તરસ પ્રેમની - ૨૪ Chaudhari sandhya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તરસ પ્રેમની - ૨૪



મેહા ઉઠીને તૈયાર થાય છે અને કૉલેજમાં જવા માટે નીકળે છે. ક્લાસમાં પહોંચતા જ મેહાની પ્રાચી અને રજત પર નજર જાય છે. મેહા પ્રાચીને ધ્યાનથી જોઈ રહી. આછો ગુલાબી પિંક ડ્રેસ. ખુલ્લાં લાંબા વાળ. પ્રાચીના ચહેરા પર એક પ્રકારની સમજદારી. રજતને પ્રાચીએ કુશળતાથી સંભાળી લીધો હતો. રજત પરેશાન હતો ત્યારે પ્રાચીએ એનો સાથ આપ્યો હતો. સ્વાભાવિક છે કે રજત એના તરફ ખેંચાય. પોતે રજતને કેમ ન સમજી શકી?

એટલામાં જ મેહા પાસે નેહા,મિષા અને પ્રિયંકા આવે છે.

મિષા:- "Hi મેહા."

મેહા:- "Hi મિષ."

મિષા મેહાની બાજુમાં બેસી જાય છે.

મેહા:- "તું અહીં કેમ બેસી ગઈ?"

મિષા:- "મેહા આપણે ફ્રેન્ડ છીએ રાઈટ?"

મેહા:- "રાઈટ. તો?"

મિષા:- "તો મારે મારી ફ્રેન્ડ સાથે બેસવું છે."

મેહા:- "નહીં તું આટલે ન બેસી શકે. રૉકીની બાજુની સીટ ખાલી છે ત્યાં જઈને બેસ."

નેહા:- "Come on મેહા એવી તો શું નારાજગી છે અમારી સાથે?"

મેહા મિષનો હાથ પકડી ઉઠાડે છે અને કહે છે "રૉકી મિષને અહીંથી લઈ જાને. પ્લીઝ."

મિષા ઉઠીને રૉકીની બાજુમાં બેસી જાય છે.

મેહા:- "Hey You? શું નામ છે તારું?"

યુવક:- "Hi મીત."

મેહા:- "Hi હું મેહા. ઓળખાણ થઈ ગઈ ને? તો મારી બાજુમાં બેસી જા."

મીત મેહાની બાજુમાં બેસી ગયો. નેહા અને પ્રિયંકા પણ પોતાની જગ્યા પર બેસી ગયા.

નેહા:- "મેહાને શું થઈ ગયું છે? કેમ આવું કરે છે?"

પ્રિયંકા:- "ખબર નહીં યાર."

પ્રાચી:- "રજત મેહાનો સ્વભાવ..."

રજત:- "પ્લીઝ પ્રાચી મેહા વિશે કંઈ વાત નથી કરવી. અને હા મારી સાથે બધી વાત કરજે પણ મેહા વિશે બિલકુલ નહીં. બહું થઈ ગયો એનો ડ્રામા."

બપોરે મેહા કેન્ટીનમા ગઈ.

પ્રિયંકા:- "મેહા અહીં આવ."

મેહા:- "શું?"

પ્રિયંકા:- "અમારી સાથે નાસ્તો કર."

મેહા:- "નહીં હું રાહુલ સાથે નાસ્તો કરી લઈશ."

મેહા રાહુલ પાસે જતી રહી.

પ્રાચી:- "રજત આજકાલ મેહા રાહુલ સાથે વધારે રખડે છે."

રજત:- "તો હું શું કરું? જેના સાથે રખડે એના સાથે મારે શું?"

પ્રાચી:- "પણ રજત રાતના પણ રાહુલ સાથે જ હોય છે. ક્યાંક મેહા સાથે કંઈ..."

રજત:- "પ્રાચી મેં તને પહેલાં જ કહ્યું હતું ને કે મેહા વિશે મારે કોઈ વાત નથી કરવી. અને હા મેહા કોઈ નાની છોકરી તો નથી ને? મેહા સાથે જે કંઈપણ થાય એ એની પોતાની જવાબદારી છે સમજી?"

સાંજે મેહા પર ફોન આવે છે.

મેહા:- "હૅલો."

"હૅલો મેહા. આજે પણ રાતે જઈશું."

મેહા:- "રાહુલ તું છે? ઑકે મને લેવા આવી જજે. પણ સાંભળ. પાછળના દરવાજેથી આવજે."

રાહુલ:- "કેમ ઘરેથી નહીં નીકળવા દે."

મેહા:- "નહીં. ગઈ કાલે તો રજત અને મારા ફ્રેન્ડસનુ નામ લઈને નીકળી ગઈ હતી. પણ આજે તો મિષાએ મમ્મીને ફોન કરીને બધું કહી દીધું છે."

રાહુલ:- "હવે રજત અને મિષા કોણ છે?"

મેહા:- "ઑહ સૉરી. મેં તો તને કંઈ કહ્યું જ નથી. તું આવ. રસ્તે તને બધું હું ડીટેઈલમાં કહીશ."

મેહા તૈયાર થઈ જાય છે. અને ઘરમાંથી ચોરીછૂપીથી નીકળી જાય છે. મેહા દરરોજ રાહુલ અને રાહુલના ફ્રેન્ડ સાથે જતી.

એક સાંજે મેહાને ચક્કર આવ્યા. થોડીવાર મેહા પથારીમાં જ બેસી રહી.

રાહુલ:- "મેહા ક્યાં છે તું? બહાર તારી રાહ જોઈએ છીએ."

મેહા:- "રાહુલ મારી તબિયત ઠીક નથી. આજે નહીં આવી શકું."

રાહુલ:- "સારું તું આરામ કર. કંઈક વધારે તકલીફ તો નથી ને?"

મેહા:- "ના ના તમે જાઓ. કાલે કૉલેજમાં મળીએ."

રાહુલ:- "ઑકે Take care. Bye."

મેહા:- "Bye."

મેહા થોડું જમીને પોતાના રૂમમાં આવે છે. થોડી મીનીટો પછી મેહાને ઉબકા આવે છે. મેહા જલ્દીથી વૉશરૂમમા જાય છે. થોડીવાર પછી ચહેરો ધોઈને પોતાના રૂમમાં આવે છે. ઉલ્ટી કરીને મેહાને થોડું સારું લાગે છે. મેહા વિચારે છે કે ક્લબમાં તો જવાનું નથી અને આટલી જલ્દી ઊંઘ પણ નથી આવવાની તો હવે શું કરું? મેહાએ મુવી જોવાનું વિચાર્યું.

મેહા પથારીમાં સૂતાં સૂતાં એક પછી એક ચેનલો બદલતી હતી. એક ચેનલ પર સીરીયલ આવતી હતી. મેહા ઝડપથી ચેનલો બદલતી હતી. મેહાને કંઈક વિચાર આવ્યો. મેહાએ પેલી સીરીયલ વાળી ચેનલ કરી.

એક પરણિત યુવતીને ચક્કર આવ્યા અને ઉલ્ટી પણ થઈ. એ યુવતી એની સાસુને કહી રહી હતી કે પોતાના પીરીયડ્સ મિસ થઈ ગયા છે.

સાસુ ખુશ થઈ ગઈ. સાસુએ એ યુવતીને કહ્યું કે સારા સમાચાર છે. સાસુ તરત ડોક્ટરને બોલાવે છે. ડોક્ટરે જણાવ્યું કે એ પરણિત યુવતી પ્રેગનેન્ટ છે.

આ દશ્ય જોઈ મેહા ગભરાઈ ગઈ. મેહાને પણ ચક્કર આવતા હતા અને ઉલ્ટી પણ થતી હતી. મેહાએ કેલેન્ડર માં જોયું. મેહા મનોમન કહે છે "આ વખતે મને પેટમાં કેમ ન દુખ્યું. બે દિવસ પહેલાં મને પેટમાં દુખવું જોઈએ ને? મારા પીરીયડ્સની તારીખ તો જતી રહી. તો શું મારા પીરીયડ્સ પણ મિસ થઈ ગયા. મમ્મી પપ્પાને ખબર પડશે તો? ખબર નહીં મારી સાથે શું કરશે? મેહાને જાતજાતના વિચાર આવવા લાગ્યાં. મેહાની આંખોમાંથી આંસુ પડવા લાગ્યા.

મેહા વિચારવા લાગી "રજતે તો મારી સાથે કંઈ નથી કર્યું તો પછી ઉલ્ટી અને ચક્કર કેમ આવ્યા? પીરીયડ્સ પણ મિસ થઈ ગયા. હું બેભાન થઈ ગઈ હતી ત્યારે ચોક્કસ રજતે મારી આબરૂ‌ લૂંટી લીધી હશે. મેહા શું તું પણ રજત પર શંકા કરે છે? તો રાહુલે મારી સાથે....મેહા તું પણ શું ટેન્શનમાં ને ટેન્શનમાં શેએચલ્લી જેવા વિચારે કરે છે. એટલું તો ચોક્કસ ખ્યાલ છે કે પોતે લિમિટ કરતા વધારે ડ્રીક તો નથી જ કર્યું. અને રાહુલે પણ ક્યારેય મારા નજીક આવવાની કોશિશ નથી કરી. તો ચોક્કસ રજતે મારા બેભાન હોવાનો ફાયદો ઉઠાવ્યો છે. પણ હવે હું શું કરી શકું?"

મેહા થોડીવાર રડી. મેહા ખૂબ ગભરાઈ ગઈ હતી. મેહાને કંઈ સમજમાં નહોતું આવતું કે પોતે હવે શું કરે? મેહાએ રડતા રડતા રજતને ફોન કર્યો. પણ રજતનો ફોન ન લાગ્યો. મેહાને પછી ખ્યાલ આવ્યો કે રજતે અહીં પણ મારો ફોન ન લાગે એવું કંઈ કરી દીધું છે. હવે હું ક્યાં જાઉં? શું કરું?"

મેહાએ રજતના ઘરે જવાનું વિચાર્યું. "રજતના ઘરનું એડ્રેસ શું છે? હા યાદ આવ્યું. નવમાં ધોરણમાં મહાબળેશ્વર જવાના હતા ત્યારે રજતના ઘરે જ બસ ઉભી હતી અને રજત મને લેવા પણ આવ્યો હતો. એ રસ્તો યાદ છે મને."

મેહા ચૂપચાપ ઘરની બહાર નીકળી. મેહા રડતા રડતા રસ્તા પર દોડતી દોડતી જાય છે. ખાસ્સી રાત થઈ ગઈ હતી. જો કે વ્યક્તિઓની અવરજવર ચાલું હતી. મેહા રજતના ઘરે પહોંચી ગઈ. ડોરબેલ વગાડી. ખાસ્સીવાર થઈ ગઈ પણ કોઈએ દરવાજો જ ન ખોલ્યો. મેહાએ જોયું તો ઘરે તાળું હતું.

મેહા મનોમન કહે છે "ક્યાંક રજતનુ ઘર બદલાઈ ગયું હશે તો? મેહાએ આસપાસ નજર કરી. ઘરની અંદર નજર કરી. ઘરની અંદરની લાઈટ ચાલું હતી. કારો પાર્ક કરેલી હતી. મેહાને એટલો તો ખ્યાલ આવ્યો કે રજત રહે છે તો અહીં જ. કદાચ રજત કશે બહાર ગયો છે. પાછો આવશે. હું અહીં જ એની રાહ જોઈશ. મેહા ઓટલા પર જ બેસી જાય છે. શિયાળાની કડકડતી ઠંડી હતી. મેહા એટલી ટેન્સ હતી કે ઠંડીનો અનુભવ પણ નહોતો થતો. મેહા રાહ જોતાં જોતાં થાકી ગઈ. રડી રડીને મેહાની હાલત ખરાબ થઈ રહી હતી. મેહા થોડીવાર આંખો મીંચીને એમ જ બેસી રહી. પછી ટૂંટિયું વાળીને ઓટલા પર જ સૂઈ ગઈ. મેહાને ક્યારે ઊંઘ આવી ગઈ તેનો ખ્યાલ જ ન રહ્યો.

થોડીવારમાં જ એક કાર આવે છે. રજત કાર પાર્ક કરી આવે છે. રજતે જોયું તો અંધારામાં ઓટલા પર કોઈ સૂતું છે. રજતે મોબાઈલની ટોર્ચ ઓન કરી. રજતે જોયું તો મેહા હતી. મેહા ખૂબ ધ્રૂજી રહી હતી.

રજતે ઝડપથી પોતાનું જેકેટ કાઢી મેહાને ઓઢાડ્યુ.
રજતે તાળું ખોલી દરવાજો ખોલ્યો. મેહાને ઉંચકી ને સોફા પર સૂવાડી. દરવાજો બંધ કર્યો. મેહાને ઉંચકી પોતાના રૂમમાં લઈ ગયો. મેહાને ઝડપથી બ્લેન્કેટ ઓઢાવી દીધું. ઉપરથી બીજુ બ્લેન્કેટ પણ ઓઢાવી દીધું. મેહાના પગમાંથી સેન્ડલ કાઢી રજત હાથથી મેહાના પગના તળિયા ઘસવા લાગ્યો. થોડીવાર પછી મેહાના હાથ ઘસ્યા. રજતના પ્રયાસ પછી મેહા ધ્રૂજતી બંધ થઈ. રજત મેહાને જોઈ રહ્યો. મેહાનો ચહેરો જોઈ ખ્યાલ આવ્યો કે મેહા ખૂબ રડી છે.

રજત સોફા પર જઈને સૂઈ ગયો. સોફા પર સૂતા સૂતા પણ મેહાને જોઈ રહ્યો હતો. મેહાને જોતાં જોતાં જ રજતને ઊંઘ આવી ગઈ.

સવારે રજત નાહી ધોઈને તૈયાર થઈ ગયો.

રજત નીચે ગયો.

રજત:- "કાકી બે કપ ચા અને નાસ્તો. ગઈકાલે રાતે તમે ક્યાં હતા શીતલકાકી."

શીતલબહેન:- "હું ગેસ્ટ હાઉસમાં સૂઈ ગઈ હતી."

રજતે થોડું ગુસ્સામાં કહ્યું "કાકી તમને કેટલી વાર કહ્યું છે કે ઘરમાં તમારો રૂમ છે. ત્યાં સૂવું જોઈએ ને?"

કાકી:- "પણ બેટા હું તો આ ઘરમાં નોકર છું."

રજત ફરી ગુસ્સો કરતા કહ્યું "કાકી ફરી આવી વાત ક્યારેય નહીં કહેતા. તમે પણ આ ઘરનાં મેમ્બર છો. સમજ્યા?"

શીતલકાકી:- "આ ચા નાસ્તો તૈયાર થઈ ગયા."

રજત ચા નાસ્તો લઈને રસોડામાંથી નીકળી જાય છે. નીકળતા નીકળતા શીતલકાકીને કહે છે "સૉરી કાકી. તમને થોડું ગુસ્સાથી કહેવાઈ ગયું."

શીતલકાકી:- "પણ એ ગુસ્સામાં લાગણી હતી. તું તો મારો દીકરા જેવો છે."

મેહા જાગીને જોય છે તો પોતે એક રૂમમાં હોય છે. પોતે શું કરવા રજત પાસે આવી હતી તે યાદ આવે છે. યાદ આવતાં જ મેહાની આંખોમાં ફરી આંસુ આવી જાય છે. રજત પોતાના રૂમમાં ચા નાસ્તો લઈને જાય છે.

રજત રૂમમાં એન્ટર થાય છે. મેહાને જાગેલી જોઈને રજતે સવાલ કર્યો "એવી તો શું પ્રોબ્લેમ આવી ગઈ હતી કે તારે અડધી રાત્રે મારા ઘરે આવવું પડ્યું. એક ફોન તો કરવો જોઈએ."

મેહા પોતાનો મોબાઈલ રજત તરફ ફેંકતા ગુસ્સાથી કહે છે "આ રહ્યો મારો મોબાઈલ. તું કર ફોન મારા મોબાઈલ પરથી."

રજતને પણ મેહા પર ગુસ્સો આવ્યો. રજત મેહા પાસે જાય છે મેહાના વાળ પકડીને કહે છે "તારે મારા પર ગુસ્સો કરવાનો કોઈ હક્ક નથી સમજી? આ ગુસ્સો,આ ઈગો તારા ઘરમાં. સમજી? આ મારું ઘર છે."

મેહા:- "રજત પ્લીઝ મારા વાળ છોડ. મને હર્ટ થાય છે."

રજતની પકડ ઢીલી થઈ ગઈ. મેહાનો ગુસ્સો પણ શાંત થયો. મેહા ઢીલી પડી ગઈ.

મેહા:- "રજત તે મને બ્લોક કરી છે?"

રજત:- "હા તો."

મેહા:- "એટલે મારે અહીં આવવું પડ્યું. જો તું મને બ્લૉક ન કરતે તો...."

રજત:- "મેઈન પોઈન્ટ પર આવ. તું અહીં શું કામ આવી છે?"

મેહા:- "રજત મને ચક્કર આવ્યા હતા અને ઉલ્ટી પણ થઈ હતી."

રજત:- "તો ડોક્ટરને બતાવને. અહીં શું કામ આવી છે?"

મેહા:- "તું સમજી નથી રહ્યો રજત."

રજત:- "તો સમજાવ."

મેહા:- "રજત મને આ વખતે પેટમાં દુખ્યું નથી. યાદ છે તને એકવાર મને પેટમાં દુખ્યું હતું તો તું મને મૂકવા આવ્યો હતો."

રજત:- "મેહા તારી વાતમાં મને કંઈ સમજ નથી પડતી. સ્પષ્ટ શબ્દોમાં કહે મને."

મેહા:- "ચક્કર અને ઉલ્ટી આવે છે અને...."

રજત:- "અને..."

મેહાએ પાંપણો ઝૂકાવતા અને આંસુ સાફ કરતા કહ્યું "મારા.....મારા.......

રજત:- "અટકી કેમ ગઈ? જલ્દી બોલ."

મેહા:- "મારા પીરીયડ્સ મિસ થઈ ગયા છે. તો...."

રજત:- "તો શું?"

મેહા:- "મારે ફક્ત એટલું જાણવું છે કે તે દિવસે ફાર્મ હાઉસમાં હું બેભાન થઈ ગઈ હતી ત્યારે તે મારા બેભાન થવાનો ફાયદો નથી ઉઠાવ્યો ને? ચક્કર ઉલ્ટી અને પીરીયડ્સનુ મિસ થવું એટલે કદાચ હું પ્રેગનન્ટ..."

રજતે ગુસ્સાથી મેહા તરફ જોયું.

રજત:- "મેહા તને મેં એકવાર કહ્યું ને કે મેં તારી સાથે કંઈ નથી કર્યું. પણ નહીં તને તો મારા પર વિશ્વાસ જ નથી."

મેહા ગભરાતા કહે છે "રજત તું સાચું બોલે છે ને?

રજત કંઈ જવાબ આપતો નથી. મેહાની આંખમાંથી આંસુ અટકતા નથી.

મેહા:- "રજત પ્લીઝ સાચું કહી દે. હું કોઈને નહીં કહું."

ગઈકાલ જેવી જ મેહાની હાલત થઈ રહી હતી.

રજત મેહાના આંસુ સાફ કરે છે
"તું એકવાર રીલેક્ષ થઈ જા. બ્રશ કરી આવ."

મેહા વોશરૂમ માં જાય છે.

થોડીવાર પછી બહાર આવે છે.

મેહા:- "રજત એક વાત પૂછું?"

રજત:- "બોલ."

મેહા:- "મને બહું ડર લાગે છે. રજત તું મારી સાથે ડોક્ટર પાસે તો આવીશ ને?"

રજત:- "લે પહેલાં નાસ્તો કરી લે."

મેહા:- "તે મારા સવાલનો જવાબ ન આપ્યો."

રજત:- "ચૂપચાપ નાસ્તો કરી લે અને ચા પી લે."

મેહા:- "મન નથી."

રજત:- "ચલ તને ઘરે મૂકી આવું."

"RR ક્યાં છે તું?" રજત અને મેહાને કોઈનો અવાજ સંભળાયો. રજત અને મેહા રૂમની બહાર બેઠક રૂમમાં આવે છે. મેહાએ જોયું તો ક્રીના હતી.
ક્રીનાનો સામાન જોઈ મેહાએ વિચાર્યું કે "RR માટે ક્રીનાએ ઘર છોડી દીધું કે શું?"

ક્રીના RR ને Hug કરે છે.

ક્રીના:- "Hi મેહા."

મેહા:- "Hi પણ તું રજતના ઘરે. રજત માટે ઘરબાર છોડીને આવી ગઈ કે શું? પણ રજતની ગર્લફ્રેન્ડ તો પ્રાચી છે."

રજત:- "મેહા તને તો જ્યારે હોય ત્યારે ફાલતું જ વિચાર આવે છે. ક્રીના બહેન છે મારી. સમજી?"

મેહા:- "ઑહ સૉરી."

રજત:- "ક્રીના તું કેવી રીતના આવી?"

ક્રીના:- "મારા ફ્રેન્ડ જોડે. કૉલેજમાં બે દિવસની રજા હતી એટલે ઘરે આવી ગઈ. મમ્મી પપ્પા ક્યાં છે?"

રજત:- "મમ્મી પપ્પા ગઈકાલના અમદાવાદ ગયા છે. આજે સાંજે જ આવશે."

એટલામાં જ ક્રીનાનું એક બેગ લઈ ને નિખીલ આવે છે.

ક્રીના:- "આ Nik છે."

Nik:- "Hi RR. ક્રીના હંમેશા તારી જ વાતો કરતી હોય છે."

RR:- "Hi Nik."

Nik ની નજર મેહા પર જાય છે. મેહાની નજર પણ નિખિલ પર જાય છે.

નિખિલ:- "મેહા તું અહીં શું કરે છે?"

મેહા નિખિલને દોડતી દોડતી ગળે વળગી ગઈ.

નિખિલને ગળે લાગતાં જ મેહા રડી પડી.

નિખિલ:- "શું થયું મેહા?"

ક્રીના:- "Nik મેહા તને વળગીને કેમ રડે છે? મેહાને તું કેવી રીતના ઓળખે છે?"

Nik:- "મારી બહેન છે."

ક્રીનાને ત્યારે હાશકારો થયો. "Thank God કે બહેન છે. હું તો બીજું જ કંઈ સમજી હતી."

નિખિલ:- "RR શું થયું મેહાને? અને મેહા તને કેમ કેમ ઓળખે છે?"

રજત:- "અમે એક જ સ્કૂલમાં હતા અને હવે કૉલેજમાં પણ સાથે છે. અમારી વચ્ચે થોડો ઝઘડો થયો. અને આમ પણ ફ્રેન્ડસ વચ્ચે ઝઘડો તો થયા કરે છે? રાઈટ મેહા?"

નિખિલ:- "ક્રીના હું નીકળું છું. Bye ક્રીના. Bye RR."

ક્રીના:- "Bye."

Nik મેહાને લઈ નીકળી જાય છે.

મેહા ઘરે જઈને તૈયાર થાય છે. મેહા ટેન્સ હતી. મેહા વિચારી રહી કે હું રડી રહી છું રજત આગળ તો એને એટલો ખ્યાલ તો આવવો જોઈએ ને કે મારાથી સહેવાયુ નહીં તો જ એની પાસે આવી ને!
કંઈ સમજમાં નહોતું આવતું કે શું કરવું? મેહા ક્લાસમાં પહોંચે છે.

મેહા ખૂબ ઉદાસ હોય છે. મેહા નું લેક્ચર માં પણ ધ્યાન નથી રહેતું. મેહાની આંખોમાંથી આપોઆપ આંસુ બહાર આવી જાય છે. મેહાને કોઈ જોય એ પહેલાં તો આંસુ સાફ કરી દે છે. રજત નું ધ્યાન મેહા પર જ હતું.

રજતે નિર્ણય કરી લીધો હતો કે મેહાને એકવાર હોસ્પિટલ લઈ જઈ મેહાની શંકા દૂર કરી દઉં. નહીતર પોતે તો બેચેન રહેશે અને સાથે સાથે મને પણ બેચેન કરી દેશે.

બપોરે કેન્ટીનમા બધા નાસ્તો કરવા ગયા. મેહા તો ક્લાસમાં જ બેસી રહી. રજત પણ ક્લાસમાં થી નીકળતો હતો એટલામાં મેહા પર રાહુલનો ફોન આવ્યો.

રાહુલ:- "હેલો મેહા ક્યાં છે?"

મેહા:- "તમે લોકો નાસ્તો કરી લો. મને ભૂખ નથી. Bye."

રજત ક્લાસમાંથી નીકળી ગયો. મેહા પર ફરી રાહુલનો ફરી ફોન આવે છે.

મેહા કેન્ટીનમા પહોંચે છે. મેહા રાહુલ પાસે જઈ ને બેસવાની હતી.

મેહા એક નજર રજત પર કરે છે. મેહાની ચાલ ધીમી થઈ ગઈ. મેહાએ ચાલવાનું બંધ કરી દીધું. રજતની નજર મેહા પર જ હતી. મેહાને લાગ્યું કે બધું ગોળ ગોળ ફરી રહ્યું છે. મેહાને જોઈ રજત ઉભો થઇ ગયો. મેહા નીચે ઢળી પડે એ પહેલાં રજતે મેહાને પકડી લીધી. મેહાને ઉંચકી લીધી. મેહા બેભાન થઈ ગઈ હતી.

ક્રમશઃ