહીં કોઈ બીજી વાત કરવા માટે તેમને બોલાવી હતી પણ પરીએ કોઈ બીજી વાત શરૂ કરી.

"હા, ઘર્મેશ પરી સાચું કહે છે. આજે અમે બધા તે વાત જાણવા માંગેયે છીએ કે મહેર અહીં તારી સાથે નહીં પણ કોઈ બીજા સાથે કેમ રહે છે....???" કાલ સુધી જે દિપકભાઇ પરીના વાતથી નારાજ હતા તે વાત ભુલી તે આજે ખુદ પરી સાથે ઊભા રહી બધુ હકિકત બહાર લાવવાની કોશિશ કરી રહ્યા હતા.

" દિપક, આપણે એકબીજાને નાનપણથી જ જાણીએ છીએ. એટલે જ આપણો સંબધ હંમેશા માટે ટકી રહે તેના માટે આપણે વેવાઈ બનવાનું નક્કી કર્યું. પણ....." વાતો કરતા કરતા દિપકભાઇના શબ્દો રુકી ગયા તેના સામે તે તસ્વીર ફરી જીવીત થઇ જયારે તેને આ વાતની ખબર પડી હતી કે મહેર કોઈ બીજી છોકરીના પ્રેમમાં છે.

"પણ.... શું અંકલ....??? " આખી વાત તેને સમજાઈ રહી હતી પણ તેને આજે હકિકત જાણવી હતી કે મહેરને એવી કંઈ વાત પરેશાન કરે છે જે તે કયારે કહી નથી શકતો.

"બેટા, કોઈ એવી વાત જે મારે તારી સામે ના કરવી જોઈએ.."

"શું તે વાત મિતા સાથે જોડાયેલી છે......???" પરીએ કંઈ જ વિચાર કર્યા વગર જ એક જ ઝટકામાં અંકલને પુછી લીધું. મિતાનું નામ સાંભળતા બધાજ થંભી ગયા. આ મિતાને ખાલી પરી અને મહેરનો પરીવાર જાણતો હતો. જે કંઈ પણ બન્યું હતું મહેર અને મિતાની જિંદગીમાં તે બધું જ પરીએ બધાની સામે રજુ કરી દીધું.

"સોરી, અંકલ પણ, મને નથી લાગતું કે તેમાં મહેરની કોઈ ભુલ હતી." પરીની વાત સાંભળી ધર્મેશ અંકલની આખમાં આસું આવી ગયાં. "બેટા, આ વાત મને આજે ખબર પડી કે મિતાની સાથે આવું કંઈ બન્યું હતું. અમે તો....." તેના શબ્દો આગળ વધતા રુકી રહયા હતા.

"અંકલ હવે તો જણાવો કે મહેર આ ઘરે કેમ નથી આવતો. "

"મે તેને આ ઘરથી, અમારી જિદગીથી દુર કરી દીધો હતો કેમકે તેને મારા વિરુદ્ધ જ્ઈ એક એવી છોકરી સાથે પ્રેમ કર્યા જે આ સમાજને લાઈક ના હતી." આટલું સાંભળતા પરીની આખો પણ છલકાઈ ગ્ઈ. તે આગળ કોઈ સવાલ જવાબ ના કરી શકી.

"બેટા, ત્યારે અમને મિતાની સચ્ચાઈ નહોતી ખબર. ના કયારે મહેરે તે વાત અમને કહી હતી"

"તો શું તમને ખબર હોત તો તમે તેને એકક્ષેપ કરત......???" પરીના આવા અજીબ સવાલો વચ્ચે બધા જ તેની વાતોને વિચારવા બેસી ગયા પણ કોઈની પાસે આ સવાલનો જવાબ ના હતો.

"કેવી રીતે એકક્ષેપ કરુ જયારે તેનો સંબધ તારી સાથે જોડાઈ ગયો હતો. આ વાત મે મહેરને બતાવી પણ ત્યારે સમય નિકળી ગયો હતો. તે મિતાના પ્રેમમાં રંગાઈ ગયો હતો. એટલે તે મારી કોઈ પણ વાત માનવા તૈયાર નહોતો. મે તેને કહયું પણ કે તારો સંબધ જોડાઈ ગયો છે ને તું હવે કોઈ બીજા સાથે....."

"એટલે તમે તેને આ ઘરથી આ પરીવારથી દુર કરી
દીધો...???"

"દુર નહોતો કર્યા. તેને ખુદ રસ્તો બદલાયો હતો. મે તો તેને ખાલી મિતાને છોડવાની કહી હતી પણ તેમને મારી વાત ના માનતા અમારા બંને વચ્ચે લડાઈ થઈ ગઈ ને તે દિવસે મે તેમને ગુસ્સામાં આ ઘર છોડવા કહી દીધું. પછી મે ઘણીવાર બોલાવ્યો પણ તે ના આવ્યો." તેની સામે તે બધા જ દર્શયો રજુ થ્ઈ રહયા હતા. "સોરી, દિપક મે તારાથી આ વાત ચુપાવી. મારે તને બધું કહેવું જ હતું ત્યાં જ મે પરીને અહીં મુંબઈ કોમ્પિટિશનમાં જોઈ એટલે મને થયું હવે બંને સાથે છે તો બધુ બરાબર થઈ જશે."

"ઘર્મેશ તું સોરી કહી ને મારી દોસ્તીને લજીત કરે છે બલકી સોરી તો મારે તને કહેવું જોઈએ, કેમકે આ બધી જ વાતો હું જાણવા છતાં પણ હું ચુપ બેસી રહયો ને મહેરને પણ ચુપ કરાવતો રહયો."

" પપ્પા, તમે જાણતા હતા.....??" પરી તેના પપ્પા સામે જોતી રહી. (આટલી બધી તકલીફો આટલું બધું બની ગયું ત્યારે પપ્પા કહે છે કે તે બધુ જ જાણતા હતા છતાં પણ ચુપ હત તો તેને તેમની પરીને તકલીફ દેવાની મજા આવતી હતી) પરીના વિચારો ત્યાં જ શરૂ થઈ ગયાને તેની આંખો આસુંથી છલકાઈ ગ્ઈ.


♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥

જિંદગીની આ રમત આટલી મોટી બાજી મારશે તે પરીએ કયારે વિચાર્યુ પણ ના હતું. ત્યારે શું તેના પપ્પા આ બધું જાણતા હતા તે વાત જાણયા પછી પરીને તેના પપ્પા પર વિશ્વાસ ઊડી જશે....??શું થશે હવે પરીનું..?? શું મહેર આ ઘરે ફરી આવશે..?? શું બંને એકબીજાના જીવનસાથીના રૂપમાં સ્વીકાર કરી શકશે... ?? શું આજે પરી આ પ્રેમની કસોટી પાર કરી જશે...?? આ વાર્તા હવે પુરી થવાના આરે છે ત્યારે શું થશે પરીના આ સફરનું તે જાણવા વાંચતા રહો દિલ પ્રેમનો દરિયો છે...(ક્રમશઃ)