Losted - 11 books and stories free download online pdf in Gujarati

લોસ્ટેડ - 11

લોસ્ટેડ - 11


રિંકલ ચૌહાણ


"જીજ્ઞાઆઆઆ...." આધ્વીકા એ ઉઠતા જ એક ચિસ નાખી. આધ્વીકાની ચિસ સાંભળી ઈ. રાહુલ અંંદર દોડી આવ્યા. આધ્વીકા એ જ્યાં હતી એ ઓરડાનું નિરીક્ષણ કરે છે.
"તમે કોણ છો? હું અહીં કઈ રીતે આવી અને જિજ્ઞા ક્યાં છે?" આધ્વીકા જિજ્ઞાસા ને આજુબાજુના જોતાં ટેન્શનમાં આવી જાય છે. એ પોતાનો ફોન શોધે છે. એની નજર ટેબલ પર જાય છે. ત્યાં એનો ફોન પડ્યો હતો. એ ફોન ખોલે છે, ફોનમાં 3 કલાક જિજ્ઞા નો મેસેજ આવેલો હતો, "હું અમદાવાદ જવા નીકળી ગઈ છું. ઘર અને ઓફિસની ચિંતા બિલકુલ મત કરજે દી....દી.... હું બધાનું ધ્યાન રાખીશ. તારું કામ પતાવી જલ્દી આવી જજે. ટેક કેર.... જિજ્ઞા" મેસેજ વાંચીને આધ્વીકા ના હોશ ઊડી જાય છે.
"મિસ રાઠોડ આર યુ ઓકે?" ફોન જોયા પછી આધ્વીકા ના ચહેરા નો ઉડેલો રંગ ઈ. રાહુલથી છુપાયો નઈ.
"હું અહીં કંઈ રીતે આવી? એન્ડ હું આરયું?" ઈ. રાહુલ કઈ જવાબ આપવા જાય છે પણ એ ફરીથી બોલે છે," મને કોઈ રસ નથી તમારા વિશે જાણવા માં , મારું અહીંથી જવું વધુ જરૂરી છે." આધ્વીકા ત્યાંથી નીકળી જાય છે. ઈ. રાહુલ આધ્વીકા ની પાછળ જાય છે.
"મિસ રાઠોડ સ્ટોપ, તમે એવી રીતે ના જઈ શકો." ઈ. રાહુલની વાત સાંભળી આધ્વીકા ઊભી રહી જાય છે. એ રાહુલ તરફ ગુસ્સાથી જુએ છે,"અને તમે ક્યા હકથી મને રોકી રહ્યા છો ?"
"હક તો હું નથી જાણતો મિસ રાઠોડ, પણ તમારો ભાઈ જીગર રાઠોડ ક્યાં છે? તમારો ભાઈ ગાયબ છે ક્યાં છે એ?" ઈ. રાહુલ શાંતિથી પુછે છે. આધ્વીકા જીગરનું નામ સાંભળી ગભરાઇ જાય છે, પણ બીજી જ ક્ષણે સ્વસ્થ થઈ કોઈ જ જવાબ આપ્યા વગર ત્યાંથી ચાલવા લાગે છે.
"આધ્વીકા....." ઈ. રાહુલ ગુસ્સામાં બુમ પાડે છે. આધ્વીકા ના પગ ત્યાં જ ખોડાઈ જાય છે. ઈ. રાહુલ આધ્વીકા જોડે જાય છે. "સાહિલના હાલ તમને ખબર જ હશે. પ્રથમ , રોશન અને સમિર નું મૃત્યું થઈ ગયું છે. આ બધું તમને સામાન્ય લાગે છે? જીગર નહીં મળે તો એનું પરિણામ શું થશે એના માટે એ મારે તમને જણાવવાની જરૂર નથી મિસ રાઠોડ. હું તમારી જોડે સત્યની આશા રાખતો હતો. મને લાગ્યું હતું કે તમે હજુ પણ પેલા જેવા જ ઇમાનદાર અને સત્યનિષ્ઠ હશો. પણ એ મારી ભૂલ હતી, તમે તો સ્વાર્થી છો. માત્ર પોતાનો સ્વાર્થ જોઈ રહ્યા છો. પણ યાદ રાખજો મિસ. રાઠોડ જીગર રાઠોડ ને હું પાતાળમાંથી પણ શોધી કાઢીશ." ઈ. રાહુલ ગુસ્સામાં ત્યાંથી નીકળી જાય છે. આધ્વીકા વિચારશૂન્ય બની જાય છે.

***

"જીજ્ઞા તું આવી ગઈ, સોનું ક્યાં છે? તારી જોડે નથી આવી?" જયશ્રીબેન જીજ્ઞાસાને એકલી જોઈ ચિતિંત થઈ જાય છે. એમને કોઈ જ જવાબ આપ્યા વગર જ જિજ્ઞાસા અંદર જતી રહે છે.
"જિજ્ઞા આ શુ રીત છે? આવો વ્યવહાર કરીશ તું તારી મા જોડે, સોનું ક્યાં છે?" જયશ્રી બેન જીજ્ઞાસા નો આવો વ્યવહાર જોઈ ગુસ્સે થઈ જાય છે.
"સોનું.... સોનું.... સોનું..... એ તમારી દિકરી છે કે હું? હું આવી ગઈ છું એ ઓછું છે? આપણે એનાથી શું લેવાદેવા?" જિજ્ઞાસા ગુસ્સામાં પોતાના રૂમમાં જતી રહે છે. જયશ્રીબેન જિજ્ઞાસા નો બદલાયેલો વ્યવહાર જોઈને એક ઝટકો લાગે છે. જિજ્ઞા તૈયાર થઈ ઓફીસ જવા નીકળે છે.
"અરે જીજ્ઞા દી તમે આવી ગયાં. હવે મને ઓફીસમાં તકલીફ નઈ પડે. તમે આવી ગ્યાં છો તો હવે મને શીખવજો બધું કામ." જીવન જીજ્ઞાસાને જોઈ ખુશ થઈ જાય છે. એ ફરીથી પુછે છે," પણ સોનું દી ક્યાં છે? એ નથી આવ્યાં તમારી જોડે?"
"તું એને જ કેમ નથી પુછી લેતો, જેને જોઈએ આધ્વીકા... આધ્વીકા.... આધ્વીકા. એને જ્યારે આવવું હશે આવશે, મારે શું? તારે આવવું હોય તો ચાલ નઈ તો હૂં એકલી જ ઓફીસ સંભાળી લઈશ." જીજ્ઞાસા ગુસ્સામાં ત્યાંથી નીકળી જાય છે. રાઠોડ પરિવાર જીજ્ઞાસાનું બદલાયેલું વર્તન જોઈ અચંભિત થઈ જાય છે. જયશ્રી બેન ઇશારાથી જીવનને ચિંતા કર્યાં વગર ઓફિસ જવાનું કહે છે. જીવન ઓફિસ જવા નીકળે છે. બધું કામ પતાવી આરાધનાબેન અને જયશ્રીબેન મોન્ટી ના રૂમમાં જાય છે.
"જયશ્રીબેન આ બધું શું ચાલે છે. જીજ્ઞા કેમ આવું વર્તન કેમ કરે છે? અને સોનું ને તો મે કેટલા ફોન કર્યાં. એનો ફોન સ્વીચ ઓફ આવે છે." આરાધના બેન એમના સ્વભાવ મુજબ રડવા લાગે છે.
"ભાભી તમે ચિંતા નઈ કરો. સોનું આપણા ગામ ગઈ છે ત્યાં નેટવર્ક કેવું છે તમને તો ખબર જ છે. એ બધી પ્રોબ્લેમ સોલ્વ કરી જલ્દી આવી જશે..." ડોરબેલ ના અવાજ થી જયશ્રી બેન ની વાત અધુરી રહી જાય છે. મીરા દરવાજો ખોલે છે, જયશ્રી બેન અને આરાધના બેન પણ નીચે આવે છે. સામે આધ્વીકા ને જોઈ મીરા એને વળગી પડે છે. આરાધના બેન દોડતા આવી બન્ને ને ગળે લગાવી લે છે.
"માસી જિજ્ઞા ક્યાં છે?" આધ્વીકા એ આવતાં જ સવાલ પુછ્યો. "જિજ્ઞા તો ઓફિસ ગઈ છે? પણ બેટા તું અને જીજ્ઞા અલગ કેમ આવ્યાં? તારા અને જીજ્ઞા વચ્ચે લડાઇ થઇ છે?" આરાધના બેન પોતાની વાત કરે એના પહેલાં જ મોન્ટીના રૂમમાં કંઈક પછડાવાનો ભયંકર અવાજ આવે છે. બધા મોન્ટી ના રૂમ તરફ દોડે છે.
આખો રૂમ અસ્તવ્યસ્ત થઈ ગયો હતો. ઘણાં બધા લોકોએ તોડફોડ કરી હોય એમ બધું ફર્નીચર ટુટેલું પડ્યું હતું. અને મોન્ટી હવા માં લટકી રહ્યો હતો. મોન્ટી ના રૂમનું દૃશ્ય જોઈ ચાંદની અને મીરા ગભરાઇ ને બેભાન થઈ જાય છે. આરાધના બેન બુમો પાડવા લાગે છે. જયશ્રીબેન દોડતાં મંદિર માં જઈ ગંગાજળ લઈ આવે છે. આધ્વીકા દોડતી મોન્ટી જોડે જાય છે. એ મોન્ટી ને નીચે લાવવાનો પ્રયત્ન કરે છે પણ સફળ નથી થતી. જયશ્રીબેન ગંગાજળ લઈ પાછા રૂમમાં આવે છે, હનુમાન ચાલીસા બોલતા બોલતા એ આખા રૂમમાં ગંગાજળ છાંટે છે. મોન્ટી પલંગ પર પછડાય છે એને જોઈ આરાધના બેન ચીસ નાખે છે,"મોન્ટીઇઇઇઇઇ....." આધ્વીકા મીરા અને ચાંદનીના ચહેરા પર પાણી છાંટી એમને ભાનમાં લાવે છે. આ શું થયું અને કેમ થયું એ વિચારે એ પહેલાં આધ્વીકાનો ફોન વાગે છે. જિજ્ઞાનું નામ ફોન પર ફ્લેશ થાય છે, આધ્વીકા ફોન ઉપાડે છે.
"કેમ છે મોન્ટી? ઠીક તો છે ને દી...દી... ?" જિજ્ઞાસા ખડખડાટ હસે છે. "તને કઈ રીતે, તો આ બધું તું કરી રહી છે. હૂં તારા એવા હાલ કરીશ જીજ્ઞા કે તું મરવા માટે ભીખ માંગીશ." આધ્વીકા ગુસ્સામાં ફોન કાપી નાખે છે. એ બધાને રૂમની બાર લઈ જાય છે. બધાને સાંત્વના આપી એ પાછી મોન્ટી ના રૂમમાં જાય છે. આખા રૂમ પર એક નજર મારી એ ત્યાંથી જવા પાછી ફરે છે ત્યારે એની નજર કાચના ટુટેલા ટુકડા પર પડે છે. ત્યાં લખેલા શબ્દો એને અંદર થી હલાવી નાખે છે. કાચના ટુકડા પર લખેલું હતું,'લોસ્ટેડ'


ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED