પ્રકરણ-24
મોહીતે ઇન્ડીયા માં સાથે વાત કરી. અત્યારે ઓફીસમાં રીલેક્ષ બેઠેલો. મલ્લિકાને પહેલાં ફોન ગર્યો તો ક્યાંય સુધી રીંગ જ વાગી એણે રીસ્પોન્ડ જ ના કર્યો. પછી મોહીતે માં સાથે વાત કરી લીધી.
મોહીતે વિચાર્યુ હવે તો ફોન ઉંચકશે જ એણે ફરી ફોન કર્યો તો ફોન મલ્લિકામાં સ્વીચ ઓફ આવ્યો. એને આશ્ચર્ય થયું કે.. ફોન સ્વીચ ઓફ ? કેમ આમ ? કોઇ મીટીંગમાં હશે.. ? પણ ફોન સાયલન્ટ કરે સ્વીચ ઓફ નહીં જ.. એ વિચારમાં પડી ગયો. એને મન હતું બે દિવસથી બોલ્યો નથી તો વાત કરું થોડો પ્રેમ જતાવું તો એનું મન શાંત અને આનંદવાળું થઇ જાય.
પછી એણે એની ઓફીસનો લેન્ડલાઇન નંબર સર્ચ કરીને ત્યાં ફોન કર્યો. ત્યાં રીસેપ્નીસ્ટએ ફોન ઉચક્યો અને મોહીતે એને પૂછ્યું "મલ્લિકા સાથે વાત કરવા અંગે ત્યારે પેલીએ કહ્યું "મેમ ઇઝ નોટ ઓન હર ડેસ્ક શી હેઝ લીવ ઓફીસ એટ ટવેલો કલોક. આઇ એમ સોરી શી ઇઝ નોટ ઇન ઓફીસ.
મોહીતે "થેંક્સ કહીને ફોન મૂક્યો. હવે એણે ફરીથી એનો મોબાઇલ જોયો... ફરીથી મલ્લિકાને ફોન કર્યો પણ ફોન સ્વીચ ઓફ જ આવતો હતો.
મોહીતને ચિંતા થઇ એણે જોયું કેટલાં વાગ્યાં છે એણે 4.30 થયાં છે જોયું એ બાર વાગ્યાની ઓફીસથી નીકળી ગઇ છે ? શું. થયું હશે ? કંઇ ઇમરજન્સી હશે ? એણે મારી સાથે કેમ કંઇ વાત ના કરી ? મને મેસેજ પણ ના કર્યો ?
મોહીતને ખરેખર ચિંતા થઇ એણે પોતાની ચેમ્બર લોક કરીને ઓફીસથી નીકળી ગયો. બોબને કાર ઘર તરફ લેવા કીધી. એણે વિચાર કર્યો. મારો જ વાંક છે હું એની સાથે બોલ્યો નહીં એ ડીસ્ટર્બ થઇ ગઇ છે અને કંઇ ફીઝીકલ.. કોઇ પ્રોબ્લેમ નહીં હોય ને ? એ ડોક્ટર પાસે ગઇ હશે ? શું થયું હશે ?
હું એને સોરી કહી માફી માંગી લઇશ. એમ વિચારતો વિચારતો બેસી રહ્યો અને ઘર આવી ગયું.
બોબે કાર અંદર લીધી અને મોહીત પોતાનો શુટ લઇને સીધો જ ઘરનાં દરવાજા તરફ દોડયો. અને જોસેફ તરત જ દરવાજો ખોલ્યો.
મોહીતે પૂછ્યું "વેરી જ મેમે ? જોસેફ કહ્યું "સર મેમ તો ઘરે આવી જ નથી એમનો સમય તો હવે થશે કદાચ આવતાં જ હશે.
હવે મોહીતને એની તબીયતની ખૂબ જ ચિંતા થવા લાગી એ ડ્રોઇગરૂમમાં જઇને બેચેન થઇને બેઠો. એણે ફરીથી મલ્લિકાનો ફોન ટ્રાય કર્યો પણ સ્વીચ ઓફ જ આવતો હતો. એ ખરેખર ચિંતામાં પડી ગયો.
ત્યાંજ મલ્લિકાની કાર કમ્પાઉન્ડમાં આવી. મોહીત બહારની તરફ દોડ્યો. એણે મલ્લિકાને કાર પાર્ક કરતાં જોઇ.. એતો ખૂબજ ખુશ આનંદમાં હતી એનાં હોઠ કોઇ વિચાર સાથે મરક મરક થતાં હતાં. એક બાજુ એને હાંશ થઇને બીજી બાજુ ફરી ગુસ્સો આવ્યો.
મલ્લિકાની નજર મોહીત પર પડી અને એનો ચહેરો હાવભાવ બધાં બદલાઇ ગયાં. ચહેરા પરનો આનંદ ખુશી ગાયબ થઇ ગઇ અને ચિંતામાં પડી અને જાણે કંઇક ખોટુ થયાનો ભાવ આવી ગયો.
મોહીત એનાં તરફ આવ્યો અને બોલ્યો તું સાજી નરવી છે એકદેમ ઓખે છે હું ક્યારનો ચિંતા કરું છું કેમ છે તું ? તને ક્યારનો ફોન કરું છું તારો ફોન સ્વીચ ઓફ જ આવે છે. કેમ ? સ્વીચ ઓફ કરેલો છે ?
મલ્લિકાએ કહ્યું "ઓહ મારો ફોન સ્વીચ ઓફ છે ? મને તો ખબર જ નથી. મને થયું કે કોઇ ફોન કેમ નથી આવ્ય ? પછી ફોન કાઢીને જોયું.. ફોન સ્વીચ ઓફ હતો. એણે કહ્યું હું ચાર્જ કરવો ભૂલી ગઇ હોઇશ પણ કેમ શું થયું ?
મલ્લિકાનાં ચહેરાં પર ગભરામણનાં હાવભાવ હતાં એ કંઇક છૂપાવી રહી હતી જૂઠું બોલી રહી હતી એ સ્પષ્ટ જણાંતુ હતું. પણ મોહીતને કંઇ ખ્યાલ ના આવ્યો.
મોહીતે કહ્યું "પણ તારું ધ્યાન જ નથી ? હુ તને ક્યારનો ફોન કરુ છું મને ચિંતા થઇ ગઇ કે શું થયું હશે ? તને ફરક જ નથી પડતો.
મલ્લિકાએ કહ્યું "મોહું અંદર જઇને વાત કરીએ પ્લીઝ મારે વોશરૂમ જવું છે.. મને ખબર જ નથી ફોન બંધ થઇ ગયો છે.
મોહીતે કહ્યું "ઓકે જા તું પતાવ અને પછી મેરીને કહ્યું "મેરી મારાં માટે હોટ કોફી લાવ અને થોડી સ્ટ્રોંગ બનાવજે કહીને એ શુઝ કાઢીને સીધો જ ડ્રોઇગરૂમમાં જઇને બેઠો.
મલ્લિકા સીધી રૂમમાં જઇને બાથરૂમમાં ઘૂસી અને ફોન સ્ટાર્ટ કર્યો બેટરીતો 77% ચાર્જ બતાવતી હતી.. એ મનમાં ને મનમાં પોતાનાં જવાબ પર ખુશ થઇ ગઇ. મારી એ ફ્રેશ થઇ કપડાં બદલી બહાર આવી ગઇ એણે પણ મેરીને કોફી બનાવવા કર્યું.
મોહીત મલ્લિકા બંન્ને જણાં ડ્રોઇગ રૂમમાં બેઠાં ગરમ કોફી પી રહેલાં મોહીતે કહ્યું તે મને સાચેજ ગભરાવી નાંખેલો પછી ઉભો થઇને મલ્લિકા પાસે આવી કોફીનો મગ એનો અને મલ્લિકાનો ટીપોય પર મૂકીને એણે મલ્લિકાનાં હોઠ પર પોતાના હોઠ મૂકી દીધાં બંન્ને જણાં ક્યાંય સુધી લીપ્સ ચૂસ્તાં રહ્યાં.
મોહીતે પોતાનું શર્ટ કાઢીને સોફા પર મૂક્યું અને ફરીથી વળગીને મલ્લિકાને કીસીઓ કરવા લાગ્યો.
મલ્લિકાએ કહ્યું "જા પહેલા ફ્રેશ થઇ આવ.. શું વાત છે ? આજે 3 દિવસે મૂડમાં જોયો.
મોહીતે કહ્યું "કોફી પી ને જઊ છું ડાર્લીંગ હાં સોરી મેં તને... ઠીક છે ક્યારેક મૂડ જતો રહે છે મારો મારાથી હર્ટ થવાનું સહેવાતું નથી અને હું જલ્દી ભૂલી શકતો નથી એ મારો પ્રોબ્લેમ છે બટ હવે કંઇ નથી મારી મલ્લો... લવ યુ...
મોહીતે ફ્રેશ થવાં ઉભો થયો અને પછી પાછળ વળી મલ્લિકાને પૂછ્યું પણ મેં તારી ઓફીસનાં લેન્ડ લાઇન પર પણ ફોન કરેલો તારો મોબાઇલ સ્વીચ ઓફ આવ્યો ત્યારે તારી ઓફીસમાંથી એવું કીધુ કે મેમ તો 12 વાગ્યાનાં ઓફીસ છોડીને બહાર ગયેલાં છે ? તું ક્યાં ગઇ હતી ? અને તારો ફોન પણ સ્વીચ ઓફ ?
મલ્લિકાનો ચહેરો ઉતરીને સફેદ પૂણી જેવો થઇ ગયો. એ થોડીવાર મોહીતની સામે જ જોઇ રહી ગળામાં શબ્દો જાણે અટકી ગયાં. એબોલી જ ના શકી એની આંખોમાં ભય સ્પષ્ટ દેખાતો હતો.
મોહીત એનાં ચ્હેરાં સામે જોઇને બોલ્યો અરે આમ કેમ જોયાં કરે છે ? જવાબ આપને ? મેં કંઇ એવો પ્રશ્ન પૂછ્યો કે નહોતો પૂછવો જોઇતો ? કેમ આવા રીએક્શન આપે છે ? શું થયું ?
મલ્લિકા "હાં હા કહીને સ્વસ્થ થઇને પછી બોલી.. પણ અવાજ જ ના નીકળે ના શબ્દો સ્ફરે પછી બોલી.. અરે એતો
થોડું કામ હતું મીસીસ એક્ષે મને સાથે લઇ જઇને થોડાં કામ નીપટાવ્યા એમની મેરેજ એનીવર્સી આવે છે તો થોડી ગીફટ લેવાની હતી તો જ્વેલરીનાં સીલેકશન માટે હું સાથે ગઇ હતી.
મોહીતે કહ્યું "શું વાત કરે છે ? ચાલુ ઓફીસે ? કંઇ કામ નહોતું ? તું તો જાણે. ચોપાટી ફરવા જતી હોત એવાં જવાબ આપે એમ કહીને હસી પડ્યો.
મલ્લિકાએ કહ્યું "મોહું તુ પણ શું આમ ? હું કોમ્પ્યુટર ચાલુ રાખીને નીકળી હતી કંઇ ખાસ કામ નહોતું એટલે નીકળી હતી. કંઇ ઇમરજન્સી હોય તો ખ્યાલ આવે જ ને ? ફોન પર નીપટાવી લઊં.. પછી શું ફરક પડે ? એ ભૂલી ગઇ કે ફોન સ્વીચ ઓફ હતો.
મોહીતે એને વળતો પ્રશ્ન કર્યો... પણ તારો ફોન તો સ્વીચ ઓફ હતો કેવી રીતે કામ કરે કે જવાબ આપે ?
મલ્લિકાએ કહ્યું તુ કેટલાં પ્રશ્નો કરે છે ? જા ફ્રેશ થઇ આવ... મને ખબર જ નહોતી કે ફોન માં બેટરી નથી..
મોહીતે કહ્યું "ઓકે ડાર્લીંગ આવુ ફ્રેશ થઇને.. મોહીત બાથરૂમમાં ગયો પણ એનાં મનમાં જે પ્રશ્નો ઉઠેલાં એનો એકેય જવાબ ના મળ્યો... મોહીત...
વધુ આવતા અંકે -- પ્રકરણ-25