Sky Has No Limit - 23 books and stories free download online pdf in Gujarati

સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-23

સ્કાય હેઝ નો લીમીટ
પ્રકરણ-23
મોહીત ઓફીસથી આવીને ગાર્ડનમાં ડ્રીક્સ લેવા બેઠો. ગરમાં ગરમ ભજીયા બટાકાવડાં મીતાબેને ખવરાવ્યાં. મોહીત ડ્રીંક લેતાં બધે જ નજર હતી એ ડ્રીંક અને ગઝલ એન્જોય કરી રહેલો એણે મલ્લિકાને કહ્યું "મારું જમવાનું તૈયાર કરાવ મારે સૂઇ જવું છે. મલ્લિકાને આશ્ચર્ય થયું કે આટલો મૂડમાં આનંદમાં છે ડ્રીંક લીધું છે છતાં ના બે પ્રેમનાં બોલ, ના કીસ્સી.. નાં પ્રેમ ? એને મોહીતનો મૂડ ના સમજાયા પણ એણે મીતાબેનને જમવાની તૈયારી કરવા કહ્યું.
મેરી, જોસેફ, મીનાબહેન બધાં સેવામાં લાગી ગયાં. ભજીયા, બટાકા વડાં અને ભાખરી શાક ખીચડી સાવ સાદું ડીનર હતું. મેરી જોસેફ સ્ટાફ માટે એમનાં પ્રમાણે ડીનર જુદુ બનાવવા કીધેલું.
મીનાબહેન પણ અમેરીકન રહેલી કરણીથી ટેવાયેલાં હતાં. એમણે મેરી અને જોસેફ ત્થા માર્ટીનને જમવા આપી દીધુ અને મોહીત-મલ્લિકા માટે ગરમાગરમ જમવાનું પીરસી આપ્યું એ લોકો જમી રહ્યાં પછી પોતે જમીને મલ્લિકાને કહી ઘરે જવા નીકળી ગયાં.
મોહીતે મલ્લિકાને પૂછ્યુ પેલાં માળીને આપ્યું જમવા ? એ થોડો વિચિત્ર છે પણ જમવાનું આપ્યું છે ને મીતાબહેન જોઇ લેજે.
મલ્લિકાએ થોડું મોઢુ બગાડીને કહ્યું જોઇ લઊં છું અને એ કીચનમાં ગઇ થોડું સરખું કરવાનું કરી લીધુ મીતાબેન અને મેરી બધુ કરી જ નાખેલું બાકીનું જોસેફે કરી લીધુ હતું.
મલ્લિકાને એટલી હાંશ હતી કે હવે કાંઇ કરવાનું નહિ હોય માત્ર નજર રાખવાની હોય છે.
મોહીતે જમીને સીધાં. બેડરૂમ તરફ જતાં પહેલાં જોસેફને સૂચના આપીકે સ્ક્રીન બધુ અંદર લઇ લે અને સીસ્ટમ ભલે બહાર રહી.. અને કાળજીથી લેવાં ટકોર કરી.
મલ્લિકાએ જોયું કે મોહીત બેડરૂમમાં જતો રહ્યો. એ પણ મેરી અને જોસેફને સૂચના આપીને જવા લાગી. જતાં જતાં મેરીને કહ્યું તું અને જોસેફ જાવ ડોર લોક કરી દેજો. મેરી એ ગુડનાઇટ કહીને ઘરે જવા નીકળી ગઇ.
મલ્લિકા બેડરૂમમાં આવીને સીધી વોશરૂમમાં ઘૂસી ત્યાં સુધીમાં મોહીતતો ફ્રેશ થઇને બેડ પર લંબાવી દીધું હતું મલ્લિકા વોશરૂમમાંથી ચેઇન્જ કરીને બહાર આવી ત્યારે તો મોહીતનાં નસ્કોરાં બોલતાં હતાં.
મલ્લિકાને નવાઇ લાગી પણ સમજી ગઇ કે મોહીત સારી રીતે બોલે છે વર્તે છે પણ હજી નારાજ છે એ પણ બેડ પર સૂવા આવી ગઇ અને લાઇટો ઓફ કરી, થોડીવાર એમજ પડી રહી.. પછી ક્યારે નીંદર આવી ખબર ના પડી.
*********
આજે મલ્લિકા વહેલી ઉઠી તૈયાર થઇ ગઇ આજે ઓફીસ જવાની છે એવું મોહીતને કીધેલું. મોહીત પણ તૈયાર થઇને આવી ગયો એણએ મલ્લિકાને ઓફીસ જવા તૈયાર જોઇને કહ્યું "અરે રેડી ? સાચેજ ઓફીસ જવાની ? મલ્લિકાએ કહ્યું "કેમ આવો પ્રશ્ન કરે છે ? સાચે જ ઓફીસ જવાની એટલે ? જવાની જ ને ? આખો વખત ઘરે બેસીને શું કરું? બાય ધ વે અહીં ન્યૂયોર્ક ઓફીસમાં મારો પહેલો દિવસ છે તારે મને વીશ કરવું જોઇએ.
મોહીતે કહ્યું "વીશ કરવું જોઇએ ? કેમ ? તારી આ ક્યાં નવી જોબ છે ? એની વે.. ટેઇક કેર, તારાં માટે એ સાંભળવું જરૂરી છે.
મોહીતે બોબને ગાડી કાઢવા કહ્યું "મલ્લિકાએ કહ્યું કેમ તારે નાસ્તો કે દૂધ-કોફી કંઇ નથી કરવાનું ? અને મને સ્ટેશન છોડી દેજે હું મારી રીતે જતી રહીશ.
મોહીતે કહ્યું "અરે પણ તારી કાર છેજ ને તું કારમાં જતી રેહને ટ્રેઇનમાં જવાની ક્યાં જરૂર છે ? અને આ ન્યૂજર્સી નથી કે એકજ રસ્તે આપણાં બેઉની ઓફીસ છે હું ઉત્તરમાં અને તું દક્ષિણમાં જવાની ક્યાંથી મેળ પડશે ? તું ડ્રાઇવ કરીને જા.
મલ્લિકા કહે ઓકે એમ કરુ છું પછી સાંજે વાંધો નહીં તારે સમયમાં ગરબડ થાય તો ? એનાં કરતાં હું મારી રીતે ઘરે પહોચી જઇશ. પણ તારાં નાસ્તાનું શું ?
મોહીતે કહ્યું "મારે ઓફીસ જલ્દી પહોચવાનું કે રીચડ્સ આવેલો છે અને સાથે બ્રેકફાસ્ટ કરીશું.
મલ્લિકાની આંખો પહોળી થઇ પછી શાંત થઇ એણે કહ્યું ઓહ ઓકે.. ક્યારે આવ્યો રીચડ્સ ? તો તો તમારું બધુ ગોઠવાયું જ હશે કંઇ નહીં તું ઓફીસમાં પતાવી દેજો હું પતાવીને મારી રીતે નીકળી જઇશ. હવે રીચડ્સ આવ્યો છે તો તારું સાંજનું પણ નક્કી નહીં એમજ ને ?
મોહીતે જે હતું એજ કહ્યું "કે અરે મારે એટલે જ વહેલાં પહોંચવાનું છે કે રીચડ્સને પછી કોઇ સરકારી ઓફીસોમાં જવાનું છે એ પછી રાત્રે નીકળી જશે ફલાઇટમાં.
મલ્લિકાએ કહ્યું "ઓહ ઓકે.. તો તું નીકળ હું નાસ્તો કોફી પતાવીને નીકળીશ હમણાં મીતાબહેન પણ આવશે હું સાંજની રસોઇનું અને થોડાં નાસ્તા બનાવવાનું સમજાવીને જઇશ. આમ પણ આ વીક એન્ડમાં શિલ્પા-સોનીયા બધાં અહીં છે એટલે જોઇશે.
મોહીતે ઓકે કહીને નીકળી ગયો. મલ્લિકા એને જતો જોઇ રહી.. એણે ફેરફાર નોંધ્યો કે મોહીત બે દિવસથી નથી કીસ કરતો નથી વ્હાલ કરતો. નીકળી ગયો.
મોહીતનાં ગયાં પછી મલ્લિકા વિચારમાં પડી ગઇ પછી હોઠ એનાં હસી રહ્યાં હતાં. ત્યાં મીતાબેન આવી ગયાં અને મલ્લિકાનાં વિચારો પર બ્રેક લાગી.
મલ્લિકાએ સાંજનું ડીનર અને બાકી નાસ્તાં બનાવ્યુ કહ્યું અને સ્ટાફને જમાડી દેવા જણાવ્યું અને પોતે કોફી અને ટોસ્ટ ખાવા બેઠી પછી ફુટ જ્યુસ પીને પોતે ડ્રાઇવ કરીને નીકળી ગઇ....
*************
મોહીત ઓફીસે પહોંચ્યો અને રીચડ્સ સાથે બધુ કામ નિપટાવ્યુ અને રીચડ્સ પણ એનો સમય થયો અને ઓફીસથી એનાં કામે નીકળી ગયો.
મોહીત રીચડ્સનાં ગયાં પછી થોડો રીલેક્ષ થયો અને એણે કોફી મંગાવી અને એની ઓફીસની બાલ્કનીમાં બેસી ગરમ કોફી પીવા લાગ્યો. ન્યુયોર્કની એની ઓફીસ 46માં માળે હતી એટલી સરસ જગ્યા અને વ્યૂ હતું એ કોફી પીતા પીતાં ન્યૂયોર્કને નજારો જોઇ રહેલો અને આ શહેરની બાદશાહી આંખોથી પી રહેલો.
મોહીત બધાં વિચાર કરતાં કરતાં મલ્લિકાનો વિચાર આવી ગયો. એને થયું બે-ત્રણ દિવસથી હું મલ્લિકાને નથી ચૂમી રહ્યો નથી પ્રેમ કરતો. મને ગુસ્સો હતો ઠીક છે પણ આમ લાંબુ ક્યાં સુધી ખેંચવુ ઠીક છે એની પસંદગી અને અમુક સ્વભાવ છે.. ચાલ્યા કરે.. એને એનાં પોતાનાં વર્તન અંગે પસ્તાવો થયો એણેજ તરત જ મોબાઇલ હાથમાં લઇને મલ્લિકાને ફોન કર્યો...
ક્યાંય સુધી ફોનની રીંગ વાગતી રહી.. ફોન એણે ઊંચક્યો જ નહીં. મોહીતને નવાઇ લાગી કેમ આમ ? ઠીક છે ફોન ડેસ્ક પર મૂકી વોશરૂમ ગઇ હશે.
મોહીત અત્યારે સાવ રીલેક્ષ હતો. એને વિચાર આવ્યો કે લાવ મારી માંને ફોન કર્યું એ બધુ ચિંતા કરે છે.
મોહીતે ઇન્ડીયા ફોન લગાવ્યો હતો સામેથી ફોન તરત જ ઊંચકાયો.
હાય માં કેમ છે ? તમારી અને પાપાની તબીયત કેમ છે ? માં એ ખૂબ ખુશ થતાં કહ્યુ "અરે વાહ મોહીત તેં તો મને ખુશ કરી દીધી અત્યારે ફોન કરીને દીકરા. બસ મજામાં છીએ. બેટા હું તને ફોન કરવાની હતી.. બેત્રણ દિવસથી વિચાર કરતી હતી પણ.. બેટા હવે મલ્લિકા સામે સાચું છે. ને મારાં લીધે તમારી વચ્ચે ગેરસમજ અને ઝગડા થયાં દીકરા.. મને ના ગમ્યું.
મારાં માટે તો તમે લોકો ખૂબ જ ખુશ-સુખી રહો એજ ગમે. હમણાં નાનાં છે ખૂબ આનંદ અને મજા કરો. એવુ જ રહેવાં માંગતી હતી મલ્લિકાની હમણાં.. મોહીતે રોકીને કહ્યું "માં એ બધુ અમારાં પર છોડો એ વાત ના કરો. પાપાને કેમ છે ? વચ્ચે એમને ગભરામણ થઇ હતી એવું તમને કીધેલું હવે કેમ છે ? ડોક્ટર અંકલને બતાવેલું ?
માં એ કહ્યું "બધુ જ સારુ છે કોઇ ચિંતાના કર દીકરા, કંઇ નહીં પછી હું તારાં પાપા સાથે વાત કરાવું છું ટેકકેર બાય બેટા. એમને જમવા આપી દઊં મૂકુ છું ફોન.
મોહીતે કહ્યું ઓકે પછી એણે મલ્લિકાને ફરી ફોન લગાવ્યો પણ હવે ફોન સ્વીચ ઓફ આવ્યો. મોહીતને આશ્ચર્ય થયું કે..
વધુ આવતાં અંકે -પ્રકરણ-24

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED