દુર્ભાગ્ય Jeet Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

દુર્ભાગ્ય

રોજ કાર લઈ પૂર્વી કૉલેજ જતી ત્યારે રસ્તા પર તેની ફ્રેન્ડ ને પણ બેસાડી ને લઈ જતી. તે સ્ટોપ પર રોજ અર્પણ પણ કૉલેજ માટે બસ ની રાહ જોતો. કોલેજ ની બસ આવે તે પહેલાં પૂર્વી તેની કાર લઇ ને ત્યાંથી પસાર થતી ને તેની ફ્રેન્ડ ને સાથે લઈ જતી. પૂર્વી ની નજર હંમેશાં અર્પણ પર રહેતી. દેખાવે બહુ સુંદર હતો અર્પણ. પણ ગરીબ ઘરેથી એટલે કપડાં તેના જૂના હતા. જ્યારે પૂર્વી એમ પૈસાદાર ની છોકરી હતી. પણ થોડી શ્યામ વર્ણ ની હતી.

અર્પણ એટલો સુંદર હતો જે ભલભલા તેના પર મોહિત થઈ જાય. પણ પહેલાં તો પૂર્વી અર્પણ પર મોહિત થઈ જાય છે તે મન માં તેને પ્રેમ કરવા લાગે છે પણ પહેલાં તો ફ્રેનડશીપ તો કરવી પડે ને એટલે એક દિવસ પૂર્વી અર્પણ સાથે ફ્રેનડશીપ કરે છે. જયારે એ અર્પણ વિશે પૂર્વી એ પતો લગાવ્યો તો ખબર પડી કે તેના પિતા ખેડૂત છે. અર્પણ દેખાવમાં ખૂબ જ સુંદર હતો અને સમજદાર પણ હતો. ભલે પૂર્વી પૈસાદાર પરિવારથી હતી પરંતુ એના માટે અર્પણ ને મનાવવું આસાન ન હતું.

જયારે પહેલીવાર પૂર્વી એ અર્પણ પાસે ગઈ અને એને પ્રપોઝ કરી તો અર્પણ એ સાફ ના પાડી દીધી. અર્પણ એ વિચાર્યું કે પોતે ગરીબ ખેડૂત નો દીકરો અને પૂર્વી એટલી પૈસા, એવામાં આ બંનેનું મળવું શક્ય જ ન હતું. પરંતુ પૂર્વી એ હાર ન માની અને એ લગ્નની વાત કરવા સીધી જ અર્પણ ના ઘરે પહોંચી ગઈ. અર્પણ ના ઘરવાળા લગ્ન માટે રાજી થઇ ગયા અને બંનેના લગ્ન થઇ ગયા.

બંને પોતાના લગ્ન જીવનમાં ખૂબ જ ખુશ હતા અને બધું જ બરાબર ચાલતું હતું ત્યારે અચાનક જ અર્પણ ને ચામડીનો રોગ થયો. જોકે પૂર્વી એ ઘણી સારવાર કરાવી પરંતુ એનો કોઈ ફાયદો ન થયો, એની બીમારી ઠીક ન થઇ અને અર્પણ ની સુંદરતા ધીમે ધીમે ઓછી થઇ ગઈ. અને તે વધુ બીમાર પડવા લાગ્યો. તેની આ હાલતને કારણે અર્પણ ને લાગ્યું કે તેની સુંદરતા ઓછી થઇ જવાના કારણે પૂર્વી તેને છોડી ન દે. અર્પણ આ ચિંતામાં વધુ નબળો પડવા લાગ્યો.

પછી એક દિવસ પૂર્વી સ્કુટી લઈ જઈ રહી ત્યારે તેનું એક્સીડેન્ટ થાય છે તેને કારણે તેની આંખોની રોશની જતી રહે છે. પૂર્વી ના એક્સીડેન્ટ પછીથી આ અર્પણ તેનું વધુ ધ્યાન રાખવા લાગ્યો અને તેની આંખોની રોશની જતા રહેવાના કારણે અર્પણ ના મનથી એ ડર પણ જતો રહ્યો કે તેની સુંદરતા ઓછી થવાના કારણે પણ પૂર્વી હવે તેને નહિ છોડે.

ત્યાર પછી બંને એકવાર ફરીથી સારી રીતે પોતાનું જીવન જીવવા લાગ્યા. પરંતુ અર્પણ ની તબિયત દિવસેને દિવસે વધુ ખરાબ થઇ રહી હતી અને થોડા દિવસ પછી અર્પણ મૃત્યુ પામ્યો ત્યાર પછી પૂર્વી એકદમ એકલી પડી ગઈ અને તેને શહેર છોડીને જવાનું મન બનાવી લીધું.

જ્યારે પૂર્વી ઘર છોડીને જતી હતી ત્યારે તેના પાડોશીએ તેને પૂછ્યું કે આ હાલતમાં કેવી રીતે પોતાનુ જીવન વીતાવીશ, તને તો કંઈ દેખાતું પણ નથી. ત્યારે પૂર્વી એ જે જવાબ આપ્યો એ સાંભળીને તમે પણ હેરાન રહી જશો. પૂર્વી એ પાડોશીની ચિંતા દર્શાવવા પર આભાર માનતા કહ્યું કે – હું ક્યારેય આંધળી થઈ જ નથી, બસ આંધળા હોવાનું નાટક કરતી હતી. હું ઈચ્છતી હતી કે મારો પતિ ને એની બીમારી અને બદસૂરતીના કારણે એવું લાગે કે હવે હું એને પ્રેમ નથી કરતી. એટલે મેં કેટલાક મહિના આંધળક હોવાનું નાટક કર્યું જેથી તે ખુશ રહે. આટલું કહીને પૂર્વી ત્યાંથી જતી રહી પરંતુ તેનો આટલા મહિના નો ત્યાગ અને પતિ માટેનો પ્રેમ જોઈને તેના પાડોશીની આંખોથી આંસુ નીકળી આવ્યા.

જીત ગજજર