દિલ પ્રેમનો દરિયો છે - 33 Nicky@tk દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દિલ પ્રેમનો દરિયો છે - 33

હતાશ અને ખામોશીમાં ખોવાયેલા પરીના વિચારો પાછળ આવતી ગાડીના અવાજથી થંભી ગયા. તેને પાછળ ફરીને જોયું તો તે ગાડીમાં મહેર હતો. મહેરને જોતા તે ફરી તેના રસ્તા પર ચાલવા લાગી. મહેરે ગાડી સાઈટ પર મુકી ને તેને પાછળથી પરીનો હાથ પકડી લીધો.

"પરી..... ઘરે ચાલ આમ રસ્તા પર......"

"કયા.. ઘરે.... મીતાના ઘરે કે તારા પોતાના ઘરે....ઓ... સોરી....મીતા..... " તેના શબ્દો મીતાના નામ સાથે જ થંભી ગયા. તેને મહેરની આખોમાં નજર કરી તો તેની આખો રડતી હતી. તેની પાસે આજે જે બન્યું તેની માફી માંગવા માટે કોઈ શબ્દો ના હતા.

"પરી.... આ્ઈ એમ રીયલી સોરી, મને ખરેખર ખ્યાલ નહોતો કે આવું બધું થશે..."

"સોરી, પણ મને તારી સફાઈ નથી જોતી. તું તારા રસ્તે ને હું મારા રસ્તે.... "

"આપણો રસ્તો કયારે પણ અલગ નહોતો, ના કયારે થશે. ને રહી વાત સફાઈની તો મારા માટે તે જરૂરી છે કેમકે સવાલ તારો છે."

"મહેર, સવાલ મારો હોત ને તો તું મારાથી કંઈ પણ ના છુપાવત પણ તે મારી ખુશી ચુપાવી. તને અંદાજ પણ નહીં હોય કે પપ્પાએ જયારે મને આ સંબધની વાત કરી ત્યારે હું કેટલી તુટી ગઈ હતી. મહેર મને તારો હાથ છોડવાનો ડર લાગતો હતો. તે પળ મારી જિંદગીની સૌથી ખરાબ પળ હતી. તું વિચારી પણ નહીં શકે કે તે વાત સાંભળ્યા પછી મારી હાલત શું થ્ઈ હતી. પણ તને શું ફરક પડે તું તો ખુશ જ હતો ને કેમકે તું બધું જાણતો હતો."

"તને એવું લાગે છે કે ને કે હું તને દુઃખી જોઈ ખુશ થતો હશું...!! નો પરી, તારી આંખના એક આસું મારી રુહને તડપાવી મુકે છે. કાશ પરી તે દિવસે હું તારા આંખના આસું રોકવા આવી શકતો હોત."

"આવી શકતો હોત...!!!મહેર તે તારુ જ ઘર છે...પોતાના ઘરમાં કોઈ પાબંદી નથી હોતી. "

"પોતાના ઘરમાં પાબંદી નથી હોતી તે હું પણ જાણું છું. પણ કોઈ એવી પરિસ્થિતિ મને ત્યાં આવતા રોકતી હતી."

"ફરી એકવાર તું જુઠ બોલી મને ગુમરાહ કરે છે... બસ હવે બહુ થયું....જે વિશ્વાસ મને તારા પર હતો તે ત્યાં જ મંચ પર જ પુરો થઇ ગયો."

"ઓકે, નહીં કહું કંઈ પણ તને હવે, જયારે તને મારા પર વિશ્વાસ જ ના હોય તો......" મહેરના શબ્દો પરીના વિશ્વાસ સાથે જ પુરા થઇ ગયા ને તે કંઈ પણ કીધા વગર જ પરીનો હાથ પકડી તેને ગાડી તરફ લઇ ગયો. "ભલે, તું મારા પર વિશ્વાસ ના કરી શકતી હોય પણ અત્યારે હું તને આમ એકલી રસ્તા પર રખડવા નહીં દવ." કોઈ પણ આર્ગ્યુમેન્ટ વગર જ પરી તેની સાથે ગાડીમાં બેસી ગઈ.

રાતના બે વાગ્યે,

મહેર અને પરી જે ઘરે રહે છે તે ઘરે પહોંચ્યા. અંકલ આન્ટી તેમની રાહ જોતા હજું પણ જાગી રહયા હતા. પરીને જોતા નીતાબેનની આખો ભરાઈ ગઈ તેને પરીને આવતા જ ગળે લગાવી દીધી. "પરી આ દુનિયા આવી જ છે તું હિમ્મત નહીં હારતી અમે તારી સાથે છીએ."

નીતાબેનના શબ્દો પરીના મનને શાંતિ આપી રહયાં હતાં. સાથે જ આંખોમાં છુપાયેલી લાગણીને આસું રૂપે વરસાવી રહયા હતા. "આન્ટી મને આ દુનિયાનો ડર નથી ડર મારા પોતાના લોકોનો છે આજે જે થયું તે જોઈને પપ્પાની હાલત શું થ્ઈ હશે તે હું વિચારી પણ ના શકું" પરીના વિચારો મનમાં જ ગુનગુનાતા રહયા ને તે આન્ટીને થેન્કયું કહી પોતાની રૂમમાં જતી રહી.

મહેર હજુ ત્યાં જ બેઠો હતો. ''મોમ, ફરી એ જ થયું જેનો મને ડર હતો. મિતાનું કરિયર પણ આમ જ ખતમ થઈ ગયું ને હવે પરી નું."

"નો, બેટા, પરીનું કરિયર હજૂ ખતમ નથી થયું. એક આશાનું કિરણ હજું બાકી છે. પરી મિતાની જેમ કમજોર નથી તે જોયું ને ત્યાં આટલું બધું થયાં પછી પણ તેને હિમ્મત રાખીને ગીત ગાયું. વધારે વિચાર નહીં જ્યાં સૂઈ જા રાત વધારે થ્ઈ ગઈ છે. " આજે ફરી આ ઘરમાં મિતાની યાદ તાજી થઈ ગઈ. તેની સાથે વિતાવેલા દિવસોની જાખી ફરી મહેર સામે યાદ બનીને ખીલી રહી હતી. થોડીવાર ત્યાં વાતો કર્યો પછી તે ઉપર ગયો તો પરીનો રુમ ખુલો હતો.

બાલનકનીમાં બેસી પરી મનમાં મનમાં ગીત ગુનગુનાવી રહી હતી. રાતની ખીલેલી ચાંદનીની સાથે તે વાતો કરતી જતી હતી ને પોતાના મનને કોશતી જતી હતી. ' આ કેવી પહેલી છે જિંદગીની જેને જેટલી સમજવાની કોશિશ કરુ છું તેટલી વધારે ઉલજતી જાય છે." આ છેલ્લો દિવસ અહીં પછી તો ફરી ખામોશી લઇ ને તેને આ સંગીતની દુનિયાથી દૂર પોતાના શહેર જવાનું હતું. હવે જીતવાની આશા નહોતી રહી, ના તેને પોતાનું સપનું પુરુ થવાની કોઈ શક્યતા દેખાતી હતી. વિચારોમાં ખોવાયેલી પરીનું ધ્યાન મહેર તરફ ગયું.

"હું ઠીક છું.... તું સુઈ જા." તેના પર ગુસ્સે હોવા છતાં પણ પરીએ મહેરને શાંતિથી કહયું કેમકે તેને આજે એકલા જ અહિ બેસવું હતું. ખામોશી દિલના સંબંધોને વાતો કરવા નહોતી રોકી શકતી. પરીનું કંઇ ના સાંભળતા મહેર તેની પાસે બેસી ગયો. એકબીજા વગર એક પળ પણ હવે કયાં રહેવાતું હતું.

આકાશ સામે નજર કરી તેની ખામોશીને હટાવી પરીની ખુશીને ગોતતા મહેરે પરીને કહયું" પરી સામે જે સૌથી વધારે ચમકે છે તે તારા ને જો શાયદ તે મિતા હોય."

"શાયદ, મિતા...!!! મહેર તું તારી મિતાને ઓળખવામાં પણ અનુમાન લગાવે છે. તો પછી મને તો તું શું યાદ રાખી....!"

"તને યાદ કરવાની જરૂર નહીં રહે મારે....કેમકે, તું હંમેશા મારી સાથે જ રહેવાની છો."

"એક સમયે મિતા પણ તારી સાથે જ રહેવાની હતી ને તો પણ તે ચાલી ગઈ. હું પણ જતી રહી પછી.... " પરી આગળ કંઈ બોલે તે પહેલાં જ મહેરે તેના મોઢા પાસે આગળી રાખી દીધી. " બીજીવાર આવી વાત પણ નહીં કરતી કયારે.... " શબ્દો સાથે ખામોશી ખોવાઈ ગઈ ને બંને એકબીજાની સામે જોવા લાગ્યા.

બહારથી આવતા ઠંડા પવનની લહેરો પરીના ઉડતા વાળથી તેનો ચહેરા પરની ખામોશીને ચુપાવી રહયા હતા. મંદ મંદ વહેતા ઝરણાંની માફક બે દિલ એકબીજાની નજીક આવી રહયા હતા. મહેર પરીને તેના તરફ લઈ જઈ રહ્યાં હતો ને પરી તેની નજીક જ્ઇ રહી હતી. વિચારો વિચરવા લાગ્યા હતા ને બે દિલ એકબીજાના ચહેરા સામે ખોવાઈ રહયા હતા. ચાંદની જળહળતી રાત સિતારોની મહેફિલમાં તેના ચમકના કારણે વધારે મહેકી રહી હતી. રાત તેના પ્રહોરની સાથે પુરી થતી જતી હતી ને પરી અને મહેર એકબીજાના દુઃખની લાગણીને હળવી કરવાની કોશિશ કરતા હતા.

વહેતા આસું સાથે જ પરી બધી જ પળો ભુલી મહેરની બાહોમાં ખોવાઈ ગઈ. બે દિલનું મિલન થતા ફરી ધબકારા થંભી ગયા ને પરી મહેરની બાહોમાં જતા ધ્રુસકે ધ્રુસકે રડી પડી. " નથી રહી શકતી હવે તારા વગર....પણ હવે શાયદ જ આપણે સાથે રહી શકીશું. આ દુનિયા આપણને સાથે નહીં જીવવા દેઈ. જેવી રીતે મારુ સપનાને તોડી વેરવિખેર કરી દીધું તેવી જ રીતે આપણા સંબંધને પણ તોડીને વિખેરી દેશે." તેની રડતી આંખો ને ધબકતું દિલ મહેર સામે બધી જ ફરીયાદો કરતું જતું હતું. તે તેના શબ્દોને રોકી નહોતી શકતી ના મહેરને પોતાનાથી અલગ કરી શકતી હતી.


♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥

આ રોમાંચક કાહાની પ્રેમ અને સપનાની દુનિયા વચ્ચે થોડી તુટી ગઈ છે ત્યારે શું મહેર અને પરી હંમેશા માટે એક થઈ શકશે....??શું થશે પરીના સપનાનું તે જીતી જશે કે હારી.....?? શું હજુ પણ મહેર પરીથી કંઈ છુપાવે છે..?? શું કામ મહેર પોતાના ઘરમાં નહિ પણ મિતા ના ઘરે રહે છે...???શું છે તેમની આ કાહાનીની હકિકત શું તે પરીને બતાવી શકશે...?? પરીની જિંદગી હવે શું દસ્તક લેશે તે જાણવા વાંચતા રહો દિલ પ્રેમનો દરિયો છે....(ક્રમશ)